હું રાહી તું રાહ મારી.. - 15 Radhika patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હું રાહી તું રાહ મારી.. - 15

શિવમ વિધિને ખૂબ જ ચાહતો હતો અને તેનો આંખ બંધ કરીને વિશ્વાસ કરતો હતો. પણ હવે વિધિના મનમાં ધીરે ધીરે વેદ પ્રત્યે કોમળ લાગણીઓ જન્મવા લાગી હતી. પણ તે માત્ર પૈસાને ખાતર હવે શિવમને પ્રેમ કરવાનું નાટક કરતી હતી. પણ હવે તે વેદ સાથે રોજને રોજ ઘણો સમય વિતાવ્યા પછી આ નાટક કરી શક્તી ન હતી. વિધિ વેદના લીધે મજબૂર હતી કે ક્યાક તે શિવમને બધુ જણાવી ન દે. આથી તે ચૂપચાપ બધુ ચલાવતી હતી.સામે વેદને પણ આ વાતનો ડર હતો કે ક્યાક વિધિ શિવમને તેના મનમાં રહેલી વિધિ માટેની લાગણીઑ જણાવશે તો શિવમ તો તેને ઘરમાંથી બેદખલ કરી દેશે અને પછી તે આટલા મોટા શહેરમાં પોતે આટલી સુવિધાવાળી રહેવા માટે જગ્યા ક્યાં શોધવા જશે?
પણ વિધિના મનની વાત છૂપી ન રહી અને તેને એક દિવસ વેદ સામે તે વાતનો ખૂલશો કરી જ દીધો કે તે વેદને ખૂબ જ પસંદ કરવા લાગી છે. વિધિની આ વાત જણાવ્યા પછી વેદે પણ વિધિ સામે સ્વીકાર્યું કે તે પણ વિધિને ખૂબ જ પસંદ કરે છે.બન્નેએ આ વાતનો એકબીજા સામે સ્વીકાર કરી પોતાના મનને હળવું કરી નાખ્યું.પણ હાલ તો તે બન્નેએ આ નાટક ચાલુ રાખવાનું નક્કી કર્યું. કારણકે વેદને હજુ તેની પ્રગતિ નજરમાં આવી રહી નહોતી. તે મુંબઈ જેટલા મોટા શહેરમાં રહી પોતાનો અને વિધિનો બંનેનો ખર્ચ ઉપાડવા સક્ષમ નહોતો. આથી તેણે વિધિને પણ સમજાવી કે જ્યાં સુધી તે થોડા પૈસા કામાવવા ન લાગે ત્યાં સુધી શિવમને પોતાના સંબંધની વાત ન જણાવે.વિધિને પણ વેદની વાત યોગ્ય લાગી.
**********************
વેલેન્ટાઇન ડે હતો. વિધિ અને વેદ એક પાર્ટીમાં ગયા હતા જે તેના કોલેજના મિત્ર દ્વારા રાખવામા આવી હતી.ત્યાં કોલેજના અન્ય મિત્રો પણ હાજર હતા.બધા પોતપોતાની મોજ-મસ્તીમાં ડાન્સ કરી રહ્યા હતા.શિવમને પણ આ પાર્ટીમાં આવવા આમંત્રણ મળ્યું હતું. પણ તે ખૂબ જ ઓછો કોઈ પાર્ટીમાં જતો હતો. પણ જેના દ્વારા પાર્ટી રાખવામા આવી હતી તે શિવમનો ખૂબ જ નજીકનો મિત્ર હતો. આથી તેણે શિવમને પાર્ટીમાં ખાસ આવવા કહ્યું હતું. શિવમ પણ ઘણા દિવસથી કોઈ પાર્ટીમાં ગયો નહોતો અને આમ પણ તે જશે તો વિધિ પણ ખુશ થઈ જશે તેવા આશયથી તેણે વિધિને સરપ્રાઈસ આપવા પાર્ટીમાં જવા નક્કી કર્યું.
