“મને નથી ખબર કે અત્યારે શું કહેવું કે કઈ રીતે વાત કરવી.આ પહેલા પણ મે પ્રેમ કરેલો પણ ત્યારે પ્રેમનો મે એકરાર નહીં કરેલો.પણ અત્યારે થોડો ‘ડર’ લાગે છે કે તારો જવાબ શું હશે?”શિવમ.
“શિવમ તું મારી સાથે મજાક કરે છે?”રાહી.
શિવમે પોતાના પેન્ટના પોકેટમથી એક નાનું બોક્સ કાઢી ખોલ્યું.તેમાં તે હીરાની અંગૂઠી હતી જે તે રાહી માટે લાવ્યો હતો.શિવમે પોતાના ગોઠણભર બેસી રાહી આગળ અંગૂઠી મુક્તા પૂછ્યું , “શું હજુ પણ તને મજાક લાગે છે?”
“પણ તું તો કોઈ બીજી છોકરીની વાત કરતો હતો!”રાહી રડતાં બોલી.
“પણ મે તેમ પણ તો નહોતું કહ્યું કે તે છોકરી ‘તું’ નથી.”શિવમ.
“મતલબ તે રાત્રે તું મારી જ વાત કરી રહ્યો હતો?”રાહી.
“હા.હું તારી જ વાત કરી રહ્યો હતો.પણ તું મારી વાતનો તો જવાબ આપ.”શિવમ.
“મારા આંશુંમાં તને તારો જવાબ નથી મળ્યો?”રાહી.
“તે તો તારા વર્તનમાં જ મને પહેલેથી ખબર હતી કે તું પણ ...પણ રાહી એક વાર મને તે સાંભળવું છે જે હું સાંભળવા માંગુ છું અને આ વખતે હું મારા પ્રેમના એકરાર સાથે તને હંમેશા માટે મારી ‘જીવનસાથી’ બનવા માટે પણ પૂછું છું.બોલ રાહી જીંદગીની સફરમાં સાથી બનવા માટે તું મને સાથ આપીશ? હું એક રાહદાર છું.તું મારી સાથે મારી રાહ પર ચાલવાવાળી ‘રાહી’ બનીશ?”શિવમ.
“હા હું તારી ‘રાહી’ બનીશ. આજથી ‘તું મારી રાહ હું તારી રાહી.’ ”રાહી.
શિવમ રાહીને અંગૂઠી પહેરાવે છે.
“પણ તે મને પહેલા કેમ ન કહ્યું?”રાહી.
“હું મમ્મી-પપ્પાના આવવાની રાહમાં હતો.આજ તે બધા તારા ઘરે આપણાં ‘લગ્ન’ની વાત કરવા માટે ગયા છે.પણ તું અત્યારે મારી સાથે ચાલ આપણે મોરબી જવાનું છે.”શિવમ.
“પણ કેમ?બધા તો ઘરે છે ને?”રાહી.
“તું આવ તો હું તને બધી વાત સમજાવું છું.”શિવમ.
શિવમ અને રાહી મોરબીવાળા રસ્તે નીકળે છે.રસ્તામાં શિવમ રાહીને હેમમાં ને મળવાની અને તેમની પાસેથી જાણવા મળ્યું તે માહિતી રાહીને આપે છે.
“રાહી હકીકત તો મને નથી ખબર શું છે?આજ મને હકીકત વિષે જાણવા મળશે.મને ખબર છે કે હું કોઈ બીજી વ્યક્તિનું સંતાન છું તે જાણી તને આંચકો લાગ્યો હશે.મારી સાથે પણ આમ જ થયું હતું જ્યારે મે આ વાત જાણી.એક તરફ તારી સાથે વાત ન થઈ શકવાની તકલીફ અને બીજી બાજુ આ વાત જાણવાથી લાગેલો આંચકો.તને કેમ સમજાવું હું ત્યારે કેટલી ખરાબ પરિસ્થિતીમાથી પસાર થતો હતો!!મારા માટે છેલ્લા થોડા દિવસો ખૂબ જ પરિક્ષાના રહ્યા છે.” શિવમ.
“તે વાત પણ ભૂલી ગયો કે હું તારી મિત્ર હતી.હા માન્યું કે તું કોઈને ચાહે છે તે વાતને લઈને હું દુખી હતી.પણ હું સ્વાર્થી મિત્ર નથી કે હું તને તારી તકલીફમાં મદદ ન કરું.હું તને ત્યારે પણ મદદરૂપ થાત જ. ભલે હું પછી તારા લીધે જ કેમ ન દુખી હોય?”રાહી.
“મને તારી આ જ વાત તો ખૂબ ગમે છે.તું સ્વાર્થી નથી.તું બીજાને ખાતર પોતાની તકલીફ ભૂલી તેને મદદ કરીશ.”શિવમ.
“રહી વાત તારા પરિવારની કે તું કોનો પુત્ર છો કે કોણ છો? તો તે વાત મારા માટે જરૂરી નથી.મારા માટે તે જ મહત્વનું છે કે તું એક સારો માણસ છો.હું તારી સાથે ક્યારેય દુખી નહીં થાઉં અને તારો સાચો પ્રેમ મારા માટે જિંદગી જીવવા માટેની પ્રેરણા છે.”રાહી.
થોડીવાર બંને વચ્ચે ચુપકીદી છવાય ગઈ.
“શું વિચારે છે?”રાહી.
“તે જ કે તું મને ચાહે છે તે મને ખબર હતી પણ તું મને આટલું સારી રીતે સમજીશ તે મને ખબર નહોતી.આજ તારો પ્રેમ મારા પ્રેમ આગળ વધી ગયો.”શિવમ.
“પ્રેમમાં વધારે કે ઓછું કઈ નથી હોતું.મારા માટે પ્રેમ મહત્વનો છે.આમ પણ વ્યક્તિ સારી અને લાયક હોય ત્યારે નાત-જાતને મહત્વ હોતું જ નથી.”રાહી.
“એક વાત પૂછું?”શિવમ.
“હા.”રાહી.
“કોઈપણ પરિસ્થ્તિમાં મને મૂકીને તો નહીં જઈને તું?”શિવમ.
“ના ક્યારેય નહીં.”રાહી.
“પણ મને એક જ વાતનો ડર છે.”શિવમ.
“શું?”રાહી.
“ક્યાક તારા મમ્મી-પપ્પાને આપણાં સંબંધ માટે ‘હા’ નહીં કહે તો?”શિવમ.
“બને જ નહીં,મમ્મી તો ક્યારની હું લગ્ન માટે હા કહું તેની રાહમાં છે.અને તારા માટે મારા મનમાં પ્રેમનું બીજ પણ તેણે જ વાવ્યું છે.”રાહી હસતાં બોલી.
“મતલબ તારા મમ્મી-પપ્પા તેમ સમજતા કે આપણે બંને ‘ડેટ’ પર જતાં હોય જ્યારે ક્યાય સાથે જતાં હોય?”શિવમને પણ હસવું આવ્યું.
“હા તો વળી.”રાહી.
શિવમ ખૂબ જ હસવા લાગ્યો.
“કેટલા પાગલ છીએને આપણે બંને?બધાને આપણાં પ્રેમ વિષે ખબર હતી પણ આપણે બંને જ આ વાતથી અજાણ હતા.”શિવમ.
“ખંજને તો મને શરૂઆતમાં જ કહી દીધું હતું કે આમ થવાનું પણ હું ત્યારે તેની વાતમાં ખાશ ધ્યાન ન આપતી.આજ તો તેનો બર્થ ડે છે.હું તેને થોડીવારમા ઘરે આવી જઈશ આવું કહીને આવી હતી ને જો..અત્યારે,..તે મારી સાથે તહેવાર અને બર્થ ડે ઉજવવા આવ્યો અને હું જ ગાયબ છું.”રાહી.
“તું ચિંતા નહીં કર.હું ખંજનને સવારે જ મળ્યો. મે તેને બધી જ વાત કરી છે.તેણે જ મને તારી પાસે મોકલ્યો.આમ પણ તે અત્યારે મહેમાનો વચ્ચે એકલો નહીં હોય.શિવાંશ આવ્યો છે ને..તેને પણ વિરાજ અને ખંજનની સાથે જામ્યું હશે.”શિવમ.
“મને શિવાંશ સાથે મળવાની ખૂબ જ ઈચ્છા છે.”રાહી.
“તે પણ તને મળવા માટે ખૂબ જ આતુર છે.મારા માટે આજ દિવશ સુધી કઈ સમજી વિચારીને નથી લાવ્યો પણ તારા માટે એક ગિફ્ટ લેવા તેને આખો દિવશ વિતાવી કાઢ્યો.મમ્મી અને તે ૨ દિવશથી આવી ગયા હતા અને તને મળવા માટે ઉતાવળા થતાં હતા.પપ્પા પણ કાલે ખૂબ મોડી રાત્રે આવ્યા.કાલ તો પપ્પા સાથે મોડી રાત સુધી વાતો કરી.”શિવમ.
“હા અને હું પરેશાન ન થાઉં માટે તે મને જોબ પર છો તેમ ખોટું બોલ્યું.”રાહી.
“મારી પાસે કોઈ વિકલ્પ જ નહોતો ડિયર.સોરી.”શિવમ.
રાહી અને શિવમની કાર મંદિરના ગેટ પર આવીને ઊભી રહી જ્યાં તે હેમમાં ને મળવાનો હતો.બંને મંદિરની અંદર પ્રવેશ્યા.દર્શન કરી તે બંને હેમમાંને શોધવા લાગ્યા પણ હેમમાં ક્યાય નજરમાં ન આવ્યા.
“બા કેમ આજ નજરમાં નથી આવતા?”શિવમ.
“હવે આવશે શું ઉતાવળ છે?”રાહી.
“તે વહેલી સવારથી જ આવી જવાના હતા અને આમ જો ઘણા વૃધ્ધા તેમની સાથે તે દિવસે હતા તે આજ આવી ગયા છે.”શિવમ.
“ચાલ તેમને જઈને જ પૂછીએ.”રાહી.
*******************
રાહી અને શિવમના પરિવારના લોકો બેઠા હતા ત્યાં બીજી એક ગાડી આવીને તેમના ઘર આગળ ઊભી રહી.ચેતનભાઈ તેમને આવકારવા માટે બહાર ગયા.ચેતનભાઈ બધા મહેમાનો સાથે અંદર આવ્યા.જયેશભાઇ સાથે તેમણે બધાનો પરિચય કરાવ્યો.
“જયેશભાઇ આ મારા બાળપણના મિત્ર હરેશભાઈ અને તેમના પત્ની વંદનભાભી છે.આ તેમના મમ્મી ‘હેમ માં’ છે.હેમમાં મારા મમ્મી જેવા જ છે.બાળપણથી મોરબી છોડ્યું ત્યાં સુધી રોજ દિવસમાં મારે એક વખત તો ‘બા’ના હાથનું જમવાનું જોઈતું.”ચેતનભાઈ.
બધાએ મહેમાનોનું સ્વાગત કર્યું.વીણાબહેનની સાથે દિવ્યાબહેન પણ તેમની મદદ માટે રસોડામાં ગયા.બધાને નાસ્તો પરોસ્યા પછી ચેતનભાઈએ વાત શરૂ કરી.
