Hu raahi tu raah mari - 27 books and stories free download online pdf in Gujarati

હું રાહી તું રાહ મારી.. - 27

શિવમ લેખક બનીને હરેશભાઈને મળવા તેમના ઘરે જાય છે.શિવમે થોડીવાર પહેલા યશે આપેલા હરેશભાઈના ફોન નંબર પરથી મળવા માટે વાત કરી લીધી હોય છે.શિવમ હરેશભાઈના ઘરે પહોચે છે.ઘરની બહાર નેમ પ્લેટ પર હરેશભાઈનું નામ વાંચે છે. મોરબીના પોશ એરિયામાં તેમનું ઘર હોય છે.ખૂબ મોટો બંગલો પણ નહીં અને નાનું ઘર પણ નહીં એવા એકદમ આકર્ષક બાંધકામ તે ઘરનું હતું.શિવમ પોતાની કાર થોડે દૂર પાર્ક કરીને જ આવ્યો હતો આથી કોઈને શક ન જાય કે એક સામાન્ય વ્યક્તિ આટલી મોંઘી કાર લઈને કેમ આવી શકે?
શિવમે ઘરની અંદર પ્રવેશ કર્યો.ઘરનો મુખ્ય દરવાજો ખુલ્લો હતો.અંદરથી અગરબતીની સુગંધ બહાર સુધી આવતી હતી.ગુજરાતી પરિવારના દરેક ઘરમાં સવારમાં લગભગ આવું જ વાતાવરણ જોવા મળે.તેમાં પણ કઠિયાવાડમાં ખાસ આ વર્ષો જૂની રૂઢિ હતી.ગુજરાતી પરિવારના દરેક ઘરમાં જાય તો મંદિર જેવુ વાતાવરણ જ સવારના પહોરમાં જોવા મળે.શિવમ જઈને લિવિંગરૂમમાં સોફા પર જઈને બેઠો.ત્યાં પાણીનો ગ્લાસ લઈને પોતાના મમ્મીના ઉંમરના લગતા એક સ્ત્રી આવ્યા.શિવમને લાગ્યું આ હરેશકાકાના પત્ની હોવા જોઈએ.
“તમે?” વંદનાબહેન.(હરેશભાઈના પત્ની).
“હું શુભમ.હરેશભાઈને કામ માટે મળવા આવ્યો છું.અમારે વાત થઈ છે.”શિવમે પોતાની ઓળખાણ છુપાવતું નામ આપ્યું.
“ઠીક છે.હું તેમને કહી દઉં છું.થોડીવારમા આવે છે.તમે બેસો.શું લેશો ? ચા-નાસ્તો?” વંદનાબહેન.
“ના કઈ જ નહીં આભાર.” શિવમ.
“ઠીક છે.”વંદનાબહેન.
૬ ફૂટની ઊંચાઈવાળા,ઘઉંવર્ણ, માથામાં પાંખા વાળ છતાં તેલ નાખી કાસકો ફેરવેલા સીધા વાળ,આંખોમાં ચશ્મા સાથે સફારી પહેરેલ એક ૫૦ વર્ષીય પુરુષ થોડીવારમા શિવમ સામે આવ્યા.તેમની ઉંમર શિવમને તેના પપ્પા જેટલી જ લાગી પણ કાર્યક્ષેત્ર અને રહેઠાણના હિસાબે બંનેનો પહેરવેશ ખાસ્સો અલગ તરી આવતો હતો.શિવમે તેમને પ્રણામ કર્યા.પછી પોતાની ઓળખાણ આપી.
“મારૂ નામ શુભમ છે.હું એક લેખક છું.”શિવમે તેની ઓળખાણ છૂપી રાખી.
“તમે ક્યાથી આવો છો? અને હું તમારી શું મદદ કરી શકું છું?” હરેશભાઈએ નમ્રતાથી પૂછ્યું.
ત્યાં વંદનાબહેન ચા ના બે કપ મૂકી ગયા.
