હું રાહી તું રાહ મારી..- 8

         રાહી  અને  શિવમ  ઘણો  વખત  સુધી  કોફીશોપમાં  બેઠા  પછી  રાહી  ઘરે   જવા  માટેની  તૈયારી  કરે  છે  ત્યારે   “ હું  આજ  તારી  પાસે  કઈંક  માંગુ.?” કહેતા  શિવમ  રાહીને  રોકે  છે. આ  સાંભળતા  જ  રાહી  ફરીને  શિવમની  સામે  જોવે  છે  અને   શિવમને  હકારમાં  જવાબ  આપે  છે  અને  મનમાં  જ  વિચારે  છે  કે ,  “ શિવમ  વળી  તેની  પાસે  શું  માંગવાનો  હશે?” 
          “ તું  પણ  મને  તે  પરીવારની  ખુશી  આપી  શકે?” શિવમે  રાહી  સામે  જોતાં  કહ્યું.
         “ મતલબ?” રાહીએ  ચોંકતા  કહ્યું.
        “ મતલબ  એ  કે  તું  આજ  મારી  સાથે  જમી  શકે ?” શિવમ.
       “ ઓહહ ...” રાહીએ  હસતાં  કહ્યું.
       “ કેમ  તને  શું  લાગ્યું?” શિવમે  આંખ  મિચકારતા  કહ્યું.
       “ અરે  કઈ  નહીં  એ  તો  એમ  જ...” રાહીએ  શરમાતા  કહ્યું.
         “ ચલ  જૂઠી..” શિવમે  રાહીની  મજાક  કરતાં  કહ્યું.
         “ અરે  એવું  કઈ  જ  નથી  હો..” રાહીએ  હસતાં  કહ્યું.
         “ હા  પણ  તું  મને  કહે  કે  શું  આજ  રાતે  તું  મારા  જોડે  જમી  શકે ? એમાં  એવું  છે ને  કે  ખરીદી  કરીને  હું  ખૂબ  જ  થાકી  ગયો  છું  અને  મને  રસોઈ  બનાવવાની  અત્યારે  હાલમાં  કોઈ  જ  ઈચ્છા  નથી. રાતે  12  વાગ્યે  મારે  નોકરી  પર  પણ  જવાનું  છે. આજ  મારે  રાતની   ડ્યૂટી  છે. માટે  હું  અત્યારે  કોઈ  સંજોગોમાં  જમવાનું  બનાવી  શકીશ  પણ  નહીં  અને  બહાર  જમીશ  તો  પણ  એકલા  નહીં  ભાવે. અને  આમ  પણ  તે  કીધું  ને  કે  તારા  પરીવારમાં  બધા  સાથે  બેસીને  જ  જમે  છે  તો  મારી  પણ  ઈચ્છા  થઈ  ગઈ  સાથે  બેસીને  જમવાની. તો  આજ  તું  મારી  સાથે  જમીશ?” શિવમે  રાહીને  અગ્રહપૂર્વક  કહ્યું.
               રાહીને  પણ  શિવમ  સાથે  વધારે  સમય  મળી  જશે  સાથે  રહેવાનો  આમ  માની  તેની  વાત  માની  લીધી. 
               “તો  તું  શું  જમવાનું  પસંદ  કરીશ ?” શિવમ.
              “ મને  તો  બધુ  જ  ફાવશે. તને  જે  ગમે  તે.” રાહી.
             “ ના..એમ  નહીં..આજ  તું  મહેમાન  છો  તો  તારી  પસંદનું  જ  જામીશું.” શિવમ
           “ ઓય  મહેમાન  વાળા  યાદ  રાખ  તું  મારા  શહેરમાં  છો.. તો  મહેમાન  તું  થયો  હું  નહીં.” રાહી.
         “ હા  તે  વાત  તારી  સાચી  પણ  આજ  તારી  જ  પસંદનું  જમશું.” શિવમ.
       “ સાઉથ ઇંડિયન  કેમ  રહેશે?” રાહી.
       “ તને  તે  પસંદ  છે? મને  પણ  તે  ખૂબ  જ  પસંદ  છે..” શિવમ.
      ત્યાં  જ  રાહીના  ફોનની  રિંગ  વાગે  છે.ફોન  ફરીથી  રાહીના  મમ્મીનો  હોય  છે. રાહી  ફોન  ઉપાડે  છે. 
