પ્રેમ વાસના - પ્રકરણ - 23 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ વાસના - પ્રકરણ - 23

સિધ્ધાર્થે રૂમનાં દરવાજાને ઘક્કો માર્યો અને આસાનીથી ખૂલી ગયો અંદર રૂમમાં જઇને જોતાં કોઇ જ હતું નહીં. એની પાછળ પાછળ કર્નલ-લક્ષ્મણ અને સખારામ આવ્યાં. અને પછી રૂમમાં આવીને જોયું તો આખો રૂમ-બેડ-બધું જ સુવ્યવસ્થિત હતું કયાંય એવાં ચિન્હ નહોતાં કે અહીં થોડો સમય પ્હેલાં કોઇ ઘટના બની હોય. સિધ્ધાર્થે બાલ્કનીનો દરવાજો ખોલી જોયું ત્યાંય કોઇ નહોતું ત્યાં બહાર ટેબલ ઉપર કર્નલની ચીરુટનું પેકેટ અને લાઇટર હતાં બાકી કંઇ નહોતું ત્યાં પણ બધું બરાબર હતું.

સિધ્ધાર્થે કહ્યું "કર્નલ સર આ શું છે અહીં તો કોઇ નથી. અને અહીં રૂમ અને બધુ જોતાં બધુ જ બરાબર અને નોર્મલ છે અહીં એટલું સુવ્યવસ્થિત છે કે તમે આ રૂમમાં હતાં જ નહીં આટલું સ્વચ્છ ? બેડની ચાદર પર એક સળ નથી. સિધ્ધાર્થે વિસ્મયભરી રીતે કર્નલ સામે જોયું કર્નલે જવાબમાં કહ્યું આ શું અચરજ છે ?

કર્નલ લક્ષ્મણ અને સખારામની સામે જોયું અને બોલ્યાં. લક્ષ્મણ આટલુ સુવ્યવસ્થિત કામ તો તું અને સવિતા પણ નથી કરતાં. સિધ્ધાર્થ કર્નલને ઇશારામાં ચૂપ રહેવાં કર્યું અને બોલ્યો શાંત રહો. સિધ્ધાર્થે ને પણ હવે પાકો વહેમ પડી ગયો. એને કંઇક અવાજ આવ્યો તો એણે રૂમની અંદરનાં ભાગમાં કંઇક ગણગણાટ સાંભળ્યો અને એ બાલ્કનીનાં દરવાજાની બાજૂમાં બાથરૂમનાં દરવાજા તરફ ગયો. એણે બાથરૂમનાં દરવાજાં ઉપર એનાં કાન ધર્યા તો બે વ્યક્તિઓનો ગણગણળવાનો અવાજ સાંભળ્યો.

એવો વધુ આતુરતાથી કામ સરવા કર્યાં તો વૈભવ અને વૈભવી પાણીમાં મસ્તી કરીને આનંદ લઇ રહ્યાં. હોય એવો અવાજ સાંભળ્યો. એણે ઇશારાથી કર્નલને બોલાવ્યાં અને કાન બારણે ધરવાં કર્યું.

કર્નલે સાવચેતીપૂર્વક બારણા નજીક આવ્યાં. અને એમણે કાન ધર્યાં તો અંદર વૈભવ વૈભવી બાથ લઇ રહેલાં અને મસ્તીનાં અવાજ સાંભળ્યાં એમને નવાઇ લાગી એમણે દરવાજો નોક કરી બોલવાની ચેષ્ટા કરી અને સિધ્ધાર્થ ઇશારાથી ના પાડી અને તેઓ પાછાં રૂમમાં દરવાજા પાસે આવી ગયાં. સખારામે ધીમાં અવાજે કર્યું સર આ બધું પેલાં પિશાચી પ્રેતાત્માનું જ કારસ્તાન છે તેઓ અત્યારે પણ બંન્ને છોકરાઓનાં શરીર પર કબ્જો કરી બેઠાં છે તેઓ જ મજામારી રહ્યાં છે. મારાં પર વિશ્વાસ કરો આનો ઉકેલ પોલીસ સાહેબ પાસે નથી આ કંઇક અગમ્ય ગણિત અને વિજ્ઞાન છે આ એવી દુનિયા છે કે જેનાં પગલાં પકડાતાં નથી અને પાછળ નિશાન છોડતાં નથી છતાંય એનું અસ્તિત્વ આ પૃથ્વી પર છે એલોકોનું અસ્તિત્વ સમ્રાજ્ય છે અને એનો ઉકેલ પણ છે જ બસ પાકા જાણકાર જોઇએ. આવી ઘટનાઓ દરેક સાથે ના બને અને બને એ લોકો ખૂબ હેરાન થાય છે મારુ માનો આ પિશાચી પ્રેતાત્માઓ ખૂબ ધાતકી છે સારાં જીવનથી આમાં પણ સારાં નરસાં હોય છે સંસ્કારી અને ધાતકી પીશાચી આત્માઓ હોય છે અધૂરી ઇચ્છા વાસના -હવસ ઘણાંની હોય છે પણ આવા પિશાચ પહેલીવાર જોયાં છે.

