પ્રેમવાસના - પ્રકરણ - 12 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમવાસના - પ્રકરણ - 12

પ્રકરણ-12

પ્રેમવાસના

વૈભવ વૈભવી એમની માંની કાળજી અને પ્રેમથી ઘસઘસાટ ઉંધી ગયાં જાણે કશું થયું જ નથી. મનીષાબહેન અને સદગુણાબહેન પછી બહાર બાલ્કનીમાં બેઠાં વાતો કરવા લાગ્યા. સદગુણાબહેન મનીષાબેન ખાત્રી આપી છે બંન્ને છોકરાઓને સલામત રીતે આ દુઘર્ટના અને તકલીફમાંથી બહાર કાઢીને ઝંપશેજ. મનીષાબેનની આંખમાં આંસુ આવી ગયાં બંન્ને જણાં થયેલ બીનાનો ઘટનાનો ખરખરો કરી રહ્યાં.

મનીષાબ્હેન મોબાઇલમાંથી આટલી પરોઢે કોઇને મેસેજ કર્યો અને સદગુણાબ્હેન જોઇ રહેલાં કોઇ પ્રતિક્રીયા ના આપી અને સવાર પડવાની રાહ જોઇ રહ્યાં. વૈભવ-વૈભવી બંન્ને જણાં અમુક આંતરે સમયે કણસવાનો અને વૈભવી હીસકા ઊંઘમાં ભરતીઓનાં અવાજ આવ્યાં. મનીષાબહેન અને સદગુણાબહેન એક પળ નાં સૂઇ શક્યાં.

પરોઢ પડી બંન્ને મંમીઓની ક્યારે આંખ મળી ગઇ ઊંધી ગયાં ખબર જ ના પડી પરંતુ લક્ષ્મણ ઘરમાં આવ્યો અને કામકાજ ચાલુ કર્યું એનાં અવાજમાં બંન્ને જણાં ઉઠી ગયાં. અને લક્ષ્મણને ચા નાસ્તો તૈયાર કરવાનું કહી બંન્ને જણાં ફ્રેશ થવાં ગયાં. વૈભવ અને વૈભવી હજી ઊંધી રહેલાં. પરંતુ થોડીવારમાં વૈભવનાં ઉઠવાનો અવાજ આવ્યો.

સદગુણાબહેન વૈભવની પાસે રૂમમાં ગયાં. વૈભવ આંખો ચોળીને ઉભા થવા પ્રયત્ન કરવા લાગ્યો. એણે આંખો ખોલી સામે માં ઉભા હતાં એની આંખો ખૂબ લાલ લાલ થયેલી હતી એણે માં સામે જોતાં સુસ્ત અવાજે કહ્યું "માં તમે અહીં ? કેટલા વાગ્યાં ? શું થયું તમે અહી રૂમમાં ? મારું આખું શરીર કળે છે માં અને વૈભવી હજી ઊંઘે છે ? ઉઠી નથી ? હું ફ્રેશ થઇને બહાર આવું છું વૈભવીને પણ ઉઠાડું છું અને બહાર આવીએ છીએ.

માં એ કહ્યું દીકરા તને હવે કેમ છે ? સારું છે ને ? તને વધુ નશો થઇ ગયેલો. વૈભવે કહ્યું "સોરી માં મને ખૂબ ચઢી ગયેલી પણ મને કંઇજ યાદ નથી મારું, આખું શરીર કળે છે માથું ખૂબ ભારે છે મને કંઇ ખબર નથી પડી રહી કે મને અચાનક શરીરમાં આટલું કળતર કેમ થાય છે ?

સદગુણાબહેને કહ્યું "ભાઇ થયા કરે જા તું ફ્રેશ થઇ જા આપણે બધાં ઇલાજ કરાવી લઇશું અને વૈભવીને સુવાદે એને આરામની જરૂર છે તું એને ઉઠાડ્યા વિના ફ્રેશ થઇને સીધો બહાર જ આવજે એમ કહીને તેઓ બહાર ગયાં.

વૈભવ ફ્રેશ થઇને સીધો બહાર ડ્રોઇંગરૂમમાં આવી ગયો. અને મીનાક્ષી બહેને કહ્યું "વૈભવ હવે તને કેમ છે ? કેવું લાગે છે ? બધું બરાબર છે ? વૈભવે આશ્ચર્ય સાથે પૂછ્યું "કેમ તમે લોકો આવું પૂછ્યાં કરો છો ? મેં પહેલીવાર થોડું પીધુ છે ? આતો થોડુ વધારે થઇ ગયું એટલે હેંગઓવર છે પણ આવી જશે. મને લાગે વૈભવીને પણ એવું લાગે છે પણ એને સૂવાદો માં કહે એને આરામની જરૂર છે.

મીનાક્ષીબ્હેન કહે "હાં એને આરામની જરૂર છે અને તારાં માટે ગરમ ગરમ ચા નાસ્તો આપું તને સારું લાગશે એમ કહી કીચનમાં ગયાં. વૈભની માં એ કહ્યું "પછી આપણે ઘરે જઇએ વૈભવ મારે પણ ત્યાં ઘણાં કામ છે અને આજે બેસતો મહીનો છે ગઇકાલે અમાસ હતી આપણે મંદિર દર્શન કરવા જવું છે તો મને લઇ જજે.

