પ્રારબ્ધએ અમદાવાદમાં જ ભાડે નાનું મકાન રાખ્યું. મિત્રની મદદથી થોડી ઘણી ઘરવખરી વસાવી.તેનો પહેલો પગાર થવામાં હજુ અઠવાડિયું બાકી હતું, પણ ત્યાં સુધી શું કરવું..? તેને યાદ આવ્યું. જોબ મળી ત્યારે બેંકમાં ખાતું ખોલાવેલું.ત્યાંથી ક્રેડિટ કાર્ડ પણ મળેલું. તેનો ઉપયોગ કરી અઠવાડિયું કાઢ્યું. પહેલા પગારમાં પ્રારબ્ધએ પ્રકૃતિને હનીમૂન લઈ જવાનું નક્કી કર્યું. તેણે તેના લગ્ન નો મહિનો પૂરો થતો હતો તે જ દિવસની સાપુતારાની હોટેલ બુક કરવી.તે પ્રકૃતિ ને સરપ્રાઈઝ આપવા માંગતો હતો. પ્રકૃતિએ પણ પ્રારબ્ધ માટે એક ગિફ્ટ તૈયાર રાખી હતી.
" હેલો પ્રકૃતિ.. આજે સાંજે તું રેડી રહેજે હું આવું પછી શોપિંગ માટે જવું છે.."
" પ્રારબ્ધ..! હજુ શાની શોપિંગ કરવી છે તારે...?"
" તારા માટે મારી જાન.."
" મારે કંઈ નથી જોઈતું..તું મળી ગયો છે તો બધું મળી ગયું મને.."
" ઓય.. પાગલ...મારે કંઈ બહાનું જોઈએ નહીં..તું રેડી રહેજે બસ.."
" હા.."
સાંજે પ્રારબ્ધ પ્રકૃતિને થોડા કપડાં અને થોડી જ્વેલરીની શોપિંગ કરાવી. અને પોતાના માટે પણ થોડા કપડાં ખરીદ્યા. ઘરે જઈ બંનેએ કપડાં પહેરી ચકાસી જોયા.
"પ્રકૃતિ..! બીજું બધું તો ઠીક પણ તારી પર આ યલો રંગની સાડી ખૂબ જ સરસ લાગે છે. તેની અંદરના કલરફુલ ટપકાં તારા લીધે વધુ સુંદર લાગે છે."
" રહેવા દે હો..! બહુ મસ્કા મારવાની જરૂર નથી..!"
" અરે કસમથી પ્રકૃતિ...મેં તને બધા ટાઈપના કપડામાં જોયેલી છે.પણ સાડીમાં મેં તને પહેલી વાર જોઈ અને તેમાં તું સૌથી વધુ સુંદર લાગે છે."
" ઓહ ..! એવું..! "
" હા મારી જાન..! બીજી વાત આજ રાત્રે 12 વાગે આપણે નીકળવાનું છે. તું આ બધું પેક કરી દે. બે દિવસ આપણે બહાર જવાનું છે"
" શું કીધું..? ક્યાં જવાનું છે..? "
" સરપ્રાઈઝ છે તારા માટે... કાલ સમજાઈ જશે.. કાલ આપણા લગ્નનો એક મહિનો પૂરો થશે. તો.."
" ઓહ.. સરપ્રાઈઝ... એમ..?"
સવારે પ્રકૃતિ અને પ્રારબ્ધ સાપુતારા પહોંચ્યા. સાપુતારાનું નયનરમ્ય દ્રશ્ય જોઈ તે તો ઉછળ કૂદ કરવા લાગી.પ્રારબ્ધ જાણતો હતો કે પ્રકૃતિ ને કુદરતી સૌંદર્ય વધુ ગમે છે એટલે જ તે પ્રકૃતિને અહીં લાવ્યો હતો. બંને હોટેલ ગયા , ફ્રેશ થયાં અને તેઓ તૈયાર થઈ બ્રેક ફાસ્ટ કરવા જતાં જ હતા ત્યાં પ્રારબ્ધએ તેને રોમેન્ટિક અંદાજમાં હાથ પકડી કહ્યું,
" જિંદગી ભર મારી સાથે રહીશ ને પ્રકૃતિ..? " કહેતા પ્રારબ્ધએ તેના હાથમાં ગિફ્ટ બોક્સ આપ્યું.
" અરે આ તો કઈ પૂછવા જેવી વાત છે..? હું હંમેશા તારી છું ને તારી જ રહીશ..I love you પ્રારબ્ધ.." કહેતા તેણે તે બોક્સ ખોલ્યું. તેમાં ઘણી બધી ચોકલેટ અને બીજું એક બોક્સ હતું. પ્રકૃતિએ બીજું બોક્સ ઓપન કર્યું. તેમાં ગોલ્ડની એક વીંટી હતી. તેની પર નાનું દિલ દોરેલું હતું અને તેની ઉપર ડાયમંડ જડેલો હતો. પ્રકૃતિ તો તે જોઈ ખુશ થઇ ગઇ પણ સાથે ચિંતા પણ વ્યક્ત કરવા લાગી કે આટલો બધો ખર્ચ કરવાની ક્યાં જરૂર હતી..?
" જો આ રિંગમાં જે દિલ છે તે મારું દિલ છે અને તેમાં જે સુંદર ડાયમંડ છે તે મારી સુંદર પત્ની છે.. તને ગમે છે ને..?"
" હા ખૂબ જ સુંદર છે થેન્ક્સ..હું પણ કંઈક લાવી છું તારા માટે.. લે.." પ્રારબ્ધ સામે બોક્સ ધરતા પ્રકૃતિએ કહ્યું.
"તું શું લાવી..? મારે તો ચાલે... મને કોઈ ગિફ્ટની આદત નથી.." કહેતા તેને પણ બોક્સ ઓપન કર્યું. તેમાં એક ચાંદીનું બ્રેસલેટ હતું. તેની પર પ્રારબ્ધનો પહેલો અક્ષર 'પ્રા' અને પ્રકૃતિનો છેલ્લો અક્ષર 'તિ' એમ 'પ્રાતિ' લખેલું હતું.પ્રારબ્ધ તે જોઈ ખૂશ થઈ ગયો. પ્રકૃતિએ તેના હાથે જ પ્રારબ્ધને તે બ્રેસલેટ પહેરાવ્યું.
😊મૌસમ😊