સિધ્ધાર્થે સ્પષ્ટ અને ખૂલ્લી નજરે કોઇ ગુનો કે નુકશાન નથી જોયું કોઇ ક્રાઇમ દેખાયો નહીં બધુ અસ્પષ્ટ છે અને કોઇ પુરાવો નથી કે કોઇ અઘટીત ઘટના બની છે અને બાથરૂમાં છોકરી જમાઇનાં અવાજ છે એટલે એટલે બહાર આવીને કર્નલને કહ્યું "સર આઇ એમ સોરી પણ હું આપની કોઇ મદદ કરી શકું એમ નથી છતાં હું માની રહ્યો છું કે આવું થતું હોય છે એનો ઇલાજ આ ભાઇ કે કોઇ જાણકાર હોય કરાવી લો હાં અને કંઇ નજરે દેખાતું કંઇ હોય હેરાનગતિ હોય તો મને ફરી કોલ કરજો હું તરત જ હાજર થઇ જઇશ.

કર્નલ સાંભળી રહ્યાં. એ પણ વિવશ હતાં. એમને સિધ્ધાર્થની મદદની જરૂર હતી રોકવા માંગતાં હતાં પણ નજરે કોઇ ગુનેગાર નહોતો કોઇ ક્રાઇમ નહોતો શું કરે એમણે ના છૂટકે કહ્યું "કંઇ નહીં જરૂર પડે ફોન કરીશ પણ મને સાચે જ મદદની જરૂર છે અને હું આનાં પારંગત માણસોની મદદ લઇને આનો ઉકલે લાવીશ પણ... મારી પાસે નથી પુરાવા નથી ગુનેગાર... હું પરવશ છું.

સિધ્ધાર્થે વાત સમજતાં કહ્યું "કંઇ નહીં સર હુંતો જઊં છું અને મારી મદદની જરૂર પડે ફોન કરજો તુરંત જ હાજર થઇ જઇશ છતાં સાવચેતીનાં પગલાં રૂપે હું મારાં બંન્ને કોન્સેટેબલને અહીં ઘર બહાર ડ્યુટી પર મૂકીને જઊ છું. તમારી કોઇપણ તકલીફમાં તેઓ મદદરૂપ થઇ રહેશે. મનીષાબહેને કહ્યું "ભાઈ બોલાવે તરત આવી જજો મેં તો ભોગવું છે અને જોયું છે પણ કોની સામે ફરિયાદ કરું ? સિધ્ધાર્થે એમને સાંભળ્યાં પછી કર્નલની રજા લઇને ઘરની બહાર નીકળી ગયો.

ઇન્સ્પેક્ટરનાં ગયાં પછી કોન્ટેબલ બંન્ને સૂચના પ્રમાણે બહાર ખુરશી પર બંદોબસ્તમાં બેસી ગયાં. અને સખારામે કર્નલ સામે જોયું આ જોયું તે તમે કેવી પરિસ્થિતિ હતી અને આપણે આપણી સગી આંખે બધું જોયું છે અને ઇન્સપેક્ટરની સામે જાણે કશું થયું જ નથી આ પિશાચો હાજર જ છે એની સાબિતી છે. તમારી કહ્યું છું અને મને લાગે છે લક્ષ્મણે તું અહીં કર્નલ સર સાથે હાજર રહે અને હજી કોઇ બીજાને બોલાવી શકાતાં હોય બોલાવી લો. હું એકલો જ જઇને આવું છું લક્ષ્મણે કહ્યું "સારું કીધું હું જ કહેવાનો હતો તમે એકલા જઇ આવો મારી અહીંજ જરૂર છે. તમે જઇને તરતજ આવો કર્નલે કહ્યું. "એક મીનીટ એમ કહીને ફોન કરીને ડ્રાઇવરને કહ્યું ગાડીમાં સખારામભાઇને લઇ જા અને જેમને લઇને આવાનાં છે એમને માનપૂર્વક આપણાં ઘરે લઇ આવ. સત્તાવાહક અવાજમાં કીધેલે વાત ડ્રાઇવર સમજી ગયો.

કર્નલે ખીસામાંથી પાંચસોની થોડી નોટો કાઢીને સખારામને આપીને કહ્યું સાથે રાખો કામ લાગશે અને જે કંઇ જરૂરી હોય એ બધું જ કરજો અને તમારા ગુરુને તમે તાત્કાલીક લઇ આવો એવી મારી વિનંતી છે.

