હું રાહી તું રાહ મારી.. - 4

તે  રાત્રે  શિવમ  અને  રાહી  વચ્ચે  ઘણી  વાતો  થઈ. સવાર  પડતાં  જ  શિવમને  ફરીથી  નવા  આવેલા  પેસેંજરની  ટિકિટો  ચેક  કરવા  માટે  જવાનું  થયું. રાહી  ફરી  પોતાની  સીટ  પર  આવીને  બેસી  ગઈ. વહેલી  સવાર  હતી  આથી  કોઈ  મુસાફર  ઉઠ્યા  નહોતા. આથી  રાહીએ  પણ  થોડીવાર  સૂઈ  જવા  માટે  સીટ  પર  લંબાવ્યું. કાલના  દિવસનો  થાક  હવે  જઈને  રાહીને  લાગી  રહ્યો  હતો. આથી  સૂતા  જ  તરત  રાહીને  ઊંઘ  આવી  ગઈ. 
           ટ્રેનની  વિહસલ  રાહીના  કાનમાં  જોરથી  સંભળાઈ. તે  ઉઠી  અને  જોયું  તો  રાજકોટ  પહેલાનું  એક  સ્ટેશન  આવ્યું  હતું. હવે  રાજકોટ  આવવાને  બસ  થોડો  જ  સમય  હતો. સવારના  10:00  વાગી  રહ્યા  હતા. લગભગ  મુસાફરો  ઉઠી  ગયા  હતા. બધા  પોતપોતાના  કામમાં  હતા. કોઈ  સવારનું  દૈનિક  સમાચાર  વાંચી  રહ્યું  હતું  તો  કોઈ  ફોનમાં  સોશિયલ  મીડિયા પર  વ્યસ્ત  હતું. બાળકો  નાસ્તો  કરવામાં  વ્યસ્ત  હતા  અને  રાજકોટ  ઉતારવા  વાળા  મુસાફરો  પોતાનો  સમાન  તૈયાર  કરી  ઉતારવાની  તૈયારી  કરી  રહ્યા  હતા. રાહી  ફટાફટ  ઉઠી  બાથરૂમ  તરફ  ગઈ. ફ્રેશ  થઈ  પોતાનો  ચહેરો  ધોઈ  ફરી  પોતાની  સીટ  પર  આવીને  પોતાનો  સમાન  તૈયાર  કરવા  લાગી. 
          ટ્રેન  વિહસલ  માર્યે  જઈ  રહી  હતી. ટ્રેન  રાજકોટમાં  પ્રવેશી  ચૂકી  હતી. થોડીવારમા  જ  ટ્રેન  રાજકોટ  સ્ટેશન  પર  આવીને  ઊભી  રહી. રાજકોટ  ખૂબ  મોટું  સ્ટેશન  હતું. અહીથી  જ  ઘણા  લાંબા  અંતરની  ટ્રેનો  જતી  હતી. આથી  મુસાફરોની  ભીડ  પણ  બીજા  સ્ટેશનોની  સરખામણીમાં  ઘણી  હતી.લગભગ  ઘણા   મુસાફરો  રાજકોટ  સ્ટેશન  પર  ઉતાર્યા  હતા. રાહીએ  પણ  સ્ટેશન  પર  ઉતરી  પોતાના  પપ્પા  જયેશભાઈને   ફોન  કર્યો. 
           “ પપ્પા  તમે  આવો  છો  ને  મને  સ્ટેશન  પર  લેવા  માટે ?” રાહી.
           “ અરે  બેટા  આવું  છું  નહીં  આવી  ગયો  ૧૦  મિનિટ  પહેલા  જ.” જયેશભાઈ.
           “ શું  વાત  છે !!  આટલી  જલ્દી ?” રાહી.
          “ હા  તો  કેમ  નહીં ? મારી  દીકરી  જો  આવી  રહી  હતી.” જયેશભાઇ.
          “ અરે  વાહ  શું  વાત  છે ? તો  હું  સાસરેથી  આવીશ  ત્યારે  તો  તમે  એક  મહિના  પહેલા  જ  આવી  જશોને ?” રાહીએ  મજાક  કરતાં  કહ્યું.
        “ ના ના  હું  તો  તારા  જોડે  સાસરે  સાથે  જ  આવવાનો  છું.” જ્યેશભાઈ.
        “ તો  એક  કામ  કરોને  સાસરું  જ  રાજકોટમાં  હોય  તે  જ  છોકરો  પસંદ  કરજો  મારા  માટે.” રાહી.
        “ હા  હવે  બહુ  ડાહી  ન  થા  અને  મને  કહે  ક્યાં  છો ?” જયેશભાઈ.     
       “ અહિયાં  તમારી  બાજુમાં.” બોલતી  રાહી  તેના પપ્પાની  સામે  આવી  ઊભી  રાહી  ગઈ.
        જયેશભાઇએ  પોતાની  દીકરીને  જોતાં  જ  વ્હાલથી  માથે  હાથ  ફેરવ્યો. પછી  તે  રાહીને  છોડવા  ઘરે  ગયા. રાહીને  ઘરે  છોડી  તે  ફરીથી  પોતાની  ઓફિસે  જવા  માટે  નીકળ્યા. રાહી  ઘરે  આવી  નાસ્તો  કરવા  બેઠી  જે  તેના  મમ્મીએ  તેના  માટે  ગરમાગરમ  બનાવી  જ  રાખ્યો  હતો. 
        “ થાકી  ગઈ  હોઈશ ને ?” વીણાબહેન.
        “ હા , ખૂબ  જ .” રાહી .
       “ તો  કેવી  રહી  મિટિંગ ?” વીણાબહેન.
       “ ખૂબ  જ  સરસ. તે  લોકોને  પોતાનું  ઘર  એકદમ  આધુનિક  અને  આકર્ષક  જોઈએ  છે. પૈસાનો  કોઈ  પ્રશ્ન  નથી  પણ  હું  તેમને  મારી  કલાથી  તે  સમજાવવા  માંગુ  છું  કે  ઇન્ટિરિયર  ધનિક  માણસો  તો  કરવી  જ  શકે  છે  પણ  મધ્યમ  વર્ગના  માણસો  માટે  પણ  શક્ય  છે. ” રાહી.
       “ મતલબ ?” વીણાબહેન.
       “ મતલબ  કે  લોકો  અત્યારે  એવું  સમજે  છે  કે  ઇન્ટિરિયર  કરાવવા  જઈશું  તો  ખૂબ  જ  ખર્ચ  થઈ  જશે  અને  ખર્ચો  બજેટની  બહાર  જતો  રહેશે.” રાહીએ  ઇન્ટિરિયર  વિષે  જાણકારી  આપતા  કહ્યું.
      “ હમમ.. વાત  તો  તારી  સાચી  છે.” વીણાબહેન.
     “ અને .. હું  તો  એમ  કહું  છું  કે  દરેક  લોકોએ  પોતાના  ઘરનું  ઇન્ટિરિયર  કરાવવું  જ  જોઈએ. કારણ  કે  સમાન્ય  લોકોના  જીવનમાં  તેનું  સપનાનું  ઘર  એક  જ  વખત  બનતું  હોય  છે  અને  તે  ઘર  એકદમ  પરફેક્ટ  જ  બનવું  જોઈએ  તેવું  હું  માનું  છું.” રાહી.
     “ હા  તારી  વાત  એકદમ  સાચી  છે. તો  તારો  મુંબઇનો  પ્રોજેકટની  શરૂઆત  ક્યારથી  કરે  છે? વીણાબહેને  પૂછ્યું.  
      “ બસ  આજથી  જ ..પણ  અત્યારે  તો  મારે  પહેલા  ફ્રેશ  થવું  છે. હું  પહેલા  નાહી  લઉ  પછી  થોડું  કામ  જોઈ  લઉં. બપોરે  જમવા  સમયે  આપણે  બધી  વાતો  કરીએ. હવે  હું  મારા  રૂમમાં  જાઉં  છું  કોઈ  મદદની  જરૂર  હોય  તો  મને  બોલાવી  લેજે.” રાહી.
      “ સારું. તું  ફ્રેશ  થઈ  તારું  કામ  કર. હું  બપોરની  રસોઈની  તૈયારી  કરું.” વીણાબહેન.
     રાહી  નાસ્તો  કરી  પોતાના  રૂમમાં  જાય  છે. નાહીને  તૈયાર  થઈ  તે  પોતાના  પ્રોજેકટ  પર  ડિજાઇન  બનાવી  રહી  હોય  છે  ત્યાં જ  તેના  ફોનની  રિંગ  વાગે  છે. ફોન  તેના  ખાસ  મિત્ર  ખંજનનો  હોય  છે. ખંજનનો  ફોન  આવતા  જ  રાહી  ખુશ  થઈ  જાય  છે.