“જયેશભાઇ જેમ તમે જાણો છો તેમ રાહી અને શિવમ એકબીજાને પહેલેથી જ ઓળખે છે અને પસંદ પણ કરે છે માટે બાળકોની પસંદગીની તો વાત જ નથી આવતી.શિવમ અત્યારે નોકરી કરે છે અને હવે તે મારી સાથે નોકરી છોડી સુરત મારા બિસનેસમાં મને મદદ કરવા માટે આવી જવાનો છે.હવે રહી વાત રાહીની તો રાહી અમારા પરિવારમાં બધાને પસંદ છે.જ્યાં સુધી રાહીના બિસનેસની વાત છે ત્યાં સુધી મને લાગે છે સુરતમાં પણ તેનો બિસનેસ સારી રીતે થઈ શકશે.તો પણ આપણે આ બાબતે રાહીને વાત કરી લઈશું. મે અને દિવ્યાએ રાહીને અમારી પુત્રવધૂ તરીકે પસંદ કરી લીધી છે. હવે તમે જણાવો શિવમ તમને પસંદ છે? તમને આ સંબંધ મંજૂર છે?”ચેતનભાઈ.
“મને મારી દીકરીની ખુશીથી વધારે કઈ જ નથી જોઈતું.જો શિવમ રાહીને પસંદ છે તો શિવમ પણ અમને અમારા જમાઇ તરીકે પસંદ છે.”જયેશભાઇ.
“શિવમ તો આમ પણ અમને પહેલેથી પસંદ જ હતો.શિવમથી તો અમારો ખૂબ નજીકનો સંબંધ જોડાય ગયો છે.”વીણાબહેન.
“તો અમારા તરફથી પણ આ સંબંધ પાક્કો.”જયેશભાઇ.
“તો સારા કામમાં મોડુ શા માટે? અમારા તરફથી બધી તૈયારી છે.તો આપણે કાલ જ 'જલવિધિ' અને લગ્નની તારીખ જોવડાવી લઈએ?"ચેતનભાઈ.
"હા કાલથી મુહરત પણ સારા શરૂ થાય છે પણ લગ્ન આટલી જલ્દી?"જયેશભાઈ.
"સમજી શકું દીકરીની વિદાય દરેક માતા-પિતા માટે ખૂબ અઘરી હોય છે પણ રાહી-શિવમની ઉંમર હવે લગ્ન માટેની થઈ ગઈ છે અને શિવમના પપ્પા પણ શિવમના લગ્ન માટે ખૂબ ઉત્સુખ છે.પણ તમને કોઈ પરેશાની હોય તો કહી શકો છો."દિવ્યાબહેન.
"ના-ના દીકરીની વિદાય આજ નહીં તો કાલ કરવાની જ હોય છે પછી મોડુ શા માટે? જે વહેલી તારીખ આવે તે અમને મંજૂર છે અને કાલ માટે 'જલવિધિ' પણ નક્કી."વીણાબહેન.
"ચાલો તો મીઠાઇ મારે બે વખત ખાવી જોશે.પણ જેમના લગ્નની વાત થઈ રહી છે તે જોડું ક્યાં છે?શિવમને જોયો તેને ઘણો સમય થઈ ગયો.તે તો મને ઓળખશે પણ નહીં.હું પણ રાહી અને શિવમને મળવા ઘણો ઉતસુખ છું."હરેશભાઈ.
"અમે ખાસ શિવમના પ્રસંગ માટે અહી આવ્યા પણ શિવમ જ જોવા ન મળ્યો."વંદનાબહેન.
"શિવમ રાહી પાસે વાત કરવા માટે ગયો છે.હું રાહીને ફોન કરી તેમને ઘરે આવવા માટે જણાવું છું."ખંજન.
"રાહીને શિવજી પર ખૂબ શ્રધ્ધા છે માટે તે સવારથી જ મંદિરે ગઈ છે.થોડીવારમાં આવવાનું કહેતી હતી.કદાચ શિવમને મળી તો બંને વાત કરતાં હશે તો મોડુ થઈ ગયું લાગે છે."વીણાબહેન.
************************
શિવમ અને રાહીએ હેમમાં વિષે બધાને પૂછ્યું પણ કોઈને તેમના વિષે જાણ નહોતી.ત્યાં જ ખંજનનો ફોન આવ્યો.
