પ્રેમ વાસના - પ્રકરણ - 26 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

પ્રેમ વાસના - પ્રકરણ - 26

પ્રકરણ - 26

પ્રેમ વાસના

ફોરેન્સીફ લેબ નો સ્ટાફ આવીને રૂમની તલસ્પર્શી તપાસ કરી અને બધાં જરૂરી પુરાવા એકઠાં કર્યો. કેમેરા બેડ પર પડેલો જોયો અને ઉત્સુતાંથી અંદર શુ રેકોર્ડડ છે એ જોવા કેમેરાં ચાલુ કર્યો તો કંઇ અજીબ જ રેકોર્ડ થયેલું જોયું. એમાં મનીષાબેન સાથે કાળો ઓળો જોવા મળેલ- વૈભવી અને વૈભવી પણ સાથે હતાં અમુક દ્રશ્યનાં વૈભવ વૈભવીને ચૂમી રહેલાં અને વૈભવીની સાથે કોઇ કાળો ઓળો દેખાતો હતો કહ્યું સ્પષ્ટ નહોતું પણ આજુબાજુનાં રોડમાં કાળા કીબાંગ દ્રશ્યમાં ગોલ્ડન યલો અને કેસરી અને લીલાં રંગના શેડ દેખાતાં હતાં જે કોઇ આકૃતિ દર્શાવતા હતાં પરંતુ કશું જ સ્પષ્ટ નહોતું.

કેમેરાનો કબ્જો સિધ્ધાર્થે લઇ લીધો પંચનામાં માં એ પ્રમાણે ઉલ્લેખ કરવા પણ કહ્યું ડૉક્ટરે આવીને મનીષાબ્હેને ટ્રીટમેન્ટ આપી હતી એમને નીચે ગેસ્ટરૂમમાં રાખ્યાં હતાં. કર્નલ અને વૈભવીનો રૂમ બંન્ને ફોરેન્સીક અને પોલીસવાળાએ બંધ કરીને સીલ કર્યો હતાં એનાં કોઇ ચીજવસ્તુને અડવું નહીં એવો પણ નિર્દેશ હતો થોડો પછીથી રૂમ જ સીલ કરી દીધો.

થોડાં સમય બાદ મનીષાબ્હેનાં શરીરમાં આછી ધુજારી થતી હોય એવું આવનાર નર્સે માર્ક કર્યું ડૉકટરે જતાં સાથે જ અહીં નર્સ મોકલી આપી હતી. એણે તરતજ ફોન કરીને ડૉકટરને જાણ કરીને અને ડૉકટરની સૂચના પ્રમાણે એણે સારવાર કરી ત્થા ગ્લુકોઝ બોટલમાં કોઇ ઇન્જેકશન એડ કરીને બાટલો ચઢાવ્યો. થોડાં સમય પછી મનીષાબહેન આંખ ખોલી અને પોતાનાં થયેલાં ડ્રેસીંગ જોઇને જોરથી ચીસ પાડી કર્નલ એમની પાસે દોડી આવ્યાં. મનીષા-મનીષા શું થાય છે ? મનીષાબ્હેન કર્નલને જોઇને એમનો હાથ પકડવા પ્રયત્ન કર્યો. કર્નલ કહયું તું રડ નહીં તારી સારવાર ચાલુ છે હાથ હલાવ નહીં મનીષા બહેને કહ્યું "મારાથી દર્દ સહેવાતું નથી મને ખૂબ વાગ્યુ છે મારી કેડ ભાંગી ગઇ છે મને નીચેનો કોઇ ભાગ અનુભવાતો નથી મને શું થયું છે ?

કર્નલે નર્સ સામે જોયું અને નર્સે કહ્યું તમે ચિંતા ના કરો તમને ઇન્જેકશન આપેલા છે બે કલાક અશર રહેશે પછી સારું થઇ જશે અત્યારે તમને જોઇને કીલર આપેલ આપી શકાય એમ નથી થોડુંક સહન કરો પ્લીઝ પણ ડોકટર હમણાં રાત્રે એકવાર વીઝીટમાં આવશે જ.

