પ્રેમ વાસના - પ્રકરણ - 3 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

પ્રેમ વાસના - પ્રકરણ - 3

પ્રેમવાસના

પ્રકરણ -3

વૈભવ વૈભવીની ચીસ સાંભળીને એકદમ શુબ્દ થઇ ગયો એનું શરીર પ્રેમની પરાકાષ્ઠામાંથી અચાનક ઠંડુગાર થઇ ગયું. વાસનામય ગરમ શરીરને આધાત લાગ્યો. વૈભવ વૈભવીની વિસ્ફારીત આંખો એનામાં થીજી ગયેલો ભય જોવા લાગ્યો. વૈભવીની આંખો કહી રહી હતી વાચા સાવ હણાઇ ગઇ હતી એનાં ગળામાંથી અવાજ નહોતો નીકળી રહ્યો. વૈભવે પછી ઉપર તરફ જોયું તો પીપળાનું વિશાળ વૃક્ષ હતું અને વાવાઝોડા જેવો પવન વાઇ રહેલો એને બીજું કંઇ નજરે ના ચઢ્યું એણે ભય સાથે વૈભવીને હચમચાવી પૂછ્યું "શું થયું વૈભુ કેમ આમ ? તે શું જોયું શેનો ભય છે ? ?

વૈભવીની ફાટી ગેયેલી આંખોમાંથી ભયનાં આંસુ વહી રહેલાં એ એકદમ ડરી ગયેલી એણે વૈભવને કચીને ચૂસ્ત વળગી ગઇ અને ખૂબ આક્રંદ કરવા લાગી એનાં નગ્ન શરીને જાણે બચાવવા પ્રયત્ન કરી રહી હોય એમ સંકોચવા માંડી એણે વૈભવને કહ્યું "વૈભવ અહી કોઇ છે ઉપર વૈભવ મને ખૂબ ડર લાગી રહ્યો છે મને મારાં કપડાં આપ જલ્દી મારું શિયળ લૂંટી લેશે એ નરાધમ.. વૈભવ મને બચાવ...

વૈભવે આધાત આશ્ચર્ય સાથે કહ્યું કોણ છે અહીં ? મેં પૂરી ચકાસણી કરી છે અહીં કોઇ નથી વૈભુ આતો પવન ખૂબ ફૂંકાઇ રહ્યો છે એટલે ડાળીઓ હલી રહી છે અને સૂકા પાંદડાઓ ખરી રહ્યાં છે આ સૂસવાટાનો અવાજ પવનનો છે. કેમ ડરે છે ? હું છું ને તારી સાથે અને હું જ તારાં તન પર છવાયેલો છું પછી શેનો ડર ?

વૈભવી કહે "ના મેં મારી નરી આંખે કોઇ આકાર જોયો છે વિભુ પ્લીઝ મને ખૂબ ડર લાગે છે આ પવનનાં સૂસવાટા નથી એજ અવાજ કરી રહેલો એ પિશાચ જેવી શક્તિ મારી સામે ખૂબ ગંદી અને બિભત્સતાથી જોઇ રહેલી જાણે હમણાં મને પીખીં નાંખશે મારી ઇજ્જત લૂટી લેશે તને નુકશાન પહોચાડી મારા ઉપર કબ્જો જમાવશે એની કૂર અને વાસનામાંથી લાલચી આંખો મારી નજર સામે છે. મને ખૂબ ડર લાગે છે મને કપડાં પહેરવાં છે અહીંથી આપણે જતાં રહીએ પ્લીઝ વિભુ ટ્રસ્ટમી મને ખૂબ ડર લાગી રહ્યો છે. મારે અહીંથી જવું છે એણે વૈભવને પોતાનાં તન પરથી હટાવ્યો અને કપડાં પહેરવા લાગી.

વૈભવે એને શાંતિથી સાંભળી પછી કપડા પહેરાવા દીધાં પોતે પણ કપડાં પ્હેરી સ્વસ્થ થયો. વૈભવી વૈભવને વળગી ગઇ વિભુ ચાલ અહીંથી જતાં રહીએ અહીં મને ખૂબ અગમ્ય ડર લાગી રહ્યો છે અને એવું લાગે કોઇ અતૃપ્ત આત્મા કોઇ એવી દુઃખી કોઇની રૂહ અહીં ભટકે છે એ મને હેરાન કરશે ચોક્કસ એની આંખોમાં મેં સ્પષ્ટ જોયું છે વૈભવ પ્લીઝ સમય ખોટી ના કર ચાલ અહીંથી જતાં રહીએ.

