પ્રેમ વાસના - પ્રકરણ - 16 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

પ્રેમ વાસના - પ્રકરણ - 16

પ્રકરણ - 16

પ્રેમ વાસના

મનિષાબહેન આદેશનાં સૂરમાં જ બધાને ગાડીમાં બેસવા કહ્યુ વૈભવ અને વૈભવી કંઇજ બોલ્યા વિના બંન્ને જણાં પાછળની સીટ પર બેસી ગયાં બધાં ગાડીમાં બેઠાં અને મનિષાબ્હેને ભગવાનનું નામ લઇને ગાડી સ્ટાર્ટ કરી અને બધાંનાં હૈયા ઉચ્ચક જીવે ધબકવા લાગ્યાં. સદગુણાબ્હેનનો આંખો બંધ કરીને હનુમાન ચાલીસાનાં પાઠ કરવા લાગ્યાં ક્યાંય સુધી મોન રહ્યાં પછી બોલ્યાં. કેવા નસીબ છે
આટલી મુસીબતમાં મહારાજશ્રી મળ્યાં નહીં.

મિનાક્ષીબ્હેને કહ્યું "તમે ડરો નહીં અને મન મજબૂત રાખો મન મજબૂત હશે તો તમને કોઇ ડરાવી હરાવી નહીં શકે. એનાં પાપા કહે છે તમે લોકો ભણેલા ગણેલાં આવી કેમ ભૂલ કરો ? એતો બિલકુલ માનતાં નથી હું પણ આવા વહેમમાં નથી જ માનતી મારું મનોબળ ખૂબ જ મજબૂત છે એટલે જ મેં ગાડી ડ્રાઇવ કરવાનું નક્કી કર્યું. હમણાં આપણે ઘરે પહોચી જઇશું તમે લોકો ચિંતા ના કરશો.

ગાડી તવરીત ગતિમાં ઘરે પહોંચવાનાં લક્ષ્ય સાથે દોઢી રહી હતી આવતા દિવસ હતો પાછો વળતાં સાંજ પડી ગઇ હતી છતાં મિનાક્ષીબ્હેન પુરપાટ દોડાવી રહેલાં હવે એ પણ જ્યાંથી આવતા ખરાબ અનુભવ થયેલો એજ વિસ્તારમાંથી પસાર થઇ રહેલાં એમણે કારની ગતિ વધારી દીધી અને જાણે પગ એક્ષીલેટર પર ચોંટી ગયાં એમણે ખૂબ વધુ પડતી ઝડપે ગાડી દોડાવી.

વૈભવે કહ્યું "મંમી શું કરો છો ? તમે ડરતા નથી તો આટલી ઝડપે ના દોડાવો તમે સ્પીડોમીટરમાં કાંટો તો જૂઓ કંઇક અકસ્માત થઇ જશે. મીનાક્ષીબ્હેને જોયું કે પોતે તો એક્ષીલેટર પર પગ જ નથી રાખ્યો અને ગાડી ભયંકર ઝડપે જઇ રહી છે એમણે ગભરાયેલાં ચીસ સાથેનાં અવાજે ક્યું મારો તો પગ એક્ષીલેટર પર જ નથી બ્લકે હું તો ખૂબ ઝડપ જોઇને કલ્શ દબાવી બ્રેક દબાવવા પ્રયત્ન કર્યું છું મારાથી કાર કન્ટ્રોલ જ નથી થઇ રહી.

એમનાં આંખનો ડોળા ચકળવકળ થવાં લાગ્યાં એમનો શ્વાસ ભરાઇ ગયો હતો જોર જોરથી હાંફવા લાગ્યાં એમણે વૈભવને કહ્યું, વૈભવ હેલ્પ મી. મારાંથી કાર કાબૂમાં નથી થઇ રહી.

વૈભવ એકદમ ગભરાઇ ગયો ચાલુ ગાડીએ એ શું કરી શકે ? એણે કહ્યુ તમે મંમી એક્ષીલેટર પર પગ નથી મૂક્યો તો ગાડી આટલી ઝડપે કેમ દોડી રહી છે ? એણે રોડ તરફ જોયું સારુ છે સામે કોઇ નહોતું સાંજ પડી ગઇ હોવાથી ખાસ ટ્રાફીક પણ નહોતો. મીનાક્ષીબ્હેને હિંમત કરીને પગ એક્ષીલેટર પર મૂક્યો અને ગાડી એકદમ જ થોડે આગળ જઇને ખોટખાઇને ઉભી રહી ગઇ. મનીષાબ્હેને રાહતનો દમ લીધો.

વૈભવી - વૈભવ ખૂબજ ગભરાઇ ગયાં હતાં. વૈભવીએ ફરીથી ભસ્મ કાઢીને પોતે અને બધાને લગાવી દીધી એણે રડતાં રડતાં કહ્યું મંમી આવુ બધુ શું થઇ રહ્યું છે ? વૈભવે કહ્યું મંમી હું ચલાવી લઊં છું. મનીષાબહેન કહે ના હુ ચલાવી લઊછું કદાચ એક્ષીલેટર પેડલ જામી ગયું હશે હવે થોડીવારમાં તો પહોંચી જઇશું અને સદગુણાબ્હેને કહ્યું હાં હાં ત્યાં જ ચલાવી લો ઝડપથી ઘરે પહોંચી જઇએ.