ઇન્સપેક્ટર સિધ્ધાર્થ બધુ જોઇ રહેલો કર્નલની તકલીફ સમજી રહેલો પણ કંઇ મદદ કરી શકે એમ નહોતો . એણે કર્નલને કર્યું. ફોરેન્સીકમાંથી રીપોર્ટ આવી જાય અને આ કેમેરામાંથી પણ કંઇક મળી રહેશે. એવું લાગે છે પણ અત્યારે કંઇ પણ કહેવું વહેલું ગણાશે હું અહીં કોન્સટેબલને મૂકીને જ જઊં છું તમે બેનનું ધ્યાન રાખજો હું અહીંથી જઊં છું કંઇ જરૂ પડે ફોન કરજો અને હું અહીંથી સીધો હોસ્પીટલ જઇશ અને વૈભવી અને વૈભવની સ્થિતિ જોઇશ અને એમના નિવેદન લઇશ. ટેઇક કેર એમ કહીને સિધ્ધાર્થ નીકળી ગયો.

કર્નલ અને મનીષાબહેન જ ધરમાં હતાં. વૈભવી સાથે સદગુણાબ્હેન અને વૈભવ સાથે લક્ષ્મણ ગયો હતો. સખારામ કયારનો ગયો હતો એની આવવાની રાહ જોવાતી હતી ત્યાં સુધીમાં તો અહીં શું નુ શું થઇ ગયું હતું કર્નલ ક્યારનાં ઇશ્વરને મનોમન પ્રાર્થના કરી રહ્યાં હતાં કે હવે કંઇ અજુગતુ ના થાય અને ઘરમાં શાંતિ અને સલામતિ બની રહે.

સાંજથી હવે રાત્રી થઇ ગઇ હતી. બંન્ને રૂમ સીલ કરેલાં હતાં કર્નલે અને સવિતા બધીજ લાઇટો ચાલુ રાખીને ગેસ્ટરૂમમાં મનિષાબ્હેનની પાસે બેઠાં હતાં. મનીષાબ્હેને ખૂબ દુઃકાવો હતો વારે વારે કણસતાં હતાં અને ઓહ ઓહ બોલીને દર્દ વ્યક્ત કરતાં હતાં એ જાણે અર્ધજાગ્રત અવસ્થામાં હતાં. એમણે કર્નલની સામે જોયું અને કહ્યું "કર્નલ વૈભવી અને વૈભવ કેમ છે ? ક્યાં છે ? તેઓ શું કરે છે ? મારી સાથે થયું છે એવું કોઇની સાથે ક્યારેય ના થાય ? એ વિચારી વિચારીને ભયભીત થઇ જતી હતી એની આંખ સામે હજી પિશાસ હતો એ ખૂબ ડરી રહેલાં.