વૈભવે કહ્યું "ઓકે આમ ડર નહીં. આપણે અહીંથી જતા રહીએ છીએ ઓકે ? પણ અહીં જો કોઇજ નથી તને જે દેખાયું એ મને પણ દેખાયું જોઇએ ને ? મને કોઇ એહસાસ ના થાય ? વૈભવી કહે જોને આ પવન આમ અચાનક આંધી બનીને આવ્યો છે આપણે આવ્યા ત્યારે સાવ શાંત શીતળ પવન હતો. વૈભવ હું સાચું કહું છું આપણે બંન્ને આપણી પ્રેમ ક્રીડામાં હતાં. હું સાવ તારામાં પરોવાઇ ગઈ હતી મને કંઇ ભાનજ નહોતું તુ મને પ્રેમથી સહેલાવી રહેલો હું વધુ ને વધુ તને સહકાર આપી તને આનંદ આપીને હું ખૂબ આનંદ લૂટી રહેલી મેં તારાં ગળામાં હાથ વીંટાળ્યા અને મારી આંખો સુખ આનંદમાં મીંચાયેલી હતી ત્યારેજ મને એવો એહસાસ થયો કે કોઇ મારાં કપાળને સ્પર્શ કરે છે તારાં બે હાથ તો મને વીંટાળાયેલાં હતાં પહેલાં મને ખબર ના પડી પણ પછી એ અગમ્ય સ્પર્શ મને કંઇક જુદો લાગ્યો મારી આંખો ખૂલ અને મારી આંખો એ દ્રશ્ય જોઇને ફાટી ગઇ.

એ કોઇ પ્રેત-કોઇ અતૃપ્ત આત્મા પીપળાની ડાળે બેઠેલો હતો અને એનાં હોઠ છેક મારાં કપાલ સુધી લાવીને મને ચૂમવા ગયો અને એની આંખો.... વૈભવ હું ખૂબ ડરી ગઇ છું એવી પિશાચી આંખો મેં ક્યારે કલ્પી નથી એવી હતી એની આંખો વાસનાથી ભરચક હતી. વિભુ એ મને નહીં છોડે પ્લીઝ પ્હેલાં આપણે આ જગ્યા છોડી દઇએ મારાથી અહીં એક પળ નહીં રોકાવાય તું મારું કીધું સાચું નથી માની રહ્યો પણ હું સાચું કહું છું મારી આંખે જોયેલી વાત છે તું મારામાં વ્યસ્ત હું તારામાં અને અચાનક જ એ... પ્લીઝ વિભુ જઈએ. વૈભવે કહ્યું ઓકે ચલ આપણે પ્હેલાં તો આ જગ્યા છોડી દઇએ પછી વાત કરીશું.

વૈભવ એ મેટ- પાણી બોટલ બધુ જ બેગમાં મૂક્યું. વૈભવીનો થેલો એને આપ્યો અને આજુબાજુ નજર કરીને બાઇક પર બેઠો વૈભવી હજી એ આઘાતમાંથી બહાર નહોતી આવી એની આંખોમાં આંસુ હતાં એ હજી ઉપર આજુબાજુ ચકળવકળ નજરે બધે જોઇ રહેલી. એની આંખોમાં ભય ડોકાઇ રહેલો એ વૈભવ પાછળ બેસી ગઇ અને એજે વળગી ગઇ એની પીઠ પર માથું મૂકીને રડવા લાગી એનાં ડુસકાં શાંત થતાં નહોતાં.

થોડાં આગળ ગયા પછી વૈભવે કહ્યું. વૈભુ તુ હવે શાંત થઇ જા જો મેં જે જગ્યાએ તને લઇ આવવા નક્કી કરેલું ત્યાં જ લઇ જઊં છું હવે ડર નહીં આપણે એ જગ્યાએથી ઘણાં દૂર આવી ગયાં છીએ. આતો રસ્તામાંજ પ્રેમનો ઉન્માદ કાબૂમાં ના રહ્યો અને શીતળ અને ઘનઘોર વૃક્ષોનાં આચ્છાદન વાળી કૂદરતી જગ્યા જોઇ અને હું આકર્ષાઇ ગયો સમય નો બચાવ થાય અને અહીં વૃક્ષોની નિશ્રામાં ખૂબ જ મજા કરીશું એમ વિચારીને હું રોકાઇ ગયેલો. હવે આપણે પહોચવાની તૈયારીમાં જ છીએ.

વૈભવીએ કંઇ જવાબ જ ના આવ્યો એ એની પીઠ પર માથું મૂકીને બેસી રહી હતી. એ હજી રડી રહી હતી એણે કહ્યું વૈભવ જે મેં જોયું છે એ બિહામણું સ્વરૃપ હું વર્ણન નથી કરી શકતી. આપણાં પ્રેમનું તેજ કે એ મને સ્પર્શી ના શક્યો પણ મેં ચીસ ના પાડી હોત તો એ મને અભડાવી દેત હું સહન ના કરત. આપણી પ્હેલી પ્રેમતિથી મારી મરણતિથી થઇ જાત.

