પ્રેમ વાસના - પ્રકરણ - 22 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

પ્રેમ વાસના - પ્રકરણ - 22

સખારામે વૈભવને પ્રશ્ન પૂછયો એ સાથે જ વૈભવે ચીસ અવાજે કહ્યું "એય અમારી અંગત વાત પૂછનાર તું કોણ ચંડાળ બહાર નીકળ અને સખારામ ચેતી ગયો એણે મંત્રોચ્ચાર સાથે પાણી છાંટ્યુ વૈભવ શાંત થઇ ગયો. વૈભવી વૈભવની બાજુમાં જ બેઠી હતી એણે સખારામ સામે ધીમે ધીમે આંખ ઉંચી કરી એની આંખોમાં લાલ ચિનગારી હતી એણે ભયાવ્હ અવાજે પુરુષનાં અવાજમાં સખારામને કહ્યું "કેમ પેલીને બહાર મોકલી ? અંદર બોલાવ નહીંતર હું બહાર જઇશ તો તોફાન મચી જશે.

લક્ષ્મણનો અવાજ જ બંધ થઇ ગયો એ ખૂબ ડરી ગયો એણે સખારામને કહ્યું "ભાઉ હું બહાર જઊં છું મારી સમજની બહાર છે આ બધુ મને ડર લાગે છે. લક્ષ્મણને બોલતો જોઇ અને વૈભવે અચાનક જોરજોરથી હસવા ચાલુ કર્યું અને કહ્યું "નીકળ સા... અને એણે બેડ પરથી ઉભા થઇને મોઢું લક્ષ્મણ તરફ કરીને મોટેથી એનું મોં ઉઘાડીને અંદરથી જીભ બહાર કાઢીને પવન ફૂંકવા માંડ્યો. રૂમની બધીજ ચીજ વસ્તુઓ ફરીથી ઉડવા લાગી લક્ષ્મણ દોડીને બહાર નીકળી ગયો. સખારામે હવે ધીરજ ગુમાવી એની હિંમત ટૂટી એ પણ ઝડપભેદ બહાર નીકળી ગયો. જોવાં બન્ને જણાં બહાર નીકળ્યા અને રૂમનો દરવાજો ફરીથી જોરથી બંધ થઇ ગયો.

કર્નલ અને મનીષાબ્હેન બન્ને ખૂબ ડરેલાં હતાં. મનીષાબહેન ખૂબ ડરેલાં અને આકરું આક્રંદ કરી રહ્યં હતાં. એટલી વારમાં બારણએ ડોરબેલ વાગ્યો. અને લક્ષ્મણે દોડીને ખોલ્યો તો સામે સદગુણાબ્હેન ઉભાં હતાં.

મનીષાબ્હેન એમને જોઇને સીધાં રડતાં રહ્યાં ભેટી પડ્યાં અને રડતાં રડતાં કહ્યું "ભાભી જુઓને આ શું થઇ રહ્યું છે પહેલાં તો વૈભવ કે વૈભવીમાં .... હવે તો બંન્ને જણાં.... મારાં ઉપર મારી વૈભવીએજ ખૂબ.... અને ધ્રુસકે ધ્રુસકે રડીને ડૂમો કાઢ્યો.

સખારામે કહ્યું "હવે વાત મારાં હાથની પણ નથી રહી. પ્હેલાં લક્ષ્મણનાં કહેવાં પ્રમાણે એક જીવાત્માનો પ્રેતાત્મા હતો પણ આજે મેં બે બે જણ જોયાં છે અને બંન્ને છોકરાઓ નાં શરીર પર કાબૂ કરેલો છે તેઓએ આજે ના માની શકાય એવું અદ્યમ કૃત્ય કર્યું છે.

સદગુણાબ્હેને પૂછ્યું "એટલે ? સખારામ કહે મારી આટલી આવી એઘોરી સેવા દરમ્યાન અનેક પ્રસંગો જોયાં છે પાર પાડ્યા છે પણ કોઇ મૃત પ્રેતાત્મા આટલા નીચ અને અધમ કામ કરતાં નથી જોયાં અને મારી શક્તિ બહાર છે હવે અને મને હજી ખૂબ ડર લાગી રહ્યો છે. કોઇ પીશાચી પ્રેતાત્મા હોય જે પોતાની અધૂરી હવસ કામનાઓ માટે ભટકતાં હોય અને પ્રેતયોનીમાં ઉતરી ગયાં હોય અને એમાં એમનું મૃત્યું કોઇ અધૂરી ઇચ્છા અને હવસમાં થયું હોય તો તેઓ બદલો લેતાં હોય પરંતુ આજે આ અધમ અચરજ જોયું અનુભવ્યુ છે જે મારાં ગુરુ પ્રખર અંઘોરીએ પણ નહીં જોયું હોય. ભૈરવ બધાને વશ કરે પણ આ મને નથી સમજાતું જ્યારે કોઇ અતૃપ્ત પ્રેતાત્મા પોતાની અધૂરી હવસ વાસનાને સંતોષવા એનાં જીવીત પાત્રને ભોગવવા તડપે અને એની પાછળ પડે કોઇ બીજા શરીરને માધ્યમ બનાવી વાસનાની તૃપ્તિ કરવાં પ્રયત્ન કરે પરંતુ આમાં તો એક પ્રેતાત્મા પુરુષનાં શરીરમાં પ્રવેશે અને બીજો અતૃપ્ત પ્રેતાત્મા સ્ત્રીનાં શરીરમાં પ્રવેશે અને બંન્ને જણાં પછી હવસ સંતોષવા બંન્નેશાં શરીરમાં માધ્યમથી વાસના તૃપ્ત કરે ?