સવિતા પાછી ઉભી થઇ અને સખારામે આપેલું મંત્રેલું જળ ગેસ્ટરૂમમાં બધે જ ફરી છાંટી દીધું. અને ભસ્મ લઇને એમનાં કપાળે લગાવી દીધી અને પાછી એમનાં પગ પાસે આવીને બેસી ગઇ. રાત્રી જઇ રહી હતી બધું શાંત હતું. અને કર્નલનાં ફોન રણક્યો. કર્નલે ઉપાડીને કહ્યું "હાં બોલો સિધ્ધાર્થ કેવું છે વૈભવી અને વૈભવને ? સિધ્ધાર્થે કહ્યું "વૈભવ હવે ઓકે છે ભાનમાં છે પણ ખૂબજ ડરેલો છે એ વૈભવી વિશે પૂછ્યાં કરે છે મેં અહીં સ્ટાફને વિનંતી કરી છે વૈભવીને પણ એની બાજૂમાં શીફટ કરી દે એટલે બંન્ને જણનું સાથે ધ્યાન રાખી શકાય. કર્નલે કહ્યું પણ વૈભવીને કેમ છે ? સિદ્ધાર્થ એક પળ માટે ચૂપ થઇ ગયો. કર્નલની ધીરજ ના રહી. એમણે પૂછ્યું ફરી ફરી. વૈભવી કેમ છે ? કેમ જવાબ નથી આપી રહ્યાં. સિધ્ધાર્થે કહ્યું "વૈભવીની પાસે એનાં સાસુમાં છે એ કાળજી લઇ રહ્યાં છે પણ કર્નલ હજી એને ભાન નથી આવ્યું પણ એ સબકોન્સિયશમાં કંઇક બબડી રહી છે મેં ડોકટરને પૂછ્યું તો કહે બધીજ સારવાર અપાઇ ગઇ છે થોડાં સમયમાં ભાનમાં આવી જ જશે. મેં વૈભવ પાસે શીફ્ટ કરવાં વિનંતી કરી છે અને વૈભવ થોડો સ્વસ્થ થાય એટલે એની પાસેથી બધું જાણીશ કે ખરેખર શું થયું છે ? કર્નલ કહે અમારાં વેવાણને કહો કે વૈભવીનું ધ્યાન રાખે અને ભાન આવે તરતજ મને ફોન કરે અહીં. મનીષા ભાનમાં આવી છે પણ હજી અર્ધબેભાન લાગે મને એને ખૂબજ દર્દ છે એનાંથી સહેવાતું નથી. સિધ્ધાર્થે કહ્યું હું થોડાં મોડો આવું છું.

કર્નલ પણ ખૂબ થાક્યાં હતાં તેઓ ખૂરશીમાં બેઠાં બેઠાં સૂઇ રહેલાં અને ક્યારેય ગાઢી નીંદરમાં જતાં રહ્યાં કંઇ જ ખબર ના પડી. સવિતાએ નર્સને ક્યું તમે બહેનનું ધ્યાન રાખજો હું હમણાં આવું છું નર્સે કહ્યું ભલે અને સવિતા રસોઇમાં ગઇ અને કર્નલ અને નર્સે માટે કોફી બનાવીને લઇને આવી હજી કર્નલને આપે ત્યાંજ ડોરબેલ વાગ્યો એણે કોફી બાજુમાં મૂકી અને દરવાજો ખોલવા ગઇ ત્યાં દરવાજે સખારામ ઉભો હતો અને એની જોડે ઊંચા પડછંદ કોઇ ઋષી જેવાં ઉભાં હતાં અને એમનાં લલાટે ત્રિપુંડ કરેલું હતું મોટી કાળી દાઢી મૂછ અને અંબોડી વાળેલાં મોટી મોટી આંખો વાળા અઘોરી મહાત્મા ઉભાં હતાં. સવિતાનો એમનો પગમાં જ પડી ગઇ અને આશીર્વાદ લીધાં.

મહાત્માએ કહયું સુખી રહો..... ક્યાં છે બધાં ? અને ઘરમાં પ્રવેશ કર્યો. અને સખારામે એમને સોફાપર પડેલાં ઉભાં આસન પાથરીને બેસાડ્યાં અને કહ્યું હું બોલાવું છું પ્રભુ અઘોરી મહાત્મા એ ઘરમાં ચારે બાજુ નજર ફેરવવી શરૃ કરી. સમયના કર્નલ પાસે આવ્યો અને કર્નલને ઉઠાડીને કહ્યું "સર મહાત્મા પધાર્યા છે મારાં ગુરુજી આવ્યાં છે કર્નલ તરતજ ઊંઘને ઉડાડી સ્વસ્થ થયાં ક્યાં છે ક્યાં છે બોલને રૂમમાં આવ્યાં અને અઘોરી મહાત્માનાં પગ પાસે બેસી ગયાં અને બોલ્યાં "ગુરુજી આ ઘરમાં શું થઇ ગયું છે આપ બચાવો.

