Prem vasna - 7 books and stories free download online pdf in Gujarati

પ્રેમ વાસના - પ્રકરણ - 7

પ્રેમવાસના

પ્રકરણ-7

વૈભવ-વૈભવી રૂમમાંથી સામાન લઇને બહાર આવ્યાં અને મંદિર પાસે આવ્યાં. મંદિરમાં આરતી હમણાંજ પુરી થઇ હતી. થોડાં માણસોનો સમૂહ દર્શન કરી રહેલો આરતી અને પ્રસાદ લેવાની રાહમાં ઉભાં હતાં. મદને આરતી કર્યા પછી પ્રથમ અગ્નિભૂષણ મહારાજ પાસે આવ્યો અને પ્રથમ એમને આપી. મહારાજે આરતી લીધી આંખ મીચીને કોઇ શ્લોક ગણગણ્યા અને પછી બીજા સેવકે થાળીમાંથી પ્રસાદ મહારાજને આપ્યો મહારાજે મીંચેલી આંખેજ પ્રસાદ લીધો અને પછી પ્રસાદ ખાઇને આંખો ખોલી સામે વૈભવ ઉભો હતો. વૈભવે અને વૈભવીએ પણ આરતી અને પ્રસાદ લીધો. મદન અને બીજો સેવક આરતી અને પ્રસાદની થાળી લોકોનાં સમૂહ માટે મંદિર તરફ લઇ ગયાં. અને મંદિરની બહારનાં કઠેડા સાથે લાગેલાં ટેબલ પર મૂકી દીધાં.

અગ્નિભૂષણ મહારાજે વૈભવની સામે જોઇને કહ્યું "તમે લોકો પાછા જવાનાં છો કે રોકાવાનાં છો ? વૈભવે થેલા સામે જોઇ કહ્યું મહારાજ અમે તો પાછા જવા માટેજ નીકળ્યા છીએ અને આજનો દિવસ મંદિરમાં દર્શન કરવા આવાનાં જ હતાં પરંતુ અમારી સાથે જે અઘટીત ઘટના બની ગઇ એટલે ખૂબ ગભરાઇ ગયાં હતાં. એથી અહીંજ રોકાવા માટે આપને પ્રાર્થના કરી હતી.

મહારાજે વૈભવી સામે જોયાં વિનાં જ કહ્યું કંઇ નહીં તારાં કુટુંબ સાથે વરસોનો સંબંધ છે અને તારાં પિતા હતાં ત્યારે નિયમિત એમની સાથે સત્સંગ થતો હતો પરંતુ એમનાં અચાનક અકસ્માતમાં મૃત્યું થયા પછી હવે ઘરે પણ નથી અવાતું પરંતુ તારી માતા ખૂબ સંસ્કારી છે એનું પિતાનું કુટુંબ ખૂબ સંસ્કારી અને મારાં સંપર્કમાં હતું તારાં પિતા સાથે તારી માતાનું લગ્ન પણ મેં કરાવી આપેલું એટલે તું મારા માટે અંગત છોકરો છે હવે તું કોઇ ચિંતા વિના આ દીકરીને લઇને ઘરે જા પહેલાં હું તારાં ઘરે જઇ તારી માંના આશીર્વાદ લઇને પછી એનાં ઘરે મૂકવા જજે આ મારો સમજીને કરેલો આદેશ છે. હવેથી કંઇપણ મુશ્કેલી પડે નિસંકોચ મારી પાસે આવજે અને હા ખાસ વાત કે આ જો બે પોટલી ભસ્મની બનાવી રાખી છે તારાં માટે એક તારી પાસે રાખજે એક આ દીકરીને આપજે અને રોજ ઘરની બહાર નીકળતાં પ્હેલાં એનો ચાંલ્લો કરીને જ નીકળજે. તમારી રક્ષા થશે. અને તમારું ખૂબ ધામધૂમથી લગ્ન કરાવીશું. ખૂબ સુખી થશો. વૈભવી આ સાંભળી ખૂબ ખુશ થઇ અને મહારાજનાં ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધાં. મહારાજે કહ્યું તમે લોકો જાવ હજુ બંન્ને ઘર જવાનું છે. વૈભવે પણ નમસ્કાર કરી આશીર્વાદ લીધા અને બંન્ને જવા માટે નીકળ્યાં બાઇક તરફ પ્રયણ કર્યું.

