Prem Vasna - 15 books and stories free download online pdf in Gujarati

પ્રેમ વાસના - પ્રકરણ - 15

પ્રકરણ-15

પ્રેમવાસના

વૈભવ વૈભવી મંદિરનાં ગર્ભગૃહની બહાર માંબાબાનો સ્વરૃપ સામે બેઠાં હતાં અને વૈભવી વૈભવને બધી વાત સાચીજ અક્ષરે અક્ષર જણાવી રહી હતી.

વૈભવ તું બીયરનાં ચાર ટીન લઇને માં અને મંમી સાથે વાત કરીને રૂમમાં આવ્યો. આપણે બંન્ને જણાં બીયર પીને ખૂબ મસ્તી કરી રહ્યાં હતાં. એટલો બધો બંન્ને જણને પ્રેમ ઉમડયો હતો કે એની કોઇ સીમા નહોતી. આપણે બંન્ને જણાં એકબીજાને પ્રેમ કરવામાં લીન હતાં. પ્રેમતિથીના ઉન્માદમાં આપણએ બંન્ને જણાં એકબીજાને વસ્ત્રવિહીન કરીને ઉત્તેજના પૂર્વક ખૂબ મર્દન કરીને તનમન પરોવીને ખૂબ પ્રેમ કરી રહેલાં. ક્યાંય કોઇ દોરી બંધાઇ નહોતી બધી જ છુટી ગયેલી મર્યાદા શું હોય એની ખબર નહોતી આપણે બંન્ને એકબીજાને એક એક અંગ પર ચૂમીઓ ભરતાં રસપ્રચર પ્રેમનાં રસ તરબોળ હતાં. મને જાણે સ્વર્ગનું સુખ મળી રહેલું અને હું તને આનંદ લૂંટાવી રહેલી.

તારાં સ્પર્શ અને પ્રેમનાં કારણે વિભુ હું ખોવાઇ ગઇ હતી અને વિભુ અચાનક જ તારું શરીર ખૂબ જ ગરમ ગરમ થઇ હયું હતું તારી પકડ ખૂબજ મજબૂતીથી મને મારાં શરીરને પકડી રહી તી એટલી હદ સુધી કે મને પીડા થવા લાગી મેં તને કહ્યું પણ ખરુ વિભુ ધીમેથી મને પીડા થાય છે સહેવાતુ નથી પરંતુ તું કંઇ સાંભળી જ નહોતો રહ્યો. તારી પકડમાંથી છૂટવા મારી મેં તરફડીયા મારવા માંડ્યા મેં તને કહ્યું તું શું કરે છે ? આ પ્રેમ નથી તું મને પજવી રહયો છે પીડા થાય છે છોડ મને ?

વિભુ જેવું મેં તને છોડ મને કહ્યું અને તારી ગરદન જાણે નીચે ડળી ગઇ અને એ જોઇ હું ચીસ પાડી ગઇ પણ પછી તરતજ તે ઉંચે યું તો તારી આંખો ખૂબ મોટી થઇ ગયેલી ખૂબ લાલ લાલ તારો અવાજ જાણે નીકળતો નહોતો અને જ્યારે તું બોલ્યો ત્યારે એટલો કકર્શ અવાજ હતો હું ખૂબ જ ગભરાઇ ગઇ તે મને પકડવા માટે હાથ લંબાવ્યો પણ વિભુ એ તું નહોતો જ તું આવું કરે જ નહીં તું પ્રેમ જ કરે.

વૈભવી થોડીવાર અટકી એનો શ્વાસ ભરાઇ આવેલો એ હાંફવા માંડી હતી. એ પળો યાદ કરીને એને ફરી ડર લાગી રહેલો સાથે સાથે એની આંખોએ સાથ ના આપતાં એ પણ વસસવા માંડી......

વૈભવે વૈભવી સામે જોયું એ કહી રહી હતી પરંતુ જાણે ખૂબ ગભરાયેલી હતી એનાં શરીરમાં આછી ધૂજારી હતી. વૈભવે ક્યું તારે પાણી પીવું છે ? વૈભવી કહે ના હવે તું પહેલાં બધુ જ સાંભળી લે આ જે કંઇ થયું છે તું જવાબદાર નથી આગળ સાંભળ.

વિભુ તું પછી મને પાગલની જેમ પ્રેમ કરવા માટે ઉતાવળો થયો હોય એવું લાગ્યું એટલામાં તે મને જોરથી ધક્કો મારીને પાછો મને પકડવા પ્રયત્ન કર્યો તારો અવાજ બદલાઇ ગયો હતો અને તે મરાઠીમાં બોલવાનું શરૃ કર્યું મને ખૂબજ આશ્ચર્ય થયું અને મારાં શરીર પર એક વસ્ત્ર નહોતું મેં મારી નાઇટી પહેરવા પ્રયત્ન કર્યો ત્યારે તારાં શરીરમાં કોઇનો આત્મા હોય એવું લાગ્યું એણે કહ્યું હું વિદ્યુત છું તારાં વૈભવ પર મારો કાબૂ છે હું એનો શરીરમાં સ્થાપિત થયો છું અને હું તને હવે ભોગવીશ. ઓળખ્યોને મને તે મને દગો દીધો હતો હું તો મરાયો પણ હવે નહીં છોડું તને એજ કહીને એ પાછળ પડ્યો. તારાં શરીરમાં એજ હતો.