          “ બેટા  ક્યારે  આવે  છે  તું? ક્યારના  અમે  બધા તારી  રાહ  જોઇએ  છીયે.” વીણાબહેન.
          “ મમ્મી  આજ  હું  બહાર  એક  મિત્ર  જોડે  જમવા  જવાની  છું. તમે  જમી  લો  બધા  હું  જમીને  આવીશ.” રાહી.
         “ બેટા  થોડું  વહેલું  કહેવાય  ને..” વીણાબહેન.
         “ સોરી  મમ્મી  અચાનક  જ  બહાર  જમવાનો  પ્રોગ્રામ  બની  ગયો.” રાહી.
         “ કોઈ  વાંધો  નહીં, હવે  અમે  જમી  લઈએ  છીએ. તું  પણ  જમી  લે  અને  દવા પીવાના  સમયે  ઘરે  આવી  જજે  આથી  દવા  સમયસર  પીવાય  જાય.” વીણાબહેન.
        “ ઠીક  છે  મમ્મી  હું  જલ્દી  આવી  જઈશ  જમીને.” રાહી.              
        રાહી  ફોન  મૂકે  છે  અને  શિવમ  સામે  જોઈ  હસે  છે.
         “ શું  કહેતા  હતા  આંટી? તેમને  કોઈ  તકલીફ  તો  નહીં  થાય  ને  તારા  ઘરે  થોડું  મોડે  જવાથી? ” શિવમ.
         “ ના  તેવી  કોઈ  જ  વાત  નથી. મારા  ઘરે  મને  બધા  ખૂબ  જ  સારી  રીતે  સમજે  છે  માટે  તે  કોઈ  વાંધો  નથી.” રાહી.
        “ ઠીક  છે  તો  પછી  આપણે  જમવા  માટે  જઈએ?” શિવમ.
       “ હા.” રાહી.
         શિવમ  અને  રાહી  બંને  એક  સાઉથ  ઇંડિયન  રેસ્ટ્રોરેંટમાં  જાય  છે. રાહી  પોતાને  ગમતી  વાનગી  ઓર્ડર  કરે  છે. શિવમ  પણ  રાહીને  જ  પોતાના  માટે  ઓર્ડર  કરવાનું  કહે  છે. આથી  રાહી  શિવમ  માટે  પણ  ઓર્ડર  કરી  આપે  છે.
        “ શિવમ  તું  ખોટું  ન  માને  તો  એક  વાત  પૂછું?” રાહી.
         “ તું  હવે  આવું  પૂછીશ  કે  વાત  પૂછું  તો  ચોક્કસ  ખોટું  માનીશ. હવે  આમા  ખોટું  માનવાની  કોઈ  વાત  જ  નથી. તારે  જે  પૂછવું  હોય  તે  તું  પૂછી  શકે. હવે  આપણે  મિત્રો  છીએ.” શિવમ.
        “ તું  હવે  ઠીક  છો?” રાહી.
       “ તું  મુંબઈની  તે  રાત  વિષે  વાત  કરે  છે?” શિવમ.
       “ હા” રાહી.
       “ હું  ભૂલી  ગયો  છું  તેને  પણ  અને  તે  બનેલી  ઘટનાને  પણ.” શિવમ.
       “ તે  જ  તારા  અને  તારા  આવનારા  ભવિષ્ય  માટે  ઠીક  રહેશે.” રાહી.
        “ તું  વિચારતી  હશે  ને  કે  કોઈ  માણસ  કેમ  આ  રીતે  આટલી  જલ્દી  તેના  પ્રેમને  કે  જેની  જોડે  પૂરું  જીવન  વિતાવવાના  સપના  જોયા  તેને  ભૂલીને  આટલો  જલ્દી  આગળ  વધી  શકે?” શિવમ.
          “ના.. હું  આવું  કઈ  જ  નથી  વિચારતી. માણસે  આગળ  વધવું  જ  જોઇએ  જેમ  બને  તેમ  વહેલી  તકે  જીવનની  દરેક  પરિસ્થિતીમાં. સારી  વાત  છે  ને  કે  તું  જલ્દી  તે  તકલીફમાથી  બહાર  આવી  ગયો  અને  તારે  આમ  કરવું  જ  જોઈએ  અને  આજ  તારા  આવનારા  ભવિષ્ય  માટે  એક  સારો  પોઈન્ટ  બનીને  તારી  જાતને  પ્રગટ  કરશે.” રાહી.
