હું રાહી તું રાહ મારી.. - 16

          શિવમ  પોતાની  આખા  દિવસની  નોકરી  પૂરી  કરી  તે  જ  રાત્રે  રજા  લઈ  ઘરે  જવા  માટે  નીકળે  છે. તે  ખૂબ  જ  અસમંજસમાં  હોય  છે  કે  તે  તેના  માતા-પિતાને  વિધિની  હકીકત  કઈ  રીતે  જણાવે? મમ્મી-પપ્પા  હવે  તેના  અને  વિધિના  લગ્ન  કરાવી  લેવા  માંગતા  હતા  પણ  મમ્મી-પપ્પાને  ક્યાં  ખબર  હતી  કે  વિધિએ  તો  પહેલાથી  જ.....
              શિવમ  તેના  મમ્મી-પપ્પાને  કેવી  રીતે  આખી  વાત  સમજાવવી  તે  વિચારી  રહ્યો  હોય  ત્યાં  જ  એક  અજાણ્યા  નંબરમાથી  તેને  ફોન  આવે  છે. શિવમને  આશ્ચર્ય  થાય  છે  કે  આટલી  મોડી  રાત્રે  ફોન  અને  તે  પણ  અજાણ્યા  નંબરમાથી..? કદાચ  કોઈ  અધિકારી  કે  સાથે  કામ  કરતાં  કર્મચારીનો  જ  હોવો  જોઈએ... તે  ૪  દિવસની  રજા  પર  છે  તે  માટે.. શિવમ  ફોન  ઉપાડે  છે.
             “ હલ્લો.” શિવમ.
            સામેથી  કોઈ  જ  પ્રત્યુતર  નથી  આવતો.આથી  શિવમ  “હલ્લો ,હલ્લો”  બોલે  છે  પણ  કોઈ  જવાબ  ન  મળતા  ફોન  કાપી  નાખે  છે. ૨  મિનિટ  પછી  પાછો  તે  જ  નંબરમાથી  ફોન  આવે  છે. શિવમ  તરત  જ  ફોન  ઉપાડે  છે  પણ  ફરીવાર  કોઈ  જ  વાત  કરતું  નથી. આવું  ૨-૩  વખત  ફરી  થાય  છે. શિવમને  લાગે  છે  આ  સમયે  કોઈ  રોંગ  નંબર  તેની  મજાક  કરતું  લાગે  છે. આથી  હવે  જો  ફોન  આવે  તો  સાફ  શબ્દોમાં  આવું  ન  કરવા  કહી  દેશે. ફરીવાર  તે  જ  નંબરમાથી  ફોન  આવે  છે.
              “ જો  વાત  નથી  જ  કરવી  તો  મહેરબાની  કરીને  હવે  ફોન  ન  કરશો.” શિવમ  થોડા  ઊંચા  અવાજે  વાત  કરે  છે.
            તો  પણ  સામેથી  કોઈ  જ  જવાબ  ન  આવતા  શિવમ  ફોન  મૂકવાની  તૈયારી  કરતો  હોય  ત્યાં  સામેથી  ધીમા  અવાજે  એક  છોકરી  બોલે  છે, “ હલ્લો,”.
           શિવમ  તે  અવાજ  ઓળખી  ગયો. તે  વિધિ  હતી. શિવમને  તેના  પર  ખૂબ  જ  ગુસ્સો  આવ્યો.
            “ ઓહ , તો  તું  છે? શા  માટે  મને  આમ  પરેશાન  કરે  છે? આટલો  પરેશાન  કરી  લીધો  તો  પણ  તારું  પેટ  હજુ  ભરાયું  નહીં  કે  આમ  મને  અજાણ્યા  નંબરમાથી  ફોન  કરીને  આટલી  રાત્રે  પરેશાન  કરે  છે? તને  શું  લાગ્યું  કે  આમ  અચાનક  આટલા  દિવસ  પછી  કોઈ  અજાણ્યા  નંબરમાથી  તું  મને  ફોન  કરીશ  તો  હું  તારી  સાથે  વાત  કરવા  માટે  તૈયાર  થઈ  જઈશ?” શિવમ  ખૂબ  જ  ગુસ્સામાં  આવી  ગયો  હતો. 