થોડાં સમય પછી આ છોકરીનાં શરીરમાં પ્રવેશેલાં પ્રેતાત્માએ એની જ મા ઉપર હુમલો કર્યો એનું શરીર છોડી દીધું અને ફક્ત એને મારવાની કોશિષ કરી એ કારણ પણ નથી સમજાતું. મારી વિદ્યા જાણે મને અધૂરી લાગે આજે હું તમારી મદદ કરવા ઉણો ઉતરી રહ્યો છું મને માફ કરો પરંતુ હું મારાં ગુરુને આની જાણ કરું છું અને અહીં આવીને મદદ કરવા કરગરીશ કે આવું ક્યાંય જોયું સાંભળ્યું નથી.

સદગુણાબ્હેનનાં ખોળામાં રડી રહેલાં મનીષાબહેને મોં ખોલ્યું એમણે કહ્યું "એમની વાત સાચી છે. મારી સામેજ વૈભવ-વૈભવીએ.... મારાથી જોવાયું નહીં એટલે મેં રાડ પાડીને વૈભવીને કહ્યું એય નાલાયક શરમ કર તારી માં સામે ઉભી છે તમે લોકો આવું શું કરો છો ? મારાથી જોવાયું નહીં અને પછી ખબર નહીં વૈભવીને શું થયું એણે મારાં વાળ પકડીને મને ઘસડી અને મને બેડ પર ફેકીને હસવા લાગી અને પછી વૈભવ મારી ઉપર... અને ચડતાં ચડતાં બેભાન થઇ ગયો.

કર્નલ ગભરાઇ ગયાં. એમનાથી તો કાંઇ સંભળાઇ જ રહ્યું નહોતું આ બધું શું થઇ ગયું છે. લક્ષ્મણે સવિતાને બૂમ પાડી અને સવિતા પાણી લઇને આવી એણે મનીષાબ્હેનને ચેહરાં પર પાણી છાંટયું પંખો નાંખવા માંડ્યો. લક્ષ્મણ, કર્નલ અને સખરામે મનીષાબહેને સોફા પર સૂવાડ્યાં. કર્નલે સખારામ સામે જોયું હાથ જોડીને કહ્યું "કોઇ રસ્તો બતાવો હું હાર્યો છું. સખારામે સામે હાથ જોડી કરહ્યું મારાં હાથની વાત નથી રહી પણ મારાં ગુરુને તેડી લાવવાં પડશે. કર્નલે કહ્યું "તમે અને લક્ષ્મણ જાવ એમને તેડી લાવો આટલું મારું કામ કરો હું અહીં ધ્યાન રાખું છું અને ફરીથી ડોરબેલ વાગ્યો.

લક્ષ્મણે સવિતા સામે જોયું સવિતાએ દરવાજો ખોલ્યો સામે પીએસઆઇ સિધ્ધાર્થ ઉભા હતાં. કર્નલે એમને જોઇને એમની તરફ આવીને કહ્યું "આવો આવો અને પછી ચેર પર બેસવા કહ્યું "સિધાર્થે સાથે આવેલા કોન્સ્ટેબલોને એક બાજુ ઉભા રહેવા કહીને કહ્યું નો થેંકસ બટ સર શું થયું છે તમારો કોલ આવ્યો અને બહાર રાઉન્ડ પર હતાં અને ત્યાંથી સીધાંજ અહીં પહોચ્યા છીએ ધોળે દિવસે શું આપદા આવી છે ?

કર્નલે કહ્યું "હું શું ફરિયાદ કરું ? કોની સામે કહ્યું ? મને કંઇ જ સમજ નથી પડતી પછી સખારામે વાતનો દોર હાથમાં લીધો અને કહ્યું કે.... અને અત્યારે સુધી બનેલી બધી વાત ઇન્સપેક્ટર સિધ્ધાર્થને કરી. થોડીવાર ગંભીરતાથી સાંભળ્યા પછી ઇન્સપેક્ટર સિધ્ધાર્થે હસતાં હસતાં કહ્યું શું બોલો છો તમે ? અતૃપ્ત પ્રેતાત્મા આવીને તમને હેરાન કરે છે ? બળાત્કાર કરે છે ? કઇ સદીમાં જીવો છો ? કોને સમજાવો છો ? કર્નલ સર તમે હાજર છો તમારી હાજરીમાં આ માણસ મને શું કહે સમજાવે છે ?