         “ મારે  તને  કઇંક  કહેવું  છે  પણ  તે  પહેલા  હું  તને  સાંભળીશ.” શિવમ.
         “ મને  તારા  માટે  માન  થાય  છે  કે  તું  ખૂબ  જ  જલ્દી  તારા  જીવનની  એક  અઘરી  પરિસ્થિતીમાંથી  સફળતા  મેળવીને  પાછો  આવી  ગયો. દરેક  માણસના  જીવનમાં  ખરાબ  કે  સારી  પરિસ્થિતી  તો  આવે  જ  છે  પણ  તે  પરિસ્થિતીમાં  તેને  કેમ  વર્તવું  કે  કઈ  રીતે  સંજોગો  સામે  કેમ  ટકી  રહી  એક  સફળ  વ્યક્તિ  કેમ  સાબિત  થવું  તે  નથી  ફાવતું. જેમ  સુખનો  સમય  સારી  રીતે  પસાર  થાય  છે  તેમ  દુઃખની  પરિસ્થિતીમાથી  પસાર  થવું  ખૂબ  અઘરું  છે  પણ  સાચી  વાતતો  તે  છે  કે  મુશ્કેલીને  પણ  માણવી  જોઈએ. હા  ચોક્કસ  રડવું  આવે  તો  રડી  પણ  લેવું. રડવું  તે  કમજોરીની  નિશાની  નથી  પણ  આપણી  આત્મા  જીવંત  છે  અને  આપણી  અંદર  હજુ  પણ  પ્રેમ , કરુણા  રહેલી  છે  તે  વાત  સાબિત  થાય  છે. એકવાર  રડી  લેવાથી  હદયનો  બોજ  હળવો  થઈ  જાય  છે  અને  આગળ  શું  નિર્ણય  લેવો  તે  આપનું  હદય  આપણને  સ્પષ્ટપણે  જણાવી  શકે  છે.” રાહીએ  પોતાની  વાત  પૂરી  કરી.
          શિવમ  તેને  થોડીવાર  જોતો  રહી  ગયો. 
         “ શું  થયું”? રાહીએ  શિવમને  પૂછ્યું.
         “ આટલી  સમજ  તારામાં  આવે  છે  ક્યાથી?” શિવમ.
        “ તારામાંથી..” રાહી.
        “ મતલબ..?” શિવમ.
       “ જે  હિંમત  તે  દેખાડી  તેનું  મે  શબ્દોમાં  વર્ણન  કર્યું. ખૂબ  સરળ  છે.” રાહી.
       રાહી  અને  શિવમ  વાતો  કરી  રહ્યા  હતા  ત્યાં  તેમનું  જમવાનું  આવી  ગયું  હતું. જમીને  પછી  બંને  પોતાના  ઘરે  જવા  માટે  નીકળતા  હતા.ત્યાં  જ..
           “ તું  પણ  મને  કઇંક  કહેવાનો  હતો. ??” રાહી.
           “ તે  વાત  હું  તને  ફોનમાં  કહીશ.અત્યારે  હું  ઘરે  પહોંચું. મારે  તૈયાર  થઈને  જવાનું  પણ  છે.” શિવમ.
          “ ઠીક  છે.” રાહી.
         બંને  પોતાના  ઘરે  પહોંચે  છે...
        શિવમ  રાહીને  શું  વાત  કહેવાનો  હશે? બંને  વચ્ચે  વાતનો  જે  શેતૂ  બંધાઈ  રહ્યો  છે  તેને  જોતાં  શિવમ  શું  કહેશે  જોઇએ  આગળ...મિત્રો  કહાનીમાં  આગળ  પણ  ઘણા  વણાંકો  આવવાના  છે.. તમે  આ  કહાનીના  ૭  ભાગ  વાંચ્યા  અને  ૮  ભાગ  પછી  કઇંક  આગળ  શું  થશે  તે  વાંચવાનું  ચૂકશો  નહીં.. 
           
         

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Bharatsinh K. Sindhav 4 અઠવાડિયા પહેલા

Verified icon

Er Niraj Pandit 1 માસ પહેલા

Verified icon

Rutvi Chaudhari 2 માસ પહેલા

Verified icon

name 2 માસ પહેલા

Verified icon

Sureshchavda 3 માસ પહેલા