જ્યારે શિવમ પાર્ટીમાં પહોચ્યો ત્યારે બધા જ લોકો ડાન્સ કરતાં હતા.શિવમ બધાની વચ્ચે વિધિને શોધવા લાગ્યો.તે વિધિના મનગમતા ફૂલો અને ચોકલેટ તેના માટે વેલેન્ટાઇન ડે ના દિવસે તેને ભેટ આપવા માટે લાવ્યો હતો. પણ તેને ક્યાય વિધિ નજર આવી નહીં.આથી તે એક ખૂણામાં જઈ ડાન્સ પૂરો થવાની રાહ જોવા લાગ્યો. ડી.જે. પર એક પછી એક ગીત પર બધા ડાન્સ કર્યે જતાં હતા.શિવમે હવે થોડો કંટાળો અનુભવ્યો.આથી તેણે વિધિને ફોન કર્યો.આખી રિંગ પૂરી થવા છતાં વિધિએ ફોન ઉપડયો નહીં. આથી શિવમે વેદને ફોન કર્યો. વેદે પણ ફોન ન ઉપડયો.તેણે તેના મિત્રને પૂછ્યું વિધિ વિષે તો તેણે , “ વિધિ વેદ સાથે અગાશી પર થોડીવાર પહેલા જતાં જોઈ.” આમ કહ્યું.
શિવમ પણ અગાશી પર ગયો. ત્યાં જઈને તેણે જોયું તો શિવમ ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયો.વેદ વિધિને આલિંગન આપીને ઊભો હતો.આ જોઈ શિવમને ખૂબ જ ગુસ્સો આવ્યો.
“ વિધિ તું દુખી ન થજે. શિવમ તારા માટે જ તો આટલી મહેનત કરે છે ને..તો શું થયું કે આજે તારી સાથે પાર્ટીમાં નથી..મને વિશ્વાસ છે કે તે તને ખૂબ જ પ્રેમ કરે છે.મહેરબાની કરીને તું રડવાનું બંધ કર.” વેદ.
“ વેદ હું આ વાત માટે દુખી નથી પણ આજના આ ખાસ દિવસે પણ હું શિવમ સાથે સમય વિતાવી નથી શક્તી તે વાતનું દુખ છે. જો હું શિવમને કહું તો તે ચોક્કસ મારી સાથે આવે જ આ પાર્ટીમાં પણ મને ખબર છે તે જે નોકરી મેળવવા માંગે છે તેના માટે ખૂબ જ પરિશ્રમ જરૂરી છે. આથી હું શિવમનો કોઈ ખોટો સમય બરબાદ કરવા માંગતી નથી.” વિધિ.
વેદ અને વિધિ વચ્ચે થઈ રહેલી વાતો સાંભળી શિવમને પોતાના વિચાર પર ઘૃણા થઈ ગઈ.વિધિ તેને આટલો પ્રેમ કરતી હોવા છતાં તેને વિધિ પર શક કર્યો. વેદ પણ વિધિનું ધ્યાન રાખી શિવમની ઘણી મદદ કરતો હોવા છતાં તે બંને પર શક કરી તેને ખૂબ જ ખોટું કર્યું.
શિવમે પોતાની ભૂલ સુધારવા વિધિ પાસે ગયો.શિવમે વિધિને વ્હાલથી આલિંગન આપ્યું અને પછી તેના માટે લાવેલી ભેટ આપી.વિધિ વેદ સામે જોવા લાગી. પછી તેના આવવાથી તે ખૂબ જ ખુશ છે તેવું નાટક કરવા લાગી.
“ ચાલ વિધિ હવે તારે દુખી થવાની જરૂર નથી. આજ આખો દિવસ હું તારી સાથે વિતાવીશ.મને માફ કરજે હું તને ખૂબ ઓછો સમય આપી શકું છું પણ હું તને ખૂબ જ પ્રેમ કરું છું.” શિવમ.
“શિવમ હું તને જણાવી નથી શક્તી કે તને અહી જોઈ મને કેટલી ખુશી થઈ છે.” વિધિ.
“ હું તારી ખુશી માટે કઈપણ કરવા તૈયાર છું.બસ મને આમ જ પ્રેમ કરતી રહેજે. ચાલ વિધિ હવે આપણે નીચે પાર્ટીમાં જઈએ. વેદ તું પણ ચાલ.” શિવમ.
“ તમે બંને જાઓ. હું થોડીવામાં આવું છુ.” વેદ.
“ ઠીક છે પણ જલ્દી આવજે.” શિવમ.
શિવમ અને વિધિના જવા પછી વેદ ખૂબ જ ગુસ્સામાં આવી ગયો.તે મનમાં ને મનમાં પોતાની લાચાર પરિસ્થિતી જોઈ શિવમ પર ગુસ્સે થવા લાગ્યો. ત્યાં વિધિનો મેસેજ વેદના ફોનમાં આવ્યો.
