Featured Books
શ્રેણી
શેયર કરો

લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 26

" અરે ..! આ તો પ્રકૃતિ છે..! પણ કેમ આમ રસ્તા પર..? પ્રકૃતિ.. પ્રકૃતિ..!" તેના ગાલ થપથપાવી તે યુવાને પ્રકૃતિને જગાડવાનો પ્રયત્ન કર્યો. પણ પ્રકૃતિ જાગી નહીં. તેણે પ્રકૃતિને ઉઠાવી ગાડીમાં સુવાડી. પછી તરત તેણે રાવલ સાહેબને ફોન કર્યો પણ તેમનો ફોન નંબર બદલાઈ ગયો હોવાથી સંપર્ક થયો નહીં. શું કરવું તે સમજાતું ન હતું. છેવટે તે પ્રકૃતિને પોતાના ઘરે જ લઈ ગયો. તે યુવાનના ઘરમાં જ રહેતી બાઈએ તેની સેવા કરી.

સવાર પડતા જ પ્રકૃતિ ભાનમાં આવી. પ્રકૃતિએ ઉઠીને જોયું તો તે કોઈના ઘરમાં હતી. કોઈ યુવાન રૂમની ગેલેરીમાં પડેલી ખુરસીમાં બેઠો બેઠો છાપું વાંચી રહ્યો હતો. "હું ક્યાં છું..? મને અહીં કોણ લાવ્યું..? " રડમસ અવાજે પ્રકૃતિએ કહ્યું.

અવાજ સાંભળી તરત તે યુવાન પ્રકૃતિની પાસે આવ્યો. "તું ચિંતા નહીં કર તારા ફાધરનો નંબર બોલ હું તેમની સાથે વાત કરી તેમને બોલવું છું."

" અભિષેક તમે...? તમે મને અહીં લાવ્યા..? કેમ..? મરી જવા દેવી હતી ને મને..? કોઈ નથી મારુ...! કોના માટે હું જીવું..?"

" અરે એવું કેમ બોલે છે..? તારા પેરેન્ટ્સ છે.. તારો બોયફ્રેન્ડ છે.. શું થયું..? તું મને ફરી એકવાર તારી સમસ્યા જણાવીશ..? હું કોશિશ કરીશ તેમાંથી તને બહાર કાઢવાની..!"

" એકવાર તો તમે મારી મદદ કરવા જુઠ બોલી મારી જિંદગીથી દૂર ચાલ્યા ગયા. ફરી કેમ મને બચાવી..?"

" મારવું અને બચાવવુ આપણા હાથમાં નથી. આપણે તો માત્ર નિમિત્ત બનીએ છીએ. હું ત્યાંથી નીકળતો હતો ને તને આમ રસ્તામાં જોઈ તો.. ઍનિવે.. તું મને સાચ્ચે સાચું કહીશ..? ઓકે તું મને તારો ફ્રેન્ડ સમજી તારી પ્રોબ્લેમ્સ શૅર કર.બની શકે હું તારી કોઈ મદદ કરી શકું..!"

પ્રકૃતિએ અભિષેકને શરૂઆતથી બધી વાત કરી. વાત કરતા કરતા પ્રકૃતિ ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગી. પ્રકૃતિને આમ રડતી જોઈ અભિષેકની આંખોમાં પણ પાણી આવી ગયું. હવે શું કરવું કોઈને સમજાતું ન હતું.

" હું હવે પિતાના ઘરે જઈ તેમને વધુ દુઃખી કરવા માંગતી ન હતી. તમારાથી થઈ શકે તો મારા પ્રારબ્ધને શોધવામાં મદદ કરો. "
" હા હું પ્રયત્ન કરી જોઉં. તું ચિંતા ના કર તું એકલી નથી. તારું ઘર ક્યાં છે હું તને ત્યાં મૂકી જાઉં."

પ્રકૃતિના કહેવાથી અભિષેક તેને તેના ઘરે મૂકી ગયો. પછી પોતાની ઓળખાણ ધરાવતા પોલીસ મિત્રની મદદથી તેને પ્રારબ્ધની શોધખોળ શરૂ કરી. સતત એક અઠવાડિયા સુધી પ્રારબ્ધને શોધવામાં આવ્યો. પણ ક્યાંયથી તે મળ્યો નહી. કોઈ જંગલી પ્રાણીઓનો શિકાર બની ગયો હશે તેમ માની પોલીસએ શોધખોળનો અંત લાવ્યા.

અભિષેક પ્રકૃતિને આ સમાચાર અને થોડી આર્થિક સહાય કરવા માટે તેના ઘરે આવ્યો. તેને થોડા નાણાં અને અન્ય વસ્તુ આપી નીકળતો જ હતો ત્યાં બીજી વાર આમ અભિષેક અને પ્રકૃતિને સાથે જોઈ પાડોશી સ્ત્રીએ કહ્યું, " હજુ પતિને ગાયબ થયે ચાર દિવસ પણ નથી થયાં અને આને બીજો વર શોધી દીધો." આટલું સાંભળીને પ્રકૃતિની આંખમાંથી તો આંસુ વહેવા લાગ્યા.અભિષેકને આ જોઈ, સાંભળીને ખૂબ દુઃખ થયું. તે તરત જ ત્યાંથી નીકળી ગયો.

અભિષેક ખૂબ વ્યાકુળ થઈ ગયો." જેના મન શુદ્ધ હોય છે છતાં કોઈ તેની પર કલંક લગાવે તો કેટલું દુઃખ થાય છે તે આજ સમજાયું. પ્રારબ્ધના ગયા પછી પ્રકૃતિને આવું કેટ કેટલું સાંભળવું પડશે..? બિચારી કોના કોના મોઢે તાળા મારવા જશે..? પોતાની પવિત્રતાનું સર્ટીફીકેટ કેટલાને આપશે..? આ સમાજના લોકોની માનસિકતાને આસાનીથી બદલી શકાય તેમ નથી. પણ હું પ્રકૃતિ ને આ સ્થિતિમાં એકલી ન મૂકી શકું..! " ગાડી ચલાવતાં ચલાવતાં અભિષેક વિચારે જતો હતો. ને તરત તેને પોતાની ગાડીને ત્યાંથી જ વાળી દીધી. તે પાછો પ્રકૃતિના ઘરે ગયો.

😊મૌસમ😊