            “ શિવમ  મહેરબાની  કરીને  મારી  વાત  તો  સાંભળ.” વિધિએ  દબાતા  અવાજે  કહ્યું.
            “ કઈ  વાત? શું  વાત? અને  શા  માટે  સાંભળું  હવે  હું  તારી  વાત? કોઈ  વાત  કરવા  જેટલો  પણ  તે  સંબંધ  રહેવા  દીધો  છે  તે ? બધી  વાત  અને  સંબંધ  ત્યારે  અને  ત્યાં  જ  મારા  માટે  પૂરા  થઈ  ગયા  હતા  જ્યારે  મે  તને  વેદના  પડખામાં  સૂઈ  પ્રણયચેસ્ટા  કરતાં  જોઈ  લીધી  હતી.” શિવમે  ખૂલશો  કરતાં  કહ્યું.
            “ શિવમ  મારી  ખૂબ  જ  મોટી  ભૂલ  થઈ  ગઈ. મહેરબાની  કરીને  માફ  કરી  દે.આવી  ભૂલ  હવે  જીવનમાં  ક્યારેય  નહીં  થાય. હું  તને  ખૂબ  જ  પ્રેમ  કરું  છું.” વિધિ.     
            “ ભૂલ? પહેલી  વાત  તો  તે  કે  આને  કોઈ  ભૂલ  ન  કહેવાય. હું  મારી  નજરમાં  આ  હરકતને  પાપ  સમજુ  છું. અને  રહી  વાત  પ્રેમની  તો  મહેરબાની  કરી  ફરી વાર  મને  તારા  મોઢેથી  આ  શબ્દ  નથી  સાંભળવો.કેમ  કે  તારા  જેવી  વ્યક્તિ  પૈસા  સિવાય  કોઈને  પ્રેમ  ન  કરી  શકે.મે  તે  રાત્રે  તારા  જ  મોઢેથી  સાંભળેલું  કે  તને  માત્ર  મારી  મિલકતમાં  ભાગ  જોઈએ  છે  જે  તું  મારી  જોડે  પહેલા  લગ્ન  કરી  અને  પછી  છૂટાછેડા  લઈ  મેળવી  લઇશ.તારે  તો  વેદ  જોડે  લગ્ન  કરવા  હતા. પણ  વેદ  આટલો  સક્ષમ  નહોતો  કે  મુંબઈ  જેવા  શહેરમાં  તને  સુખ-સુવિધાવાળું  જીવન  આપી  શકે.આટલે  આમ  અત્યારે  ફોન  કરી  મને  ફરી  પૈસા  માટે  પ્રેમની  જાળમાં  ફસાવવાનો  આ  કોઈ  નવો  કીમિયો  હોય  તો  તું  ખોટી  મહેનત  કરવાનું  રહેવા  દે. હું  ન  તો  હવે  તારા  ખોટા  પ્રેમમાં  આવી  જવાનો  છું  કે  નહીં  તો  તારી  કોઈ  ખોટી  વાતમાં. જા  તું  તારા  વેદ  સાથે  ખુશ  રહે.”શિવમ.
             “ શિવમ  આવી  કોઈ  વાત  નથી. હું  સમજી  શકું  કે  તને  મારા  પ્રત્યે  ગુસ્સો  છે...” વિધિ.
             “ ગુસ્સો? ગુસ્સો  નહીં  મને  નફરત  છે  તારા  માટે. સાંભળી  લે  કાન  ખોલીને  હું  નફરત  કરું  છું  તને. તે  માત્ર  મારી  જ  નહીં  મારા  પરિવારની  લાગણી  સાથે  પણ  રમત  રમી  છે. ” શિવમે  વિધિને  વચ્ચેથી  અટકાવતાં  કહ્યું.
            “ શિવમ  તું  એક  વખત  મહેરબાની  કરીને  મારી  વાત  શાંતિથી  સાંભળી  લે.બસ  એક  જ  વખત.” વિધિ  શિવમ  સામે  કરગરવા  લાગી.
