Hu raahi tu raah mari book and story is written by Radhika patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Hu raahi tu raah mari is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
હું રાહી તું રાહ મારી.. - નવલકથા
Radhika patel
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
હું રાહી તું રાહ મારી “હું તારી રાહ માં “ ના સારા પ્રતીભાવ પછી આજ ફરીથી હું ફરીથી આજ વાતને કઇંક નવા અંદાજથી વાંચકમિત્રો સમક્ષ રજુ કરવા જઈ રહી છું. મને આશા છે કે હું રાહી તું રાહ મારી થી ફરી એક વખત વાંચકમિત્રોને આપવા જઈ રહેલી નવી કહાની ને હું રોચક બનાવી શકું અને સમાજને કોઈ પ્રેરણાદાયક વિચાર આપી શકું. “હું તારી રાહ માં “ ના બધા વાંચકમિત્રોનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું જેમને મારી વાતને વાર્તાના સ્વરૂપમાં વાંચી અને અપનાવી. હું આશા રાખું છું કે
હું રાહી તું રાહ મારી “હું તારી રાહ માં “ ના સારા પ્રતીભાવ પછી આજ ફરીથી હું ફરીથી આજ વાતને કઇંક નવા અંદાજથી ...વધુ વાંચો સમક્ષ રજુ કરવા જઈ રહી છું. મને આશા છે કે હું રાહી તું રાહ મારી થી ફરી એક વખત વાંચકમિત્રોને આપવા જઈ રહેલી નવી કહાની ને હું રોચક બનાવી શકું અને સમાજને કોઈ પ્રેરણાદાયક વિચાર આપી શકું. “હું તારી રાહ માં “ ના બધા વાંચકમિત્રોનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું જેમને મારી વાતને વાર્તાના સ્વરૂપમાં વાંચી અને અપનાવી. હું આશા રાખું છું કે
રાહી જુહુ બીચના કિનારે શાંતીથી બેસીને ત્યાંની નીરવ શાંતીમાં પોતાના નવા મળેલા પ્રોજેકટ વિષે વિચારી રહી હતી. એટલામાં જ તેને નજીકમાંથી કોઈનો જોર જોરથી ચીસો પાડતો અવાજ કાને સંભળાયો. રાહીએ તે તરફ ખાસ ધ્યાન ન આપ્યું પણ અવાજની તીવ્રતા ...વધુ વાંચોજતાં રાહીએ અવાજની દિશામાં નજર ફેરવી. કિનારાની તે બાજુએ ખૂબ જ અંધકાર હતો જ્યાથી અવાજ આવતો હતો. આ અવાજ કોઈ છોકરાનો હોય તેવું રાહીને જણાયું. રાહી અવાજની દિશામાં ચાલવા લાગી. એક ૨૪-૨૫ વર્ષનો જણાતો કોઈ યુવાન ફોનમાં વાત કરી રહ્યો હતો. કદાચ તે કોઈ જોડે જગડો કરી રહ્યો હોય તેવું રાહીને તેની વાત
રાહી ટ્રેનમાં સફર કરી રહી હતી. તે ઊંઘવાની કોશિશ કરી રહી હતી પણ તેની સામે વારંવાર થોડીવાર પહેલા મળેલા યુવકનો ચહેરો સામે આવી રહ્યો હતો. રાહી તે યુવકની સ્થિતિ જોઈ પોતાના ભૂતકાળમાં જે બન્યું હતું તેના વિષે વિચારી રહી ...વધુ વાંચોવિચારમાં ને વિચારમાં તેને ઊંઘ ક્યારે આવી ગઈ તેની તેને પણ ખબર ન રહી. ત્યાં જ અચાનક કોઈએ તેને બોલાવતા તે સફાળી બેઠી થઈ ગઈ. રાહીએ જોયું તો ટિકિટ ચેક કરવા માટે ટિકિટ ચેકર આવ્યા હતા. “ મેડમ તમારી ટિકિટ બતાવજો .” ટિકિટ ચેકરે રાહીને નમ્રતાપૂર્વક કહ્યું. રાહીએ તેમની સામે જોયા વગર
તે રાત્રે શિવમ અને રાહી વચ્ચે ઘણી વાતો થઈ. સવાર પડતાં જ શિવમને ફરીથી નવા આવેલા પેસેંજરની ટિકિટો ચેક કરવા માટે જવાનું થયું. રાહી ફરી પોતાની સીટ પર આવીને બેસી ગઈ. વહેલી સવાર હતી આથી કોઈ મુસાફર ઉઠ્યા નહોતા. ...વધુ વાંચોરાહીએ પણ થોડીવાર સૂઈ જવા માટે સીટ પર લંબાવ્યું. કાલના દિવસનો થાક હવે જઈને રાહીને લાગી રહ્યો હતો. આથી સૂતા જ તરત રાહીને ઊંઘ આવી ગઈ. ટ્રેનની વિહસલ રાહીના કાનમાં જોરથી સંભળાઈ. તે ઉઠી અને જોયું તો રાજકોટ પહેલાનું એક સ્ટેશન આવ્યું હતું. હવે રાજકોટ આવવાને બસ થોડો જ સમય હતો. સવારના 10:00 વાગી રહ્યા હતા.
રાહી મુંબઈથી આવ્યા પછી પોતાના પ્રોજેકટ પર કામ કરી રહી હતી. ત્યાં તેના સૌથી ખાસ મિત્ર ખંજનનો ફોન આવ્યો. ખંજને રાહી સાથે થોડી કામની વાતો કરી બાદમાં રાહી તેને પોતાની મુંબઈની ટ્રિપમાં બનેલી ઘટના વિષે અને શિવમ વિષે વાત ...વધુ વાંચોછે. ત્યાં જ રાહીના મમ્મી તેને જમવા માટે બોલાવે છે. આથી રાહી ખંજન સાથે વાત પૂર્ણ કરી જમવા માટે જાય છે. રાહીના મમ્મી જમવાની તૈયારી કરતાં હોય છે ત્યાં તેના પપ્પા ઓફિસેથી આવી જાય છે. રાહીના પપ્પા જયેશભાઇ એક વકીલ હોય છે અને તેના મમ્મી વીણાબહેન એક ટીચર હોય છે.