આનંદનગર એ માત્ર ઈંટ-સિમેન્ટથી બનેલી ચાર દીવાલો કે ફ્લેટોનું સરનામું નથી, પણ “મિની ભારત”નું જ્વલંત ઉદાહરણ છે. અહીં હિન્દુ, મુસ્લિમ, જૈન, શીખ, પારસી અને ખ્રિસ્તી પરિવારો છે. ગુજરાતી, હિન્દી, મરાઠી, પંજાબી, તમિલ, બંગાળી, રાજસ્થાની, મલયાળી, કન્નડ અને તેલુગુ ભાષાઓ સાંભળવા મળે છે.અહીં લગભગ ૧૫૦ પરિવારો મોજ મસ્તી અને એકતા સાથે રહે છે. આનંદનગર એક આધુનિક મધ્યમ વર્ગના લોકોની રહેણાંક સોસાયટી છે. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલી આ સોસાયટીમાં દરેક તહેવાર ધામધૂમથી ઉજવાય છે. આનંદનગરમાં એક સુંદર બગીચો, નાનું મંદિર, કોમ્યુનિટી હોલ, લાઇબ્રેરી, જીમ, બાળકોનું પ્લે એરિયા અને સિનિયર સિટિઝન કોર્નર છે. આનંદનગરમાં દરેક સમસ્યાનો ઉકેલ સોસાયટી ના દરવાજે ચાની કિટલી પરની ચર્ચામાંથી નીકળે છે. અહીં ગુજરાતી સંસ્કૃતિનો હૂંફાળો સ્પર્શ છે, પણ સાથે સાથે દેશના ખૂણે-ખૂણેથી આવીને વસેલા લોકોનું અનોખું મિશ્રણ છે. દરેક સાંજે અહીં રાજકારણથી લઈને ક્રિકેટ, મોંઘવારીથી લઈને સોશિયલ મીડિયાનો નવો ટ્રેન્ડ, મોબાઇલ સુધી દરેક વિષય પર રોજેરોજ ચર્ચા થાય છે. અહીં રોજરોજ અવનવા નવા, જુના, જાણીતા વિષયો, વ્યક્તિઓ, વાતો, પર પ્રકરણ આવશે જેને આપ મનભરીને વાંચીને અનુભવીને મજા કરી શકશો.
આનંદનગર - ટુંકો પરિચય
આનંદનગર નો ટુંકો પરિચયઆનંદનગર એ માત્ર ઈંટ-સિમેન્ટથી બનેલી ચાર દીવાલો કે ફ્લેટોનું સરનામું નથી, પણ “મિની ભારત”નું જ્વલંત ઉદાહરણ અહીં હિન્દુ, મુસ્લિમ, જૈન, શીખ, પારસી અને ખ્રિસ્તી પરિવારો છે. ગુજરાતી, હિન્દી, મરાઠી, પંજાબી, તમિલ, બંગાળી, રાજસ્થાની, મલયાળી, કન્નડ અને તેલુગુ ભાષાઓ સાંભળવા મળે છે.અહીં લગભગ ૧૫૦ પરિવારો મોજ મસ્તી અને એકતા સાથે રહે છે.આનંદનગર એક આધુનિક મધ્યમ વર્ગના લોકોની રહેણાંક સોસાયટી છે. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલી આ સોસાયટીમાં દરેક તહેવાર ધામધૂમથી ઉજવાય છે.આનંદનગરમાં એક સુંદર બગીચો, નાનું મંદિર, કોમ્યુનિટી હોલ, લાઇબ્રેરી, જીમ, બાળકોનું પ્લે એરિયા અને સિનિયર સિટિઝન કોર્નર છે.આનંદનગરમાં દરેક સમસ્યાનો ઉકેલ સોસાયટી ના દરવાજે ચાની કિટલી પરની ...વધુ વાંચો
આનંદનગર : પ્રકરણ ૧
પ્રકરણ ૧: નવી સવાર, નવા ચહેરાસવારે સાત વાગ્યાનો સમય હતો.અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલી આનંદનગર સોસાયટી ધીમે ધીમે પોતાની ઊંઘમાંથી રહી હતી. પૂર્વ દિશામાંથી નીકળતા સૂર્યના કોમળ, સોનેરી કિરણો સોસાયટીના મુખ્ય દરવાજા પર લગાવેલા મોટા સ્ટીલના બોર્ડ પર પડીને ચમકી રહ્યા હતા. ઝાડ પર બેઠેલાં પક્ષીઓનો મધુર કલરવ સવારના શાંત વાતાવરણને એક અલગ જ સંગીતમય વાતાવરણ પૂરું પાડી રહ્યો હતો. બોર્ડ પર સુંદર અક્ષરે લખેલું હતું:> **"આનંદનગર – જ્યાં દરેક ઘર એક વાર્તા છે."**>મુખ્ય ગેટ પાસે આવેલી સિક્યુરિટી કેબિન બહાર બેઠેલા વયસ્ક વોચમેન બાબુલાલ અને અરજણભાઈ પોતપોતાના હાથમાં ગરમાગરમ ચાનો કપ લઈને આવનારા-જવનારા સોસાયટીના સભ્યોને મુસ્કુરાહટ સાથે "જય શ્રીકૃષ્ણ" કહીને ...વધુ વાંચો
આનંદનગર : પ્રકરણ ૨
પ્રકરણ ૨ "બી-૨૦૩ના નવા પડોશી"સવારે લગભગ સાડા નવ વાગ્યા હતા.આનંદનગરના મુખ્ય ગેટ પાસે એક મોટો મૂવિંગ ટ્રક આવીને ઊભો કમ્પાઉન્ડ માં ઉભેલા તમામ લોકોનું ધ્યાન e ટ્રક અને ટ્રક ની સાથે આવેલ લોકો તરફ હતું."બી-૨૦૩...!"સિનિયર વોચમેન બાબુલાલે રજિસ્ટરમાં ફ્લેટ નંબર જોઈને આસિસ્ટન્ટ વોચમેન અરજણભાઈને કહ્યું,"ચાલ, સામાન ઉપર ચડાવવામાં મદદ કરવી પડશે."ટ્રકનું પાછળનું શટર ખુલ્યું.સૌથી પહેલાં એક સફેદ SUVમાંથી લગભગ પિસ્તાળીસ વર્ષના એક સજ્જન નીચે ઉતર્યા. સફેદ શર્ટ, બ્લૂ જીન્સ, આંખે ચશ્મા અને ચહેરા પર હળવું સ્મિત.એમની પાછળ એક મહિલા અને લગભગ સોળ-સત્તર વર્ષની એક દીકરી પણ નીચે ઉતર્યાં.ગેટ પાસે બેઠેલા કાંતિભાઈ પેપરવાળાની નજર તરત જ ત્યાં નવા આવેલ લોકો ...વધુ વાંચો
આનંદનગર : પ્રકરણ ૩
પ્રકરણ ૩: આનંદ ગેંગનું અનોખું સ્વાગતદૈનિક ચબરાકિયાં:"ઈંટ-સિમેન્ટથી તો ફ્લેટ બને છે સાહેબ, પણ ઘરમાં પ્રવેશતાં જ જો પડોશીઓ મોં કરાવે, તો એ જ ફ્લેટ 'ઘર' બની જાય છે! નવા સંબંધોનું સ્વાગત કરવા માટે મોટા દિલ જોઈએ, મોટી બેંક બેલેન્સ નહીં!"સાંજના પાંચ વાગ્યા હતા. આકાશમાં આછો સોનેરી તડકો પથરાયેલો હતો અને સોસાયટીના ગાર્ડનમાં બાળકોની રોજની જેમ ગુપ્ત બેઠક ભરાઈ હતી.વિવાને ચારેય તરફ નજર ફેરવી, જાણે કોઈ મોટું ગુપ્ત મિશન પાર પાડવાનું હોય. "બધા આવી ગયા?""હા..."રુદ્ર (ટીનીયો) આગળ આવ્યો અને આંખ મચકોડીને બોલ્યો, "તો હવે પ્લાન સાંભળો."બધા ઉત્સુક થઈને તેની આસપાસ ગોળ થઈને બેઠા."જુઓ ભાઈ, નવા પડોશીનું સ્વાગત તો આખા મકાનના ...વધુ વાંચો