એમણે ગાડી ફરીથી સ્ટાર્ટ કરી અને રોડ તરફ જોયું જેવી સ્ટાર્ટ કરી અને એમણે કારનાં મીરમાં જોયું તો એક છાયા દેખાઇ અને ભયંકર આંખો વાળી છાયા જાણે એમની સામે હસતી હતી એનાથી ચાલુ કારે ચીસ નંખાઇ ગઇ નો નો ગેટ લોસ્ટ... અને ફરીથી એમણે કાચમાં જોયુ તો કંઇ નહોતું વૈભવ-વૈભવીએ પૂછ્યું શું થયું મંમી ? કેમ આમ ચીસ પાડો છો ?

મનીષાબહેન કહ્યુ "આ aa…. આ.. સા. મીરરમાં મેં કોઇની છાયા જોઇ સાવ ગંદી આકૃતિ મારી સામે જોઇ જાણે હસી રહી હતી. પછી જોયું કંઇજ નહોતું. મને હવે ડર લાગવા માંડ્યો છે. વૈભવે કહ્યુ મંમી હું કાર ડ્રાઇવ કરું છું તમે પાછળ વૈભવીની બાજુમાં બેસો એકસાઇડ ઉભી રાખો તમે કાર પ્લીઝ તમે પાછળ આવી જાવ.

મનિષાબ્હેને કારને સાઇડમાં ઉભી રાખી. એમને બહાર નીકળી પાછળ જતાં પણ હવે ડર લાગી રહેલો. વૈભવ પાછળથી તરત ઉતરીને ડ્રાઇવીંગ સીટનો દરવાજો ખોલ્યો એણે મનીષાબ્હેને કહ્યું "મંમી ડરો નહીં આવી જાવ બહાર તમે પાછળ બેસી જાવ અને એણે એમને પાછળ બેસાડી દીધાં અને પોતે ડ્રાઇવીંગ સીટ પર બેસી મીરરમાં જોયું કંઇજ નહોતું ગાડી મારી મૂકી.

*********

વૈભવે વૈભવી અને એની મંમીને એમનાં ઘરે ઉતાર્યા પછી પૂછી લીધું તમે રહેશોને ? અમે ઘરે જઇએ ? મનિષાબ્હેને કહ્યું "હાં દીકરાં અમે રહીશું હમણાં થોડીવારમાં કર્નલ પણ આવી જશે. પણ તમે લોકો ઘરે જાવ બધાં ખૂબ થાક્યાં છો.

વૈભવીએ કહ્યું "પણ તમે લોકો પણ અહીંજ રહોને પાપાને મળીને જજો. વૈભવે કહ્યું ના એમને આવી જવાદો. તમારી સાથે મળશે બધી વાત કરશે હું ઘરે જઇને ફ્રેશ થવું પૂજા કરી લઊં. વૈભવીએ કહ્યું ઠીક છે પણ હું ફોન કરું જો પાપા બોલાવવાનું કહે તો આવી જજે. વૈભવ કહે ભલે અને વૈભવીએ ભસ્મ એની જે હતી લઇને બહાર નીકળી ત્યાં લક્ષ્મણ પણ કારનો અવાજ સાંભળીને આવી ગયો. બધાંનાં ચહેરાં ચાડી ખાતાં હતાં એને ખબર પડી ગઇ કે હજી શેતાને પીછો નથી છોડ્યો. એણે કંઇક વિચાર્યચું કંઇક બોલવા ગયો અને અટક્યો.

વૈભવે માંને કહ્યું "આપણે જઇએ. અને એણે લક્ષ્મણ તરફ અછડતી નજર કરીને ગાડીમાં બેસી ગયો. વૈભવીએ નમ આંખે કહ્યું બાય વિભુ અને વૈભવે ગાડી સ્ટાર્ટ કરીને ઘર તરફ ગયો.

*********

કર્નલ માનવેન્દ્રસિંહની ફલાઇટ થોડી લેટ હતી ત્યાં સુધી મનીષાબહેન અને વૈભવી રાહ જોતાં બેસી રહ્યાં લક્ષ્મણ અને એની પત્નિ પણ એલોકો સાથે બીસ રહ્યાં હતાં. વૈભવીએ મંદિરમાંથી મળેલાં શ્રીફળ અને ભસ્મ સેવામાં મૂકી દીધાં હતાં અને હાથપગ ધોઇને આરતી કરી હતી એને ન્હાવા જઊં હતું પણ હજી ત્રણે બીક ગઇ નહોતી એકલાં રૂમમાં જવાની હિંમત નહોતી એ પાપાની રાહ જોઇ બેઠી હતી.

