Featured Books
  • આળસુ સજ્જન

    આળસુ સજ્જન आलस्यं हि मनुष्याणां शरीरस्थो महान् रिपु:। नास्त्...

  • અશોક સુંદરી

    અશોક સુંદરી  ભગવાન શ્રી મહાદેવ વિશે આપણે સૌ જાણીએ છીએ. તથા ત...

  • વનવાસ

    વનવાસ- રાકેશ ઠક્કર          નિર્દેશક અનિલ શર્માની નાના પાટેક...

  • લખપત - એક ભૂલાએલો ઇતિહાસ

    લખપત - એક ભુલાયેલો ઇતિહાસતો મેં આગલા લેખ જણાવ્યું એમ કોટેશ્વ...

  • ફરે તે ફરફરે - 53

    ફરે તે ફરફરે - ૫૩   "બા,આ તો લખ ચોર્યાસીના ફેરા છે...તમ...

શ્રેણી
શેયર કરો

લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 8

રીમઝીમ રીમઝીમ વરસાદ વરસતો હતો. વાતાવરણ ખુશનુમા હતું. ને એમાં પણ પ્રકૃતિના નાટક..! પ્રકૃતિને આમ રોડ પર પલાંઠી વાળી બેઠેલી જોઈ પ્રારબ્ધને વધુ હસવું આવ્યું.

“ શું થયું પ્રારબ્ધ..! કેમ હસવું આવે છે..? ” એમ કહી પ્રકૃતિએ પ્રારબ્ધનો હાથ પકડી તેને બાજુમાં બેસાડી દીધો.

“એક વાત કહું પ્રારબ્ધ..! આ વરસાદી મૌસમ મને બહુ જ ગમે છે. મન થાય બસ પલડ્યા જ કરુ..! કેટલી સુંદર ઋતુ છે નહીં..? ને તેને માણવાનો અહેસાસ તો કંઈક ઓર જ છે.” મોઢા પર આવેલા ભીના વાળ ઉપર તરફ કરતા કરતા પ્રકૃતિએ પ્રારબ્ધને કહ્યું.

“હું ક્યારેય આવી રીતે રસ્તા પર ચાલુ વરસાદે પલાઠી વાળીને બેઠો નથી. મેં ક્યારે તારી જેમ મૌસમને માણી નથી..! પણ આજ મને સારું લાગે છે. ખરેખર વરસાદી મૌસમ ખૂબ જ સુંદર છે.” પ્રારબ્ધએ વરસાદી બુંદોને પોતાના હાથમાં લેતાં કહ્યું.

“જિંદગી પણ મૌસમ જેવી છે. તેને ખરેખર માણસો તો સુંદર લાગશે. દરેક પળને ખુલીને જીવવું મને ગમે છે. તું આટલો ખડૂસ કેમ છે..? તારા ખડૂસ એટીટ્યુડ ને તોડવા જ મેં અટપટા અખતરા કર્યા હતા.” પ્રકૃતિએ પ્રારબ્ધની સામે જોઈને કહ્યું.

“હું ખડુસ..! કઈ બાજુથી તને હું ખડૂસ લાગું છું..? તારી આ ટેવ ગજબ છે. માણસને ઓળખ્યા પહેલા જ તું એના વિશે ખોટા અનુમાન લગાવે છે. પહેલા દિવસે પણ તે આવું જ કર્યું હતું.” પ્રકૃતિને ટપલી મારતા પ્રારબ્ધે કહ્યું.

આમ એકબીજા સાથે વાતો કરતા કરતા બંને ઉભા થયા. ધીમે ધીમે વાહન હાકતા હકતા તેઓ ગેરેજ પાસે પહોંચ્યા. વાહનનું પંચર કરાવ્યા બાદ પ્રગતિ અને પ્રારબ્ધ છુટા પડ્યા.

આજ પહેલીવાર પ્રગતિ અને પ્રારબ્ધ વચ્ચે આટલી વાતો થઈ. એકબીજા માટે અલગ જ ધારણા ધરાવતા પ્રગતિ અને પ્રારબ્ધમા ઘણી સામ્યતા જોવા મળી. કોલેજમાં પણ હવે તેઓ એક-બીજાની નજીક આવતા ગયા. દિવસેને દિવસે તેમની દોસ્તી મજબૂત બનતી ગઈ. આખી કોલેજમાં તેઓની દોસ્તીની લોકો મિસાલ આપતા. પ્રારબ્ધ અને પ્રકૃતિને પણ તેમની દોસ્તી પર ગર્વ હતો.

પોતાના ભૂતકાળમાં ખોવાયેલી પ્રકૃતિ ક્ષિપ્રાનો હાથ અડતા અચાનક ઉઠી ગઈ. સાડીનો પાલવ સરખો કરી પ્રકૃતિએ ક્ષિપ્રાના માથે હાથ ફેરવ્યો અને ક્ષિપ્રાનો તાવ તપાસ્યો. હજુ પણ થોડું શરીર ગરમ હતું. ક્ષિપ્રા હજુ ઊંઘમાં જ હતી. પ્રાકૃતિક ક્ષિપ્રાને ઓઢાડી ઊભી થઈ. વોશબેસિનમાં પોતાનો ચહેરો જોઈ પાણીથી ધોયો. ને વિચારોમાં ખોવાઈ ગઈ.

“પ્રકૃતિ તારા ગાલો પર આવતી આ લટ ખુબ જ સુંદર લાગે છે. સાથે ઈર્ષ્યા પણ થાય કે તે વારેઘડીએ તારા ગાલો ને ચૂમે છે. મારુ પણ મન થાય છે કે નાનો જીવ બની તારી લટ પર બેસી..લપસી.. તારા ગાલો ને પ્યારથી ચૂમી લઉં..!” હસતા હસતા પ્રારબ્ધ પ્રકૃતિ સામે પોતાની લાગણીઓ વ્યક્ત કરતો.

પ્રકૃતિ ફરીથી પાણીની છાલક મારી પોતાનો ચહેરો ધોવે છે. ચહેરો તો એકવારમાં જ ફ્રેશ થઈ ગયો હતો. બીજી વખત તો તેણે પોતાની જાતને ભૂતકાળમાંથી વર્તમાનમાં પાછા લાવવા ધોયો હતો.પછી સાંજના ચા પાણી કરી ક્ષિપ્રાને ખવડાવ્યું. તેનો તાવ હવે ઉતરી ગયો હતો.

“ હેલો સૌરભ..! તે વ્યક્તિને હવે કેવું છે..?” પ્રકૃતિ એ કહ્યું.

“ એને પાટા પિંડી કરી દવા આપી. બિલ પે કરી તે તો ચાલ્યો ગયો.” સૌરભે કહયુ.

“તેણે કંઈ કહ્યું નહીં..?" પ્રકૃતિ એ પૂછ્યું.

" ના, હું તો ચેકઅપ અને પાટા પિંડી કરી મારા કામમાં વ્યસ્ત હતો. એક દિવસ આરામ કરવાનું કહ્યું હતું પરંતુ ક્યારે તેણે કંપાઉન્ડર ને બિલ પે કરી નીકળી ગયો ખ્યાલ નથી.કેમ તારે કોઈ કામ હતું..? " સૌરભે પૂછ્યું.

" અરે ના..! કોઈ કામ ન હતું બસ એમ જ એના સમાચાર પૂછવા જ ફોન કરેલો." વાતને ટાળતા પ્રકૃતિ એ કહ્યું.

" ઓકે ચલ.. કોઈ કામ હોય તો કહેજે." એમ કહી સૌરભે ફોન મુક્યો.

🤗મૌસમ🤗