Featured Books
  • આળસુ સજ્જન

    આળસુ સજ્જન आलस्यं हि मनुष्याणां शरीरस्थो महान् रिपु:। नास्त्...

  • અશોક સુંદરી

    અશોક સુંદરી  ભગવાન શ્રી મહાદેવ વિશે આપણે સૌ જાણીએ છીએ. તથા ત...

  • વનવાસ

    વનવાસ- રાકેશ ઠક્કર          નિર્દેશક અનિલ શર્માની નાના પાટેક...

  • લખપત - એક ભૂલાએલો ઇતિહાસ

    લખપત - એક ભુલાયેલો ઇતિહાસતો મેં આગલા લેખ જણાવ્યું એમ કોટેશ્વ...

  • ફરે તે ફરફરે - 53

    ફરે તે ફરફરે - ૫૩   "બા,આ તો લખ ચોર્યાસીના ફેરા છે...તમ...

શ્રેણી
શેયર કરો

લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 1


લાગણીના પવિત્ર સંબંધો

કહેવાય છે કે કુદરતનું સૌથી સુંદર સર્જન એટલે સ્ત્રી. તેમાં પણ જો કોઈ પ્રકૃતિને જોવે તો એવું જ કહે, ભગવાને નવરાશના સમયે તેને બનાવી હશે.આમ તો તે 35 વર્ષની થઈ ગયેલી પણ તેને જોઈ 18 વર્ષના યુવાનો પણ તેના પ્રેમમાં પડી જાય તેવું તેનું આકર્ષક જોબન. સાદગી તેના જીવનનું આભૂષણ.પરંતુ તેનું પ્યારું સ્મિત..!! નાના મોટા સૌનું દિલ જીતી લેતું.

તેની દસ વર્ષની દીકરી ક્ષિપ્રા, તેનો પ્રેમાળ પતિ અભિષેક અને વયોવૃદ્ધ સાસુ સસરા તથા બેન્કની જોબ..જેવી વિવિધ જવાબદારીઓથી ઘેરાયેલી હોવા છતાં પ્રકૃતિ પોતાનું દરેક કામ ચોક્કસાઈથી કરવા ટેવાયેલી.

સવારના 8 વાગ્યા હતા. પ્રકૃતિને બેંકમાં જવાનો સમય થઈ ગયો હતો.

"મમ્મી જમવાનું બનાવી દીધું છે, ટાઈમથી જમી લેજો. પપ્પાને કહેજો ક્ષિપ્રાને સ્કૂલેથી લઇ આવી તેને હોમવર્ક કરવા બેસાડે. અભિષેક તમારું લંચ બૉક્સ ભર્યું છે.યાદ કરી લઈ જજો." ઉતાવળમાં પોતાનું લંચ બૉક્સ ભરતા ભરતા પ્રકૃતિ દરેકને કંઇક ને કંઈક સૂચના આપે જતી હતી. આ તેનું રોજનું થઈ ગયું હતું.

"પ્રકૃતિ તે તારા એકટીવા માં પંચર થયું હતું તે રીપેર કરાવ્યું...?" અભિષેકે ચિંતા વ્યક્ત કરતા કહ્યું.

"અરે યાર..! હું ભૂલી જ ગઈ છું. હવે શું કરું...? મારે બેંકમાં જવાનું પણ લેટ થાય છે."- ઢીંચણ સુધી આવતા વાળનો ચોટલો ગૂંથતાં ગૂંથતાં પ્રકૃતિ એ કહ્યુ.

"એક કામ કર મારી ગાડી લઇ જા. આમ પણ મારે ઉતાવળ નથી તો હું એકટીવા રીપેર કરાવી લઇ જઇશ." અભિષેકે પ્રકૃતિને ગાડીની ચાવી આપતા કહ્યું.

“ અરે નહી અભિષેક..! એક શેઠ રોજ ગાડીમાં જતા હોય અને આજે એકટીવા લઈને જાય કેવું લાગે.?” પ્રકૃતિએ ગાડીની ચાવી અભિષેકના હાથમાં પાછી આપતા કહ્યું.

“ અરે મારી વાલી પ્રકૃતિ..! બીજાને કેવું લાગે છે તે થોડું વિચારવાનું હોય..? હું તો ખાલી તારુ જ વિચારું છું તને તકલીફ ન પડવી જોઈએ.” બેગ અને ચાવી પ્રકૃતિના હાથમાં આપતા અભિષેકે કહ્યું.