માનવેન્દ્રસિંહની કાર પાસે આવી અને વૈભવી બારણાં સુધી દોડી અને પાપાનાં હાથમાંથી બેગ લક્ષ્મણને આપી દીધી અને પાપા પાપા કહીને વળગી જ ગઇ અને રુદનનો ધોધ વછૂટ્યો અને એમને વળગીને રડવાં લાગી. કર્નલ કર્યું ઐય માય બ્રેવ ગર્લ. હાઉ કેન યું ક્રાઇંગ લાઈક ધીસ ? શું થયું શેનો ડર છે આટલો બધો ? ચાલ ઘરમાં પછી વાત કરીએ એમ કહીને વૈભવીને સાંત્વનાં આવતાં તેઓ ઘરમાં આવ્યાં. મનિષાબ્હેનની આંખોમાં એમને જોઇ હિંમત અને આનંદ આવી ગયો.

માનવેન્દ્રસિંહ બાથરૃમમાં જઇને ફ્રેશ થયાં અને સમય બગાડ્યા વિનાં બધાં વૈભવી અને મનિષાબ્હેન પાસે આવીને બેઠાં. લક્ષ્મણે એમનાં માટે ગરમા ગરમ કોફી બનાવીને આપી. અનેp એ પણ કર્નલની પાસે નીચે બેસી ગયો. એ વર્ષોથી આ ફેમીલી સાથે એક કુટુંબના સભ્યની જેમ રહેલો અને વૈભવીને તો નાનેથી મોટી કરી હતી. કર્નલે મીનાક્ષીબ્હેનને પૂછ્યું "શું થયેલું બધુ જ વિગતવાર મને કહો. વૈભવીએ કહ્યુ "પાપા હું જ કહુ છું કારણ કે બધુ જ મારી સાથે ઘટીત થયુ છે. એમ કહીને એણે વૈભવ અને સદગુણાબ્હેન આવ્યા ત્યારથી શરૃ કરી એ લોકો બીયર પીવા બેઠાં અને પછી રૂમની અંદર જે કંઇ થયું તે અક્ષરે અક્ષર એમને કીધું.

કર્નલે ક્યાંય સુધી શાંતિથી સાંભળ્યું પછી એકદમ એમનો ચહેરો ફરી ગયો એમણે ગુસ્સામાં ક્યું "આવાં બધાં નાટક પેલાં વૈભવનાં છે આઇ ડોન્ટ બીલીવ ધીસ. ભૂત પ્રેત આત્મા, કંઇ હોતું જ નથી મેં તો બોર્ડર પર અને ધનધોર જંગલોમાં લાશોની સાથે રાતદિવસ કાઢ્યાં છે આવું કંઇ જ હોતું નથી. વૈભવને કહે છે સરખી રીતે બીહેવ કરે. નહીતર હું છોડીશ નહીં.

મનિષાબ્હેન કહે "તમે શું આવું બોલો છો ? વૈભવ એવો છોકરો નથી વૈભવીએ સ્પષ્ટ જોયું છે વૈભવ તો બેભાન જેવો હતો એની સાથે ભણતો પેલો પિશાચ વિદ્યુતનો આત્મા હતો અને મેં પણ આજે સવારથી સાંજ અનુભવ્યું છે રોડ ઉપર શું થયું તમે થોડો વિશ્વાસ તો કરો. આમાં વૈભવનો કોઇ વાંક જ નથી અને આતો પેલો વિદ્યુત વૈભવી પાછળ પડેલો એ જેનું અકસ્માતમાં મોત થયેલુ અને હું અનુભવ ના ભૂલી શકું.

અત્યાર સુધી શાંત બેઠેલો લક્ષ્મણ બોલી ઉઠ્યો "સર વૈભવ ભાઉ તો કોઇ વાંક નથી ગઇ રાતે મેં પણ કંઇક જુદા જ અવાજમાં મેં આત્મનો પિશાચી અવાજ સાંભળ્યો છે અને એ મરાઠી.... આમચી ભાષામાં બોલતો હતો મને બધુ જ સંભળાયું અને સમજાયું છે. વૈભવભાઉનો મરાઠી જાણતાં જ નથી.

કર્નલ બધાની સામે જોઇ રહ્યાં પછી હસીને કહ્યું "તમે લોકો બધાં ડરનાં માર્યા. તમારું છટકી ગયું છે કશાક ડરનાં વ્હેમનો છો હું બધુ સરખુ કરી નાંખીશ એમ કહીને ઉભા થઇ ગયાં.

પ્રકરણ -16 સમાપ્ત.

આગળ કર્નલ શું કરશે ? એમને કોઇ અનુભવ થશે ? વાંચો આગળ પ્રેમવાસના એક અનોખો બદલો અધુરી તૃપ્તિનો.

રેટ કરો અને રિવ્યુ આપો

Seema Shah

Seema Shah 9 માસ પહેલા

Neepa

Neepa 1 વર્ષ પહેલા

Jayana Tailor

Jayana Tailor 1 વર્ષ પહેલા

leena kakkad

leena kakkad 2 વર્ષ પહેલા

Gordhan Ghoniya

Gordhan Ghoniya 2 વર્ષ પહેલા