વૈભવ કહ્યું "વિદ્યુત ? પેલો હરામી મરાઠો ? જે તારી પાછળ પડેલો ? એને તો મરી ગયે 2/3 વર્ષ ઉપર થઇ ગયું અને ખબર છે એ તારી પાછળ પડેલો મને પણ એ ચેતવણી આપતો કે વૈભવી મારી છે તું વચમાંથી હટી જા. એનો આત્મા ? તું શું કહે છે ? પછી શું થયું ભલે એ મારું શરીર હતું પણ એનો પીશાચી આત્માતો મારામાં હતો એણે શું ક્યું તારી સાથે ?

વૈભવીએ કહ્યું "હું દોડીને નાઇટી પ્હેરીને મારાં પર્સમાંથી મહારાજશ્રીએ આપેલી ભસ્મ મારાં કપાળે અને તારાં પર નાંખી અને થોડીવારમાં તારું શરીર શાંત થઇને બેડ પર પડ્યું અને હું બહાર ભાગ્યા જાવની હતી પણ મારામાં કોઇ તાકાત બચી નહોતી માં અને મંમી લક્ષ્મણભાઉ બહારથી ખખડાવતા હતાં થોડીવાર પછી દરવાજો ખૂલ્યો અ એ લોકો અંદર આવ્યા માં એ તારાં શરીર પર રજાઇ નાંખી અને લક્ષ્મણભાઉ એ જ કદાચ તને કપડાં પહેરાવ્યાં. સવારે તું જ્યારે નીંદર માંથી ઉઠયો પછી માંએ તને કશું જ કહેવાની ના પાડેલી.

વૈભવે કહ્યું "વૈભુ મને આવી કોઇજ વાતની ખબર નથી આવું થઇ ગયું પેલો પિશાચ હવે પ્રેત બનીને તને પજવે છે ? અને તે પણ મારાં જ શરીરનો ઉપયોગ કરે છે ? મારો આત્માના એટોલ નિર્બળ છે કે કોઇ મને કાબૂ કરે ?

વૈભવી કહે "એવું નહીં આવી બધી મેલી શક્તિઓ હંમેશાં બળવાન જ હોય આપણને ખબર પણ ના હોયઅને આપણાં ઉપર હાવી થઇ જાય. વિભુ આપણે અનો રસ્તો કાઢવો પડશે નહીતર આ પિશાચી આત્મા આપણને સખે જીવવા નહીં દે અને એનો આત્મા મુક્ત નહીં થાય એણે જીવતાતો ખૂબ હેરાન કર્યાં છે અને મર્યા પછી પણ સાલો પિશાચ.,.....

વૈભવે વૈભવીને વ્હાલથી બાહોમાં લઇને ક્યું "તું ચિંતા ના કર હવે તો ખબર પડી ગઇ કે આપણી પાછળ કોણ છે કેમ છે ? હવે આપણને આનો ઇલાજ કરવામાં તકલીફ નહીં પડે તું કોઇ જાતની ચિંતા ના કરીશ પણ હાં હવે આપણે સવાર સલાંજ ભસ્મનો ચાંલ્લા વિના બહાર કે ઘરમાં નહીં ફરીએ એ નક્કીજ. એ પિશાચ તારી પાછળ છે અને ઓઠુ મારાં શરીરને બનાવે છે પણ હું હવે એને મારાં ઉપર હાવી નહીં થવા દઉં.

હવે મને બધો તાળો મળી ગયો આપનો રસ્તામાં જ અહીં આવતાં બધાં મેલીવિદ્યાનાં પરચાં થયાં એની પાછળ એનો રખડતો આત્માં જ હતો જે આપણને ડરાવી રહ્યો છે પરંતુ વૈભુ તું ડરીશ નહીં. આપણે આનો કોઇને કોઇ ઉકેલ લાવી જ દઇશું.

આમ બંન્ને જણાં ચર્ચા કરીને ચિંતા મુક્ત થયાં હોય એમ થોડી હળવાશ સાથે આશ્રમમાં આવ્યાં. મીનાક્ષીબેન આવતાં વેંત જ કહ્યું "વૈભવી તારાં પાપાનો ફોન હતો. તેઓ ચિંતા અને ગુસ્સામાં પણ હતા આજની જ જે મળે એ ફલાઇટમાં ઘરે આવવા નીકળી ગયાં છે તેઓ કહી છે હું આવું પછી વધી ચર્ચા કરીને નિર્ણય કરીશું.