પ્રકૃતિએ મીઠું સ્મિત આપતા કહ્યું, “ઠીક છે હું ગાડી લઈ જાઉં છું. તમે થોડા વહેલા જઈને એકટીવા રીપેર કરી આવજો. અને લંચ બોક્સ લઈ જવાનું ભૂલતા નહિ. તેમાં તમારા માટે આજે કંઈ ખાસ છે.”

ઉતાવળથી પ્રકૃતિ સીડીનાં પગથિયા ઉતરતી હતી ત્યાં જ પ્રકૃતિના મોબાઇલમાં રીંગ વાગી. પગથિયાં ઊતરતાં ઊતરતાં તેણે ફોન રિસીવ કર્યો.

હેલો....

"હેલો..ક્ષિપ્રાના મધર બોલો છો...?" સામેથી અવાજ આવ્યો.

જી,હા... તમે...?

મેમ ક્ષિપ્રાની તબિયત ઠીક નથી લાગતી. એને સ્કૂલમાં ચક્કર આવતા તે પડી ગઈ. તમે ક્ષિપ્રાને આવીને લઇ જાઓ.

"અચાનક શું થયું...? સવારે તો તેને કંઈ નહોતું થયું... અને તે પડી ગઇ...? એને કંઈ થયુ તો નથી ને...?" ચિંતા વ્યક્ત કરતા પ્રકૃતિએ કહ્યું.

અરે નહીં.. એને ક્યાંય વાગ્યું નથી. ચિંતા નહીં કરો.

"ઓકે હું ક્ષિપ્રાને લેવા માટે મોકલું છું." ગાડીનું લોક ખોલતા પ્રકૃતિ એ કહ્યું.

પ્રકૃતિએ તેના બાપુજીને ફોન કરી ક્ષિપ્રાને સ્કૂલમાંથી લઇ આવવા કહી તે ઓફીસ જવા નીકળી.

ઘરથી ઓફીસ 20 km દૂર હશે.ઘરેથી જ થોડું મોડું થયું હોવાથી તે થોડી સ્પીડમાં ગાડી ચલાવવા લાગી.અચાનક જ રસ્તા પર ટોળે વળેલા લોકોને જોઈ તેણે તરત જ બ્રેક મારી.ફૂલ સ્પીડથી ચાલતી ગાડીને આમ અચાનક બ્રેક મારતા પ્રકૃતિ પણ થોડી આગળ ઝૂકી ગઈ ને તેના વાળની લટો બહાર આવી ગઈ.

રસ્તા વચ્ચોવચ્ચ શું થયું હશે તે આટલી બધી ભીડ જામી ગઈ છે...!એમ વિચારી તે બાજુમાંથી સાંકળા રસ્તેથી નીકળી જવાનું વિચારે છે, પણ ખબર નહીં શું થયું..? પ્રકૃતિ સાઈડમાં ગાડી ઉભી રાખી ટોળા તરફ ગઈ.

બાઈક ઊંધું પડ્યું હતું ને એક પુરુષ છાતીના બળે ઊંધો પડ્યો હતો. આ ઘટના હમણાં હમણાં જ બની હતી. તે પુરુષ ના હાથ પગ છોલાઈ ગયા હતા અને તેમાંથી લોહી વહી રહ્યું હતું. મોંઢા પર કોન્ક્રીટના ઝીણા પથ્થરોએ ઊંડા ઘા કર્યા હતા. ધૂળ અને લોહીના મિશ્ર રંગથી પુરુષ નો ચહેરો સ્પષ્ટ દેખાતો ન હતો. લોકો માત્ર તેને જોઈ રહ્યા હતા. ન કોઈએ 108 બોલાવી..ના કોઈએ પોલીસ ને જાણ કરી.

પ્રકૃતિએ થોડા અકળાઈને કહ્યું, " માત્ર જોવા માટે અહીં ટોળે વળ્યાં છો..?? આ માણસને બિચારાને કોઈ મદદ તો કરો...!"...

(શું થશે તે માણસનું...? કેવી રીતે તે માણસને મદદ મળશે...?આ માટે આગળના ભાગની રાહ જુઓ)

🤗 મૌસમ 🤗