અઘોરી મહાત્માએ જોયું કે મીલ્ટ્રીં કર્નલની રેંકનો ઓફીસર એનાં ચરણોમાં પડી કરગરે છે. એમણે કહ્યું "ઉભા થાઓ સ્વસ્થ થાઓ હું આવી ગયો છું. નિશ્ચિંત થઇ જાવ અને ડર દૂર કરો. અહીં પ્રવેશતાં જ મને ખબર પડી ગઇ કે કે અહીં અધૂરી વાસનાવાળો જીવ ભટકે છે અને એક નહીં એકથી વધુ અતૃપ્ત મૃતપ્રેતત્માનો વાસ છે અમે એ હમણાં સક્રીય નથી જણાંતા પણ હાજરી છે જ.

કર્નલે કહ્યું "ગુરુજી અત્યાર સુધી એટલાં સક્રીય હતાં કે આખુ મારુ ઘર મારી પત્ની દીકરી જમાઇ બધાને પરેશાન કર્યા છે ક્યારેય જોવાય નહીં એવા દ્રશ્યો જોયાં છે હુ તમને શું કહું મારી દીકરી જમાઇ મારી પત્નિને આ બધા સામે હું વર્ણવી નથી શકતો મારે આ બધુ જોયું એનાં કરતાં મોત વ્હાલું કર્યું હતું પણ એ ય નસીબના થયું આજે કંઇ પિશાચો છે એ ખૂબ નિંદથી દૂર બિભત્સ અને હવસખોર છે ખબર નથી ક્યાં જન્મનો બદલો વાળે છે મારી હું ભૂલ થઇ ગઇ છે.

અઘોરી મહાત્માએ સખારામને ઇશારો કર્યો. સખારામે કહ્યું કર્નલ સર આપ અહીં બેસો હું મહારાજને બધું બતાવું છું અને કર્નલે કહ્યું "ચાલો હું સાથે આવું બધું બતાવું વર્ણવવું શું શું થયું છે અમારી સાથે સખારામ તમારાં ગયાં પછી તો મનીષા ઉપર ખૂબ વીતી છે એ મૃત્યુ જ પામી હતી મને નથી ખબર મારાં સારાં નસીબે મોંતનાં મોં માથી પાછી આવી છે.

અઘોરી મહાત્માને સવિતાએ આવીને જળ આપ્યું અને મહાત્માએ કહ્યું હમણાં આ જળ મારે લાયક નથી ઢોળી દે અને હું કહું પછી જ જળ આપજે હવે હમણાં મારે કોઇ સેવા નહી જોઈએ . અઘોરી બાબા ઉઠીને બંન્ને રૂમ સામે આવ્યાં બંન્ને રૂમ સીલ હતાં છતાં ત્યાં ઉભા રહીને બાબાએ ધ્યાન કર્યું અને પછી ઊંચા અવાજે શ્લોક બોલીને બારણાં પર કુંભમાંથી જળ છાંટયું અને રૂમમાંથી કંઇક અજબ અવાજ આવવા લાગ્યાં અને અઘોરીબાબા મોટેથી હસવા લાગ્યાં. તેઓ મનીષાબહેન પાસે આવ્યાં અને એમને જોતાં જ કમંડળમાંથી ભસ્મ કાઢીને કપાળે લગાવી દીધી અને જળ છાંટી તરત પાછા ફરી ગયાં. મનીષાબ્હેને ચીસો પાડવી શરૃ કરીને અઘોરીએ રોદ્ર સ્વરૃપે હસવાનું ચાલુ કર્યું.

પ્રકરણ-26 સમાપ્ત"""""""""""""""""""""

વાંચો પ્રકરણ-27 પ્રેમ વાસના અનોખો વાસનો અધૂરી તૃપ્તિનો .....

રેટ કરો અને રિવ્યુ આપો

Neepa

Neepa 1 વર્ષ પહેલા

Honey

Honey 2 વર્ષ પહેલા

DEEP CHAUDHARI

DEEP CHAUDHARI 3 વર્ષ પહેલા

Purvi Mehul Patel

Purvi Mehul Patel 3 વર્ષ પહેલા

Anamika Sagar

Anamika Sagar 3 વર્ષ પહેલા