પ્રેમ વાસના - પ્રકરણ - 9 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ વાસના - પ્રકરણ - 9

પ્રકરણ - 9

પ્રેમ વાસના

વૈભવ-વૈભવી બંન્ને જણાં બીયરનાં ટીન પુરાં કરવાં લાગ્યાં વૈભવે આવેશમાં આવીને વૈભવીની નાઇટી ખેંચી અમે એને પ્રેમ કરવાની ઉત્કટતા બતાવી વૈભવીનાં ગળામાં લાલ ઘસરકો અંકિ ગયો વૈભવે કાંઇ જોયા વિના બડબડાટ કરતો એનાં પર ટૂટી પડ્યો.

વૈભવી વૈભવનું રૂપ જોઇ ડઘાઇ ગઇ એને થયું આ વૈભવ શું કરે છે ? એણે વૈભવને વાળી લેવા માટે કંઇક વિચાર્યું અને પછી બોલી એય જંગલી જરા કાબૂમાં આવ મારી બીયર હજી બાકી છે અને મારે હજી બીજી પીવી છે અહીંયા નથી ફ્રીઝમાંથી લાવવી પડશે.

વૈભવે થોડો નરમ પડ્યો એણે કહ્યું "અરે વાહ તારે હજી પીવી છે તો મારે પણ પીવી છે જા લઇ આવ. વૈભવીએ કહ્યું મારાં કપડાંની દશા જો તેં કરી છે હું બહાર નહીં જઊં ના તું જ જઇને લઇ આવ. વૈભવે આનાકાની વિના તરુંત બહાર નીકળી ગયો તો એણે જોયું બંન્ને માતાઓ ટીવી પર કોઇ ડાન્સનો રીયાલીટી શો જોઇ રહ્યા છે સીધો ફ્રીઝ પાસે ગયો અને અંદરથી 4 ટીન લઇને રૂમ તરફ જવા લાગ્યો. માનસીબ્હેન કહ્યું "દીકરા એનજોય કરજો પણ જો જો કાંઇ વધુ ના થાય તો મજા અને મૂડ બંન્ને બગડશે.

વૈભવ થોડાં નશામાં કહ્યું "મંમી ડોન્ટ વરી અને બાય ધ વે આ તમારી દીકરીનો ઓર્ડર છે હવે હું માત્ર કંપની જ આપું છું અને નશામાં એણે વધુ એક શિખામણ સ્વરે કહ્યું …તમે લોકો પણ એન્જોય કરોને… આજે મસ્ત દિવસ છે.. લાવી આપું ?

મનીસાબેન સદગુણાબ્હેન સામે જોતાં કહ્યું "ના ના તમે લોકો એન્જોય કરો અને ટીવી એન્જોય કરીએ છીએ તમે જાવ હમણાં કાંઇ નાસ્તામાં વધારે જોઇએ છે ? તો ગરમ કરી આપું ? વૈભવે કહ્યું ના મંમી કંઇ નથી જોઇતું બીજા પડીકાં પણ વૈભવી લાવીજ છે. અરે મંમી એનાં કબાટમાંથી પણ પડીકા નીકળ્યાં અને હસી પડ્યો, કહે આગળ કે અને ખાનગીમાં રૂમમાં લેતી નથીને અને મજાકમાં હસતો હસતો રૂમમાં જતો રહ્યો.

મનીષાબેન જતાં જતાં વૈભવને કહ્યું "ના દીકરા એને એવી કંઇ જરૂર નથી અહીં આપણાં ઘરમાં કોઇ હીપોક્રીસી નથી અને માપમાં બધી જ ઘૂટ છે ક્યાં ક્યારે શું કરવું એ મારી દીકરીમાં ખૂબ સમજ છે. સદગુણાબ્હેન સાંભળી રહ્યાં.

મનીષાબ્હેન અને માર્શલ માનવેનભાઇની એકની એક દિકરી વૈભવી ખૂબ લાડ કોડમાં ઉછરી હતી એને બધીજ છુટ સાથે મર્યાદામાં રહીને જીવવાનાં સંસ્કાર આપ્યાં હતાં. માતા પિતા બંન્ને ઘૂટડી ડ્રીંક લેતાં અને દીકરીને સમજાવેલું કે આ ડ્રીંક શું છે એની સીમા અને અસર શું છે ? એને ક્યારેય ના નથી પાડી કે અટકાવી નથી પણ વૈભવી જ ક્યારેક જ લેતી એને વ્યસન અને શોખની પાકી ખબર હતી. તેઓ શહેરબાહર મોટી આર્મીનાં ફાર્મહાઉસ જેવું બાંધીને રહેતાં પણ એકલવાયું લાગતાં એ એમજ રહેવા દઇને અહીં ખૂબ વસ્તી છતાં શહેરનું ઉચ્ચ વર્ગીય રહેઠાણ પોશ એરિયામાં બીજું રાખ્યું જેનાં ગ્રાઉન્ડફલેટનો પાર્કીંગ ફેસીલીટવાળો ફલેટ રાખ્યો એક ફલોર પર એકજ ફલેટ ત્થા એણાં વિશાળ ડ્રોઇગરૂમ અને 3 બેડરૂમ સાથે પાછળનાં ભાગમાં સર્વન્ટ રૂમ અને એટલે ટોયલેટની ફેસીલીટી વાળો વિશાળ ફલેટ હતો. ત્યાં આર્મીનો જ રીટાયર્ડ લક્ષ્મણ અને એની વહુ રહેતાં અને સેવા કરતાં તેઓ મરાઠી હતાં અને વરસોથી તેઓ સાથે રહેતા. કર્નલસરને બધા પ્રેમથી માર્શલ કહેતાં એવો એમનો રોબ હતો. કર્નલ બ્હાર ડ્યુટી પર હોય ત્યારે માનસીબેન અ વૈભવીને આ મરાઠી ફેમીલી લક્ષ્મણ અ એની વાઇફ લાગણી હૂંફ રહેતી. ઘરમાં કામકાજમાં ખૂબ જ રાહત રહેતી.

વૈભવ બીયરનાં ટીન લઇને રૂમમાં ગયો અને માનસીબેન સદગુણાબ્હેનને સીધું સપાટ પૂછી લીધું. તમને વાંધો ના હોય તો હું પણ આજે બીયર પીવાનાં મૂડમાં છું અને એથી આગળ બધીને પૂછ્યું તમે લેશો ? મારાથી તમને પૂછાય નહીં પણ આજે હિંમત કરી લીધી. છોકરાઓ અંદર એન્જોય. કરે છે આપણએ આ મ્યુઝીકલ પ્રોગામ જોતાં રીલેક્ષ થઇએ શું કહો છો ?

સદગુણાબ્હેન પહેલાં સાંભળીને સડક થઇ ગયાં અને ફાટી નજરે મીનાક્ષીબ્હેનને જોઇ રહ્યાં. મીનાક્ષીબ્હેન કહ્યું મેં કંઇ વધારે કીધું હોય તો માફ કરજો આમારી આર્મી ફેમીલીમાં આવું વાતાવરણ છે એટલે સંકોચ નથી અને બીજું કે તમારે ક્યાં કોઇને પૂછવાનું છે એક ટીનનાં કંઇ નહી થાય. આજથી શરૂ કરો આપણને કાયમી કંપની થઇ જશે. સદગુણાબ્હેનો સંકોચ એમનાં બોલવાથી ઓગળતો જોઇને વધુ હિંમત કરતાં બોલ્યો હું લાવું ફ્રીઝમાંથી જુઓ થોડું પી જુઓ ના ભાવે કે ફાવે તો ના પીતા એમ કહીને જવાબની રાહ જોયાં વિનાં જ ઉભા થયા ફ્રીઝમાંતી બે ટીન લઇ આવ્યાં. એક એમણે સદગુણાબ્હેનનાં હાથમાં મૂકી જ દીધો બીજો પોતે સીલ તોડી સીપ લેવા લાગ્યાં.

સદગુણાબ્હેનનાં હાથમાં બીયરનું ટીન હતું અને પોતે જાણે પૂતળાં જેવા સ્થિર થઇ ગયાં. મનીષાબ્હેનને પીતા જોઇ પોતે વિચારવા લાગ્યાં કે મેં ના ના પાડી અને હાથમાં બીયર છે શું કરું બીજો વિચાર કર્યા વિના એમણે ટીન મોંઢે માડી પીધું અને જેવું ગળા નીચે તર્યું અને ખોં ખો કરીને જોરથી ઉધરસ ખાઇ લીધી.

મનિષાબ્હેન કહે એતો પહેલીવાર થાય તમતમારે ગટગટાવો મજા આવશે પુરુ થશે ને બીજું માંગશો એમ કહીને હસવા લાગ્યાં મનીષાબ્હેને ડીશમાંથી ફરસાણ ધર્યું અને સદગુણાબ્હેને મૂઠો ભરીને ખાઇ લીધું પછી કહ્યું આતો કેટલું કડવું અને તુરૃ છે ભાઇશાબ ના ભાવે આવું. મનીષાબ્હેન ભાવવા માટે ક્યાં છે. મજા આવશે પીઓ. અને બંન્ને જણાં પ્રોગ્રામ જોતાં સીપ મારી રહ્યાં.

**************

વૈભવ ટીન લઇને આવ્યો અને પલંગ પરજ જમાવ્યું એણે બીજું નવું ટીન તોડીને વૈભવીને આપ્યું અને પોતે પણ લીધું પીવાનું ચાલું કહ્યું બીજા બે ટીન બાજુની ટીપાય પર મૂક્યાં. વૈભવે પલંગ પર સૂતા સૂતાં પાછળ ટેકો દઇને બેઠાં પછી વૈભવીને કહ્યું અહીં આવીને બેસ મારી પાસે એમ કહીને એક ઘૂંટડે અડધુ ટીન પી ગયો. વૈભવીએ નશીલા અંદાજમાં ઉભા થઇને એક ઠુમકો મારીને સીધી જ વૈભવની બાજુમાં આવીને બેસી ગઇ એણે પોતાનાં ટીનમાંથી વૈભવને ઘૂંટ ભરાવ્યો.

વૈભવે ધૂંટ પીને ટીન પોતાનું એક ઝાટકે પુરુ કર્યું અને વૈભવીની નશીલી આંખોમાં આંખ પરોવીને બોલ્યો એય તું તો આજે જન્નાટ લાગે છે કે કંઇ એમ કહીને એણે વૈભવીનાં હોઠ ચૂસવા શરૃ કર્યા પછી વૈભવીનાં શરીર આસપાસ પોતાનાં હાથ વીંટાળી દીધાં અને પોતાની તરફ ખેંચી લીધી. વૈભવીએ પણ ટીન પુરુ કરીને સીધું. ટેબલ તરફ ફેક્યુ અને હસી પડી કહ્યું જો તે આજે તો આપણે સાવ બીન્દાસ થઇ ગયાં છીએ અ એણે રીમોટ હાથમાં લઇને એસી વધુ કૂલીંગ મોડ પર કર્યું અને વૈભવને ચૂમવા લાગી.

વૈભવે હવે કાબૂ અને સંયમ ગૂમાવ્યો એણે વૈભવીનાં બધાં જ વસ્ત્ર દૂર કરી દીધો. અને એને ખૂબ બધેજ ચૂમવા લાગ્યો એની રહી સહી ધીરજ ખૂટી ગઇ હતી. અને વૈભવી પણ ખૂબ આનંદ મગ્ન થઇને પ્રેમ કરી રહી હતી પામી રહી હતી.

બંન્ને જણાંના તને એકમેકમાં પરોવાયેલાં હતાં અને અચાનક લાઇટ ગઇ જે ધીમું સંગીત વાગતું હતું એ બંધ થયું લાઇયે, પંખો એસી બધું બંધ થઇ ગયું. વૈભવ વૈભવીનો પોતાની પ્રેમ ક્રીડામાં ગુલતાન હતાં અને અચાનક પવન ફૂંકાવાં માંડ્યો અને બંધ બારીની સ્ટોપરો ખૂલીને જોર જોરથી અથડાવી લાગી. બંન્ને જણાં હજી નશાની પરાકાષ્ઠા તનથી પાણી રહ્યાં હતાં અને વૈભવ વૈભવીને કહ્યું "હું તને આજે નહીં છોડું તે મને ખૂબ તરસાવ્યો છે આજે તે મને ખૂબ મોટી તક આપી છે આજે તને ભોગવી તૃપ્ત જઇને જ રહીશ.

વૈભવીએ થોડાં આશ્ચર્ય સાથે કહ્યું "હું તારી પાસે તો છું તને જ પ્રેમ કરું છું એમાં નવાઇ જુએ છે. હું તને તો સમર્પિત છું.

વૈભવનું રૂપ બદલાઇ રહ્યું હતું અચાનક જ એનો ચહેરો વિકરાળ અને ભયાનક થવા લાગ્યો એણે વૈભવી તરફ એવી રીતે જોયું એની આંખો મોટી થઇને લાલ લાલ દેખાઇ રહી હતી એણે વૈભવી તરફ જોઇ કહ્યું થાંબા, એય મુલગી તુમ્રા કીતી સુંદર .... વાઊ આપણ ઉત્તમ વ્યવસ્થા કેલી આમ્હાસ ફાર આનંદ માલા.... મામા આપણાસ નેહમી યાદ કરાતોલ. એનાં હોઠ પરથી લાળ પડી રહી હતી એ વૈભવની જગ્યાએ કોઇ બીજાં રૂપમાં દેખાઇ રહ્યો હતો ગુજરાતીની જગ્યાએ જાણે મરાઠી ભાષાનું ઉચ્ચારણ કરી રહ્યો હતો.

વૈભવીએ જોયું કે વૈભવ ધીમે ધીમે એણે વૃક્ષ નીચે જોયું હતુ એ રૂપ ધારણ કરી રહ્યો છે. એ ખૂબ ગભરાઇ ગઇ એણે વૈભવની નાગચૂડમાંથી છૂટવા પ્રયાસ કર્યો પણ એણે ખૂબ જોરથી ભીસીને પકડી હતી. વૈભવીએ એની છાતીમાં લાતો મારી અને જોરથી ચીસ પાડી માં - માં મને બચાવો મંમી અહીં વૈભવ નથી કોઇ બીજું છે. પરંતુ વૈભવનું રૂપ ધીમે ધીમે બદલાઇ રહ્યું હતું વૈભવીની ચીસો જાણે દિવાલે અફળાઇને પાછી આવી રહી હતી.

પ્રકરણ-9 સમાપ્ત.

વૈભવનું રૂપ બદલાઇ ચૂક્યું હતું એ આગળ જઇને વૈભવીને શું કરશે ? આ ક્યો આત્મા એનાં પર કાબૂ કરી રહેલો ? આજે એ આત્મા સફળ થશે ? શું થશે આગળ વાંચો પ્રકરણ-10 પ્રેમ વાસના

એક બદલો અધૂરી તૃપ્તિનો.