ખંજન  રાહીનો  ૮  વર્ષ  જૂનો  મિત્ર  હોય  છે. તે  બંને  એટલા  ખાસ  મિત્રો  હોય  છે  કે  પોતાના  જીવનમાં  બનેલી  દરેક  ઘટના  કે  કોઈપણ  નવા  આવેલા  વ્યક્તિની  વાત  એકબીજા  જોડે  કરે  છે. ખંજન  આમ  તો  પોરબંદરના  એક  નાના  ગામડામાથી  હોય  છે. તેના  પપ્પા  એક  ખેડૂત  હોય  છે  અને  પોતાના  પૂરા  પરિવાર  સાથે  રહેતા  હોય  છે. ખંજન  ભણવામાં  નાની  ઉંમરથી  જ  હોશિયાર  હોય  છે  આથી  તેને  સારું  શિક્ષણ  મળી  રહે  તે  માટે  તેના  પપ્પાએ  તેને  રાજકોટ  પોતાના  ફઈને  ત્યાં  રહેવા  મોકલ્યો  હોય  છે. ત્યાં  જ  તે  રાહીનો  મિત્ર  બન્યો  હોય  છે. પછીથી  તે  આગળના  ભણતર  માટે  અમદાવાદ  જતો  રહે  છે. ભણીને  નોકરી  મેળવ્યા  પછી  ખંજનને  નોકરી  પરથી  મન  ઉતારવા  લાગ્યું. આખો  દિવસની  તનતોડ  મહેનત  કર્યા  પછી  પણ  પગાર  ખૂબ  જ  ઓછો  મળતો  હોવાથી  તેને  નોકરી  છોડી  પોતાનો  જ  કોઈ  નાનો  બીજનેસ  કરવાનું  વિચાર્યું.
       “ હેય, ગૂડ  મોર્નિંગ.” ખંજન.
      “ ગૂડ  મોર્નિંગ  કઈ  અત્યારે  હોય?” રાહી.
     “ હા  હવે  ઈચ્છા  પડે  ત્યારે  જ  આપણી  તો  સવાર  થાય  હો.” ખંજને  મસ્તી  કરતાં  કહ્યું.
     “ એ  ઈચ્છા  વાળા  ઘડિયાળમાં  જરાક  સમય  તો  જો.” રાહી.
    “ તું  તારું  ભાસણ  આપવાનું  બંધ  કર. મે  તને  એક  સારા  સમાચાર  આપવા  માટે  ફોન  કર્યો  છે.” ખંજન.
     “ હા  બોલ  જલ્દી  શું  વાત  છે ?” રાહી.
    “ જે  મે  પહેલા  છોકરીઑ  અને  છોકરાઓ  માટેની  હોસ્ટેલ  બનાવતો  હતો  તેનું  બાંધકામ  પૂરું  થઈ  ગયું  છે. હવે  તેનું  આગળનું  ઇન્ટિરિયરનું  કામ  તારે  કરવાનું  છે. મારે  હોસ્ટેલમાં  રહેવા  આવનારા  દરેક  લોકોને  ઘર  જેવી  સુવિધાઓ  આપવાની  છે. હવે  આગળનું  કામ  હું  તારા  પર  છોડું  છું. તું મને  જેમ  બને  તેમ  વહેલી  તકે  કામ  પૂરું  કરીને  આપ  એટલે  હું  હોસ્ટેલ  શરૂ  કરી  શકું.” ખંજન.
      “ ઓહ..તે  ખૂબ  સરસ  વાત  છે. અભિનંદન. અને  તું  મને  તારી  હોસ્ટેલનો  નક્શો  મોકલી  આપ. હું  તેના  પર  પણ  સાથે  કામ  કરવાનું  શરૂ  કરી  દઉં.” રાહી.
      “ હા , હું  તને  નક્શો  મોકલી  આપું  છું. કહે  બીજું  કેવી  રહી  તારી  બીજનેસ  મિટિંગ ?” ખંજન.
      “ સારી  રહી. જો  તેનું  જ  કામ  કરું  છું.” રાહી.
      “ બસ  માત્ર  સારી ?” ખંજન.
      “ હા  તો  બીજું  શું  હોય ?” રાહી.
      “ ફરી  કે  નહીં  મુંબઈ  કે  માત્ર  કામમાં  જ  પૂરો  દિવસ  પસાર  કર્યો ?” ખંજન.
       “ હા  ફરી  અને  એક  ઘટના  પણ  બની  મારી  સાથે ?” રાહી.
       “ અચ્છા  શું  વાત  છે ?  કોણ  છે તે ?” ખંજને  રાહીની  મસ્તી  કરતાં  કહ્યું.