મહારાજે થોડે આગળ ગયાં પછી વૈભવને બૂમ પાડી બોલાવ્યો કહ્યું "દીકરા કોઇ રીતે ગભરાતો નહીં પણ તારાં કપાળની રેખા કહે છે કે હજી તારે આવા તોફાનોમાંથી પસાર થવાનું છે આ છોકરીનું રક્ષણ કર જે પણ એ ચોક્કસ છે કે કોઇ પણ શક્તિ એને વશ નહીં કરી શકે. તારાં સિવાય કોઇ એને પતિની જેમ ભોગવી નહીં શકે ફક્ત તું જ છે જે એનાં નસીબમાં લખાયો છે અને તું ભસ્મ ખાસ લગાવજે. મારાં માટે એક આશ્ચર્ય છે કે એ છોકરીમાં હું કશું વાંચી નથી શકતો અને તારી રેખાઓ મને સ્પષ્ટ એંદેશા આપે છે ઠીક છે હું પણ માં ને પ્રાર્થના કરીશ કે તમારી રક્ષા કરે અને હાં એકવાત બીજી આવતી અમાસે અહીં હવન થવાનો છે તમે બંન્ને જણાં આવજો તારી માતાં પણ આવશે દર્શન કરશે વાંધો નથી પ્રસાદ અને ભસ્મ લઇ જજો. વૈભવે વિનમ્રતાથી પણ ધ્યાનથી સાંભળ્યું પછી કહ્યું ભલે મહારાજ હું જઊં જય માતાજી.

************

વૈભવ અને વૈભવી પહેલાં વૈભવનાં ઘરે પહોંચ્યા ત્યાં વૈભવની માતા સદગુણાબ્હેન જાણે રાહ જ જોઇ રહેલાં અને વૈભવની બાઇક આવતી જોઇને ખુશ થઇ ગયાં એમણે ફલેટની બારીમાંથી વૈભવની બાઇક પાર્કીંગમાં આવતી જોઇને એ મુખ્ય દરવાજો ખોલવા અધીરીયા થઇ ગયાં. એમણે દરવાજો ખોલ્યો અને વૈભવ અ વૈભવીને જોઇને રુસણાં લીધાં નજર ઉતારી ઘરમાં અંદર લીધાં આવતાં વેત પૂછ્યું દર્શન સરસ થયાંને ? મહારાજનાં આશીર્વાદ લીધાં છે ને ? તારાં નાનાં ના વખતથી આપણે ઓળખીએ છીએ અમારાં લગ્ન પણ એમણે કરાવેલાં.

વૈભવ તારા પિતાને ગૂજરી ગયે હજી માત્ર ત્રણ માસ જ થયાં છે બાકી હમણાં તમારાં વિવાહ કરીને લગ્ન લઇ લઊં મને પણ એમનાં ગયાં પછી ખૂબ એકલું લાગે છે વૈભવી મારી સાથે રહે તો મને પણ સારું લાગે ઘર ભરેલું લાગે.

વૈભવી માંને પગે લાગીને બરાબર બાજુમાં બેસી ગઇ અને માં ને વ્હાલ કરતાં કહ્યું "માં હું તમારી પાસે જ હોઉ છું એટલે જ વારે વારે કહું છું કે હું અહીંયા જલ્દી આવી જઊં. એમ કહી વૈભવ સામે જોઇ હસી પડી પછી કહ્યું મારી મોમ પણ સામેથી કહે છે કે તારી મંમી હવે એ છે એમનું ધ્યાન રાખજે આમેય તારાં પપ્પા થોડાં વર્ષમાં રીટાર્યડ થઇને આવી જશે અને એ વારે વારે આવ્યાં જ કરે છે ક્યાં મને બોલાવી લે છે એ સમયે આમ પણ હું ત્યાં રહેવા જાય છે અમને વૈભવ અને એની મંમી પર ખૂબ વિશ્વાસ છે.

સદગુણા બ્હેન કહે અમારાં ઉપર ઇશ્વરની કૃપા છે અમારે વૈભવ એકનો એક છે અને તું ત્યાં એકની એક છે છતાં બે કુટુંબ એક કુટુંબ જેવું સગપણ છે બસ પ્રભુ તમને લોકોને સુખી કરે એનાં પાપાનાં 6 મહિના થઇ જાય પછી આપણે વિવાહ કરી તુરંત લગ્ન લઇ લઇશું નહીં મોટું કરીએ. એનાં પતા જીવતાં હતાં ત્યારે જ કહેતાં હવે આ દીકરીને આપણાં ઘરે લઇ આવીએ. વૈભવ પણ ભણીને નોકરીમાં ઠરીઠામ થઇ ગયો છે એ... ના ગયાં હોત તો તમારાં લગ્ન થઇ ગયાં હોત. આતો સમાજનાં મોઢે હું છ મહિના કહું છું નહીંતર એમની તો ઇચ્છા જ હતી 16 દિવસમાં વરસી વળાવી કપડાં બદલાવીને તને ધામધૂમથી પરણાવી ઘરે લઇ આવત. સમાજનાં મોઢે કોઇ ગરણુ કોણ બાંધે ?