"હા બોલ ખંજન.શિવમ અને હું મળી ગયા છીએ.તું કહે ત્યાં શું ચાલે છે?"રાહી.
"અહી તો ઘણા બધા મહેમાનો આવ્યા છે અને તમારા લગ્નની વાત ચાલી રહી છે.પણ તમે ક્યાં છો?જલ્દીથી ઘરે આવો.બધા તમારી બંનેની રાહ જોવે છે."ખંજન.
"અમે થોડા કામથી બહાર આવ્યા છીએ.તે પૂરું થાય પછી આવીએ ત્યાં સુધી તું સંભાળી લે.અને ઘણા બધા મહેમાનો કોણ આવ્યા છે?"રાહી.
"બસ તારા સાસરી પક્ષથી આવ્યા છે.અને હા તારા સાસરાના કોઈ ખાસ મિત્ર પણ તેના પરિવાર સાથે આવ્યા છે.કાલ જ તમારી 'જલવિધિ' ગોઠવી છે.તે શિવમના પ્રસંગ માટે ખાસ આવ્યા છે અને તમને બંનેને મળવા માંગે છે."ખંજન.
"ઠીક છે અમે થોડીવારમા આવીએ છીએ."રાહી.
ખંજનનો ફોન રાખી રાહી શિવમને પોતાના લગ્ન વિષે જણાવે છે અને તેના પિતાના કોઈ ખાસ મિત્ર પણ આ પ્રસંગને માણવા માટે આવ્યા છે તેમ જણાવે છે.અચાનક જ શિવમ-રાહીના મનમાં એક વિચાર આવે છે.રાહી શિવમ સામે જોવે છે.
"મતલબ તું પણ તે જ વિચારે છે જે હું..?"શિવમ.
રાહીએ હકારમાં જવાબ આપ્યો.
"જો હરેશકાકા જ હશે ત્યાં તો ઘરે જવું મુશ્કેલ થઈ જશે.અને હવે હેમમાં ને મારે કઈ રીતે મળવું તે પણ મને નથી સમજાતું.એક પરેશાની ખતમ થાય ત્યાં બીજી તૈયાર જ હોય..હવે હું શું કરું?"શિવમ.
"મારા મનમાં એક વિચાર આવે છે.હું ખંજનને ફોન કરું છું."રાહી.
રાહી ખંજનને ફોન લગાવે છે.આવેલા મહેમાનો વિષે પૂછપરછ કરે છે.પૂછપરછ કરતાં ખબર પડે છે કે તે હરેશકાકા અને તેનો પરિવાર છે.હેમમાં પણ વિચારે છે કે જો શિવમ અને હરેશનો સામનો થઈ ગયો તો ખૂબ ગળબળ થઈ જશે પણ તે કઈ પણ કરી શકે તેમ ન હતા.
"ખંજન તું એક કામ કર.મહેમાનો રોકાવાના છે પણ આપણે કોઈપણ રીતે હરેશકાકા અને શિવમનો સામનો થવા દેવાનો નથી.તે પાછળનું કારણ હું તને પછી જણાવીશ.બસ તું એક વખત તે દાદીમા છે એકલા હોય ત્યારે શિવમ સાથે વાત કરાવી દે.બસ આટલું કામ તું કરી દે અને હા આ વાત કોઈને ખબર ન લાગવી જોઈએ.."રાહી.
"પણ તે એકલા થશે કઈ રીતે?મને આ વાત ખૂબ મુશ્કેલ લાગે છે.તો પણ હું કોશિશ કરું છું."ખંજન.
"રાહી જેમ અહિયાં આપણે પરેશાન છીએ તેમ ત્યાં હેમમાં પણ પરેશાન જ હશે,પણ તે કોઈને કઈ કહી પણ ન શકે અને રહી પણ ન શકે તેવી પરિસ્થિતીમાં હશે."શિવમ.
"હા તારી વાત સાચી છે.બસ હવે ખંજન જ આપણી મદદ કરી શકે તેમ છે."રાહી...