હું રાહી તું રાહ મારી..- 5

          રાહી  મુંબઈથી  આવ્યા  પછી  પોતાના  પ્રોજેકટ  પર  કામ  કરી  રહી  હતી. ત્યાં  તેના  સૌથી   ખાસ  મિત્ર  ખંજનનો  ફોન  આવ્યો. ખંજને  રાહી  સાથે  થોડી  કામની  વાતો  કરી  બાદમાં  રાહી  તેને  પોતાની  મુંબઈની  ટ્રિપમાં  બનેલી  ઘટના  વિષે  અને  શિવમ  વિષે  વાત  કરે  છે. ત્યાં  જ  રાહીના  મમ્મી  તેને  જમવા  માટે  બોલાવે  છે. આથી  રાહી  ખંજન  સાથે  વાત  પૂર્ણ  કરી  જમવા  માટે  જાય  છે.
             રાહીના  મમ્મી  જમવાની  તૈયારી  કરતાં  હોય  છે  ત્યાં  તેના  પપ્પા  ઓફિસેથી  આવી  જાય  છે. રાહીના  પપ્પા  જયેશભાઇ  એક  વકીલ  હોય  છે  અને  તેના  મમ્મી  વીણાબહેન  એક  ટીચર  હોય  છે. પણ  સમય  જતાં  તે  હાઉસવાઈફ  બની  જાય  છે. રાહીનો  એક  નાનો  ભાઈ  વિરાજ  પણ  હોય  છે  જે  ચાર્ટર્ડ  એકાઉન્ટન્ટ  બનવાની  તૈયારી  કરતો  હોય  છે. વિરાજ  પણ  પોતાના  ક્લાસેથી  આવતા  બધા  સાથે  જમવા  માટે  બેસે  છે. 
            “ તો  કેવી  રહી  બેટા  તારી  શાહ  ફૅમિલી  સાથેની  મુલાકાત ?” જયેશભાઇ.
           “ એકદમ  સરસ. હું  સાઇટ  પણ  સાથે  જોઈ  આવી  છું  અને  હવે  મે  તેના  પર  કામ  પણ  ચાલુ  કરી  દીધું  છે.” રાહી.
           “ ખૂબ  સરસ.” જયેશભાઇ.
          વીણાબહેને  તેમના  પતિને  ઈશારાથી  કઈંક  કહ્યું.આથી  જયેશભાઇએ  તેને  ઈશરાથી  જ  જવાબ  આપીને  રાહીને  સંબોધતા  બોલ્યા.
          “ રાહી  બેટા  એક  વાત  કરવી  હતી.” જયેશભાઇ.
         “ હા  બોલોને  પપ્પા  શું  વાત  છે ?” રાહી.
       વીણાબહેન  અને  જયેશભાઇ  બંનેની  નજર  રાહી  પર  હતી  જ્યારે  વિરાજ  સમજવાની  કોશિશ  કરી  રહ્યો  હતો  કે  મમ્મી  પપ્પા  એવી  તે  કઈ  વાત  દીદીને  કહેવા  જઈ  રહ્યા  છે ..?? આથી  તે  થોડીવાર  મમ્મી  તો  થોડીવાર  પપ્પા  સામે  જોઈ  રહ્યો  હતો. પણ  રાહીનું  સંપૂર્ણ  ધ્યાન  જમવા  તરફ  હતું. 
          “ તે  પોતાનો  બીજનેસ  ગોઠવી  લીધો  છે  અને  તને  સારા  ઓર્ડર  પણ  મળવા  લાગ્યા  છે...તો  હું  શું  કહું  છું..” જયેશભાઇ  બોલતા  થોડા  અચકાઈ  રહ્યા  હતા.
         “ બોલોને  પપ્પા  આમ  કેમ  અટકી  અટકીને  બોલો  છો ?” રાહીએ  તેના  પપ્પા  સામે  જોતાં  કહ્યું.
        “ શું  વાત  છે  આજ  એક  વકીલને  વાત  કરતાં  અટકવું  પડે  છે ,બોલો  બોલો  પપ્પા...” વિરાજે  વાત  જાણવાની  આતુરતા  દર્શાવી.
       “ તો  મારૂ  કહેવાનું  એમ  છે  કે  હવે  હું  તારા  લગ્ન  વિષે  વિચારું...જો  તને  ઠીક  લાગે  તો ?”  જયેશભાઇએ  મુશ્કેલીથી  વાક્ય  પૂરું  કર્યું.