આનંદનગર : પ્રકરણ ૪
પ્રકરણ ૪: ચાની કિટલી પરનો પહેલો મુદ્દોદૈનિક ચબરાકિયાં:"દેશનું સંસદભવન ભલે દિલ્હીમાં હોય, પણ મધ્યમ વર્ગની ખરી ગવર્નિંગ બોડી તો નાકા પર આવેલી ચાની કિટલી જ છે! અહીં નોટિસ વગર ચર્ચા થાય અને મત વગર ચૂકાદા આવે!"બીજા દિવસે સવારે સાત વાગ્યે...આનંદનગરના મુખ્ય દરવાજા બહાર આવેલી "જય અંબે ટી સ્ટોલ" પર રોજની જેમ 'મિની સંસદ'ની બેઠક ભરાવાની શરૂઆત થઈ ગઈ હતી.મગન કાકાએ પોતાની તાંબાની કિટલીમાં ઉકળતી ચામાં આદુ અને ફુદીનો નાખતાં, હાથમાં પકડ પકડીને મોટેથી હાંક મારી, "આવો... આવો સાહેબો! આજની આનંદનગર કેબિનેટ બેઠક શરૂ થઈ ગઈ છે!"ચાની કિટલી સામે મૂકેલી લાલ-પીળી પ્લાસ્ટિકની ખુરશીઓ પર માણેકલાલ, ભજનપ્રેમી મનોહર જોષી, નિવૃત્ત ...વધુ વાંચો
આનંદનગર : પ્રકરણ ૫
પ્રકરણ ૫: નીટની લડાઈ... માત્ર પરીક્ષા નહીં, સપનાની પણરવિવારની સાંજ આનંદનગર સોસાયટી માટે દર અઠવાડિયાની જેમ સામાન્ય નહોતી. ક્લબ આજે એક ખાસ અને ગંભીર બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સોસાયટીના યુવાનો, કિશોરો અને ખાસ કરીને બોર્ડના વિદ્યાર્થીઓ માટે ડૉ. નિલેશ દેસાઈ સાથે "કારકિર્દી માર્ગદર્શન અને નીટની વાસ્તવિકતા" વિષય પર સરસ સેમિનાર ગોઠવાયો હતો.ક્લબ હાઉસનો મોટો હોલ વિદ્યાર્થીઓથી છલકાઈ રહ્યો હતો. આરવ, વિવાન, રુદ્ર, મિશ્રી, કિયારા, તનિષ્કા, આન્યા, રિયાન અને ગુરનૂર સહિત સોસાયટીના અનેક બાળકો આગળની હરોળમાં ઉત્સુકતાથી બેઠા હતા. તેમની પાછળ તેમના વાલીઓ—હર્ષિલ મહેતા, હિતેશ પટેલ અને માણેકલાલ જેવા વડીલો પણ બેઠા હતા. દરેકના ચહેરા પર પોતાના બાળકના ભવિષ્યને ...વધુ વાંચો
આનંદનગર : પ્રકરણ ૬
પ્રકરણ ૬: ચાય પે ચર્ચા... નીટથી દિલ્હી સુધીસવારના સાડા સાત વાગ્યાનો સમય હતો. સૂરજના કુમળા કિરણો આનંદનગર સોસાયટીના વૃક્ષોમાંથી આવી રહ્યા હતા. સોસાયટીના મુખ્ય દરવાજા પાસે આવેલી 'જય અંબે ટી સ્ટોલ' પર આજે રોજ કરતાં પણ વધુ ગરમાગરમી અને ભીડ જોવા મળતી હતી. ચાની ચુસકીઓ સાથે અખબાર વાંચવાની સોસાયટીના વડીલોની જૂની ટેવ હતી.કાંતિભાઈ પેપરવાળાએ દરરોજની જેમ આજે પણ અખબારોનું બંડલ ટેબલ પર મૂક્યું અને એક ન્યૂઝપેપર ખોલીને મોટેથી વાંચ્યું. અખબારના મુખ્ય પાના પર ઘાટા મોટા અક્ષરોમાં હેડલાઈન છપાઈ હતી:"નીટ મુદ્દે દિલ્હીમાં વિદ્યાર્થીઓનું ઉગ્ર વિરોધ પ્રદર્શન: દેશભરમાં પારદર્શિતા અંગેની ચર્ચા તેજ બની."આ સમાચાર સાંભળતાં જ સોસાયટીના વડીલ માણેકલાલે પોતાના ચશ્મા ...વધુ વાંચો
આનંદનગર : પ્રકરણ ૭
પ્રકરણ ૭: પાર્કિંગનો પંગો... અને પંજાબી-રાજસ્થાની જંગ!રવિવારની આળસુ સવારે આનંદનગર સોસાયટીમાં વાતાવરણ એકદમ શાંત અને અલ્હાહદાયક હતું. મોટાભાગના લોકો ચાની ચુસકીઓ સાથે છાપું વાંચી રહ્યા હતા, તો કેટલાક સવારની હળવી ઊંઘ માણી રહ્યા હતા.પરંતુ, અચાનક જ બ્લોક-સી તરફથી એક મોટો અને ગરમાગરમ અવાજ સોસાયટીના શાંત વાતાવરણને ભેદી ગયો."આ શું વાત થઈ, શર્માજી? દર વખતે તમારું આ જ નાટક હોય છે!"આ અવાજ હતો સોસાયટીના દિલદાર અને ઊંચા-પૂરા પંજાબી પાડોશી મનપ્રીત સિંહ ગિલનો. તેમના અવાજમાં જેટલો કડકપો હતો, એટલો જ અકળામણનો ભય હતો.બાલ્કનીઓમાંથી લોકો પોતપોતાના ચાના કપ લઈને નીચે જોવા લાગ્યા.નીચે પાર્કિંગમાં વિક્રમ શર્મા પોતાના હાથમાં કારની ચાવીઓ ઉછાળતા શાંતિથી ઊભા ...વધુ વાંચો
આનંદનગર : પ્રકરણ ૮
પ્રકરણ ૮: વરસાદ, પાણી અને આનંદનગરની ચા પે ચર્ચાસવારે સાત વાગ્યાથી જ આખા અમદાવાદમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી હતી. મુસળધાર વરસી રહેલા વરસાદને કારણે આનંદનગર સોસાયટીની સામે આવેલો મુખ્ય ડામરનો રસ્તો નાનકડા તળાવમાં ફેરવાઈ ગયો હતો. વૃક્ષો પરથી પાણીના ધોધ વહી રહ્યા હતા અને સોસાયટીનું વાતાવરણ એકદમ ઠંડુંગાર અને આહલાદક બની ગયું હતું.સોસાયટીના મુખ્ય ગેટ પાસે ઊભેલા વયસ્ક વોચમેન બાબુલાલ એક હાથમાં મોટી કાળી છત્રી પકડીને અને બીજા હાથે ધોતી સહેજ ઊંચી કરીને ગેટ પાસે ભરાયેલા પાણીનું લેવલ માપી રહ્યા હતા."અરજણ... આજે તો ગાડીઓ સાઈડમાં મૂકીને સોસાયટી માટે બે-ત્રણ બોટ રાખવી જોઈતી હતી!" બાબુલાલે પાણી સામે જોઈને ચિંતા ...વધુ વાંચો