વૈભવે કહ્યું "ભલે મંમી લઇ જઇશ અને વૈભવીને પણ સાથે લઇને જઇશું. એટલે બધાં દર્શન કરશે મંમી તમે પણ આવશોને ? મીનાક્ષીબહેન સદગુણાબહેન સામે જોઇ રહ્યાં પછી થોડાં અચકાઇને બોલ્યાં ફોન કરજે વૈભવીને સારું હશે તો ચોક્કસ આવીશું.

વૈભવે કહ્યું કેમ વૈભવીને શું થયું છે ? એને પણ હેંગઓવર હશે તો હવે સૂઇને ઉઠશે એટલે સારું જ થઇ જશે. એટલામાં લક્ષ્મણે વૈભવને ડાઇનીંગ ટેબલ પર ચા નાસ્તો આપ્યો. "અરે ક્યાં જવાનું છે ? એમ બોલતી વૈભવી બહાર આવી. બધાની નજર એની સામે હતી વૈભવીએ વૈભવ સામે જોયું અને એને તાકતી રહી અને પછી નજર ફેરવીને માં ને પૂછ્યું માં કહ્યાં જવાની વાત છે ? સદગુણાબહેન કહે બેસતો મહીનો છે એટલે મંદિર દર્શન કરવા જવાની વાત છે .

વૈભવીએ પોતાની મંમી સામે જોયું અને આંખના ઇશારા સાથે બોલી હાં માં અમે લોકો આવીશું. મંદિર દર્શન કરીશું અને મહારાજને પણ મળીશું પછી માં સમજી ગયાં બોલ્યાં ભલે.

વૈભવી વૈભવની પાસે સાવચેતી પૂર્વક આવી એને હજી ડર સાવ ગયો નહોતો છતાં એણે પૂછયું "વૈભવ તું ઓકે છે ? કાલે રાત્રે તને શું થયેલું ? વૈભવ કહે તમે બધાં મને પૂછ્યાં કરો છો શું થયું શું થયું ? મને શું થયેલું થોડુ વધારે પીવાઇ ગયું હતું બસ ? આમાં કાગનો વાઘ કેમ બનાવો છો ? સોરી મે કંઇ એવું તેવું કર્યું હોયતો માફી માંગી લઊં બસ ?

વૈભવીએ વાત સમજી જતાં કહ્યું "કંઇ નહીં કંઇ નહી આતો તને ચઢી ગઇ હતી એમાં તુ બબડાટ કરતો હતો એટલે તને પૂછ્યું અને ઊંઘમાં ઊંહકારા ખૂબ ભરતો હતો. મને આખી રાત સૂવા નથી દીદી ખૂબ હેરાન કરી છે. વૈભવે હસતાં હસતાં કીધું એવું મેં શું કર્યું છે ? અને બધાની સામે શું આવું બોલે છે ? વૈભવીનાં ચહેરા પર સ્પષ્ટ પીડા ઉપસી આવી એણે કહ્યું નાં યાદ કરાવીશ છોડ મજાક ના કર મને હજી પણ ઠીક નથી પણ તું ચા નાસ્તો કર ત્યાં સુધીમાં હું ફ્રેશ થઇને આવું.

વૈભવે કહ્યું "માં અહીંથી સીધાં જ બધાં નાહી ધોઇને મંદિરે જતાં રહીએ પછી મંમીને અને વૈભવીને અહીં પાછા ડ્રોપ કરીને આપણાં ઘરે જતાં રહીશું ખોટું આવવું જવું શું કહો છો ?

સદગુણાબહેન કહ્યું "ભલે તો હું નાહી ધોઇ તૈયાર થવુ બધા તૈયાર થઇ જાવ ચા નાસ્તો કરીને નીકળી જઇએ ત્યાં સુધી હું મંદિરે મહારાજ સાથે ફોન પર વાત કરી લઊં છું.

************

બધાં નાહી ધોઇ ફ્રેશ થઇને ગાડીમાં ગોઠવાયાં અને વૈભવ વૈભવી પ્હેલાં કરતાં ઘણાં સ્વસ્થ દેખાતાં હતાં. માં કયારનાં બબડ બબડ કરતાં હતાં. મંદિરનો ફોન જ નથી લાગતો આ વરસાદમાં બગડયો લાગે છે અને મહારાજનો મોબાઇલ ફોન સ્વીચ ઓફ આવે છે શું કરવું ? ચલો એમનેમ ત્યાં પહોચી તો જઇએ દર્શન કરીશું મહારાજને મળી લઇશું મારે ઘણી વાતો કરવી છે અને આપણાં ઘરે પધરામણી પણ કરાવવી છે.