       “ આટલી  જલ્દી ?” રાહીએ  આશ્ચર્યથી  કહ્યું.
       “ કોઈ  જલ્દી  ન  કહેવાય. લગ્ન  માટે  આ  જ   બરાબર  ઉંમર  છે.” વીણાબહેન.
       “ પણ  મમ્મી  બીજનેસ  શરૂ  કર્યો  તેને  હજુ  થોડો  સમય  જ  થયો  છે. આમ  આટલી  જલ્દી  લગ્ન ? ખબર  છે  કેટલી  જવાબદારી  વધી  જાય  જીવનમાં ?” રાહીએ  અકળાતા  કહ્યું.
       “ પણ  એવું  થોડું  છે  કે  વાત  કરશું  કે  તરત  જ  વાત  બની  જશે ? લગ્નની  વાતોમાં  સમય  લાગે  છે  બેટા.” જયેશભાઇ.
       “ ઠીક  છે  જેવી  તમારી  ઈચ્છા.” રાહીએ  કોઈ  પણ  હાવભાવ  વગર  લગ્નની  વાત  માટે  હા  કહી.  
       “ તો  હું  તારી  હા  સમજુ ને ?” જયેશભાઇએ  રાહીને  પ્રશ્ન  કર્યો. 
       “ હમમ..” રાહીએ  ટૂંકમાં  પતાવ્યું.
       “ જો  તને  કોઈ  પસંદ  હોય  તો  તું  અમને  જણાવી  શકે  છે.!!” જયેશભાઇએ  રાહીને  પૂછ્યું.
       “ ના  તેવી  કોઈ  જ  વાત  નથી.” રાહી.
       “ ઠીક  છે  બેટા.” જયેશભાઇ.
       બધા  જમવાનું  પતાવી  પોતાના  રૂમમાં  આરામ  કરવા  માટે  ગયા. રાહી  પોતાના  રૂમમાં  આવીને  પોતાનું  અધૂરું  કામ  કરવા  લાગી. તે  અચાનક  થયેલી  લગ્નની  વાતથી  થોડી  ઉદાસ  હતી. તેને  હજુ  ઘણું  ઊંચું  સ્થાન  મેળવવું   હતું  બીજનેસમાં. પણ  જો  લગ્ન  થઈ  તો  જવાબદારી  વધી  જશે  તેવું  તેને  લાગતું  હતું  એટલા  માટે  તે  થોડી  ચિંતામાં  હતી. 
          થોડીવાર  આમ  જ  વિચારોમાં  બેઠી  ત્યાં  રાહીને  અચાનક  જ  એક  વિચાર  આવ્યો  અને  તેનો  ચહેરો  ચમકી  ગયો. તેને  તેનું  પર્સ  ખોલ્યું  જેમાં  એક  નાનકડી  ચિઠ્ઠી  હતી  જેમાં  એક  નંબર  લખેલો  હતો. તે  નંબર  શિવમનો  હતો. કાલ  રાતે  તેની  સાથે  વાત  થઈ  પછી  કોઈ  કોંટેક્ટ  જ  નહોતો  શિવમનો. રાહી  વિચારવા  લાગી.. શું  શિવમ  મારા  ફોનની  રાહ  જોતો  હશે? સાંજના  4:30  થવા  આવ્યા  હતા. રાહીએ  શિવમનો  નંબર  પોતાના  ફોનમાં  ઉમેર્યોં  પછી  તેને  ફોન  કર્યો. 4  રિંગ  પછી  શિવમનો  અવાજ  રાહીના  કાને  પડ્યો. 
          “ હલ્લો .” શિવમ.
          “ હાય .”  રાહી.
          “ ઓહ , રાહી.” શિવમ.
         “ અરે  વાહ , ખૂબ  જલ્દી  ઓળખી  ગયો  મને..!!”  રાહી.
         “ હા , કેમ  નહીં ?” શિવમ.
         “ કેમ  છે ?” રાહી.
         “ અત્યારે  તો  સાચું  કહું  જરા  પણ  ઠીક  નથી.”  શિવમ.
        “ કેમ  શું  થયું ?” રાહી.
        “ અરે  મારી  નોકરી  ચાલુ  થઈ  ગઈ  છે  અને  અહી  મારે  એકલા  રહેવાનુ  છે.” શિવમ.
        “ પણ  તું  રહીશ  ક્યાં  અને  તું  કયા  શહેરમાં  છો ?” રાહી॰  
         “ અહી  રાજકોટમાં  જ.” શિવમ.”
         “ સાચે  જ ...?” રાહી.
         “  હા..તો..” શિવમ.
         “ તું  માનીશ  નહીં  હું  પણ  રાજકોટની  રહેવાશી  છું.” રાહી.
        “ હા  મને  ખબર  છે.” શિવમ.
        “ કઈ  રીતે ?” રાહી.
        “ કાલે  જ  તો  ટિકિટમાં  જોયું  હતું.” શિવમ.
        “ ઓહહ.. હા ..” રાહી.
         “ મે  સવારે  તને  સ્ટેશન  પર  પણ  જોયેલી  પણ  મારે  ઓફિસમા  કામ  હોવાથી  હું  નીકળી  ગયો. વિચર્યું  પછી  વાત   કરી  લઈશ.” શિવમ.
         “ પણ  તારી  પાસે  તો  મારા  નંબર  હતા  નહીં  તો  વાત  કઈ  રીતે  થઈ  શકે ?” રાહી.
        “ એ  તો  તું  ફોન  કરે  ત્યારે.” શિવમ.
        “ પણ  મે  ફોન  ન  કર્યો  હોત  તો ?” રાહી.
        “  વિશ્વાસ  હતો  કે  તારો  ફોન  ચોક્કસ  આવશે  જ.”  શિવમ.
        “ ઓહહ  એવું  કેમ ?” રાહી.
        “ કાલે  જ  તો  કહ્યું  હતું.” શિવમ.
        “ શું ?” રાહી.
         “ એ  જ  કે  વિશ્વાશ  રાખું  છું  હવે  તે  નિભાવવો  કે  નહીં  તે  તારા  પર  છોડું  છું.” શિવમ.
         રાહીના  હદયમાં  એક  લખલખું  પસાર  થઈ  ગયું. તેને  શું  બોલવું  તેનો  ખ્યાલ  જ  ન  રહ્યો.
        “રાહી  મારી  એક  મદદ  કરીશ ?” શિવમ.
        “ શું ?” રાહી.
        “ તું  મને  એક  કરિયાનાનું   લિસ્ટ  બનાવવામાં  મદદ  કરીશ. આમ  તો  મે  ઘણી  વસ્તુ  યાદ  કરીને  લખી  છે  તો  પણ  કઈ  રહી  જતું  હોય  તો  યાદ  કરાવ ?” શિવમ.
       “ એક  મદદ  કરી  શકું ?” રાહી.
       “  અને  તે  શું ?” શિવમ.
         “ હું  જ  તારી  સાથે  આવું  ઘરની  જરૂરિયાતની  વસ્તુ  લેવા  માટે.” રાહી.
         “ ઓહ  તો  તે  સૌથી  વધારે  સારું  રહેશે.” શિવમ.
         “ તો  આપણે  5:30 એ  મોલમાં  મળીએ. તું  ત્યાં  આવી  જજે.” રાહી.
        “ ઠીક  છે.” શિવમ.
       રાહી  પોતાના  મમ્મીને  મોલમાં  જવાનું  કહી  ઘરેથી  મોલ  પર  પહોચે  છે. શિવમ  ત્યાં  પાર્કિંગમાં  જ  તેની  રાહ  જોઈ  રહ્યો  હોય  છે. બંને  મોલની  અંદર  પ્રવેશે  છે  ત્યાં  જ  સામેથી  એક  યુવાન  વય નો છોકરો  આવતો  દેખાય  છે. તે  રાહીને  જોતાં  જ  ગુસ્સે  થઈ  જાય  છે  અને  રાહી  તરફ  આવે  છે....
           કોણ  હતો  તે  છોકરો  જે  આમ  અચાનક  જ  રાહીને  જોઈને  ગુસ્સે  થઈ  ગયો ? જોઈએ  આવતા  ક્રમમા...    

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Bharatsinh K. Sindhav 4 અઠવાડિયા પહેલા

Verified icon

Daksha 4 અઠવાડિયા પહેલા

Verified icon

Rutvi Chaudhari 2 માસ પહેલા

Verified icon

name 2 માસ પહેલા

Verified icon

Sureshchavda 3 માસ પહેલા