આનંદનગર : પ્રકરણ ૯
પ્રકરણ ૯ : વરસાદી સાંજ... આનંદનગરની ભજીયા પાર્ટીસાંજના છ વાગ્યા... બહાર વરસાદ ધોધમાર વરસી રહ્યો હતો. ક્લબ હાઉસની બારી વરસાદના ટીપાં ગૂંજતું સંગીત વગાડી રહ્યા હતા.એટલામાં જાગૃતિ પટેલે મહિલા મંડળના વોટ્સએપ ગ્રૂપમાં મેસેજ કર્યો: "Attention આનંદનગર પરિવાર! આજે વરસાદી સ્પેશિયલ... સાંજે ૭ વાગ્યે ક્લબ હાઉસમાં ગોટા-ભજીયા પાર્ટી. બધા પરિવાર ને સહપરિવાર આમંત્રણ છે, જરૂર આવશો."બે મિનિટમાં જ ગ્રૂપમાં મેસેજનો વરસાદ શરૂ થઈ ગયો.અંજુ મહેતાએ લખ્યું, "હું ગરમ ચા બનાવીશ."રેણુ શર્મા બોલી, "મારી તરફથી લીલી ચટણી."ડૉ. આરતી દેસાઈએ પૂછ્યું, "હું ગરમ જલેબી મોકલું?"જાગૃતિ હસી પડી અને લખ્યું, "ભજીયા પાર્ટી છે કે લગ્ન?"મીનાક્ષી અય્યરે ઉમેર્યું, "હું ફિલ્ટર કોફી પણ બનાવીશ."મારિયા ફર્નાન્ડિસે ...વધુ વાંચો
આનંદનગર : પ્રકરણ ૧૦
પ્રકરણ ૧૦ છત્રીનો કાગડોદૈનિક ચબરાકિયાં:વરસાદથી બચવા છત્રી જોઈએ અને નેતાઓના વાયદાથી બચવા બુદ્ધિ જોઈએ... પણ પવન જો જોરથી ફૂંકાય, છત્રી અને વાયદા—બંને કાગડો થઈ જાય!જુલાઈની મસ્ત વરસાદી સવાર...આનંદનગરમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો હતો.ગેટ પાસે ધીરુભાઈ શાકવાળા અને રામજીભાઈ દૂધવાળા છત્રી લઈને ઊભા હતા.રામજીભાઈ બોલ્યા,"આજે તો દૂધ કરતાં વરસાદ વધારે વહે છે."ધીરુભાઈ હસ્યા."અને ગ્રાહકો કરતાં છત્રીઓ વધારે દેખાય છે."એટલામાં હિતેશ પટેલે સોસાયટીના વોટ્સએપ ગ્રૂપમાં મેસેજ કર્યો."આજે સવારે ૯ વાગ્યે ગાર્ડનમાં 'બેસ્ટ છત્રી ડિસ્પ્લે' સ્પર્ધા રાખવામાં આવી છે. જેની છત્રી સૌથી અનોખી હશે તેને આનંદનગર પરિવાર તરફથી જૉરદાર ઇનામ આપવામાં આવશે."મેસેજ વાંચીને આખી સોસાયટી ઉત્સાહમાં આવી ગઈ.બરાબર નવ વાગ્યે...આનંદ નગર ...વધુ વાંચો
આનંદનગર : પ્રકરણ ૧૧
રિલ્સ vs રિયલ લાઈફદૈનિક ચબરાકિયાં: રીલ્સની દુનિયામાં બધા ગાઈ રહ્યા હતા કે 'બારીશેં આ ગઈ શહર મેં...'પણ ગેટ પાસે ભરાયું ત્યારે ખબર પડી કે 'બારીશ સોસાયટીમાં પણ આવી ગઈ છે!' આનંદનગર સોસાયટીના ગેટ પાસે આજે જુલાઈની ધોધમાર સવાર હતી. ચોમાસું પૂરા જોરમાં હતું, પણ સોસાયટીની યુવા બ્રિગેડ અને મહિલા મંડળ માટે આ એક 'કન્ટેન્ટ ઓપર્ચ્યુનિટી' હતી!મહિલા મંડળ પ્રમુખ જાગૃતિ પટેલ પોતાના હાથમાં રિંગ-લાઇટ પકડીને ઊભાં હતાં, જ્યારે સેક્રેટરી હિતેશ પટેલ કલ્ક્યુલેટર પર બજેટ ગણવાને બદલે જાગૃતિબેનનો કેમેરા એંગલ સરખો કરી રહ્યા હતા. બીજી તરફ, યુથ ક્લબના હેડ આરવ જોશી, વિવાન પટેલ અને મસ્તીખોર રુદ્ર (ટીનીયો) ભેગા થઈને ગાર્ડનના લીલાછમ ઘાસ પર ...વધુ વાંચો
આનંદનગર : પ્રકરણ ૧૨
સ્માર્ટ ગેટિંગ નેટવર્ક અને 'રિયલ' મેળાવડોદૈનિક ચબરાકિયાં: વાઇ-ફાઇ ચાલુ હોય ત્યારે માણસ આખી દુનિયા સાથે કનેક્ટેડ રહે છે, પણ ડિસ્કનેક્ટ થઈ જાય છે...ઈશ્વર વરસાદ પાડીને નેટ બંધ કરે છે, જેથી માણસ માણસ સાથે રી-કનેક્ટ થઈ શકે! આનંદનગર સોસાયટીમાં ચોમાસાના પ્રારંભે જ સેક્રેટરી હિતેશ પટેલના માર્ગદર્શન હેઠળ અને પ્રમુખ હર્ષિલ મહેતાની મંજૂરીથી 'હાઇ-સ્પીડ સ્માર્ટ ગેટિંગ નેટવર્ક' ઇન્સ્ટોલ કરવામાં આવ્યું હતું. હેતુ એવો હતો કે આખી સોસાયટી ડિજિટલ બને! પણ આ સોફ્ટવેર અને ડિજિટલ દુનિયા પર જ્યારે વરુણ દેવની મહેરબાની થઈ, ત્યારે આખી સિસ્ટમ 'ટોટલ ડાઉન' થઈ ગઈ!સાંજના છ વાગ્યે આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયાં અને મુસળધાર વરસાદ શરૂ થયો. વીજળીના કડાકા સાથે ...વધુ વાંચો
આનંદનગર : પ્રકરણ ૧૩
પ્રકરણ ૧૩: લોકલ વેપારીઓ VS ઓનલાઇન શોપિંગ એપદૈનિક ચબરાકિયાં: ઓનલાઇન એપ પર '૧૦ મિનિટમાં ડિલિવરી'નો ઓપ્શન મળી જાય છે પણ સુખ-દુઃખમાં ઊભા રહેનારા 'ધીરુભાઈ શાકવાળા' કે 'રામજીભાઈ દૂધવાળા'નો વિકલ્પ કોઈ એપમાં નથી મળતો! સવારના સાડા છ વાગ્યા હતા. આનંદનગર સોસાયટીના ગેટ પાસે આવેલી મગનકાકાની 'આનંદ જનરલ સ્ટોર' અને ચાની કિટલી પાસે આજે રોજ કરતાં અલગ જ નીરવ શાંતિ અને ચિંતાનો માહોલ હતો.રામજીભાઈ દૂધવાળા પોતાની સાયકલના ખાલી કેન પર માથું મૂકીને બેઠા હતા, જ્યારે ધીરુભાઈ શાકવાળા પોતાની લારીની ખાલી કેરેટો સામે એકીટશે જોઈ રહ્યા હતા. સોસાયટીના વરિષ્ઠ સિક્યોરિટી બાબુલાલ પણ હાથમાં ડંડો ઝાલીને ચિંતાતુર ચહેરે એમની બાજુમાં ઊભા હતા.મગનકાકાએ ગરમ ગરમ ...વધુ વાંચો
આનંદનગર : પ્રકરણ ૧૪