વૈભવે કહ્યું "ચાલો સારું થયચું પાપા આવી જશે તો સહીયારો રહેશે. કોઇને કોઇ ઉકેલ નીકળશે જ તમે લોકો પણ કંઇ ચિંતા ના કરશો. વૈભવીએ મને બધીજ વાત કરી છે કોણ કોનો આત્મા છે એ પણ કહ્યું છે એને સ્પષ્ટ જ ના આપીને એવું સ્વરૃપ બતાવ્યું એનાથી વધુ પુરાવો શું જોઇએ ? વૈભવી થોડું ખોટું બોલવાની છે ?

સાંત રહેલાં સદગુણાબ્હેને કહ્યું "વેવાઇને આવી જવા દો એનો વાંધો નથી પરંતુ મહારાજશ્રી પાસે પણ જરૂર પડે વિધી કરાવી લઇ શું જ આટલી વાતો ચાલતી હતી અને ત્યાંજ મદન ત્યાં હાથમાં કંઇક પડીકા અને શ્રીફળ લઇને આવ્યો.

મદને કહ્યું "તમે લોકો હું જે કહું સમજાયું તે શાંતિથી સાંભળજો અને ગુરુજીએ મને કહ્યું છે તેજ હું તમને કહુ છું સમજાવું છું.

મદને સૌપ્રથમ શ્રીફળ વૈભવીનાં હાથમાં આવીને કહું બૈન આ શ્રીફળ તમારે તમે રહો છો એ ઘરમાં પધરાવવાનું છે અને જ્યાં જે રૂમમાં સૂતા હોય ત્યાં જ. એટલે તમારી રક્ષા થશે. બીજું કે તમે આંજે આ શ્રીફળ પાસે અગરબતીને ધૂપ કરજો ભૂલ્યા વિના અને આ ભસ્મ સાથે રાખજો સવાર સાંજ ધારણ કરજો. જો જો મહારજશ્રી આવે ત્યાં સુધી ચૂસ્ત પાલન કરજો કોઇ ભૂલના થાય.

મારી વૈભવ તરફ જોઇને કહ્યું તમે આ ભસ્મ રાખો અને તમારે પણ સવાર સાંજ ભસ્મ લગાવવાની છે અને ઘરમાં ધૂપ કરવાનો છે અને કપૂર ગુગલનો ધૂફ કરજો ખાસ. બીજી કે આ કાગળમાં જે મંત્ર લખીને આપ્યો છે તો તમારે ઓછામાં ઓછી એક માળા કરવાની છે અને જ્યારે ભય અનુભવાય આ મંત્ર બોલવો કોઇ કંઇ કરી નહી શકે એવો અભય કવચ મંત્ર છે.

વૈભવી કહે મારાં માટે કોઇ મંત્ર નથી ? હું કરવા તૈયાર છું હું કરીશ. મદને કહ્યું "ના તમારાં માટે નથી સ્ત્રીઓને કરવા માટે નથી તમને કહ્યુ છે એટલું કરજો. મહારાજશ્રી આવીને તરતજ તમને કહેવડાવશે ત્યારે રૂબરૂ આવી જજો. તમને બધી સમજ પડી ગઇને ? કોઇ ભૂલ નહીં થાય ને ? તમે હવે જઇ શકો છો એમ કહીને મદન ત્યાંથી જતો રહ્યો જતાં જતાં વૈભવી સામે વિચિત્ર નજર કરતો ગયો.

સદગુણાબ્હેને કહ્યું "ચાલો આટલું તો થયું તમે બંન્ને છોકરાઓ બરાબર સમજમાં છો ને ? કોઇ ભૂલ ના કરતાં બસ માંબાબા તમારું રક્ષણ કરશે. મનીષાબ્હેન ક્યું અત્યારે પાછાં ફરતાં હું ડ્રાઇવીંગ કરીશ મારી બાજુમાં વેવણ બેસશે અને તમે બંન્ને છોકરાઓ પાછળ બેસજો.

વૈભવે કહ્યું "મંમી અને ભસ્મ લગાવી દઇએ છીએ અત્યારે જ હું ડ્રાઇવ કરી લઇશ મને કોઇ જ ડર નથી હવે તો ડરનું કારણ અ આત્માનું નામ પણ હું જાણી ગયો છું મને સાચે જ કોઇ ડર નથી ઇશ્વર મારી સાથે જ છે.

મનીષાબ્હેન ક્યું "ના આ મારો આદેશ જ સમજ ચાલો બધાં બેસો હું ડ્રાઇવ કરું છું આપણે સલામત રીતે પ્હેલાં ઘરે પહોચી જઇએ વૈભવીનાં પપ્પાં પણ આજે આવી જશે.

પ્રકરણ-15 સમાપ્ત.

અહીંથી ઘરે સલામત પહોચે છે ? શું થયું આગળ ? વૈભવી પાપા આવીને શું કહે છે કરે છે ? વાંચો પ્રકરણ -16

પ્રેમ વાસના એક બદલો અધૂરી તૃપ્તિનો.....

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED