પ્રેમ વાસના - પ્રકરણ - 5 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

પ્રેમ વાસના - પ્રકરણ - 5

પ્રકરણ - 5

પ્રેમ વાસના

રૂમમાં આવીને વૈભવે વૈભવીને પ્રેમ આલીંગન આપી દીધું. સલામત રીતે રૂમ બંધ કરીને વૈભવીને એહસાસ આપ્યો કે આપણે સુરક્ષિત જગ્યાએ છીએ કોઇ ચિંતા ના કરે. વૈભવીએ રૂમમાં આવી સામાન મૂક્યાં પછી વૈભવ પ્રેમ આલીંગન આપી રહેલો એને સરપાવમાં એણે વૈભવને ચૂમી લીધો પછી મનની શંકાનું સમાધાન કરવાં પૂછી જ લીધું "આ રૂમમાં તો આપણે બે જ જણાં છીએ ને ?

વૈભવે વૈભવીની આંખોમાં આંખો પરોવીને કહ્યું "હાં ડાર્લીંગ આપણે બે જ છીએ નિશ્ચિતં રહે. વૈભવી વૈભવનાં બાહુપાશમાં હતી વૈભવ પણ એને નિરખી રહેલો. વૈભવીને જોતાં જોતાં વૈભવને એ ભયની પળો યાદ આવી ગઇ. એ વૈભવીને પ્રેમ કરી રહેલો બંન્ને જણાં જગ ભૂલીને એકમેકને તનથી મનથી ખૂબ પ્રેમ કરી રહેલાં વૈભવ બસ શારીરીક પ્રેમનાં અંતિમ ચરણે જવા લાગેલો અને વૈભવીની ચીસે એને નિષ્ક્રીય કરી દીધેલો એ વખતનો વૈભવીનો ચહેરો. એનાં ચહેરા પર ભય થીજી ગયેલો આંખો વિસ્ફારીત થઇ ગઇ હતી એની આંખોમાં ભયથી અશ્રુ ધારા વહી રહેલી એનાં કપાળ અને ચહેરાં પર પરસેવાનાં બૂંદ બાઝી ગયેલાં એનું ગળુ જાણે કેદ થયું હોય એમ એનાં ગળામાંથી અવાજ નીકળવો બંધ થઇ ગયેલો. ચારેબાજુ નિરવ શાંતિ હતી. વૃક્ષોનાં પાંદડા ખૂબ પવનને કારણે ખરીને ચારે તરફ ઉડી રહેલાં વૃક્ષની શાખાઓ એવી રીતે હિલોળા લઇ રહી હતી કે જાણે હમણાં તૂટી પડશે. ધરતીની અંદર કંપનનાં જાણે એહસાસ થતાં હતાં આંધીની જેમ પવન ફૂંકાઇને કંઇક જૂદોજ બિહામણો અવાજ કરી રહેલો. વૈભવ પણ જાણે થીજી ગયેલો.

વૈભવીએ વૈભવને કહ્યું "એય વિભુ તું પાછો ક્યાં ખોવાયો ? હજી તું પણ એજ એહસાસનાં અનુભવમાં છે ને ? હજુ તું પણ બહાર નથી નીકળી શક્યો હું જાણું છું એય વિભુ તું મારી સાથે ના હોત તો મારો તો જીવજ નીકળી જાત.

વૈભવે કહ્યું "હાં ચીકુ હું એ એહસાસની અસરમાં છું પણ ભયભીત નથી હવે એ પવનનાં સુસવાટાનો ભયાનક આવજ ચારેબાજુ જાણે કોઇ અગમ્ય શક્તિનો અણસાર અને એનું ભયનું સામ્રાજય હતું તને ડરેલી જોઇને બે પળ માટે મારો શ્વાસ થંભી ગયેલો પરંતુ તને સાચવા માટે હું સ્વસ્થ થયો હતો.

તો મારુ શું થયું હશે? એણે કહ્યું "વિભુ તે તો માત્ર અવાજ સાંભળ્યો છે અને ભયનાં સામ્રાજ્યને એહસાસ અનુભવ્યો છે મેં તો ભયની સાથે સાથે તું મારાં પર હતો હું તને તું મને પ્રેમ કરી રહેલો હું એનાં આનંદમાં ડૂબેલી હતી અને સ્વર્ગીય ક્ષણો માણી રહી હતી અને અચાનક ખૂબ પવન ફૂંકાયો કોઇ ભયાનક સુસવાટાનો અવાજ સાંભળ્યો અને મારી આંખ ખૂલી અને મેં સામે જોયું છે એ દશ્ય મારી છાતીજ બેસી જાત એ સમયે મારાં ધબકારાં પણ ધબકવાનું ચૂકી ગયેલાં એવું હું હજી નથી ભૂલી શકતી મેં સાચેજ... હું ખૂબ જ ગભરાઇ ગઇ હતી.