વૈભવ ગાડી ચલાવીને જઇ રહેલો ત્યાં મુશલધાર વરસાદ વરસવાનો ચાલુ થઇ ગયો. વૈભવે ગાડી ધીમી કરી પણ વરસાદ કહે મારુ કામ આગળ દેખાય નહીં એટલો ભારે વરસાદ વરસી રહેલો. વૈભવ અડધાથી આગળ નીકળી ગયેલો અને મંદિર આવવાને થોડીવાર હતી ત્યાં ફરીથી વરસાદ વધી ગયો. વીજળીનાં કડાકા બોલી રહ્યાં હતાં અને વૈભવને ગાડીમાં આગળ કંઇજ દેખાતું જ નહોતું એણે થોડે આગળ જઇને એક મોટાં ઝાડ નીચે ગાડી સાઇડમાં ઉભી કરી દીધી. એણે ગાડીની લાઇટો ચાલુ રાખી હતી જેથી બીજા વાહનોને ખ્યાલ રહે ગાડી સાઇડમાં ઉભી છે.

વૈભવીને પાછો ડર લાગવા માંડ્યો એણે વૈભવને કહ્યું "વૈભવ તું આ ભસ્મ લગાવી દે એમ કહી એને ભસ્મ આપી અને પોતે ચાંલ્લો કરી બંન્ને મા-મંમીને લગાવવા આપી.

વરસાદ ઓછું થવાનું નામ નહોતો લેતો અને ગાડી વૈભવે ચાલુ રાખેલી પણ ચલાવતો નહોતો. ગાડી ધોળે દિવસે જાણે અંધારામાં ઉભી હોય એમ વાદળોનાં કારણે અંધારુ ધેરાયેલું હતું. વરસાદ અને વાઇપરનાં અવાજ સિવાય કોઇ અવાજ નહોતો.

માં એ કહ્યું દીકરા વરસાદી ઋતુ છે વરસાદતો આવ્યાં કરશે ધીમે ધીમે ગાડી ચલાવીને આગળ લે નહીંતર પહોચાશે નહીં. મનીષાબહેન કહે હાં અહીંથી આગળ નીકળી જઇએ અહીં વાદળોને કારણે અંધારુ છે અને વૃક્ષો ખૂબ મોટાં છે એટલે વધારે લાગે છે વૈભવે કહ્યું ભલે એણે ગીયરમાં નાંખી અને ગાડી ચલાવી ધીમે ધીમે આગળ જઇ રહેલો થોડેક આગળ પહોચીને ગાડીનાં સ્પીડોમીટરમાં ગાડી 30-40 સ્પીડમાં જતી હોય એવું દેખા પરંતુ ગાડી એની જગ્યાએથી એક તસુ આગળ વધતી નહોતી.

વૈભવને પહેલાં ખબર ના પડી પણ પછી એને ખ્યાલ આવ્યો કે ગાડી ચાલે છે પણ આગળ નથી વધતી એને ગભરામણ થઇ ગઇ અને ભય વ્યાપી ગયો એનો ચહેરો જ બદલાઇ ગયો એણે બધાને કહ્યુ ગાડી ચલાવું છું પણ ગાડી આગળ નથી જતી. હવે વાઇપર પણ આખાં બંધ થઇ ગયાં ગાડી ચાલુ છે છતાં વૈભવ વાઇપર ફરી ચાલુ કરવા દાંડી ફેરવી બધુ ઓન થાય પણ વાઇપર ચાલ્યાં નહોતાં એને બહારણુ સ્પષ્ટ દેખાવાનું બંધ થઇ ગયું થોડીવારમાં વરસાદ એકદમ બંધ થઇ ગયો અને બધુ બહારનું સ્પષ્ટ દેખાવા માંડ્યું અને ટ્રાફીક અવર જવર સાવ બંધ થઇ ગઇ. ગાડી હજી ચાલુ હતી પણ એની જગ્યાએથી ખસતી નહોતી વૈભવીને ખ્યાલ આવી ગયો એ ખૂબ જ ડરી ગઇ હતી એણે ચીસ પાડીને કહ્યું વૈભવ ગાડી ચલા જલ્દી.... આગળ લે પેલું જો...

વૈભવે નજર કરીતો સામે સફેદ કપડામાં કોઇ દેખાયું એ હાથથી આવવાનો ઇશારો કરી રહ્યું હતું ચારે જણાં સ્તબ્ધ થઇ ગયાં પોતાની જગ્યાએ થીજી ગયાં અને અચાનક વાઇપર જોર જોરથી ચાલું થઇ ગયાં ખટાક ખટાક જોરથી અવાજ આવવા લાગ્યો. વૈભવ અને વૈભવીની આંખોમાંથી રનાં કારણે આંસુ આવી ગયાં પેલો પડછાયો એકદમ નજીક આવ્યો.

પ્રકરણ-12 સમાપ્ત.

વૈભવ વૈભવી ખૂબ ડરેલાં હતાં. પેલો પડછાયો નજીક આવ્યો અને પછી.... પ્રકરણ-13 વાંચો પ્રેમવાસના એક બદલો…… અધુરી તૃપ્તિનો…