            “ સારું  આટલી  શહન  કરી  તો  થોડી  વધારે. બોલ  તારે  શું  કહેવું  છે?”શિવમ  થોડો  શાંત  થતાં  બોલ્યો.
           “ શિવમ  હું  સુરત  આવી  ગઈ  છું. મમ્મી-પપ્પા  તારા  માટે  પૂછતાં  હતા. હું  તેને  શું  જવાબ  આપું  મને  કઈ  સમજાતું  નથી.” વિધિ.
          “ જણાવી  દે  તેને  વેદ  વિષે. બસ  તેમાં  આટલું  વિચારવાનું  શું  હોય?” શિવમ.
         “ આવી  વાત  નથી  શિવમ. મારી  સાથે  ખૂબ  જ  ખરાબ  થયું. તને  મારી  અને  વેદ  વચ્ચેના  સંબંધની  વાત  ખબર  લાગી  જવા  પછી  વેદનો  સ્વભાવ  એકદમ  બદલાઈ  ગયો.જ્યારે  તું  અમને  છોડીને  જતો  રહ્યો  ત્યારથી  જ  તેનું  દિવસે  અને  દિવસે  મારી  સાથેનું  વર્તન  ખૂબ  જ  ખરાબ  થતું  ગયું. છેવટે  તેને  ખબર  પડી  ગઈ  કે  મારા  દ્વારા  તેને  તારી  પાસેથી  પૈસા  નથી  મળવાના  ત્યારે  તે  મારાથી  અલગ  થઈ  ગયો.તેને  કોઈ  ફિલ્મમાં  સારું  પાત્ર  મળતા  તેને  તે  ફિલ્મ  સ્વીકારી  લીધી. મે  તેને  પૂછ્યું  અમારા  સંબંધ  વિષે  તો  તેણે  મને  જણાવ્યુ, “ જે  છોકરી  તેના  પ્રેમીની  નથી  થઈ  તે  મારી  શું  થવાની?” આવું  કહી  તેણે  મારા  પ્રેમ  અને  લાગણીને  ઠોકર  લગાવી  દીધી  હતી.ત્યારે  જઈને  મને  સમજાયું  કે  મે  તારી  જોડે  કેટલું  ખોટું  કર્યું.બસ  ત્યારથી  જ  હું  તારી  સાથે  વાત  કરવાની  કોશિશ  કરતી  હતી  પણ  મને  હિંમત  થતી  નહોતી.” વિધિ.
              “ તે  તો  થવાનું  જ  હતું. મારા  આટલા  પ્રેમ  આપવા  પછી  પણ  તે  જે  રીતે  મારૂ  દિલ  દુખવ્યું  છે  તેનો  બદલો  તને  થોડી  પ્રેમથી  મળવાનો  હતો? તને  જેટલી  તકલીફ  થાય  છે  અત્યારે  તેનાથી  ક્યાય  વધારે  મને  થતી  હતી. કેમ  કે  મે  તને  સાચા  હદયથી  પ્રેમ  કર્યો  હતો.તને  ખૂબ  સારી  રીતે  ખબર  હતી  કે  મારા  સાચા  માતા-પિતા  કોણ  છે  તેની  જાણ  મને  નથી. હું  પહેલેથી  જ  એક  તકલીફમાથી  પસાર  થઈ  રહ્યો  હતો  છતાં  માત્ર  પૈસાને  ખાતર  તે  મારી  સાથે  આટલી  નફ્ફટ  હરકત  કરી? શિવમ.
             “ શિવમ  મને  મારી  ભૂલ  હવે  ખૂબ  સારી  રીતે  સમજાય  ગઈ  છે. શું  તું  મને  માફ  ન  કરી  શકે?” વિધિ.
            “ ના  વિધિ, માફી  તો  ખૂબ  દૂરની  વાત  છે  મને  તો  તારી  સાથે  વાત  કરતાં  પણ  ડર  લાગે  છે. શું  ખબર  આ  તારી  કોઈ  નવી  ચાલ  હોઇ?” શિવમ.
