Featured Books
  • આળસુ સજ્જન

    આળસુ સજ્જન आलस्यं हि मनुष्याणां शरीरस्थो महान् रिपु:। नास्त्...

  • અશોક સુંદરી

    અશોક સુંદરી  ભગવાન શ્રી મહાદેવ વિશે આપણે સૌ જાણીએ છીએ. તથા ત...

  • વનવાસ

    વનવાસ- રાકેશ ઠક્કર          નિર્દેશક અનિલ શર્માની નાના પાટેક...

  • લખપત - એક ભૂલાએલો ઇતિહાસ

    લખપત - એક ભુલાયેલો ઇતિહાસતો મેં આગલા લેખ જણાવ્યું એમ કોટેશ્વ...

  • ફરે તે ફરફરે - 53

    ફરે તે ફરફરે - ૫૩   "બા,આ તો લખ ચોર્યાસીના ફેરા છે...તમ...

શ્રેણી
શેયર કરો

લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 12

" ઠીક છે બેટા..! હવે સુઈ જાઓ સવારે ક્ષિપ્રાને સ્કૂલ માટે તૈયાર કરવા તમારે વહેલા ઉઠવાનું છે."

"હા બાપુજી..! આ દવા પણ અહીં જ મુકું છું. ફરી ઉધરસ આવે તો લઈ લેજો."

પ્રકૃતિ તેના રૂમમાં જઈ સુઈ ગઈ. પણ બાપુજીને હજુ એવું થતું હતું કે પ્રકૃતિ કોઈ ટેન્શનમાં છે. પણ તે જણાવતી નથી.

પ્રકૃતિ પોતાના રોજીંદા ક્રમ પ્રમાણે કામ કરે જતી હતી પરંતુ તેના દિલો દિમાગને હજુ પ્રારબ્ધની ચિંતા સતાવતી હતી.એવું તે શું કરે જેથી તે પ્રારબ્ધ સુધી પહોંચી શકે..? સમય વિતતો જતો હતો. મગજ વિચારે ચડી જતું હતું. પણ પ્રારબ્ધ સુધી પહોંચવાનો કોઈ રસ્તો જડતો ન હતો. અચાનક તેને વિચાર આવ્યો, કે હોસ્પિટલના રજીસ્ટર પરથી કંઇક જાણવા મળે.પ્રકૃતિ પ્રારબ્ધ વિશે જાણવા કંઈ પણ કરી છૂટવા તૈયાર હતી.

આજે તો તેણે નક્કી કર્યું કે ઓફીસ જતા પહેલા તે સૌરભની હોસ્પિટલમાં જઈ આવશે. કદાચ પ્રારબ્ધ વિશે જાણવા મળે...! આથી તે ઘરનું કામ પતાવી ઓફિસે જવા થોડી વહેલાં નીકળવાનું વિચારતી હતી, આથી પોતાના બેડરૂમમાં પર્સ લેવા ગઈ ત્યાં જ અભિષેક આવીને બોલ્યો,
"જાનેમન..! હું તારો પતિ છું એ તો તેને ખબર છે ને..?"

પ્રકૃતિ ગભરાઈ ગઈ. તેને થયું કે અભિષેકને પ્રારબ્ધ વિશે કાઈ ખબર પડી ગઈ કે શુ..? તે ગભરાયેલા સ્વરે બોલી, " તમે આવું કેમ બોલો છો..? "

પ્રકૃતિ ને આમ ગભરાયેલી જોઈ મજાક કરતા અભિષેક બોલ્યો, "અરે મારી વ્હાલી પત્ની..! હું મજાક કરું છું.. તું તો સિરિયસ થઈ ગઈ. આખો દિવસ તું ઘર, ઓફીસ, પરિવાર માટે કામ કરે જાય છે. મને તો સહેજે સમય જ આપતી નથી." કહી હસતા હસતા તેણે પ્રકૃતિનો હાથ પકડી પોતાની પાસે બેસાડી અને ફરી બોલ્યો, " થોડી વાર તો શાંતિથી બેસ યાર મારી સાથે..! કેટલો સમય થયો..આપણે સરખી વાત પણ નથી કરતા..?"

પ્રકૃતિ તેના હાથ પર હાથ મૂકી તેની સામે જ જોઈ રહી હતી. અને વિચારતી હતી કે, "પ્રારબ્ધ વિશેના મારા ભૂતકાળને છુપાવીને હું અભિષેક સાથે દગો તો નથી કરતી ને..? પ્રારબ્ધના ગયા પછી અભિષેકે જ તો મને સંભાળી હતી...! કહી દઉં અભિષેક ને બધું..? ના ના કહીશ તો તે જ દુઃખી થશે."

"હેલો..માય બ્યુટીફૂલ વાઈફ..! ક્યાં ખોવાઈ ગઈ..?" પ્રકૃતિ ને ઢંઢોળતા અભિષેકે કહ્યું.

" અરે ક્યાંય નહીં. મને લાગે છે કે તમે સાચું કહો છો. મારે તમને પણ સમય આપવો જોઈએ. પણ કામ એટલું હોય છે ને કે હું તમને યોગ્ય સમય નથી આપી શકતી. આઈ એમ સો સૉરી યાર." દિલગીરીથી પ્રકૃતિએ કહ્યું.

" આવતી કાલે રવિવાર છે તો આખો દિવસ તું હું ને ક્ષિપ્રા કોઈ સારા રિસોર્ટમાં જઈશું અને ફૂલ ડે એન્જોય કરશુ.આવતી કાલે તારે રસોઈ..કામ.. બધામાંથી છુટ્ટી." અભિષેકે તેના માથાને ચુંમતા કહ્યું.

પ્યારી સ્માઈલ સાથે પ્રકૃતિએ હા પાડી.પરંતુ તેનું મન વિચારતું હતું કે "આજ હોસ્પિટલ જઈ શકાશે નહીં.કાલ તો રવિ વાર છે."

પ્રકૃતિ પ્રત્યેનો અભિષેકનો નિર્દોષ અને નિઃસ્વાર્થ પ્રેમ જાણે દિવસેને દિવસે વધે જતો હતો. પ્રારબ્ધના ગયા પછી પ્રકૃતિએ પણ પોતાની જાત સાથે સમાધાન કરી લીધું હતું અને અભિષેક અને ક્ષિપ્રા સાથે ખુશ રહેતા શીખી ગઈ હતી. પણ સમયથી બળવાન કોણ છે..? સમયને ફરતા વાર નથી લાગતી. પ્રકૃતિ અને અભિષેકના સુખી દામ્પત્ય જીવનમાં પ્રારબ્ધના આગમનથી પ્રકૃતિ સામે ફરી તે 15 વર્ષ પહેલાંનો ભૂતકાળ એક એક કરી સામે આવવા લાગ્યો. પ્રકૃતિ પણ એકવાર પ્રારબ્ધને જોઈ શાન ભાન ભૂલી ગઈ હતી અને લાગણીના વહેણમાં તણાવા લાગી હતી. તે એ પણ ભૂલી ગઈ છે કે આ તેનો ભૂતકાળ તેના વર્તમાન અને ભવિષ્ય બંનેને બગાડી શકે છે.પણ તેને આ વાત સમજાવે કોણ..?

🤗 મૌસમ 🤗