વૈભવે કહ્યું "માં કંઇ નહીં. 3 માસ નીકળી ગયાં બીજા ત્રણ માસ આમ નીકળી જશે અને વૈભવી તો આવતી જતી રહે છે પછી, શું ચિંતા માં ચલો તમારાં હાથની મસ્ત ચા પીવરાવો સદગુણાબ્હેન કહે તમે લોકો ફ્રેશ થાવ ત્યાં સુધીમાં હું ચા મૂકી દઊં છું અને વૈભવી તું પાછળને પાછળ રસોડામાં દોડી ના આવીશ મારે કંઇ કામ નથી. ફ્રેશ થઇને વૈભવ સાથે બેસ.

હાં મંમી, હું મારી મંમીને ફોન કરી દઊં કે હું અહીં ઘરે આવી ગઇ છું. એટલે એ ચિંતા ના કરે હાં કરી દે બેટાં પહેલાં ફોન એમ કહીને સદગુણાબ્હેન કીચનમાં ગયાં.

વૈભવ બાથરૂમમાં ઘૂસ્યો અને વૈભવીએ એની મંમીને ફોન કર્યો "હાં માં હું રહી. ઘરે આવી ગઇ છું બસ આવીને થોડીવારમાં ઘરે જ આવું છું. માનસી બ્હેન વૈભવીની મંમીએ કહ્યું તું આવ પણ વૈભવને કહે જે અહીં જ જમે અને આજનો દિવસ અહીં રોકાઇ જાય જો સદગુણાબ્હેનને વાંધો ના હોય તો હા વાત આજની દિવસ એમને પણ અહીં આવવા કહે કાલે સવારે સાથે પાછા ભલે જતા.પૂછી જોજે . અને દીકરા ચા પીને પછી તુરંત ફોન પણ કર તો હું આગળ બધી તૈયારી કરું. આમે આનંદનો દિવસ છે વેવણ વાતો કરીશું. પણ રમીશું અને આઇસ્ક્રીમ ખાઇશું. વૈભવીએ ખુશ થતાં કહ્યું "ભલે મંમી અહીં હું મંમીને પૂછી લઉં .

વૈભવી ખુશ થઇને કીચનમાં દોડી અને માંને કહ્યું માં મે મંમી સાથે વાત કરી એણે કહ્યું.... સદગુણાબ્હેને અટકાવીને કહ્યું મે બધીજ તારી વાત સાંભળી લીધી છે તમે છોકરા જાવ હું અહીં રહીશ સવારે તો વૈભવ આવીજ જશેને. વૈભવ માથું લૂછતાં લૂછતાં આવ્યો કહ્યું "માં મે પણ બધી વાત સાંભળી છે ચાલને જઇએ આપણે બંન્ને તને પણ ચેન્જ આવશે તું 3 માસથી ઘરની બીલકુલ બહાર નીકળી નથી ચાલ સાથે જ જઇશું.

દિકરા બધાં રિલેશનવાળા, સમાજ બોલશે કે હજી માંડ 3 માસ થયાં છે તારાં પ્પાને ગૂજરી ગયે અને મેં પગ ઘરની બહાર કાઢ્યો નથી. દિકરા તું જઇને આવી જા. વૈભવે કહ્યું "સમાજ સમાજ શું કરે છે ? એ લોકો આપણું ઘર ચલાવે છે ? પાપા ગૂજરી ગયાં અને બેસણું હતું પછી કોઇ પાડોશી સુધ્ધાં તારું દુઃખ જોવા આવ્યું છે? બધાને બેઠાં બેઠાં પંચાત કરવી છે. કોઇનું દુઃખ કે દર્દ ઓછું નથી કરતું. માં આપણે બંન્ને જઇશું જઇશું તો નહીંતર વૈભવીને મૂકીને હું પાછો આવું છું.

વૈભવીએ કહ્યું "ચલોને મંમી કોઇને શું ફરક પડે છે ? હું પણ નહીં જઊં તમને લીધાં વિનાં તમારે આવવુંજ પડશે. પ્લીઝ મંમી ચલોને. સદગુણાબ્હેને બંન્ને છોકરાઓનાં ચહેરાં તરફ જોયું અને પોતાનાં વિચારો કરતાં પછી છોકરાઓને સાંભળ્યા અને નક્કી કર્યું તેઓ સાથે જશે જ વૈભવ વૈભવી ખૂબ જ ખુશ થઇ ગયાં.

પ્રકરણ - 7 સમાપ્ત.

વૈભવ વૈભવીની સમજાવટ પછી સદગુણાબહેને જવાનો નિર્ણય કર્યા એ લોકો સાથે વૈભવીનાં ઘરે. એમનાં ચહેરા પર કોઇ આગવો પોતાનો નિર્ણય બધાનો સંતોષ હતો. ત્યાં જઇને આજે શું થશે ? ફરીથી કોઇ અધટીત ઘટનાં ઘટશે ? શું થશે ? ચાલો વાંચીએ પ્રકરણ - 8 પ્રેમ વાસના

એક બદલો અધૂરી તૃપ્તિનો

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED