Lagnina Pavitra Sambandho book and story is written by Mausam in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Lagnina Pavitra Sambandho is also popular in વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
લાગણીના પવિત્ર સંબંધો કહેવાય છે કે કુદરતનું સૌથી સુંદર સર્જન એટલે સ્ત્રી. તેમાં પણ જો કોઈ પ્રકૃતિને જોવે તો એવું જ કહે, ભગવાને નવરાશના સમયે તેને બનાવી હશે.આમ તો તે 35 વર્ષની થઈ ગયેલી પણ તેને જોઈ 18 વર્ષના ...વધુ વાંચોપણ તેના પ્રેમમાં પડી જાય તેવું તેનું આકર્ષક જોબન. સાદગી તેના જીવનનું આભૂષણ.પરંતુ તેનું પ્યારું સ્મિત..!! નાના મોટા સૌનું દિલ જીતી લેતું. તેની દસ વર્ષની દીકરી ક્ષિપ્રા, તેનો પ્રેમાળ પતિ અભિષેક અને વયોવૃદ્ધ સાસુ સસરા તથા બેન્કની જોબ..જેવી વિવિધ જવાબદારીઓથી ઘેરાયેલી હોવા છતાં પ્રકૃતિ પોતાનુ
પ્રકૃતિ એ થોડા અકળાઈને કહ્યું, " માત્ર જોવા માટે અહીં ટોળે વળ્યાં છો..?? આ માણસને બિચારાને કોઈ મદદ તો કરો...!"... એકે કહ્યું, " 108 બોલાવીએ તો સાથે જવું પડે.. કોણ જાય સાથે..? બધા પોતાના કામથી બહાર નીકળ્યા હોય." બીજા ...વધુ વાંચોકહ્યું, " અને પોલીસ કેસ થાય તો પોલીસ થાણે પણ જવું પડે..! લેવા ખાવાનું કોણ આમ હેરાન થાય...? " માણસાઈ જેવું કંઈ રહ્યું જ નથી લોકોમાં..! મનમાં બબળતા પ્રકૃતિએ ભલા દેખાતા કાકાની તરફ જોઈ કહ્યું, "કાકા, થોડી મદદ કરો તો હું મારી ગાડીમાં તેને નજીકના હોસ્પિટલમાં લઈ જાઉં." તે કાકા તરત આવ્યા. તેમને જોઈ બીજા બે ભાઈઓએ મળીને તે વ્યક્તિને
પ્રકૃતિએ સૌરભની હોસ્પિટલ આગળ પોતાની ગાડી ઊભી રાખી. સૌરભના કહેવાથી બે વ્યક્તિઓ પહેલાંથી જ સ્ટ્રેચર લઈ ઊભાં હતા. તે બે વ્યક્તિઓ એ ગાડીમાંથી ઘાયલ વ્યક્તિને સ્ટ્રેચરમાં સુવાળ્યો. ઘાયલ વ્યક્તિ પ્રકૃતિને જ જોઈ રહ્યો હતો. સાવ બોલી ન શકે તેવી ...વધુ વાંચોમાં પણ તે ન હતો. છતાં તે મૌન રહ્યો. પ્રકૃતિ અને તે કાકા સૌરભ સાથે વાત કરતા કરતા હોસ્પિટલના જનરલ વૉર્ડમાં ગયા, જ્યાં ઘાયલ વ્યક્તિને સુવાળ્યો હતો. કાકા પ્રકૃતિ અને સૌરભને કહેતા હતા કે , " એક ગલુડિયાને બચાવવા જતા આ ભાઈ માણસનું બાઇક સ્લીપ ખાઈ ગયું ને અકસ્માત થયો.""ચિંતા કરવા જેવું નથી, પણ છોલાયું હોવાથી વધુ લોહી વહે છે."
પ્રકૃતિ ઘરે પહોંચી ત્યારે ક્ષિપ્રા સુઈ ગઈ હતી. પ્રકૃતિ ક્ષિપ્રાની પાસે જઈને બેઠી. તેના માથે હાથ ફેરવી તેને ચૂમી લીધી. એક માની મમતા પ્રકૃતિના ચહેરા પર વરતાતી હતી. “ શું થયું મારા દીકરાને...? ” એમ કહી ક્ષિપ્રાનો હાથ લઈને ...વધુ વાંચોલીધો. પછી પ્રકૃતિએ તરત અભિષેકની ફોન લગાવ્યો. " હેલો.. અભિષેક..!! ક્ષિપ્રાની તબિયત સારી નથી. તમે ઘરે આવો છો, કે હું જ તેને હોસ્પિટલ લઇ જાઉ..?" "કેમ શું થયું અચાનક ક્ષિપ્રા ને..?" ચિંતિત સ્વરે અભિષેકે કહ્યું. " સ્કૂલમાં એને ચક્કર આવતા પડી ગઈ હતી. અત્યારે પણ ઠીક નથી લાગતું તો સૂઈ ગઈ છે." પ્રકૃતિ એ કહ્યું. " એક કામ કર તું
બીજા દિવસે પ્રકૃતિએ તે યુવાનની શોધખોળ શરૂ કરી દીધી. આ માટે તેણે પ્રીતિનો સાથ લીધો. પ્રીતિએ બે દિવસ તપાસ કર્યા બાદ તે યુવાનનો આખો બાયોડેટા પ્રકૃતિને આપ્યો. એ યુવાનનું નામ પ્રારબ્ધ છે. ગામડાના સામાન્ય પરિવારમાંથી તે આવ્યો છે. અભ્યાસમાં ...વધુ વાંચોછે. થોડા દિવસ પહેલા જ તેણે આ કોલેજ જોઈન કરી છે. સ્વભાવે દયાળુ અને વિનમ્ર છે. પણ જો કોઈ તેને છંછેડે તો જલદી ગુસ્સે થઈ જાય છે. અમદાવાદમાં રહેવા માટે મકાનની શોધમાં છે. પ્રીતિની વાતો પરથી પ્રકૃતિને લાગ્યું કે સામાન્ય પરિવારથી આવે છે અને એ પણ ગામડાનો છે.એટલે સ્વભાવે સારો જ હશે. પણ એનો ઘમંડ તો તોડવો જ પડશે. આ