“હું સુરેન્દ્રનગરથી આવું છું.મારે તમારું એક ખાસ કામ છે.”શિવમે ધીમા પણ મક્કમ અવાજે કહ્યું.
શિવમ કોઈ ખાસ વાત કરવા માટે આવ્યો છે તેવું હરેશભાઈને લાગ્યું પણ તે સમજી શકતા ન હતા આથી તેણે શિવમને ચા પીવા આગ્રહ કર્યો.શિવમને પણ થયું ચા પી લઉં પછી ખબર પડે કે વાત ક્યાથી શરૂ કરવી?
“તમારે મોડુ તો નથી થતું ને?”શિવમ.
“આમ તો હું ૧૦:૦૦ વાગ્યે દુકાને જતો રહું છું પણ તમારો ફોન આવેલો માટે હું રોકાઈ ગયેલો.”હરેશભાઈ.
“તમારો નહીં તારો.હું ઉંમરમાં નાનો છું અને તમે મને આટલું માન આપો તે સારું ન લાગે.આમ પણ તમે મને ઘણો સમય આપ્યો છે.”શિવમ.
“અરે ના આવું ન હોય.ઘરે આવનાર દરેક વ્યક્તિ અતિથિ કહેવાય.આ પ્રથા વર્ષોથી અમારા ગામમાં ચાલતી આવતી જે હજુ અમે અહી નિભાવીએ છીએ.” હરેશભાઈ.
“તમારું ગામ?” શિવમ.
“તમે કોઈ કામ માટે આવ્યા હતા જણાવશો?”હરેશભાઈ.
“હા વાત એમ છે કે હું એક વાર્તા લખવાની ઈચ્છા ધરાવું છું.હું ઈચ્છું છું કે તે વાર્તા હકીકતને મળતી આવતી હોય.હું ગુજરાતી હોવાથી વાર્તા પણ ગુજરાતી પરિવારને અને ગુજરાતી માણસોને લગતી હોય તેવી મારી ઈચ્છા છે.”શિવમ.
શિવમ શું કહેવા માંગતો હતો તે હરેશભાઈને સમજમાં આવતું નહતું.તે શિવમની વાતને સમજવાની કોશિશ કરતાં હતા.
“હું કહાની મિત્રતા પર લખવા માંગુ છું.જો આ કહાની સફળ જાય તો તેના પરથી ગુજરાતી ફિલ્મ બનાવવાની ઓફર મને આવી છે.માટે તમે મને મદદરૂપ થઈ શકો તેમ છો.”શિવમ પોતાની વાત સમજાવવાની કોશિશ કરતો હતો.
“કઈ રીતે?”હરેશભાઇ.
“મે સાંભળ્યુ છે તમારા ગામ વિષે.તમારા મિત્રો, અને કઈક એવું બનેલું કે....તમારે બધાએ અલગ થવું પડ્યું.” શિવમે હિંમત કરી પૂછી લીધું.
હરેશભાઈ એકદમ ગુસ્સે થઈ ગયા.પણ કઈ થયું જ છે એવું તે જાહેર કરવા માંગતા ન હતા.આથી તેણે શિવમ સાથે ખૂબ ચોકસાયથી વાત કરી.આ પહેલા પણ ઘણા લોકોએ આ વિષે પૂછપરછ કરેલી જ્યારે આ ઘટના બનેલી પણ તે લોકો ગામના હતા.પણ આમ આજે આટલા વર્ષો પછી અજાણી વ્યક્તિ પાસેથી આવી પૂછપરછ અને તે પણ વાર્તા માટે...!!!
“તમે જે વિચારો છો તેમાં કોઈ તથ્ય હોય તેમ મને નથી લાગતું અને હોય તો પણ મને નથી લાગતું આ વાતો વાર્તામાં લેવા જેવી છે.આ કોઈના જીવનનો અંગત પ્રશ્ન હોય શકે..અને તમે લોકો તમારી એક વાર્તા માટે આમ...?” હરેશભાઇએ થોડા ઊંચા અને કડક સ્વરમાં કહ્યું.