           “ શિવમ  મહેરબાની  કરીને  આવું  ન  બોલ..મને  ખૂબ  જ  તકલીફ  થાય  છે.હું  સમજી  શકું  કે  તને  મારી  વાત  પર  ભરોશો  ન  જ  આવે  પણ  હું  આ  વખતે  ખોટું  નથી  બોલી  રહી.” વિધિએ  રડતાં  કહ્યું.
          “ વિધિ  પહેલા  ચૂપ  થઈ  જા  આમ  રડીશ  નહીં.” શિવમને  વિધિની  હાલત  પર  હવે  થોડી  દયા  આવી.
          “ શિવમ  હું  માનું  છું  અને  ચોક્કસ  મને  સજા  મળવી  જ  જોઈએ.પણ  હું  મજબૂર  પરિસ્થિતિમાં  મુકાય  ગઈ  છું. ત્યાં  વેદે  મને  દગો  આપ્યો  અને  અહિયાં  મમ્મી-પપ્પા  તારા  પરિવાર  સાથે  મળી  આપના  લગ્નની  વાત  કરવા  માટે  કહી  રહ્યા  છે.હું  તારી  ફરીવાર  માફી  માંગુ  છું. આ  બધુ  ભૂલી  જા. હવે  હું  તને  ક્યારેય  ફરિયાદનો  કોઈ  મોકો  નહીં  આપું. મહેરબાની  કરી  તું  આપણાં  લગ્ન  માટે  માની  જા.” વિધિ.
             “ જો  વિધિ  તારું  આ  કોઈ  નાટક  ન  હોય  તો  હું  માનું  છું  કે  ચોક્કસ  તું  અત્યારે  ખૂબ  ખરાબ  પરિસ્થિતિનો  સામનો  કરી  રહી  છે  પણ  હવે  હું  તારી  સાથે  કોઈપણ  કાળે  લગ્ન  નહીં  જ  કરું  આ  મારો  પાક્કો  નિર્ણય  હું  તને  જણાવી  દઉં  છું. અને  રહી  વાત  આપણાં  પરિવારની  તો  તારા  મમ્મી-પપ્પાને  જણાવી  દે  કે  આપણે  બંને  હવે  આપણાં   સંયુક્ત  નિર્ણયથી  લગ્ન  કરવા  નથી  માંગતા. હું  સમજુ  છું  કે  વેદવાળી  વાત  તારે  તારા  મમ્મી-પપ્પાને  કરવી  ખૂબ  જ  મુશ્કેલ  છે  પણ  તું  માત્ર  એટલુ  જ  કહેજે  કે  હવે  આપણે  બંને  એકબીજા  સાથે  લગ્ન  કરવા  માંગતા  નથી. હું  તારા  કે  મારા  કોઈના  ઘરે  કોઈ  પણ  વાતની  જાણ  નહીં  થવા  દઉં. અને  રહી  વાત  મારા  ઘરે  કહેવાની  તો  હું  પણ  તેમને  સમજાવી  દઇશ.”શિવમ.
              “ શિવમ  પણ  હું  તારાથી  અલગ  થવા  નથી  માંગતી. મને  સમજાય  ગયું  કે  તારાથી  વધારે  મને  કોઈ  પ્રેમ  નહીં  કરી  શકે. મને  ખબર  છે  કે  મારા  અને  વેદ  વચ્ચેના  શરીર  સંબંધના  લીધે  તું  મને  સ્વીકારી  નથી  શકતો  પણ  તું  મને  એક  મોકો  તો  આપ.”વિધિ.