      “ તને  કેમ  ખબર  પડી  કે  હું  કોઈ  માણસની  વાત  કરવા  જઇ  રહી  છું ?” રાહી.
     “ હું  તને  ઓળખું  છું  પાગલ  અને  તારા  સ્વભાવને  પણ  અને  તારો  આ  મળતાવળો  સ્વભાવ  જ  તારી  સૌથી  મોટી  ખાસિયત  છે  જેને  હું  ખૂબ  સારી  રીતે  જાણું  છું.” ખંજન.
     “ હા  સરસ  લ્યો.” રાહીએ  હસતાં  કહ્યું.
     “ અચ્છા  હવે  કહે  તો  ખરા  શું  નામ  છે  તેનું ?” ખંજન.
      “ શિવમ”. રાહી.
      “ નામ  સારું  છે. અચ્છા  છોકરો  કેવો  છે ?” ખંજન.”
      “ મને  તો  ગમ્યો, .” રાહી.
      “ ઓહહ... તો  વાત  આગળ  ચલાવીએ?” ખ્ંજને  ફરી  મજાક  કરતાં  કહ્યું.
      “ શું  વાત  ચલાવવી  છે  તારે  હમમ…?” રાહી.
      “ મતલબ  કઈ  કોંટેક્ટ  નંબર  કે  કઈ  લીધું  કે  ખાલી  હવામાં  ગોળીબાર  કર્યો?”  ખંજન.
      “ ઓહહ ...સાવ  ભૂલી  જ  ગઈ  હું  તો ?” રાહી.
      “ શું ?” ખંજન.
     “  અરે  તેણે  મને  તેના  ફોન  નંબર  આપ્યા  હતા  અને  ફોન  કરવાનું  કીધું  હતું  પણ  હું  સાવ  ભૂલી  જ  ગઈ.” રાહી.
      “ વાહ  તે  તારી  યાદમાં  દેવદાસ  બનેલો  બેઠો  હશે  ને  તું ? તું  તેને  ભૂલી  પણ  ગઈ ...લૂચ્ચી..” ખંજને  મસ્તી  કરતાં  કહ્યું.
      “ અરે  તેવું  કઈ  નથી.” રાહી.
      “ તો  કેવું  છે ?” ખંજન. 
     “ અરે  અમારી  મુલાકાત  કઈંક  અલગ  જ  રીતે  થઈ  હતી.” રાહી.
     “ તો  મને  પણ  કહે  જલ્દી.” ખંજન.  
     રાહી  ખંજનને  તે  અને  શિવમ  કઈ  રીતે  મળ્યા  તે  આખી  વાત  કરે  છે. 
     “ ઓહહ .. તો  આમ  વાત  છે ?” ખંજન.
     “  હા  અને  હું  રાજકોટ  આવી  ગઈ  અને  મને  તો ખબર  પણ  નથી  કે  તે  અત્યારે  ક્યાં  હશે ? મને  તેની  ચિંતા  એટલા  માટે  થાય  છે  કે  કાલ  તે  ખૂબ  પરેશાન  હતો.” રાહી. 
      “ તો  તારે  તેને  એક  વખત  ફોન  કરી  લેવો  જોઈએ ?” ખંજન.
     “ હા  મને  પણ  તેમ  લાગે  છે.” રાહી.
      ત્યાં  રાહીના  મમ્મી  તેને  જમવા  માટે  બોલાવે  છે  આથી  તે  ખંજનને  પછી  વાત  કરવાનું  કહી  જમવા  માટે  જાય  છે.    
         શિવમ  ક્યાં  હશે  અત્યારે ? રાહી  શિવમને  ફોન  કરશે  ત્યારે  રાહીને  શું  નવું  જાણવા  મળશે  શિવમ  વિષે? જોઈએ  આગળના  ક્રમમા.. 

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Bharatsinh K. Sindhav 4 અઠવાડિયા પહેલા

Verified icon

Daksha 4 અઠવાડિયા પહેલા

Verified icon

Rutvi Chaudhari 2 માસ પહેલા

Verified icon

name 2 માસ પહેલા

Verified icon

Rajdeepsinh Chudasama 2 માસ પહેલા