“પણ સર,તમે એક જ નહીં મારે ૮-૧૦ જગ્યાએથી આવી વાર્તા એકઠી કરીને લાવવાની છે.મહેરબાની કરીને તમે આ વાતને અંગત રીતે ન લો.અમે લેખક છીએ.અમારું કામ જ આ હોય છે કે જીવનમાં બનેલી કોઈ એવી ઘટનાને અમે વાર્તાનું સ્વરૂપ આપી અમે લોકો સામે પ્રસ્તુત કરીએ.જેથી સમાજના લોકોને કઈક જાણવા મળે અને તેમાથી કઈક શીખી શકે.મને મળેલી માહિતી અનુસાર કઈક એવું બનેલું તે સમયમાં...”શિવમ પાસે હવે શબ્દો ખૂટી રહ્યા હતા.
“તમે તમારા અંગત સ્વાર્થ માટે આમ કોઈના જીવનમાં ડોકિયા કરી ન શકો.”હરેશભાઈ થોડા ઉગ્ર થયા.
અંદરથી એક વૃદ્ધ સ્ત્રી બહાર ચાલતી વાતો સાંભળતા બહાર આવ્યા.
“શું થયું હરી? કોણ છે આ દીકરો?”હેમ બા.
શિવમને ખ્યાલ આવી ગયો કે આ હેમ બા છે.શિવમે તેમને પ્રણામ કર્યા.હેમ બા શિવમને જોઈ રહ્યા.તેને શિવમને જોઈ કઈક વિચિત્ર લાગ્યું.
“જો આ જ કામ હોય તો હવે તમે જઈ શકો છો.”હરેશભાઈ.
શિવમે હારેશભાઈને સમજાવવાની કોશિશ કરી.પણ કોઈ ફાયદો ન થયો.આખરે શિવમ ત્યાથી જતો રહ્યો.
************************
શિવમે રાહીને બધી વાત કરી.તેને જે જાણવા મળ્યું તે અને ન જાણવા મળ્યું તે પણ...હવે વાત ખૂબ જ વણસી ગયેલી લાગતી હતી.તેને કઈ જ નહોતું સમજાતું કે હવે શું કરવું?
પણ રાહીનો સાથ તેને સાંત્વના આપતું હતું.જ્યારે જ્યારે તે રાહી સાથે સમય પસાર કરે ત્યારે તે બધુ ભૂલી જતો.આમ ને આમ સમય વિતતો જતો હતો.એક તરફ પપ્પાનું નોકરી છોડી સુરત આવી જવાનું અને લગ્ન કરી લેવાનું દબાણ વધતું જતું હતું તો એક તરફ રાહી સામે પ્રેમની કબૂલાત અને લગ્ન માટે પ્રપોસ કરવા માટેની પરીક્ષા હતી.તો બીજી તરફ તેના જીવનને લઈને જે સત્ય હતું તેને જાણવાની ઉત્સક્તા વધતી જતી હતી.છ મહિના થઈ ગયા હતા તે હરેશભાઈને પહેલીવાર મળવા ગયો હતો તેને.બે વખત ઘરે અને ૩ વખત તેમના શો રૂમ પર જઈ આવ્યો હતો પણ કશું જાણવા નહોતું મળ્યું.પણ શિવમ એમ હિંમત હારવાનો નહોતો.તે કાલ ફરીવાર હરેશકાકાને મળવા ઘરે જવાનો હતો.કેમ કે ૨ વખત જ્યારે ઘરે ગયો ત્યારે તેને હેમ બા ની આંખોમાં કઈક અલગ ચમક જોઈ હતી.તે જાણી ચૂક્યા હતા કે તે શેના માટે હરેશભાઈને પૂછપરછ કરી રહ્યો હતો.હરેશકાકા નહીં તો હેમ બા પાસેથી જ કદાચ કઈક જાણવા મળી જાય? આમ માની શિવમ આટલા દિવસ પછી ફરી પાછો કાલ મોરબી જવાનો હતો.શિવમને રાહીની ખૂબ જ યાદ આવી રહી હતી.રાતના ૯:૦૦ વાગી રહ્યા હતા.શિવમે રાહીને ફોન કર્યો. શિવમનો ફોન આવતા જ રાહી ખુશ થઈ ગઈ.ક્યાકને ક્યાક રાહીની હાલત પણ શિવમ જેવી જ થઈ રહી હતી.તે શિવમને જણાવવામાં સફળ ન થતી કે તે શિવમને ચાહે છે.