પ્રકરણ ૧૪: તંત્ર સામે 'આનંદનગર'નો મોરચો અને મહા-સફાઈ!દૈનિક ચબરાકિયાં: મ્યુનિસિપલ કોર્પોરેશન ચોમાસા પહેલાં 'પ્રી-મોન્સૂન કામગીરી'નો કાગળ પર દાવો કરે અને ચોમાસા પછી પ્રજા 'પોસ્ટ-બીમારી મોન્સૂન' ભોગવે છે! તંત્ર ત્યારે જ જાગે છે જ્યારે મીડિયાનો કેમેરો એમના દરવાજે પહોંચે! ચોમાસાના ભારે વરસાદ બાદ અમદાવાદ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. આનંદનગર સોસાયટીના મુખ્ય દરવાજા બહાર અને આસપાસના રસ્તાઓ પર દિવસો સુધી પાણી ભરાયેલા રહેવાને કારણે ખાબોચિયાં કાદવ-કીચડથી ભરાઈ ગયાં હતાં અને મચ્છરોનો ભારે ત્રાસ વધી ગયો હતો.પરિણામ એ આવ્યું કે સોસાયટીમાં અને આસપાસના વિસ્તારમાં રોગચાળો ફેલાવા લાગ્યો.ઘરે-ઘરે ડેન્ગ્યુ, મલેરિયા અને વાયરલ તાવના કિસ્સાઓ પ્રકાશમાં આવવા લાગ્યા. ફ્લેટ A-102 માં રહેતા ...વધુ વાંચો
આનંદનગર : પ્રકરણ ૧૫
️ પ્રકરણ ૧૫: સોસાયટીનું ધાબું, પહેલો વરસાદ અને 'છુપો ' પ્રેમ!દૈનિક ચબરાકિયાં: ટીનેજ એજનો પ્રેમ પણ ચોમાસા જેવો છે સાહેબ... ક્યારેય કોઈને પૂછીને નથી આવતો! બસ એક ઝાપટું પડે અને આખી દુનિયા લીલીછમ (અને ગુલાબી) લાગવા માંડે છે! આનંદનગર સોસાયટીમાં આજે સવારથી જ રોમેન્ટિક માહોલ હતો. આકાશમાં ઝીણી ઝીણી બુંદો પડી રહી હતી અને ઠંડો પવન વહી રહ્યો હતો. આ વાતાવરણ વચ્ચે સોસાયટીના A-બ્લોક અને B-બ્લોકના ધાબા પર એક અનોખી જ 'અદ્રશ્ય' વાર્તા આકાર લઈ રહી હતી.આ વાર્તા હતી સોસાયટીના બે ટીનેજર્સ—૧૭ વર્ષના આર્શવ (A-302, સેક્રેટરી હિતેશ પટેલનો ભત્રીજો) અને ૧૬ વર્ષની અનાયા (B-201, પ્રોજેક્ટ મેનેજર દેવાંશ જોશીની નાની બહેન) ...વધુ વાંચો
આનંદનગર : પ્રકરણ ૧૬
પ્રકરણ ૧૬ : ડિજિટલ યુગના 'ડાકુ' અને આનંદનગરનો 'સાયબર સુરેક્ષા' કેમ્પ!દૈનિક ચબરાકિયાં: ટેકનોલોજીએ આપણું કામ સરળ બનાવ્યું છે પણ જ ગલત દાનતવાળાઓને તમારા ખિસ્સા સુધી પહોંચવાનો શોર્ટકટ પણ આપી દીધો છે! ઓટીપી (OTP) એ તમારા ઘરની તિજોરીની ચાવી છે, એને કોઈ અજાણ્યા સાથે શેર કરવી એટલે ચોરને સામેથી કહેવું કે 'આવો ને લૂંટી જાઓ'! સવારની દોડધામ અને મગનકાકાની કિટલીઓગસ્ટ મહિનાની શરૂઆત સાથે જ અમદાવાદમાં મેઘરાજાએ થોડો વિરામ લીધો હતો. ધીમો-ધીમો પવન અને હળવી વરાળ વચ્ચે આનંદનગર સોસાયટીમાં સવારની રોજીંદી ચહલપહલ શરુ થઈ ગઈ હતી.સવારે સાડા આઠ વાગ્યે સોસાયટીના ગાર્ડનમાં બેઠેલા સિનિયર સિટિઝન ગ્રુપના વડા માણેક લાલ, રૂસ્તમ દારૂવાલા, મનોહર જોશી ...વધુ વાંચો
આનંદનગર : પ્રકરણ ૧૭
પ્રકરણ ૧૭ : કાંદા-ભજીયા વર્સિસ કેલરી!દૈનિક ચબરાકિયાં:"ગુજરાતીઓ માટે ચોમાસાનું વાતાવરણ અને તેલમાં તળાતા ગરમ-ગરમ ભજીયાની સુગંધ એ દુનિયાનો સૌથી એરોમા-થેરપી છે! ડાયેટ પ્લાન અને કેલરી ચાર્ટ ત્યાં સુધી જ સાચા, જ્યાં સુધી પ્લેટમાં ચટણી સાથે કાંદા-ભજીયા નથી આવતા!"ઓગસ્ટના મધ્યમાં આકાશ ફરી એકવાર કાળાડીબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને ધીમી ધારે ચોમાસાની મનમોહક હેલી શરૂ થઈ ગઈ હતી. હવાઈ વાતાવરણમાં એક અનોખી જ ઠંડક પ્રસરી ગઈ હતી.આવા રોમેન્ટિક અને આહલાદક વાતાવરણમાં આનંદનગર સોસાયટીના ક્લબ હાઉસમાં લેડીઝ ટીમ દ્વારા 'કિટ્ટી પાર્ટી'નું આયોજન કરવામાં આવ્યું હતું.આ વખતની કિટ્ટી પાર્ટીની થીમ હતી—"હેલ્ધી મોન્સૂન એન્ડ ફિટનેસ"!સેક્રેટરી હિતેશ પટેલના પત્ની સોનાલીબેન, વકીલ ઇમરાન ખાનના ...વધુ વાંચો
આનંદનગર : પ્રકરણ ૧૮
પ્રકરણ ૧૮: ₹૫૧,૦૦૦ નું ઇનામ, હિતેશ પટેલનો 'સંકલ્પ' અને નસરીન ખાનનું 'વેસ્ટ મેનેજમેન્ટ'!દૈનિક ચબરાકિયાં:"ઇનામની રકમ ગમે તેટલી હોય, પણ વાત સોસાયટીની પ્રતિષ્ઠા અને પડોશીઓ વચ્ચેની સ્પર્ધા પર આવે, ત્યારે દરેક નાગરિકના દિલમાં એક અલગ જ જોશ જાગી જતું હોય છે! સ્વચ્છતા એ માત્ર સરકારી ઝુંબેશ કે ચોપડાનો નિયમ નથી, પણ એ આપણી ગૃહિણીઓની ચીવટ, સોશિયલ વર્કર્સની વિઝનરી સોચ અને સંસ્કારીતાની ખરી ઓળખ છે!"ઓગસ્ટ મહિનાની શરૂઆતની ગુલાબી સવારમાં જ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી આખા શહેરમાં એક ભવ્ય જાહેરાત કરવામાં આવી. શહેરના અખબારોના ફ્રન્ટ પેજ પર અને રેડિયો પર સતત એક જ સમાચાર ગુંજી રહ્યા હતા—"શહેરની સૌથી સ્વચ્છ સોસાયટી સ્પર્ધા"!જાહેરાતમાં સ્પષ્ટ ...વધુ વાંચો
આનંદનગર : પ્રકરણ ૧૯
️ પ્રકરણ ૧૯: કચરાનું રાજકારણ અને કેસાજીનો ઇનકાર!દૈનિક ચબરાકિયાં:"નિયમો કાગળ પર બનાવવા બહુ આસાન હોય છે, પણ વર્ષો જૂની અને ટેવો બદલવી સૌથી અઘરી હોય છે. જ્યારે ઈગો, સિદ્ધાંતો અને આળસ સામસામે આવે, ત્યારે સોસાયટીના કમ્પાઉન્ડમાં કચરા કરતાં વધારે તો અફવાઓ અને 'રાજકારણની ચર્ચાઓ' ઉડતી હોય છે!"બીજી જ સવારે આનંદનગર સોસાયટીમાં નવો નિયમ અમલમાં આવવાનો પહેલો દિવસ હતો. સવારના સાડા આઠ વાગ્યા હતા, પણ જેનો ડર સેક્રેટરી હિતેશ પટેલને હતો, એ જ ધમાકેદાર નાટક શરૂ થઈ ગયું!A-બ્લોકની સીડીઓ પરથી કેસાજી પોતાની કચરાગાડી ખસેડતા-ખસેડતા ઉપરથી નીચે આવી રહ્યા હતા. હાથમાં ગ્લોવ્ઝ પહેરેલા અને મોં પર રૂમાલ બાંધેલો. હિતેશ પટેલના કડક ...વધુ વાંચો
આનંદનગર : પ્રકરણ ૨૦
પ્રકરણ ૨૦: 'ગાર્બેજ પોલીસ', ખાતરનો પ્રયોગ અને વાયરલ આનંદનગર!દૈનિક ચબરાકિયાં:"જ્યારે મોટા લોકો પોતા અહમ અને વિવાદોમાં અટવાય છે, ત્યારે બાળકો અને અનુભવી વડીલો જ સાચો અને મીઠો રસ્તો બતાવે છે. એકતા, પ્રેમ અને સમજદારી આગળ ગમે તેવો મોટો વિવાદ પણ ક્ષણભરમાં ઓગળી જતો હોય છે!"સોસાયટીના કમ્પાઉન્ડમાં કચરા અને નિયમો બાબતે વધતો વિવાદ જોઈને આનંદનગરના સિનિયર સિટિઝન ગ્રુપના વડા માણેક લાલ, રૂસ્તમ દારૂવાલા અને મનોહર જોશી એ નક્કી કર્યું કે હવે આ બાબતને શાંત પાડવી જ પડશે.માણેક લાલે લાકડી ટેકવતાં કહ્યું, "હિતેશ, તું ચિંતા ન કર. ભાષણો આપવાથી કે કડક નિયમો લાદવાથી લોકોની ટેવ નહીં બદલાય, પણ આપણે એમને ...વધુ વાંચો
આનંદનગર : પ્રકરણ ૨૧
પ્રકરણ ૨૧ : ઓગસ્ટ ૧૫ — 'કેસરીઓ રંગ', તિરંગાની શાન અને આનંદનગરનો દેશભક્તિ મહોત્સવ!દૈનિક ચબરાકિયાં:"દેશભક્તિ એ વર્ષમાં માત્ર બે ઓગસ્ટ કે ૨૬મી જાન્યુઆરીએ છાપામાં કે વોટ્સએપ સ્ટેટસમાં બતાવવાની વસ્તુ નથી! સાચી દેશભક્તિ તો પોતાના વિસ્તારને સાફ રાખવામાં, એકબીજા સાથે પ્રેમથી રહેવામાં અને દેશના ઈતિહાસને નવી પેઢી સુધી સાચા અર્થમાં પહોંચાડવામાં છે!"૧૫મી ઓગસ્ટ ૨૦૨૬ની સોનેરી સવાર આનંદનગર સોસાયટી માટે એક અનોખો ઉત્સાહ અને રોમાંચ લઈને આવી હતી. આકાશમાં હળવા વાદળોની વચ્ચે સૂર્યનારાયણની કિરણો સોસાયટીના કમ્પાઉન્ડ પર પડી રહી હતી, અને આખું આનંદનગર કેસરી, સફેદ અને લીલા રંગથી ઝળહળી રહ્યું હતું.આ વખતની ૧૫મી ઓગસ્ટના ભવ્ય કાર્યક્રમનું ઇવેન્ટ મેનેજમેન્ટ સોસાયટીના B-બ્લોકના ...વધુ વાંચો
આનંદનગર : પ્રકરણ ૨૨
પ્રકરણ ૨૨: એનાલોગ પનીરનો દાવ અને 'દેસાઈ ડૉક્ટર ફેમિલી'નો જાગૃતિ કેમ્પ!દૈનિક ચબરાકિયાં:"જીભના ચટાકા અને પિઝા-બર્ગરના મોહમાં આપણે એ ભૂલી છીએ કે પનીર અને ચીઝના નામે આપણે શું ખાઈ રહ્યા છીએ! કેમિકલ અને પામ ઓઈલમાંથી બનેલું 'એનાલોગ પનીર' એ સ્વાદ નહીં, પણ બીમારીઓનું પેકેટ છે. જાગૃત નાગરિક એ જ, જે પોતાના થાળીના ખોરાકની શુદ્ધતા જાણે!"સવારના આઠ વાગ્યા હતા. આનંદનગર સોસાયટીના ગાર્ડન પાસે આવેલા બાંકડા પર સિનિયર સિટિઝન ગ્રુપ—માણેક લાલ, રૂસ્તમ દારૂવાલા અને મનોહર જોશી પોતાના હાથમાં ગરમ ચાના કપ સાથે અખબાર વાંચી રહ્યા હતા.માણેક લાલે અચાનક અખબાર પર ચશ્મા સરખા કર્યા અને મોટા અક્ષરે લખેલી હેડલાઈન વાંચી: "દૂધની જગ્યાએ ...વધુ વાંચો
આનંદનગર : પ્રકરણ ૨૩
પ્રકરણ ૨૩: હેપ્પી એજિંગ મોડેલ અને આનંદનગરનો 'સુખી દાદા-દાદી' મેળાવડો!દૈનિક ચબરાકિયાં: વિશ્વભરના વૈજ્ઞાનિકો અને સંશોધકો 'હેપ્પી એજિંગ'ના મોટા મોટા પેપર્સ લખે છે, પણ સાચો આનંદ તો સંયુક્ત પરિવારના હાસ્ય અને સાંજે દોહિત્ર-પૌત્ર સાથે રમાતી રમતમાંથી જ મળે છે! પૈસાથી સગવડ ખરીદી શકાય, પણ દિલનો ખુશાલ સંતોષ તો સંબંધોની હૂંફમાંથી જ નીતરે છે! ઓગસ્ટ મહિનાની એક સોનેરી, તાજી સવાર આનંદનગર સોસાયટીના કમ્પાઉન્ડમાં એક નવો જ મોહક વાતાવરણ લઈને આવી હતી.સવારના સાડા સાત વાગ્યા હતા. સોસાયટીના ગાર્ડનના જોગિંગ ટ્રેક પર કડક નિયમો પાળનારા સ્કૂલ પ્રિન્સિપાલ સંદીપ ચેટર્જી પોતાના કડક શિસ્તબદ્ધ અંદાજમાં ઝડપી વોકિંગ કરી રહ્યા હતા. તેમની સાથે મનમોજી સ્વભાવના મ્યુઝિક ટીચર ...વધુ વાંચો
આનંદનગર : પ્રકરણ ૨૪
પ્રકરણ ૨૪: 'ઇકિગાઈ' અને આનંદનગરનું જીવનજીવવાનું રહસ્ય!દૈનિક ચબરાકિયાં: માણસ ક્યારેય ઉંમરથી નિવૃત્ત (Retire) નથી થતો, પણ પોતાના ઉદ્દેશ્યથી નિવૃત્ત જાય ત્યારે જ વૃદ્ધ બને છે! સવારે પથારીમાંથી જાગવા માટેનું એક સુંદર કારણ એટલે જ તમારી 'ઇકિગાઈ' (Ikigai)!ગઈકાલે સવારે અખબારમાં આવેલ 'ગુજરાતના દાદા-દાદી દેશમાં સૌથી વધુ ખુશ'ના સમાચાર પછી આખી આનંદનગર સોસાયટીમાં એક નવો જ આહલાદક માહોલ છવાઈ ગયો હતો. વડીલોના ચહેરા પર એક અનોખો આત્મવિશ્વાસ હતો અને યુવાનોમાં પોતાના વડીલો પ્રત્યેનો આદર બેગણો થઈ ગયો હતો.આ સમાચાર અને વડીલોની ખુશીને આગળ ધપાવતાં, A-બ્લોકમાં રહેતા અને યુનિવર્સિટીમાં સાહિત્યના પ્રોફેસર સૌરવ મુખર્જી તથા એમના આર્ટિસ્ટ પત્ની સુચરિતા મુખર્જીએ એક અદ્ભુત આયોજન ...વધુ વાંચો
આનંદનગર : પ્રકરણ ૨૫
પ્રકરણ ૨૫: શ્રાવણ માસનું આગમન અને નાગ પાંચમની ભક્તિમય ઉજવણી!દૈનિક ચબરાકિયાં: શ્રાવણ મહિનો એટલે સંસ્કાર, સંસ્કૃતિ અને તહેવારોની હારમાળા! આધુનિક જીવનશૈલી વચ્ચે સોસાયટીના વડીલો અને નવી પેઢી એકસાથે પૂજાની થાળી પકડે, ત્યારે આપણી પરંપરાઓનો વારસો વધુ મજબૂત બને છે! ઓગસ્ટ માસ માં શરૂ થતા પવિત્ર શ્રાવણ માસ અને ૨૦૨૬ના આવનારા તમામ મુખ્ય તહેવારોની માહિતી આપવા માટે સિનિયર મહિલા ગ્રુપના વસંતી બા, ભાવના બા, રેણુ દેશમુખ અને પરિઝાદ દારૂવાલાએ આનંદનગર સોસાયટીના ક્લબ હાઉસ ખાતે આખી લેડીઝ ટીમ અને Gen Z યુવાનોની એક ખાસ બેઠક બોલાવી. વાતાવરણમાં શ્રાવણ માસની ભક્તિમય સુવાસ અને તહેવારોનો રોમાંચ સ્પષ્ટપણે વર્તાઈ રહ્યો હતો. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય ...વધુ વાંચો
આનંદનગર : પ્રકરણ ૨૬
️ પ્રકરણ ૨૬: રાંધણ છઠ્ઠની સામૂહિક રસોઈ અને સાતમે ઠંડા ભોજનનો સાચો આનંદ!દૈનિક ચબરાકિયાં:"રાંધણ છઠ્ઠ અને શીતળા સાતમ એ ધાર્મિક તહેવાર નથી, પણ જૂના જમાનાની વિજ્ઞાન આધારિત 'કિલનિંગ એન્ડ રેસ્ટ સિસ્ટમ' છે! એક દિવસ રસોડાને અને પાચનતંત્રને આરામ આપવાની આ ભારતીય પરંપરા અદ્ભુત છે!"*રાંધણ છઠ્ઠના દિવસે સોસાયટીના કમ્યુનિટી કિચન અને ક્લબ હાઉસમાં એક અલગ જ રોનક જોવા મળી. શ્રાવણ મહિનાના પવિત્ર દિવસો ચાલી રહ્યા હતા અને વાતાવરણમાં એક અનોખો ઉત્સાહ પથરાયેલો હતો. વસંતી બા, ભાવના બા, રેણુ દેશમુખ અને સોસાયટીની અન્ય તમામ મહિલાઓએ સાથે મળીને બીજે દિવસે એટલે કે શીતળા સાતમ માટે વાસી અને ઠંડુ ખાવા માટેની રસોઈ એકસાથે ...વધુ વાંચો
આનંદનગર : પ્રકરણ ૨૭
પ્રકરણ ૨૭: આનંદનગરમાં ‘ભટ્ટ પરિવાર’ની પધરામણી અને સંસ્કારોનો નવો સંગમ!દૈનિક ચબરાકિયાં:"જ્યારે ઉત્તમ સંસ્કાર, સંસ્કૃતિ અને આધુનિક સપનાઓ એકસાથે એક ઘરમાં વસે, ત્યારે તે ઘર માત્ર ઈંટોનું મકાન નથી રહેતું પરંતુ ‘સંસ્કાર ધામ’ બની જાય છે! આનંદનગરમાં આજે એક એવા જ પરિવારે પગલાં પાડ્યા છે!"શ્રાવણ મહિનાના પવિત્ર દિવસો ચાલી રહ્યા હતા અને સોસાયટીમાં તહેવારોનો માહોલ જામ્યો હતો. શીતળા સાતમના સામૂહિક ઠંડા ભોજનના અદ્ભુત કાર્યક્રમ બાદ સોસાયટીના ક્લબ હાઉસમાં હજુ પણ મોજ-મસ્તી અને મિલન-મુલાકાતનો દોર ચાલુ જ હતો. બધા વડીલો અને યુવાનો ભેગા બેસીને વાતો કરી રહ્યા હતા, ત્યાં જ સોસાયટીના ગેટ પાસેથી એક મોટી ટ્રક અને કાર આવીને ઊભી ...વધુ વાંચો
આનંદનગર : પ્રકરણ ૨૮
️ પ્રકરણ ૨૮ : અવિશ્વાસનો વાયરો અને કામવાળા બહેનનો આક્રોશ!દૈનિક ચબરાકિયાં:"એક વ્યક્તિની ભૂલ કે ગુનો આખા વર્ગ પર શંકાના ઘેરા કરી દે છે. પણ યાદ રાખવું જોઈએ કે, જે હાથ આખી સોસાયટીને સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવા માટે દરરોજ પસીનો પાડે છે, એ જ હાથો પર વગર વાંકે અવિશ્વાસનો દાગ લગાડવો એ સૌથી મોટી અસામાજિકતા છે!"આનંદનગર સોસાયટીમાં ગઈકાલ સુધી સ્વચ્છતા સ્પર્ધા જીતવાનો અને ટીવી પર વાયરલ થવાનો જે હરખ હતો, તે આજ સવારે અચાનક જ એક અજીબ સન્નાટા અને અવિશ્વાસના વાતાવરણમાં ફેરવાઈ ગયો.સવારના આઠેક વાગ્યા હતા. સોસાયટીના ગાર્ડન પાસે આવેલા બાંકડા પર સિનિયર સિટિઝન ગ્રુપ—માણેક લાલ, રૂસ્તમ દારૂવાલા અને મનોહર ...વધુ વાંચો
આનંદનગર : પ્રકરણ ૨૯
પ્રકરણ ૨૯: સ્પેસ-એક્સનો ધડાકો, ચંદ્ર પર ખાડો અને 'સાયન્ટિફિક' નોટિસ બોર્ડ!દૈનિક ચબરાકિયાં:"પૃથ્વી પર માનવીનો કચરો ઓછો પડતો હોય તેમ માણસ અંતરિક્ષ અને ચંદ્ર પર પણ પોતાનો સામાન છોડીને ધડાકા કરવા લાગ્યો છે! પણ આનંદનગરના બાળકો એ અંદરથી જ્ઞાન શોધી લે એ જ ખરી સફળતા છે!"ઓગસ્ટ ૨૦૨૬ના બીજા અઠવાડિયાની એ એક અનોખી રાત હતી. ISRO માં સાયન્ટિસ્ટ તરીકે ફરજ બજાવતા કાર્તિક અય્યરના ફ્લેટ નો દરવાજો સાંજે સાત વાગ્યે ખુલ્યો.આનંદ ગૅંગના વિજ્ઞાનપ્રેમી બાળકો—આર્શવ, અનાયા, રુદ્ર (ટીનીયો), આરવ અને સાયન્સ સ્ટુડન્ટ આન્યા હાથમાં નોટબુક અને પેન લઈને કાર્તિક સરના ઘરે લાઈનસર પહોંચી ગયાં હતાં. બાળકોને ટીવી ન્યૂઝ અને સ્પેસ ન્યૂઝપોર્ટલ્સ પરથી ...વધુ વાંચો
આનંદનગર : પ્રકરણ ૩૦