કર્નલે કહ્યું "ભાઇ સિધ્ધાર્થ સોરી પણ એમની વાત સાચી છે હું પણ નહોતો માનતો પણ હું આવ્યો છું ત્યારથી આ અગમ્ય ઘટનાઓ મારી આંખ સામે બની છે એનો હું સાક્ષી છું હું પણ આ લોકોને ધમકાવતો હતો મારી દિકરી અને જમાઇ ખૂબ હેરાન થાય છે એમનાંથી જ બધુ બને છે હું કોની સામે શું ફરિયાદ કરું ?

સિધ્ધાર્થ પણ વિચારમાં પડી ગયો. આવું તો કંઇ મેં પણ નથી સાંભળ્યું હાં આવી થ્રીલર હોરર વાર્તાઓ વાંચી છે પણ આવું ખરેખર બને છે પહેલીવાર સાંભળ્યું . સાંભળ્યા પછી સિદ્ધાર્થે ઘરમાં બધી બાજું ઝીણવટ પૂર્વક નિરીક્ષણ કર્યું. બધુ જ નોર્મલ લાગતું હતું મનીષાબ્હેન ખૂબ હજી રડી રહેલાં. તેઓ ખૂબ ડરેલાં હતા. પી.એસ.આઇ. સિધ્ધાર્થે પૂછ્યું તમારી દીકરી અને જમાઇ ક્યાં છે ? મારે એમને મળવું છે. તમે ફરિયાદ કરી છે તો હું એ લોકોને પણ મળી લઊં અને કર્નલ ખબર છે તમને કાયદાકીય કાર્યવાહી માં મારે એ લોકો જોવા પડશે પૂછપચ્છ કરીને ખાત્રી કરવી પડશે કર્નલ કંઇ કહેવાં જાય એ પહેલાં જ સખારામે કહ્યું "સર જી એવું શક્ય નથી અને તમને પણ.. અને સિધ્ધાર્થે એની વાત કાપતાં સત્તાવાહક અવાજે કહ્યું "ભાઇ તમે ચૂપ રહો મારે શું કરવું ના કરવું મને ખબર છે તમે મારી વચ્ચે ના આવો અને કર્નલને પૂછ્યું ક્યાં છે તમારી દિકરી અને જમાઇ ?

કર્નલે હાથનાં ઇશારાથી રૂમ તરફ આંગળી સીધી અને સિધ્ધાર્થે એ તરફ પ્રમાણ કર્યું અને રૂમ પાસે જઇને રૂમનાં દરવાજો જોરતી ધક્કો માર્યો. રૂમનો દરવાજો જાણે ખૂલ્લો જ હતો અને એ આંચકા સાથે ખૂલી ગયો. સિધ્ધાર્થની પાછળ પાછળ કર્નલ લક્ષ્મણ અને સખારામ આવી ગયાં.

સિધ્ધાર્થે જોયું તો રૂમમાં સોંપો પડેલો હતો એકદમ શાંતિ હતી. વસ્તુઓ બેડ-ઓશીકા ચાદર બ્લેન્કેટ બધુ સુવ્યવસ્થિત હતું કોઇ ચીજ અસ્તવ્યસ્ત નહોતી અને સાવ નોર્મલ વાતાવરણ હતું. સિધ્ધાર્થ વધુ અંદર ગયો રૂમમાં કોઇ હતું નહીં અને બાલ્કનીનો દરવાજો ખોલીને જોયું તો ત્યાં પણ કોઇ નહોતું એણે આશ્ચર્ય સાથે કર્નલ અને સખારામ સામે જોયું બધાંજ ખૂબ નવાઇ પામી ગયાં. બધાને શું આ બંન્ને જણાં ગયાં ક્યાં અને રૂમ આટલો સાફ સૂધરો અને એકદમ વ્યવસ્થિત ગોઠવાયેલો કેવી રીતે હોઇ શકે ? હજી હમણાંતો .....

પ્રકરણ -22 સમાપ્ત.

ઇન્સપેક્ટર સિધ્ધાર્થે સંશયભરી નજરે કર્નલ સામે જોયું. કર્નલે વાત સમજીને કહ્યું આ શું અચરજ છે ?

વાંચો પ્રકરણ આગળનું રહસ્યમય.

પ્રેમવાસના..... અનોખો બદલો અધૂરી તૃપ્તિનો....

રેટ કરો અને રિવ્યુ આપો

Gordhan Ghoniya

Gordhan Ghoniya 2 વર્ષ પહેલા

DEEP CHAUDHARI

DEEP CHAUDHARI 3 વર્ષ પહેલા

BHABHOR JAY

BHABHOR JAY 3 વર્ષ પહેલા

Hardik Sutariya

Hardik Sutariya 3 વર્ષ પહેલા

Gargi Monpara

Gargi Monpara 4 વર્ષ પહેલા