વૈભવ કહ્યું "બસ હવે એ વાત વિચાર જ બંધ કર જો આપણે આવી ગયાં. વૈભવીતો ક્યારની વૈભવની પીઠ પર માથું મૂકીને આંખ મીચીને પડી રહી હતી. એણે ધીમે રહીને માથું ઊંચુ કર્યું તો એણે જોયુ કે કોઇ ડુંગરની ટેકરી જેવી જગ્યાએ આવી ગયાં છીએ અને દૂર મોટો ગોળ કમાનવાળો લોખંડનો દરવાજો છે અને અંદર કંઇ મંદિર જેવું દેખાય છે એણે વૈભવને પૂછ્યું "વિભુ તું અહી ક્યાં લઇ આવ્યો છે ? આ કઇ જગ્યા છે ? અહીં સલામત છે ને ? કોઇ અગવડ કે કંઇ નહીં પડે ને ? હવે મને જાણે ડર જ પેસી ગયો છે.

વૈભવે કહ્યું "એકદમ નિશ્ચિંત રહેજે અહીં કોઇ ભય નથી એકદમ સલામત જગ્યા છે. આપણાં ઘરે જે મહારાજ કથા વિગેરે કરવાં આવે છે એમનું મંદિર છે અને તેઓ અહીંજ રહે છે મેં વિચારેલું કે આપણી પ્રથમ તિથિએ પહેલાં અહીં દર્શન કરીશું એમનાં આશીર્વાદ લઇશું પછી અહીજ આપણી પ્રથમ તિથી ખૂબ પ્રેમ કરતાં કરતાં ઉજવીશું અહીં મહારાજની ઉપસ્થિતિ હોય તોય વાંધો નથી એમને જાણ થાય તો સારું જ આપણે તો લગ્નથી પણ જોડાવાનાં છીએ. એટલે કોઇ સંકોચ નથી.

વૈભવી કહે " તો પ્હેલાં અહીં જ આવવું જોઇતું હતું ભગવાનનાં આશીર્વાદ પ્હેલાં ના લીધાં એનુંજ પરિણામ આપણે ભોગવ્યું છે કેમ તું વચ્ચે અટકી ગયો ? ઠીક છે છોડ ફરીથી એ બધુ યાદ નથી કરવું મારે. આજે સાચેજ ખૂબ આશીર્વાદ લેવાનાં પછી જ બધો પ્રેમ અને ....

વૈભવ વૈભવી બન્ને હાથ પકડીને બાઇક પાર્ક કરીને મંદરિ તરફ આગળ વધ્યા. મોટો લોખંડનો દરવાજામાં વીકેટ ગેટ હતો એ ખોલીને બંન્ને જણેં અંદર પ્રવેશ કર્યો. વૈભવ વૈભવી બંન્ને જણાં અંદર ગયાં ત્યાં સામે આરામ ખુરશી પર સફેદ દાઢીવાળાં મહારાજ સંત જેવા બેઠેલાં શોભતાં હતાં. વૈભવે એમને નીચે નમીને નમસ્કાર કરી આશીર્વાદ લીધાં વૈભવી અનુસરી અને મહારાજે બંન્ને જણાંને આશીર્વાદ આપતાં વૈભવે કહ્યું મહારાજ અમે આજે અહીં દર્શન કરવાં અને આપનાં આશીર્વાદ લેવાં આવ્યાં છીએ આજે અમારી પહેલી પ્રેમતિથી છે. મહારાજ વૈભવી સામે જોવાં લાગ્યાં.....

પ્રકરણ -3 સમાપ્ત.

વૈભવ વૈભવી મંદિરમાં આવી ગયાં. મહારાજના આશીર્વાદ લીધાં વૈભવે પ્રથમ પ્રણયતિથી છે કહ્યું અને મહારાજ વૈભવીની સામે જોઇ રહ્યાં. પછી મહારાજે વૈભવીને જોઇને શું કહ્યું ? શું થશે આગળ વાંચો પ્રકરણ-4

રેટ કરો અને રિવ્યુ આપો

shantilal

shantilal 3 માસ પહેલા

Natvar Patel

Natvar Patel 3 માસ પહેલા

Priti Patel

Priti Patel 4 માસ પહેલા

Meena Parmar

Meena Parmar 5 માસ પહેલા

CHHAYA Doshi

CHHAYA Doshi 1 વર્ષ પહેલા

🤔🤔🤔🤔