પ્રકરણ ૩૦: દ્વારકાની યાદો અને આનંદનગરમાં પાવન 'લાલાના હિંડોળા'!દૈનિક ચબરાકિયાં:"ભગવાન પ્રત્યેની ભક્તિ સ્થળ કે ઘર બદલાવાથી નથી બદલાતી! જ્યાં પ્રેમ અને પડોશીઓનો સાથ હોય, ત્યાં જ દ્વારકા અને વ્રજભૂમિ આપોઆપ પ્રગટ થઈ જાય છે!"શ્રાવણ મહિનાની એક રળિયામણી અને પાવન સવારે સોસાયટીના ગાર્ડનમાં સવારની મોર્નિંગ વૉક ચાલી રહી હતી.સિનિયર સિટિઝન ગ્રુપના વડા માણેક લાલ, રૂસ્તમ દારૂવાલા, મનોહર જોશી અને અવધેશ શર્મા ગાર્ડનના ટ્રેક પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યાં જ એમની નજર વડના વૃક્ષ નીચે બેઠેલા સોસાયટીના નવા રહીશ દ્વારકાથી આવેલા ભટ્ટ પરિવાર પર પડી.ભટ્ટજી અને એમના પત્ની શાંતિથી બેઠા હતા, પણ એમના ચહેરા પર એક અનોખી ઉદાસી અને ...વધુ વાંચો
આનંદનગર : પ્રકરણ ૩૧
પ્રકરણ ૩૧ : ૩૦ દિવસના હિંડોળા મહોત્સવનું માસ્ટર પ્લાનિંગદૈનિક ચબરાકિયાં:"જ્યારે ઉત્સવ ઉજવવાની દાનત ચોખ્ખી હોય અને સાથ આખી સોસાયટીનો ત્યારે કાગળ પર બનેલું પ્લાનિંગ ક્લબ હાઉસના સ્ટેજ પર સાક્ષાત કૃષ્ણલીલા રચી દે છે!"શ્રીકૃષ્ણ ભક્તિ, વિવિધતા અને આનંદનગરના સામાજિક સૌહાર્દ સાથે શ્રાવણ માસના ૩૦ દિવસના પાવન હિંડોળા મહોત્સવનું સુંદર અને વિગતવાર આયોજન ગોઠવી દેવામાં આવ્યું.આ આયોજનનું ટેકનિકલ, થીમ અને ડેકોરેશન સંચાલન વિક્રમ શર્મા કરશે અને તેમની સાથે 'આનંદ ગૅંગ'ના બાળકો આર્શવ, અનાયા, રુદ્ર, આરવ, ઓમ ઉત્સાહથી જોડાશે!વિક્રમ શર્માએ માર્કર પેન હાથમાં લેતાં કહ્યું, "ભટ્ટજીના માર્ગદર્શન હેઠળ આપણો આ ૩૦ દિવસનો મહોત્સવ આખા વિસ્તારમાં આસ્થાનું કેન્દ્ર બનશે. રોજેરોજ હિંડોળાની થીમ અલગ ...વધુ વાંચો
આનંદનગર : પ્રકરણ ૩૨
પ્રકરણ ૩૨: રવિવારનો રિલૅક્સ મૂડ અને 'ઓટો-ટેકનોલોજી'ની ગરમાગરમ ચર્ચા!દૈનિક ચબરાકિયાં:"ટેકનોલોજી અને સરકારની નીતિઓ બદલાતી રહે છે, પણ ભારતીય ગ્રાહકનો પ્રશ્ન એક જ રહે છે—'આ ગાડી માઈલેજ કેટલું આપશે?!' પર્યાવરણ અને કિસ્સાનું બેલેન્સ જાળવવું એ જ આજના યુગની ખરી સમજદારી છે!"શ્રાવણ મહિનાના પવિત્ર દિવસો વચ્ચે આવી પહોંચેલી એક આહલાદક રવિવારની સવાર આનંદનગર સોસાયટી માટે એકદમ રિલૅક્સ અને શાંત માહોલ લઈને આવી હતી.સોસાયટીના ક્લબ હાઉસમાં બાલ ગોપાલ લાલાના હિંડોળા દર્શનનો ભક્તિમય લ્હાવો લઈને તમામ રહીશો પાવન પ્રસાદનો આનંદ માણી રહ્યા હતા.સવારના સાડા નવ વાગ્યા હતા. સોસાયટીના ગાર્ડન પાસે આવેલા મોટા બાંકડા પર રોહન દેશમુખ, આઈટી એન્જિનિયર દેવાંશ જોશી, સેક્રેટરી હિતેશ ...વધુ વાંચો
આનંદનગર : પ્રકરણ ૩૩
પ્રકરણ ૩૩: ઇકો-ફ્રેન્ડલી વર્કશોપ અને વિદેશ વસતા બાળકોના વડીલો માટેની ખાસ રેશમ-દોરી!દૈનિક ચબરાકિયાં:"બજારની પ્લાસ્ટિક અને કાચની મોંઘી રાખડીઓ પ્રેમથી હાથે વણેલા એક સાદા દોરામાં વધુ તાકાત હોય છે! રક્ષાબંધન એ માત્ર એક ભાઈ અને બહેનનો તહેવાર નથી, પણ એ તો સમાજના દરેક એકલવાયા જીવને સ્નેહના રેશમી તાંતણે બાંધવાનો પાવન ઉત્સવ છે!"ઓગસ્ટ મહિનાની શરૂઆત સાથે જ અમદાવાદના બજારોમાં તહેવારોનો રંગ જામવા લાગ્યો હતો. રક્ષાબંધનનો તહેવાર હવે ગણતરીના દિવસો જ દૂર હતો.સોનાલીબેન, કિટ્ટી પાર્ટીના સભ્યો જાગૃતિ પટેલ અને સુચરિતા મુખર્જી સવારે માર્કેટમાં રાખડીઓની ખરીદી કરવા ગયા હતા. પણ સાંજે જ્યારે તેઓ પાછા આવ્યા ત્યારે તેમના ચહેરા પર થોડી અકળામણ દેખાતી ...વધુ વાંચો
આનંદનગર : પ્રકરણ ૩૪
પ્રકરણ ૩૪: સમૂહ રક્ષાબંધન, ટીનેજર્સનો નિર્દોષ સંકોચ અને 'સામૂહિક રક્ષકો'નું સન્માન!દૈનિક ચબરાકિયાં:"બહેનનો પ્રેમ એ ભાઈ માટે દુનિયાની સૌથી મોટી છે! ટીનેજર્સ વચ્ચેનો મીઠો અહંકાર અને સંકોચ ગમે તેટલો હોય, પણ જ્યારે કાંડા પર રાખડી બંધાય છે ત્યારે બધી તકરાર એક મીઠા સ્મિતમાં ઓગળી જાય છે!"ઓગસ્ટ માસમાં પાવન રક્ષાબંધન નો પવિત્ર અવસર આવી પહોંચ્યો. સવારથી જ આખી સોસાયટીમાં ઉત્સવનો માહોલ હતો.આ વખતે આનંદનગર સોસાયટીના પ્રમુખ હર્ષિલ મહેતા અને સેક્રેટરી હિતેશ પટેલે સોસાયટીના ઇવેન્ટ મેનેજર વિક્રમ શર્મા સાથે મળીને ક્લબ હાઉસમાં સમૂહ રક્ષાબંધન મહોત્સવ"નું આયોજન કર્યું હતું.સવારના નવ વાગ્યા સુધીમાં તો સોસાયટીના તમામ ૧૫૦ પરિવાર ક્લબ હાઉસના મોટા હોલમાં એકઠા થઈ ...વધુ વાંચો
આનંદનગર : પ્રકરણ ૩૫