સખારામે બે હાથ જોડીને કહ્યું "મારી ફરજ છે અને આ જોયાં પછી હું આ કામ અધુરુ છોડી શકું એમ નથી જ પૈસા અત્યારે લઊં છું.... ગુરુજી કંઇ લાવવાનું કહે તો હું લઇ લઇશ અને તમે નિશ્ચિંત રહેજો હું એમને મનાવીને લઇને જ આવીશ. અને તમે સાવચેત રહેજો આ બેબે પ્રેતાત્મા છે કંઇ પણ કરી શકે એમ છે અને બંન્ને ખૂબ બળીયા છે મેં લક્ષ્મણને મંત્રોનું પાણી આપેલું જ છે અને મહારાજશ્રીની ભસ્મ છે એને હાથવગી રાખજો સંભાળજો જય મહાકાલ એમ બોલીને સાખારામ ઝડપથી નીકળી ગયો.

સખારામ ગયો એની સાથે બધાને નોંધારા થવાથી લાગણી થઇ આવી. કર્નલે મીલટ્રીમાં હોવાં છતાં જાણએ પગ પાણી પાણી થઇ ગયાં. આતો સામે દુશ્મન છે જ નહીં. પોતાનાં છોકરાં છે અને એ પણ નથી એમનામાં ભરાયેલાં પિશાચો છે કોની સામે શું કરવું કંઇ સમજાતું નહોતું.

કર્નલે સદગુણાબ્હેને કહ્યું "બંન્ને છોકરાઓ અંદર છે વૈભવ સવારે આવ્યો મને મળ્યો પણ એ પછી અંદર ગયો તે ગયો પછી બધું એવુ થયા કર્યું કે શું કરવું સમજાતું નથી મારી કોઇ કુનેહ કે બુધ્ધિ કામ કરતી નથી મને મનીષાએ કહેલું બધું જ કે તમારી સાથે શું શું થયેલું મંદિર જતાં આવતાં અને મહારાજશ્રીનો સંપર્ક કરી જુઓનો પાછો ક્યાંકથી કંઇ કામ થતું હોય તો આ છોકરાઓનો છૂટકારો થાય. કર્નલ અત્યારે છોકરીની ચિંતામાં વધારે આશાનું કિરણ શોધી રહેલાં.

સદગુણાબ્હેને કહ્યું સવારે અહીં આવતાં મેં પ્રયત્ન કરેલાં પણ સ્વીચ ઓફ જ આવતો હતો . અત્યારં વાત કરી જોઉ. અને એમણે ફરીથી મહારાજશ્રીને ફોન કરી જોયો તો રીંગ વાગી એમનાં ચહેરાં પર આનંદ છવાયો. એમણે ફોન ઉંચકવાની રાહ જોઇ પણ આખી રીંગ પૂરી થઇ ગઇ પણ ફોનનાં ઊંચકાયો તેઓ પાછા નિરાશ થઇ ગયાં.

એમણે ફરીથી કોલ જોડ્યો. અને ફોન તુરંતજ ઉચક્યો મહારાજશ્રીનાં કોઇ ચેલાએ ઉપાડ્યો. એમણે કર્યું મહારાજશ્રી ધ્યાનમાં થી હમણાં જ ઉઠ્યાં છે તમે કોણ બોલો છો ? અને શું કામ છે ? સદગુણાબ્હેન કહ્યું "હું સદગુણા બોલુ છું મારે મહારાજશ્રીનું તાત્કાલીક કામ છે અને મારુ કામ એમને ખબર છે. ચેલાએ કહ્યું મહારાજશ્રી અત્યારે ટ્રેઇનમાં સફર કરી રહ્યાં છે અને મંદિર આશ્રમ આવી રહ્યાં છે એકમીનીટ ચાલુ રાખો લો વાત કરો. સદગુણાબ્હેનનાં ચહેરાં પર આનંદ ફરીથી છવાયો એમણે કહયું મહારાજશ્રી સામેથી મહારજશ્રીએ કહ્યું હું બધું જ જાણું છું અને એટલે જ થોડો વ્હેલો પાછો આવી રહ્યો છું મને બધીજ ખબર છે ખૂબ સાવચેત રહેજો કોઇ અધટીત બનાવ ના બને એનું ધ્યાન રાખજો આવતા 4 થી 6 કલાક ખૂબ ગંભીર છે. હું આવું છું આવીને ફોન કરું છું કહી ફોન મૂકી દીધો.

પ્રકરણ - 23 સમાપ્ત.

વાંચો રહસ્યમયચી નવલકથા પ્રેમવાસનાં અનોખો બદલો અધૂરી તૃપ્તિનો