             “ ના  વિધિ  તું  મને  સમજવામાં  હજુ  ભૂલ  કરી  રહી  છે. મે  તને  વેદ  સાથેના  શરીર સંબંધના  લીધે  છોડી  તો  તે  તારી  સૌથી  મોટી  ભૂલ  છે. મને  તારા  અને  વેદ  વિષેના  પ્રેમ  સંબંધની  પહેલેથી  જ  ખબર  હતી  પણ  હું  ચૂપ  હતો  કે  ક્યારેક  ને  ક્યારેક  તો  તું  મારા  પ્રેમને  સમજીને  પછી  ફરીશ.પણ  મને  તકલીફ  ત્યારે  થઈ  જ્યારે  મે  ખુદ  તારા  મોઢેથી  આવા  શબ્દો  સાંભળ્યા  કે  તારો  પ્રેમ  માત્ર  મારા  પૈસાથી  છે. તને  એક  વાત  જણાવી  દઉં. થવા  માટે  તો  એક  વેશ્યા  જોડે  પણ  પ્રેમ  થઈ  જાય  ભલે  તે  પછી  ઘણા  લોકોને  શરીર  આપી  ચૂકી  હોય. પણ  જ્યાં  સંબંધ  વિશ્વાસ  સાથે  જોડાય  જાય  ત્યાં  પછી  કોઈ  સવાલ  હોય  જ  નહીં. પણ  મને  તો  તારા  પર  હવે  વિશ્વાસ  જ  નથી  તો  પ્રેમ  ખૂબ  દૂરની  વાત  છે. હું  મારા  નિર્ણય  પર  અટલ  છું. હવે  બસ  આ  વાત  પર  મારે  કોઈ  જ  વાત  નથી  કરવી.હવે  અહી  જ  ખતમ  કર  આ  વાત.” શિવમ.
             શિવમ  ફોન  મૂકી  દે  છે. તેને  વિધિ  પર  દયા  આવે  છે  પણ  હવે  તે  પોતાના  મનને  મક્કમ  કરી  દે  છે. કારણ કે  જીવનમાં  હજુ  તેને  આવી  ઘણી  પરિસ્થ્તિનો  સામનો  કરવાનો  હોય  છે.
              *************************
            શિવમ  પોતાના  ઘરે  પહોંચે  છે. શિવમને  ઘરે  આવેલો  જોઈ  તેના  મમ્મી-પપ્પા  અને  શિવાંશ  બધા  ખૂબ  જ  ખુશ  થઈ  જાય  છે. શિવમ  બધા  સાથે  સવારનો  નાસ્તો  કરી  ફ્રેશ  થવા  પોતાના  રૂમમા  જાય  છે. શિવમને  ખબર  હતી  કે  તેના  મમ્મી-પપ્પા  આજના  દિવસમાં  જ  તેના  લગ્નની  વાત  છેડશે. ત્યારે  તેને  શું  જવાબ  આપવો  અને  કેમ  સમજાવવા  તે  વિચારે  છે. સાથે  તેને  છેલ્લી  રાત્રે  આવેલા  વિધિના  ફોનના  પણ  વિચારો  આવે  છે. ફરી  તેની  સામે  પરિસ્થિતી  એક  મોટો  પ્રશ્ન  બનીને  આવી  જાય  છે. શિવમ  વિચારોમા  હોય  છે  ત્યાં  તેના  ફોનની  રિંગ  વાગે  છે..
                ***********************
           શિવમ  આગળ  શું  નિર્ણય  લેશે? તે  તેના  માતા-પિતાને  વિધિની  હકીકત  જણાવશે  કે  પછી  વિધિને  ફરી  એક  મોકો  આપશે? જોઈએ  આવતા  ક્રમમા...

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Patidaar Milan patel 1 માસ પહેલા

Verified icon

namrata 2 અઠવાડિયા પહેલા

Verified icon

ashit mehta 4 અઠવાડિયા પહેલા

Verified icon

Nilesh Ajani 1 માસ પહેલા

Verified icon

Bharatsinh K. Sindhav 4 અઠવાડિયા પહેલા