“વેદ માફ કરજે,મજબૂરીવશ મારે શિવમ સાથે તને છોડીને અહી આવવું પડ્યું.સારું થયું તે મને કાનમાં ધીમા અવાજે શિવમ આવ્યો હોવાની જાણકારી આપી દીધી બાકી આજ તો આપણે પકડાય જવાના હતા.”વિધિ.
“ સચેત તો રહેવું પડે ને.. તું મારી બાજુ જોઈને ઊભી હતી પણ હું શિવમની બાજુ જોઈને ઊભો હોવાથી તેના આવવાની મને જાણ થઈ ગઈ. તે મારી વાત સમજીને ઠીક સમયે શિવમને પ્રેમ કરતી હોવાનું નાટક કરી ઠીક કર્યું.” વેદ.
**************************
પાર્ટી પૂરી થતાં શિવમ,વેદ અને વિધિ ત્રણેય ફ્લેટ પર પહોચ્યા. તેઓ આવીને વાતો કરવા લાગ્યા.
“ શિવમ આજ હું ખૂબ જ ખુશ છે કે તે મારા માટે આટલો સમય કાઢ્યો.” વિધિ.
“ અરે વિધિ આ તો મારી ફરજ હતી અને આમ પણ હું તારા માટે જ તો આ નોકરી માટેની તૈયારી કરી રહ્યો છું. જેથી આપણાં બંનેનું ભવિષ્ય સુરક્ષિત કરી શકું અને તને સુખ-સુવિધાઓથી ભરપૂર જીવન આપી શકું.” શિવમ.
“ પણ શિવમ મને એક વાત નથી સમજાતી કે તારા પપ્પાનો આટલો મોટો બીજનેસ હોવા છતાં પણ તું આવી સામાન્ય નોકરી શા માટે કરવા માંગે છે, આટલી કારણ વગરની મહેનત કરવાનું કારણ શું?” વેદ.
“ હા, શિવમ કોલેજ પૂરી કર્યા પછી તો તારે તારા પપ્પાનો બીજનેસ જ સાંભળવાનો છે તો પછી તું અત્યારે કોલેજ લાઇફને માણતો કેમ નથી?” વિધિ.
“ હું જાણું છું વિધિ કે તને હું પૂરતો સમય નથી આપી શકતો.પ્રેમ કરવો તે જ સર્વશ્વ નથી. પોતાના સાથીને સમય આપવો પણ પ્રેમ કરવા જેટલો જ જરૂરી છે અને હું તને પ્રેમ તો કરું જ છું પરંતુ સમય નથી આપી શકતો તેના માટે હું તારી માફી માંગુ છું.પણ મારે આમ કરવું ખૂબ જ જરૂરી છે. બસ મને થોડો સમય આપ.મારે આ નોકરી લેવી ખૂબ જ જરૂરી છે. એક વખત મને આ નોકરી મળી ગઈ તો આપનું બંનેનું ભવિષ્ય સુધરી જશે.” શિવમ.
“પણ તારે આમ કરવાની જરૂર શું છે? તું તો આટલી મોટી કંપનીનો માલિક છો તો તારે આવી નોકરી શા માટે કરવી છે?” વિધિ.
શિવમ વિધિ અને વેદને આ નોકરી મેળવવા પાછળનું કારણ જણાવે છે. તે પોતાના પિતાનો સગો દીકરો નથી આ રહસ્ય જે આજ સુધી શિવમ જ જાણતો હતો તે તેણે વેદ અને વિધિ બંનેને જણાવ્યુ.આ વાત જાણી વેદ અને વિધિ બંને છક રહી ગયા.પછી ઉપર ઉપરથી શિવમને સહાનુભૂતિ આપી બંને પોતપોતાના રૂમમાં જતાં રહ્યા.જે મિલકતના આજ સુધી વિધિ સપના જોતી હતી તે હવે તેની થવાની જ નહોતી આથી હવે તે વેદ પાસે તે બંનેના સંબંધનો શિવમ પાસે ખૂલશો કરવાની જીદ કરવા લાગી.વેદ તેને આમ ન કરવા જણાવી રહ્યો હતો. વેદે વિધિને આ નાટક ચાલુ રાખવા કહ્યું અને શિવમને સમજાવવા કહ્યું કે તે પોતાના પિતાની સંપતિનો માલિક બની જાય. પછી વેદ અને વિધિએ મળીને એક ષડયંત્ર બનાવ્યું. એક વખત શિવમ અને વિધિ લગ્ન કરી લે પછી શિવમના ભાગની જે મિલકત હશે તેની વિધિ કાયદેસર માલિક બની જશે.આ મિલકત પોતાના નામ પર કરાવી તે શિવમ સાથે છૂટાછેડા લઈ અને વેદ સાથે લગ્ન કરી લેશે.ત્યાં સુધીમાં વેદને પણ કોઈ સારી ફિલ્મમાં સાઇડ રોલ મળી જશે નહીં તો વિધિને શિવમ તરફથી મળેલી મિલકતના બળ પર પોતાની નવી કારકિર્દી શરૂ કરી દેશે.
