"તું શું લાવી..? મારે તો ચાલે... મને કોઈ ગિફ્ટની આદત નથી.." કહેતા તેને પણ બોક્સ ઓપન કર્યું. તેમાં એક ચાંદીનું બ્રેસલેટ હતું. તેની પર પ્રારબ્ધનો પહેલો અક્ષર 'પ્રા' અને પ્રકૃતિનો છેલ્લો અક્ષર 'તિ' એમ 'પ્રાતિ' લખેલું હતું.પ્રારબ્ધ તે જોઈ ખૂશ થઈ ગયો. પ્રકૃતિએ તેના હાથે જ પ્રારબ્ધને તે બ્રેસલેટ પહેરાવ્યું.
"થેન્ક્સ યાર..આ બ્રેસલેટને હું ક્યારેય મારાથી અલગ નહીં કરું" ભાવુક થઈ પ્રારબ્ધએ કહ્યું.
" મને એક સરસ વિચાર આવ્યો છે. જ્યારે પણ આપણું બચ્ચું આવશે તે છોકરી જ હશે અને આપણે આપણી ઢીંગલીનું નામ પ્રાતિ રાખીશું..પ્રકૃતિ અને પ્રારબ્ધના પ્રેમની નિશાની એટલે પ્રાતિ.."
પછી તો બંનેએ સાથે બ્રેકફાસ્ટ કર્યું. બે દિવસમાં આખું સાપુતારા ફર્યા..ફોટા પડ્યા..ખૂબ એન્જોય કર્યું..
પ્રારબ્ધ હંમેશા પ્રકૃતિનું નાની બચ્ચીની જેમ ધ્યાન રાખતો. પ્રકૃતિ પણ ધીમે ધીમે પ્રારબ્ધ સાથે સાદગીથી જીવવાનું શીખી ગઈ હતી. આમ ને આમ ચાર મહિના વીતી ગયા. પ્રારબ્ધનો જન્મદિન આવ્યો. ઓફિસમાં બધા જ મિત્રોએ આબુમાં જઈ પાર્ટી કરવાનું નક્કી કર્યું. પ્રારબ્ધએ જવાની સાફ ના કરી પણ આ તો મિત્રો જીદ કરે એટલે પુરી કરવી જ રહી.
લગ્ન પછી નો આ પહેલો જન્મદિવસ હતો આથી તે પ્રકૃતિ સાથે મનાવવા ઇચ્છતો હતો. તે દિવસે તે આખો દિવસ પ્રકૃતિ સાથે રહ્યો. અને તે રાત્રે મિત્રો સાથે આબુ ગયો.
ઘરે પ્રકૃતિને જાણવા મળ્યું કે તેના ઘરે નાનું મહેમાન આવવાનું છે. તે તો ખુશીથી પાગલ જ થઈ ગઈ હતી. તે આ વાત પ્રારબ્ધને કહેવા ખૂબ આતુર હતી. પણ તેને આ વાત રૂબરૂમાં કહી પ્રારબ્ધના એક્સપ્રેશન જોવા હતા. પ્રારબ્ધ શું રીએક્ટ કરશે ..? તેના હાવભાવ શું હશે..? તે જોવું હતું.આથી તેણે પ્રારબ્ધના આવવા સુધીની રાહ જોઈ.
બીજા દિવસે સાંજે પ્રારબ્ધનો ફોન આવ્યો, " હેલો ડિયર..! શુ કરે છે..? sorry તને એકલી મૂકી હું અહી આવી ગયો."
" અરે એવું ના બોલ..તું કહે કેવી રહી તારી પાર્ટી..?"
" અરે યાર બહુ મસ્તી કરી..ખૂબ એન્જોય કર્યું..સાંજે ઘરે આવવા નીકળી જઇશું.. રાત્રે તારો પ્રારબ્ધ તારી પાસે હશે.."
" સારું..શાંતિથી આવજો બધા..તારા ફ્રેન્ડને કહેજે ગાડી ધીમે ચલાવે..તારું ધ્યાન રાખજે..જલ્દીથી ઘરે આવી જા એક જરૂરી વાત કરવી છે મારે.."
આસમાનમાં ઘનઘોર વાદળો છવાઈ ગયા હતા. જોર જોરથી પવન ફૂંકાઈ રહ્યો હતો. ઘરનાં બારી બારણાં બંધ કરી પ્રકૃતિ પ્રારબ્ધની રાહ જોતી હતી. પ્રારબ્ધને પણ ઘરે આવવાની ઉતાવળ હતી. પણ સમયને ફરતા ક્યાં વાર લાગે છે. આબુથી નીચે ઉતરતા જ પ્રારબ્ધની ગાડીને ગોઝારો અકસ્માત નડ્યો. અંધારું થઈ ગયું હતું. એમ્બ્યુલન્સ અને પોલીસ આવી ગઈ હતી. ધોધમાર વરસાદમાં શોધખોળ દરમિયાન બેના અકસ્માતમાં જ અવસાન થાય બાકીના સખત રીતે ઘાયલ થયા.એમ્બ્યુલન્સમાં બધાને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. એકને ભાન આવ્યું તો તરત તેને પ્રારબ્ધ વિશે પૂછ્યું. ઘાયલોની યાદીમાં તો તે ન હતો. આથી તેને અવસાન પામેલા વ્યક્તિઓની તાપસ કરી. પરંતુ તે ઓળખી શકાય તેવી સ્થિતિમાં ન હતા. તે ઘાયલ મિત્રને થયું કે પ્રારબ્ધ હવે નથી રહ્યો.
"અડધી રાત થઈ ગઈ છે હજુ આવ્યો નથી..ફોન પણ લાગતો નથી.. શું થયું હશે..?આને ભાન નથી પડતું..એને ખબર છે કે હું ચિંતા કરતી હોઈશ..તો પણ.. કમસેકમ એક મેસેજ તો કરાય ને..?" એમ વિચારી પ્રકૃતિએ , તેની સાથે ગયેલા મિત્રોને ફોન લગાવ્યો પણ કોઈને ફોન લાગતો નથી.
પ્રકૃતિ ચિંતા માં અડધી થયે જતી હતી. કોણ જાણે કેમ તેનું મન ગભરાતું હતું. તેને હૂંફ આપી શકે તેવું કોઈ વડીલ પણ ઘરમાં ન હતું.
( શું થયું હશે પ્રારબ્ધનું..? પ્રકૃતિને કેવી કેવી સમસ્યાઓનો સામનો કરવો પડશે.. કેવી રીતે તે પ્રારબ્ધને શોધશે..? આ માટે રાહ જુઓ આગળના ભાગની..😊🤗 ખુશ રહો...ખુશહાલ રહો..🤗)