“હાય.”રાહી.
“શું કરે છે?”શિવમ.
“ખાસ નહીં.સુવાની તૈયારી.” રાહી.
“બહુ ડાહી. તું અને અત્યારમાં સૂઈ જા?માનું જ નહીં.”શિવમ.
“હા તને બધી ખબર મારી કેમ?”રાહી.
“હા બધી જ...”શિવમ.
“શું ખબર છે મારી હે?”રાહી ઉત્સાહિત થઈ ગઈ.
શિવમને પોતાની ચોરી પકડાઈ ગઈ હોય તેવું લાગ્યું.પણ ચોરી પકડાવા જ દેવી હતી.કદાચ આ રીતે જ તે રાહીને સમજાવી શકે કે તે તેને કેટલી ચાહે છે.?
“એ જ કે ડાહ્યા છોકરા આટલા વહેલા ન સુવે?” શિવમ.
“એમ?”રાહી.
“ હા..તો..”શિવમ.
“વહેલા ન સુવે તો શું કરે?”રાહીને મજા આવતી હતી શિવમ સાથે વાતો કરવાની.
“કોઈને યાદ કરે..” શિવમ.
રાહીને લાગ્યું પોતે હદયનો એક ધબકારો ચૂકી ગઈ.તેને શું બોલવું યાદ ન આવ્યું.પછી...
“કોને તે યાદ કરે વળી..?”રાહી.
“મને..”શિવમ જાણવા ઉત્સાહિત થયો કે રાહીનો જવાબ શું હશે?
“તને? હું શું કામ યાદ કરું?” રાહી હસતી હતી.
“કેમ ન યાદ કરે? હું તારો મિત્ર નથી.?”શિવમને સમજાયું રાહી હસે છે.
“છો ને..”રાહી.(અરે પાગલ તું મારો મિત્ર નહીં તું મારો બધુ જ છો.)રાહીએ મનમાં કહ્યું.
“સાંભળ ને..”શિવમ.
“હમ્મ..”રાહી.
“બહાર જઈએ.?”શિવમ.
“અત્યારે?”રાહી.
“હા.”શિવમ.
“ઠંડી ખૂબ જ છે.સમય તો જો.”રાહી.
“તો શું થયું યાર? તું કેટલી બોરિંગ છો.પાગલ.”શિવમ.
“હું બોરિંગ કે પાગલ કઈ નથી પણ મને ઠંડી લાગે. તારે જે વાત કરવી હોય તે ફોનમાં કર.”રાહી.
રાહીને જવાની ખૂબ ઈચ્છા હતી પણ ઠંડી ખૂબ હતી.
“હમ્મ..ઠીક છે.”શિવમ.
“કેટલા વાગ્યા.”રાહી.
“૯:૧૫.”શિવમ.
“કયાર સુધીમાં આવીશ?”રાહી.
“બસ ૫ મિનિટમાં.”શિવમ ઉત્સાહિત થતાં બોલ્યો.
“પણ જશું ક્યાં આટલી ઠંડીમાં?રાહી.
“તું ચિંતા નહીં કર.લોંગ ડ્રાઇવ.તને ઠંડી નહીં લાગે.તું મારી જવાબદારી.”શિવમ.
“જલ્દી આવ.”રાહી.
રાહી પોતાના મમ્મીને શિવમ સાથે જાય છે.થોડીવારમા આવી જશે જણાવ્યુ.