વિધિએ વેદની વાતને માન્ય રાખી.
શિવમને વારંવાર તેના કોલેજના મિત્રો પાસેથી વેદ અને વિધિના પ્રેમ સંબંધ વિષે જાણવા મળતું હતું.આ વાત સાંભળી તે ખૂબ જ દુખી થઈ જતો પરંતુ તે વિધિ પર શક કરી તેને દુખી કરવા નહોતો માંગતો.એક દિવસ શિવમે પોતાની આંખોએ વેદ અને વિધિને પ્રેમની વાતો કરતાં સાંભળી લીધા.ત્યારે શિવમ અંદરથી ખૂબ જ ધ્રુજી ગયો.પહેલા તેણે વિધિ સામે આ વાતનો ખૂલશો કરવા જવાનું નક્કી કર્યું. પણ તે વિધિને ખૂબ જ પ્રેમ કરતો હોવાથી ભવિષ્યમાં તે તેને સમજાવી લેશે અને તે તેને પ્રેમ અને પૂરતો સમય આપી ફરીથી પોતાની બનાવી લેશે તેમ વિચારી વિધિને કઈ જ કહેવાનું માંડી વાળી ચૂપચાપ તેને નોકરી ન મળે ત્યાં સુધી બધુ ચલાવવાનું નક્કી કર્યું.
દિવસે ને દિવસે વિધિનું શિવમને ખોટું બોલવું અને તેના જુઠા પ્રેમનું નાટક શિવમને ખૂબ જ દુખી કરતું રહ્યું. તેને પારિક્ષા તો આપી દીધી નોકરી માટેની બસ હવે પરિણામ આવવાનું બાકી હતું. છેવટે નોકરીનું પરિણામ પણ આવી ગયું અને તેને નોકરી પર હાજર થવા માટેનો લેટર આવી ગયો. શિવમે નક્કી કર્યું કે આજ તે જ્યારે વિધિને આ ખુશખબરી આપવા જશે ત્યારે તે બધી વાત વિધિને જણાવશે.
એક મહિનાની ટ્રેનીંગ પછી જ્યારે શિવમ મુંબઈ આવી વિધિને આ વાત જણાવવા જતો હતો ત્યારે તેણે વિધિ અને વેદને પ્રણયચેષ્ટા કરતાં જોઈ લીધા.શિવમને આ જોઈ ચક્કર આવવા લાગ્યા.તેને એવું હતું કે વિધિ માત્ર વેદ સાથે લાગણી વશ પ્રેમનો અનુભવ કરતી હતી. પણ અત્યારે તેને ખ્યાલ આવ્યો કે વિધિ સંપૂર્ણપણે વેદની થઈ ચૂકી છે. હવે તેને કોઈ વાતનો ખૂલશો કરવો યોગ્ય ન લાગ્યો અને તે ત્યાંથી પાછો ફરી ગયો.
*************************
એલાર્મ વાગ્યો.શિવમે જોયું તો સવારના 5:00 વાગ્યા હતા.તેની આંખો ભીની હતી. તેની હાલત આજે આટલા દિવસો પછી ફરીવાર આવી થઈ ગઈ. તે સમયે રાહી તેને સંભાળવા અચાનક જ આવી ગઈ હતી પણ અત્યારે તેની પાસે કોઈ નહોતું.શિવમને આજ સવારની નોકરી પર જવાનું હતું.સાથે તેને ઘરે જવા માટે રજા લેવાની હતી. ઘરે જઈ તે તેના મમ્મી-પપ્પાને વિધિની હકીકત કઈ રીતે જણાવવી તે વિચારે પરેશાન હતો. હવે આગળ....
********************
શિવમ વિધિની હકીકત તેના માતા-પિતાને કઈ રીતે જણાવશે જોઈએ આગળ..