વૈભવે કહ્યું "પણ તેં મને કહ્યું હતું પણ તું અત્યારે સ્વસ્થ છે મને વિસ્તારપૂર્વક વર્ણન કર તેં શું જોયેલું વૈભવીએ કહ્યું હાં કહું છું એમ કહી વૈભવ પલંગ પર બેઠો અને પછી વૈભવી એના ખોળામાં માથુ રાખીને સૂઇ ગઇ એણે વૈભવની બાંહોમાં એનાં હાથ વીંટાળી દીધાં. થોડીવાર એમજ પડી રહી પછી સ્વસ્થ થતાં એણે વૈભવની આંખોમાં આંખ પરોવી વૈભવે વૈભવીની આંખોમાં ફરીથી એજ ડર ડોકાતો જોયો. વૈભવીએ વૈભવને વ્હાલથી ચૂમી ભરીને કહ્યું "વિભુ મને તો વર્ણન કરતાં પણ ડર લાગે છે મને તું તારામાં પરોવીને રાખજે મને સદાય તારી પાસે રાખજે મારું રક્ષણ કરજે વિભુ મને ખૂબ ડર લાગી ગયો છે.

વૈભવને કહ્યું "એય વૈભુ હું તને ખૂબ પ્રેમ કરું છું ખૂબ આવી અગમ્યશક્તિ હોય કે આ દુનિયા-સમાજ બધાથી એ લોકોની ખોટી બૂરી નજર કે કોઇ વાસના ભર્યો એહસાસ પણ તારાં સુધી નહીં આવવા દઊં તું ફક્ત મારી જ છે મારી જ તને સ્પર્શવાનું દૂર જ રહ્યું તારી સામે ઊંચી આંખએ જોઇ નહીં શકે એની આંખો ફોડી નાંખીશ એ લોકોને હૂં જીવ લઇ લઇશ તને કોઇ રીતે પણ અભડાવી નહીં શકે આજે તને વચન આપું છું તારું બધી જ રીતે રક્ષણ કરીશ જ મારી ફરજ છે અને મારો પ્રેમ એટલો પ્રબળ છે.

વૈભવીએ વૈભવની આંખોમાં પ્રેમ અને નિશ્ચયબધ્ધતાં જોઇ એને વિશ્વાસ હતોજ ખૂબ વધી ગયો એણે વૈભવી આંખોમાં આંખે પરોવીને કહ્યું "વિભુ મને તારાં ઉપર ખૂબ વિશ્વાસ છે અને આગે પરાકાષ્ઠા પર છે અને તું મારી સાથે છે તારાં પ્રેમનું કવચ છે મને કોઇ કંઇ જ નહીં કરી શકે હું જાણું છું એ શક્તિ મને દેખા લીધી પણ તને જોવામાં ના આવી વિભુ એ કોઇ પ્રેત જ હશે મને એવું લાગે. કોઇ અતૃપ્ત આત્મા જ એની બિહામણી અને વાસના ભખી આંખો હતી એ ડાળ પર થી મારાં સુધી આવી ગયચેલો એનાં ગંદા કાળા બરછટ હોઠથી મને ચૂમવા સુધી આવી ગયેલો તું મારાં ઉપર હતો એટલે કે કોઇ કારણે તારાં સુધીનાં આવી શક્યો. હું ખૂબ ડરી ગઇએ જોઇને અને ગંદા હોઠ મારા સુધી પહોચ્વાનાં હતાં અને મેં જોરથી ચીસ પાડી અને એ સાથે એ અદશ્ય થયો. પણ વિભૂ મને હજી એ નથી સમજાયું કે એણે તને કેમ કંઇ એહસાસ ના કરાવ્યો ? તને વાતાવરણમાં ફેરફાર સિવાય કંઇ જાણે સ્પશ્યું જ નથી એવું કેમ થયું ?

વૈભવે કહ્યું "એય વ્હાલી વૈભવી તને કહું કોઇ જ દુનિયાની તાકાત કે શક્તિ આપણને સ્પર્શી નહી જ શકે. એની તાકાત જ નહીં હોય મારી સાથે પ્રગટ થવાની મારાં ઓરાનું તેજ એ સહી નહીં શકે કે નહીં એ ક્યારેય હિંમત દાખવે હવે તું એ બધાં વિચારો છોડી દે આપણે અધૂરો રહેલો પ્રેમ પૂરો નથી કરવાનો ? પેલા આત્માની જેમ આપણો પ્રેમ પણ અદશ્યની તરસમાં ક્યાંક પ્રેતના બની જાય... એમ કહી વૈભવ હસવા લાગ્યો. વૈભવીએ ગુસ્સે કરતાં કહ્યું "એય શું આમ બોલીને મને વધારે ડરાવે છે. ચાલ આપણે શું કામ આવું થાય ? આપણે તો પરમતૃપ્તિનો પ્રેમ કરીશું ક્યાંય કંઇ બાકી નહીં હોય પરાકાષ્ઠા ઓળંગીને નવા મુકામ બનાવીશું અને બધેજ આપણાં વિજયની પતાકા ઓ લ્હેરાવીશું ફરીથી તારાં વિચારો કરીશ નહીં અને મને ડરાવીશ નહીં.