**********************
શિવમ રાહી બંને હાઇ-વે પર ગયા.ગાડી ધીમી ગતિમાં ચાલતી હતી.
“શું વિચારે છે?”રાહી.
“આભાર.”શિવમ.
“શા માટે?”રાહી.
“મારા પર વિશ્વાસ કરવા માટે...”શિવમ.
“તું સારો છો.તું વિશ્વાસપાત્ર છો.માટે એક આભાર મારા તરફથી...”રાહી.
“કેમ?”શિવમ.
“મને એક સારો મિત્ર આપવા માટે..”રાહી.
“કેટલું વિચિત્ર..પણ ખૂબ જ સરસ..થોડા મહિના પહેલા આપણે એક-બીજાને ઓળખતા પણ ન હતા અને આજ કેટલા સારા મિત્ર છીએ..”શિવમ.
રાહીને લાગ્યું શું શિવમ મને માત્ર મિત્ર જ સમજતો હશે?જ્યારે શિવમે વિચાર્યું કે હવે મિત્રથી આગળ હું ક્યારે વધીશ?રાહીએ મારા પર વિશ્વાસ કર્યો છે અને હું અત્યારે તેને કોઈ એવી વાત કહીશ તો કદાચ તેને દુખ લાગી શકે.ના અત્યારે નહીં..પણ અત્યારે નહીં તો ક્યારે?અત્યારે હિંમત નહીં કરું તો પછી ક્યારેય નહિ કહી શકું.પણ અત્યારે કઈ ફૂલ કે વીંટી કે પ્રપોસ કરવા માટેની કોઈ તૈયારી પણ મે નથી કરી.તે મારા વિષે શું વિચારશે? પણ સમય ઘણો જતો રહ્યો છે.હવે રાહ જોવી પરવડે તેમ નથી.રાહીના ઘરેથી તેના લગ્ન માટે ઉતાવળ થઈ રહી છે..અને મને પણ પપ્પા હમણાં હમણાંથી ખૂબ જ લગ્ન માટે દબાણ....શું કરું કઈ સમજાતું નથી...શિવમ વિચારમાં ડૂબેલો હતો.
“શું વિચારે છે?”રાહી.
“તે જ કે મારી વાઈફને પ્રપોસ કેમ કરીશ?”શિવમથ ભૂલથી બોલી ગયો.
“કેમ કરીશ?”રાહી શિવમને જોઈ રહી.
“ખબર નહીં.”શિવમ..
“પણ તું અત્યારે આવું કેમ વિચારે છે? તે પણ આ સમયે?” રાહીએ શિવમના મનની વાત જાણવાની કોશિશ કરી.તેને હવે નક્કી થઈ ગયું હતું કે શિવમ તેને પસંદ કરે છે.પણ લગ્ન...આ બધુ ખૂબ અઘરી બાબતો છે..જ્યાં સુધી શિવમ પોતાના મોઢેથી કઈ ન કહે ત્યાં સુધી કઈ વિચારી ન શકાય.
“મારે તને એક વાત પૂછવી છે?”શિવમ.
“શું?” રાહી.
“તારા લગ્નની વાત ચાલે છે તું કોઈને હા કેમ નથી કહેતી?”શિવમ.
“કેમ કે ....હજુ મને જે જોઈએ છે તે મળ્યો નથી.”રાહી.
“હમ્મ..”શિવમ.
“લગ્નની વાત તો તારી પણ ચાલે છે તું કેમ કોઈને પસંદ નથી કરતો?”રાહી.
શિવમને અચાનક જ એક વિચાર આવ્યો.
“મારે તને કઈક કહેવું છે.મહેરબાની કરીને તું નારાજ ન થતી.આ વાત પછી પણ આપણી મિત્રતા આમને આમ રહેશે અને તું બીજું કઈ નહીં પૂછે મને વચન આપ.”શિવમ.
રાહી શિવમની આંખોમાં જોઈ રહી.પછી તેણે ધીમેથી શિવમને કહ્યું.. “હા.”
આગળ....

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED