પ્રેમ વાસના - પ્રકરણ - 27 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

પ્રેમ વાસના - પ્રકરણ - 27

અઘોરીબાબાને લઇને સખારામ જ્યારે ઘરે આવ્યો કર્નલને હાશની અનૂભૂતી થઇ. એમને લાગુ કે કોઇ બચાવવાનું આવ્યું અંદરને અંદર તેઓ પીડાઇ રહ્યાં હતાં. એક મીલીટ્રી કર્નલ બધી રીતે બળીયા હોવાં છતાં આવી શક્તિ સામે નિરૂપાય હતાં પોતાને બધી રીતે જાણે નિર્બળ માની બેઠાં હતાં.

અઘોરી બાબાએ આવીને કહ્યું "અહીં તો હજી હાજર છે અને સખારામ કર્નલ અને વૈભવીનાં રૂમ પાસે લઇ ગયો અને એમણે જોયું રૂમ પોલીસે સીલ કરેલાં હતાં અને અઘોરી બાબાએ કંઇક મંત્ર વિધીને પાણી છાંટ્યુ થોડીવારમાં એ રૂમમાંથી વિચિત્ર અવાજ આવવા માંડ્યાં. અઘોરીએ એ સાંભળીને ખડખડાટ હસવા માંડ્યુ અને એ હસવામાં અગ્રિન જેવો ક્રોધ હતો. એમણે ગેસ્ટ હાઉસમાં સૂઇ રહેલાં મનીષાબેન પાસે જઇ ભસ્મ લગાવીને જળ છાંટ્યુ અને પછી સોફા પર આવીને બેસી ગયાં. ફરી પાછા વિચિત્ર રીતે ખડખડાટ હસી રહ્યાં હતાં. એમનો હસવાનો ધ્વનિ એટલો ઉગ્ર હતો કે બધાં એમનેમ કાંપી રહેલાં.

થોડીવાર પછી એમણે સખારામને કહ્યું "પેલા બીજા બે ક્યાં છે ? આમની દીકરી જમાઇ જેનો તે ઉલ્લેખ કરેલો એ લોકો ક્યાંય દેખાતાં નથી. સખારામ કંઇ કહે તે પ્હેલાં કર્નલ કહ્યું "એ લોકોને હોસ્પીટલમાં ખસેડયાં છે સારવાર માટે અને સાચું કહું તો અહીંથી દૂર રહે તો વારે વારે એમના પર હુમલો ના થાય અને ખૂબ ડરી ગયેલાં.

અઘોરીએ કર્નલની સામે વેધક રીતે જોયું થોડીવાર જોઇ રહ્યાં પછી તીખી નજરો કરીને ડોળાં કાઢીને કહ્યું "સાલા સ્વાર્થી... તને ખબર છે અહીંથી હટાવીને એ લોકોને મોતનાં મુખમાં ઘાલ્યા છે. એ લોકોની સ્થિતિ ખબર છે ? પહેલાં જ એ લોકોને ઘરે પાછાં લાવવાની વ્યવસ્થા કર અહીંજ વિધી થશે અને હું એ લોકો માટે જ આવ્યો છું આ તારી પત્નિ એ તો સામે ચાલીને ઉપાધી વ્હોરી છે.... પણ બચી ગઇ છે પ્હેલાં જ ઘરે એ લોકોની લાવવાની વ્યવસ્થા કરો. થોડી ત્યાં આનાકાની થશે પણ એમનાં બિમારીનું કારણ જાણતાં જ ઘરે જવા રજા આપી દેશે. અમલ કરો.... એમ કહીને પાછાં હસવાં લાગ્યાં. સખારામ અઘોરી બાબાને જોઇ એમનું વર્તન સમજીને વધુ ગભરાઇ રહેલો એમને કર્નલને ફોન કરવા કહ્યું.....

કર્નલે પ્રથમ સદગુણાબ્હેનને ફોન કરી વૈભવી અંગે પૃચ્છા કરી. સદગુણાબ્હેન કહે હમણાંજ ઇન્સપેક્ટર આવીને ગયાં વૈભવીને ઘણાં પ્રશ્નો કર્યા છે. વૈભવીને અહીં વધુ ડર લાગી રહયો છે એને આમતો સારું છે કોઇ બિમારી નથી પણ ડર ઘર કરી ગયો છે. કર્નલ ટૂંકમાં સમજાવ્યું કે અઘોરીબાબા આવી ગયાં છે અને તેઓએ વૈભવી અને વૈભવને ઘરે લાવી દેવાં કહ્યું છે. સદગુણાબ્હેનને હાંશ થઇ હવે કંઇક ઉકેલની આશા જણાઇ એમણે કહ્યું હું અહીં વાત કરું છું અને રજા મળી જાય તો પાછા આવી જઇએ છીએ. કર્નલે કહ્યું તમે ત્યાંનાં હિસાબની ચિંતા ના કરશો એ હું કરાવી લઇશ તમે વૈભવીને લઇને ઘરે આવી જાવ.

સદગુણાબ્હેન કહે ભલે અમે ઘરે આવી જઇએ છીએ અને એમણે વૈભવીને વાત કરી., વૈભવીની આંખો હસી ઉઠી એણે કહ્યું આપણે બધા ઘરે જઇએ. કર્નલ લક્ષ્મણને ફોન કરીને કહ્યું કે ઘરે આવે તે પહેલાં જ લક્ષ્મણે કહ્યું "સર અમે બાજુની વીંગમાં જ છીએ મારાં પર સખારામનો ફોન આવી ગયો છે હું અને વૈભવીબેબીનાં સાસુ એ લોકોને બંન્નેને લઇને ઘરે જ આવે છીએ મેં તો જરૃરી કાગળીયા કરવા અહીંયા કહી દીધું છે અને નવાઇની વાત એ છે કે એ લોકો પણ તુરંત જ ઘરે માટે મોકલવા તૈયાર છે. હું સિધ્ધાર્થસરને પણ ફોન કરી દઉ છું.

કર્નલ કહ્યું "તું આ બંન્નેને લઇને આવ હું સિધ્ધાર્થ સાથે વાત કરી લઊં છુ. લક્ષ્મણે કહ્યું "બેનને કેમ છે ? કર્નલે કહ્યું "પ્હેલાં કરતાં સારું પણ આ બાબા આવી ગયાં પછી મને ઘણી રાહત છે ઠીક છે તમે લોકો પ્હેલાં ઘરે આવી જાવ હું જ સિદ્ધાર્થ સાથે વાત કરી લઊં છું.

કર્નલે લક્ષ્મણનો ફોન મૂક્યો અને ઇન્સપેક્ટર સિદ્ધાર્થને કર્યો. કહ્યું અહીં પેલાં અઘોરીબાબા આવી ગયાં છે અમને હવે આશા છે બધી કનડગતમાંથી મુક્ત થઇશું. તમે આ રૂમ સીલ કર્યા છે ક્યારે ખૂલશે ? અંદરથી હજી કોઇ પુરાવા લેવા બાકી છે ? સિધ્ધાર્થે કહ્યું એ ફોરેન્સીકવાળા સાથે વાત કરીને કહુ છું બધી ફીંગર પ્રિન્ટસ વગેરે લેવાઇ ગયું હશે તો સવારે ખૂલી જશે આમેય હવે રાત્રી છે હમણાં.... કર્નલે અધવચ્ચે કહ્યું "સિધ્ધાર્થ જે વાત હોય છે એ રાતની જ હોય છે તું પ્હેલાં વાત કરી જો.

સિદ્ધાર્થે કહ્યું "ઓકે સર હું હમણાં જ વાત કરી જોઊં છું. એમ કહીને એણે ફોન મૂકીયો. કર્નલ સખારામને કહ્યું એ લોકો ઘરે આવે છે અને આ રૂમ સીલ છે એના માટે વાત કરી છે. એ ફોન કરશે અને જરૂર પડે રૂબરૂ પણ આવશે.

અઘોરીબાબાએ કર્નલ સામે હસતાં હસતાં કહ્યું "આ સીલનો શું અર્થ છે ? એમ કહીને ફરી મોટેથી હસ્યાં. એમણે કહ્યું હમણાં પેલાં બે જણને આવવા દો પછી સીલ એની મેતે ટૂટી જશે. મારે પણ જોવું છે કે એવાં તે કેવા મૃતપ્રેતાત્મા છે કે જે આટલું બધું તોફાન અને હાહાકારી ફેલાવે છે ? મારે જરૂર છે એવા પિશાચી પ્રેતાત્માઓની હું જ લઇ જઇશ એ લોકોને એમ કહીને પછી ભયંકર શૈલીમાં હસવાં લાગ્યાં. સખારામ હાથ જોડીને અઘોરીબાબા સામે ઉભો જ રહેલો. કર્નલ પણ એમની વાતો સાંભળીને અત્યારે એમનાં પૂરાં વશમાં હતાં.

થોડીવારમાં તો બે એમ્યુલન્સ આવી અને વૈભવ વૈભવી અને સદગુણાબ્હેન અને લક્ષ્મણને ઉતારી ગઇ. અત્યારેતો વૈભવ વૈભવી નોર્મલ જણાતાં હતાં તેઓ થોડાં નરમ જરૂર હતાં પણ બીજાં કોઇ લક્ષણો નહોતાં.

વૈભવી આવીને સીધી પાપાને મળવા જતા પહેલાં અઘોરી બાબાનાં ચરણોમાં હાથ જોડીને પડી ગઇ અને ચોધાર આંસુએ રડવા લાગી બોલી "બાબા અમને બચાવી લો આ પિશાચોથી એ લોકોએ મારો ધર્મ ભ્રષ્ટ કર્યો છે મારો ભવ બગાડ્યો છે હું જીવવાને લાયક નથી મને બચાવો વૈભવ પણ બે હાથ જોડીને ત્યાં બેસી પડ્યો. અઘોરી બાબાએ વૈભવીનાં માથા પર હાથ મૂકીને કહ્યું "એય માતા આમ મૂંઝાવવાથી કે તારી જાતને હલકી ચીતરવાની જરૂર નથી જે પ્રેતાત્માએ તને હેરાન કરી છે એની એને સજા મળશે અને આ તારાં વરનેજ જે પીડામાંથી પસાર થવું પડ્યું છે એટલી જ પીડાં એ લોકોને મળશે.

સદગુણાબ્હેને બે હાથ જોડીને કહ્યું હવે તમે અમને આ મુસીબતમાંથી ઉગારો અને કર્નલ સામે જોઇ કહ્યું "છોકરાઓને ભૂખ લાગી છે સવિતાને કહો થોડું ખવરાવી લે. અને એટલામાં એમનો ફોન રણક્યો "મહારાજશ્રીનો ફોન હતો. સદગુણાબ્હેને લપકીને તરતજ ઉપાડ્યો અને બોલ્યા "જય શ્રી મહારાજશ્રી અને અઘોરીબાબાની નજર અને ધ્યાન એમનાં તરફ ગયું અને બોલ્યાં" લાવો ફોન મને આપો હું જાણું છું કોનો ફોન છે. એમ કહી ફોન હાથમાં લીધો અને મહારાજશ્રીને કહ્યું "જય દેવ" મને તમારો જે સંદેશ મળેલો એજ આ લોકો છે હું અહીં આવી ગયો છું અને આપ પણ પધારો સાથેજ જોઇ લઇએ આ છોકરાનો બાપ નથી પણ એ ઋણ તમારે ઉતારવું પડશે. હું રહીં જવું અને અહીંથી પેલા બંન્ને પિશાચને લઇને જવાનો છું હરિ ઓમ-જય મહાકાલ એમ બોલીને ફોન કટ કર્યો. સદગુણાબ્હેન તો એ બંન્નેની વાત સાંભળીને અચંબામાં પડી ગયાં અને ખુશી પણ થઇ કે આ લોકોને પણ અમારી વાત અંદર અદર થઇ છે ? ક્યાંથી ક્યાં જોડાણ થાય છે ? અને છોકરાનાં બાપનું ઋણ ઉતારવું છે એટલે ? એવું શા મેટે બોલ્યાં ? એ કંઇ અઘોરીબાબાને પૂછવા જાય તે પહેલાંજ અઘોરીબાબા એ કહ્યું "બેન તું નિશ્ચિંન્ત રહેજે તને કોઇ પ્રશ્ન કરવાની જરૂર નથી તમારાં આ મહારાજશ્રી અને એમનાં ગુરુ અમે ગુરુભાઇ છીએ એને છેવટે તો મારે જ આવવાનું હતું અને સખારામ મારો ખાસ ચેલો છે એટલે એની વગ વધુ કામ લાગી અને હું અહીં આવી ગયો.

અઘોરીબાબાએ કહ્યું મારું અહીં આવવું અને એ પણ ખાસ વૈભવ માટે એમાં મારો સ્વાર્થ છે એનાં બાપનું ઋણ મહારાજશ્રીએ ઉતારવાનું છે એટલે એ પણ આવે જ છે એ પધારે પછી વિધી ચાલુ કરીશું અને તમારાં વેવાઇને પણ દેખાડીશું કે વાસ્તવવાદી દુનિયાની સાથે સાથે આ પણ કોઇ ત્રીજી દુનિયા છે જેમાં ફક્ત વિધિ વિધાન અને જીવની તૃપ્તિ અને એ પણ ભાગ ભજવે છે. વૈભવ અને વૈભવી વિસ્મયથી સાંભળી રહ્યાં.

ઇન્સ્પેક્ટર સિદ્ધાર્થે આવીને કર્નલને કહ્યું કે રૂમનાં સીલ ખૂલી જશે હમણાં ફોરેન્સીક વાળાએ પુરાવા અને છાપ વિગેરે લઇ જ લીધુ છે અને કેમેરામાંથી વીડીયો રેકોર્ડ કરીને લીધો છે માત્ર સાવચેતી ખાતર રૂમ સીલ કરેલાં છે અને એમની પાછળ કોઇ અધિકારીએ આવીને સીલ તોડી રૂમ ખોલી નાંખ્યાં.

પ્રકરણ -27 સમાપ્ત

રૂમ ખોલ્યાં પછી અંદરનો નજારો કંઇક જુદોજ હતો અને અઘોરીબાબા ઇન્સ્પેક્ટરને કંઇક કહે તે પહેલાં મહારાજશ્રી પણ આવી ગયાં સાથે મદન પણ હતો અને કરવાની વાત પછી ત્યાં જ અટકી ગઇ. વાંચો પ્રકરણ 28 અનોખો બદલો.

પ્રેમવાસના અધૂરી તૃપ્તિનો....

રેટ કરો અને રિવ્યુ આપો

Neepa

Neepa 1 વર્ષ પહેલા

Gordhan Ghoniya

Gordhan Ghoniya 2 વર્ષ પહેલા

Ami Shah

Ami Shah 2 વર્ષ પહેલા

DEEP CHAUDHARI

DEEP CHAUDHARI 3 વર્ષ પહેલા

Hardik Sutariya

Hardik Sutariya 3 વર્ષ પહેલા