વૈભવે કહ્યું "એય મારી વ્હાલી જાન તને ડરાવતો નથી જ. હું તને બેસુમાર પ્રેમ કરું છું. અને આ પ્રેમ કરુ છું એ શબ્દો પણ નાનાં અને વામણાં લાગે છે મારાં પ્રેમની કોઇ વ્યાખ્યા કે છણાવટ શક્ય જ નથી તને ખબર છે હું તને એવો પ્રેમ કરુ છું કે પરાકાષ્ઠા આંબી ગયા પછી કોઇ ઉચ્ચ નવી ઊંચાઇએ છું મને ના કોઇ સમય સ્થળ કાળ યુગ કે જન્મ નહીં નડે. હું હવેથી દરેક જન્મમાં ફક્ત તારોજ તું મારીજ રહીશ કોઇ ક્યારેય અટકાવી નહીં શકે. જન્મ લઇને માત્ર તને પ્રેમ કરીશ. નવા જન્મ પ્હેલાં અને મૃત્યુ પછી પણ મારો આત્માં તારામય હશે અને કોઇ પણ યોનીમાં હોઇશ પરંતુ બસ તને ચાહતો હોઇશ તારી સાથે જ પ્રેમક્રીડા -રતિક્રીડા કે કોઇ અન્ય વ્યક્તિક્રીડા બધુ જ તારાં સાથતાં જ કરીશ મને મારાં જીવ આત્માને તારી પાસે આવવા ભોગવવા પ્રેમ કરવા કોઇ નહીં જ રોકી શકે એવો અનન્ય અને અદભૂત પવિત્ર પ્રેમ મેં તને જ ફક્ત તારાં શરીરને નહી. તારાં આત્મા સાથે જોડાઇને કર્યો છે એટલે હવે મને કોઇ ડર નથી કોઇ સંકોચ નથી.

તેવું જન્મ મરણનાં ઘટનાક્રમમાં પણ શરીર બદલાશે જન્મનું સ્થાન -કુટુંબ-સમાજ બદલાશે પણ મારો આત્મા ફક્ત તને જ પ્રેમ કરશે ફક્ત તને જ હું ઇશ્વરને સમર્પિત છું એવુ જ સમજીને તારાં આત્મામાં પરમાત્મા જોઇને પ્રેમ ભક્તિ કરું છું. મારો પ્રેમ એજ ઇશ્વર છે અને પ્રેમક્રીડા એ મારી ભક્તિ છે.

વૈભવીનો અપલક નયને અને અવિરત પણે વૈભવને બસ સાંભળી રહી હતી એનાં જીવને કેવાં સરસ જીવે પ્રેમ કર્યો છે અ એનાં જીવમાં એ સમાઇ જવા તત્પર થઇ ગઇ. એણે કંઇ પણ બોલ્યા વિનાં વૈભવની આંખો અને કપાળ ચૂમી લીધાં અને પછી હોઠ પર હોઠ મૂકીને નીચે મદુરસનો રસાસ્વાદ લેવાં લાગી એણે ખૂબ લાંબુ દીર્ધચૂંબન લીધાં પછી કહ્યું "વૈભવ હું તને પ્રેમ કરીને આજે હું મારી જાતને બડભાગી માણું છું મારું જીવવું સફળ થઇ ગયું તારાં વિના હું કોઇ જ નથી તારાથી જ જીવું છું અને તને જ જીવીશ. પરંતુ મને એક વિચાર આવ્યો છે. કહું ?

વૈભવે વ્હાલ કરતાં કહ્યું "કહે ને ડાર્લીંગ શું વાત છે નિસંકોચ કહે મને સાંભળ્યા પહેલાં જ માન્ય છે.

વૈભવીએ કહ્યું "અહીં આશ્રમમાં આવ્યાં છીએ આપણે તિથી ઉજવીને જતા પુરુ માર્ગદર્શન લઇશું ફરીવાર આપણી સાથે આવી અઘટિત ઘટના જ ના થાય.

પ્રકરણ - 5 સમાપ્ત.

વૈભવ વૈભવી આશ્રમમાં આવી દીલની વાતો કરીને નક્કી કરે છે કે આશ્રમનાં મહારાજનું માર્ગદર્શન લેવું જેથી ફરીવાર આવી અઘટીત ઘટનાં ના બને……..

રેટ કરો અને રિવ્યુ આપો

Natvar Patel

Natvar Patel 3 માસ પહેલા

Meena Parmar

Meena Parmar 5 માસ પહેલા

Seema Shah

Seema Shah 9 માસ પહેલા

Nimesh Shukla

Nimesh Shukla 1 વર્ષ પહેલા

Neepa

Neepa 1 વર્ષ પહેલા