પ્રકરણ ૩૫: રાખડી પછીની 'ગિફ્ટ સરપ્રાઈઝ', મીઠી તકરાર અને "ડિજિટલ રક્ષાબંધન"!દૈનિક ચબરાકિયાં:"ટેકનોલોજીએ ભલે હજારો માઈલનું અંતર વધારી દીધું પણ દિલના સંબંધો અને બહેનની મમતા આગળ સ્ક્રીનની આ પાર અને પેલી પારનું અંતર ક્ષણભરમાં ભૂંસાઈ જાય છે!"બપોરે સમૂહ રક્ષાબંધનનો ભવ્ય કાર્યક્રમ પૂરો થયા પછી, આનંદનગર સોસાયટીના દરેક ફ્લેટમાં એક અનોખી ચહલપહલ અને ધમાલ શરુ થઈ ગઈ હતી.હવે સમય હતો "ગિફ્ટ્સ સરપ્રાઈઝ અને ભાઈ-બહેનો વચ્ચેની મીઠી તકરાર"નો!સોસાયટીના પ્રમુખ હર્ષિલ મહેતા અને એમની બહેન વચ્ચે ફ્લેટના ડ્રોઈંગ રૂમમાં જોરદાર મસ્તી ચાલી રહી હતી. બહેને હર્ષિલને મોંઘી સ્માર્ટવોચની ગિફ્ટ માંગી હતી, જ્યારે હર્ષિલે રમુજી અંદાજમાં એક નાનું ચોકલેટનું પેકેટ ધરી દીધું!"જોયું ને ...વધુ વાંચો
આનંદનગર : પ્રકરણ ૩૬
️ પ્રકરણ ૩૬ : સકલ નારાયણ ગુફાનું રહસ્ય અને ભટ્ટજીની વનવાસી કથા!દૈનિક ચબરાકિયાં:"ભારતની આ પાવન ધરાના કણેકણમાં રહસ્ય અને અદભુત સંગમ છે! જ્યાં કુદરત પોતે શિવલિંગ અને મૂર્તિઓ કંડારે છે, ત્યાં મનુષ્યનું જ્ઞાન અને વિજ્ઞાન પણ નતમસ્તક થઈ જાય છે!"શ્રાવણ માસના પવિત્ર દિવસો આનંદનગર સોસાયટી માટે દરરોજ એક નવો ઉત્સવ અને જ્ઞાનનો ભંડાર લઈને આવી રહ્યા હતા.સાંજે સાડા સાત વાગ્યે ક્લબ હાઉસમાં 'બાલ ગોપાલ લાલાના હિંડોળા દર્શન' પૂરા થયા પછી આખી સોસાયટી—વડીલો, મહિલાઓ અને 'આનંદ ગૅંગ'ના બાળકો દીપકની રોશની વચ્ચે કમ્પાઉન્ડમાં ગોળ કુંડામાં ગોઠવાઈ ગયાં.આજના હિંડોળા પૂજન પછી દ્વારકાના શ્રદ્ધાળુ ભટ્ટજી ખાસ પ્રસંગે સોસાયટીના રહીશોને ભારતની એક અત્યંત રહસ્યમય ...વધુ વાંચો
આનંદનગર : પ્રકરણ ૩૭
પ્રકરણ ૩૭: ઓગસ્ટ સમીક્ષા, સ્નેહ મિલન અને માણેક લાલની વિશેષ ડાયરી!દૈનિક ચબરાકિયાં:"સ્વચ્છતા માત્ર રસ્તા કે કમ્પાઉન્ડ વાળવાની વસ્તુ નથી એ તો મનના વિચાર અને સંબંધોમાં રહેલી કડવાશ સાફ કરવાની પાવન પ્રક્રિયા છે! તહેવારો આવે છે અને જાય છે, પણ પાછળ છોડી જાય છે પ્રેમ અને એકતાનો અવિનાશી વારસો!"ઓગસ્ટ મહિનાની ૩૧મી તારીખ અને શ્રાવણ માસની સાંજ આનંદનગર સોસાયટી માટે એક અનોખો વિજયાદિત્ય અને ગૌરવવંતો માહોલ લઈને આવી હતી.આગામી દિવસોમાં આવનાર સપ્ટેમ્બર મહિનાના જન્માષ્ટમી, ગણેશોત્સવ અને નવરાત્રિની તૈયારીઓ પૂર્વે, સોસાયટીના ક્લબ હાઉસ ખાતે આખા ઓગસ્ટ મહિનાની "મહા-સમીક્ષા અને સ્નેહ મિલન સમારોહ"નું આયોજન કરવામાં આવ્યું હતું.સાંજે સાડા સાત વાગ્યે સોસાયટીના તમામ ૧૫૦ ...વધુ વાંચો
આનંદનગર : પ્રકરણ ૩૯
પ્રકરણ ૩૯ : નંદ ઘેર આનંદ ભયો! આનંદનગરમાં જન્માષ્ટમી મહોત્સવ અને મટકીફોડની ધૂમ!દૈનિક ચબરાકિયાં:"માખણચોર જ્યારે સોસાયટીના આંગણે પધારે છે, ઉંમરના ભેદભાવ ભૂંસાઈ જાય છે અને વડીલો પણ ગોવાળિયા બની જાય છે! જન્માષ્ટમી એ માત્ર ઉપવાસ કરવાનો દિવસ નથી, પણ જીવનમાં કૃષ્ણ જેવો સ્નેહ, ઉત્સાહ અને નિર્દોષ આનંદ પ્રગટાવવાનો પાવન ઉત્સવ છે!"શ્રાવણ વદ આઠમ એટલે કે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ—શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના મંગલ પર્વને લઈને આનંદનગર સોસાયટીમાં છેલ્લા બે દિવસથી તડામાર તૈયારીઓ ચાલી રહી હતી.સોસાયટીના ક્લબ હાઉસ અને સેન્ટ્રલ ગાર્ડનને ભટ્ટજી, ઇવેન્ટ મેનેજર વિક્રમ શર્મા અને આર્ટિસ્ટ સુચરિતા મુખર્જીના માર્ગદર્શન હેઠળ સાક્ષાત ગોકુળ-વૃંદાવન જેવો ઓપ આપવામાં આવ્યો હતો:ક્લબ હાઉસના મુખ્ય હોલમાં ...વધુ વાંચો
આનંદનગર : પ્રકરણ ૩૮
પ્રકરણ ૩૮: 'ફરાળનું બજેટ' વર્સિસ 'ફ્રૂટનો ભાવ' અને શ્રાવણી મનોરથ!દૈનિક ચબરાકિયાં:"જૂના જમાનામાં શ્રાવણ મહિનાનો ઉપવાસ એટલે શરીરને આરામ આપવો એકટાણું કરવું, પણ આજના જમાનામાં શ્રાવણનો ઉપવાસ એટલે બમણું ખાવાનું અને ફરાળી વેરાયટીઓના નામ પર શાકભાજી વાળાથી લઈને કંદોઈ સુધી બજેટ ખોરવી નાખવું! ફરાળ ભલે મોંઘું થાય, પણ આનંદનગરનો સ્વાદ અને હાસ્ય ક્યારેય મોંઘું નથી થતું!"શ્રાવણ મહિનાની એક તાજી, નમણી સવારે આનંદનગર સોસાયટીના કમ્પાઉન્ડમાં શાકભાજી અને ફ્રૂટની લારી લઈને આવતાં કાંતાબેન શાકવાળાનો અવાજ ગૂંજ્યો: "અરે તાજા સફરજન, કેળાં, શક્કરિયાં, બટાકા અને શાકભાજી લો બહેનો...વડીલો...!"ત્યાં જ સોનાલીબેન, જાગૃતિ પટેલ, સુચરિતા મુખર્જી અને શાંતાબેન થેલીઓ લઈને નીચે આવ્યા.જાગૃતિ પટેલે લારી પરથી ...વધુ વાંચો
આનંદનગર : પ્રકરણ ૪૨
પ્રકરણ ૪૨: જીવનના પ્રથમ ગુરુ, કલમના સાધકો અને આનંદનગરનો 'શિક્ષક દિન' મહોત્સવ!દૈનિક ચબરાકિયાં:"ડિગ્રીઓ તો પુસ્તકો વાંચીને કે પરીક્ષાઓ આપીને મળી જાય સાહેબ, પણ જીવન જીવવાની સાચી કેળવણી તો માતા-પિતાના સંસ્કાર અને શિક્ષકના માર્ગદર્શનમાંથી જ નીતરે છે! ગુરુ એ દીવો છે જે પોતે બળીને પણ શિષ્યના જીવનપથને અજવાળે છે!"સપ્ટેમ્બર મહિનાની પાંચમી તારીખની એક નિર્મળ, તાજી સવારે આનંદનગર સોસાયટીનું વાતાવરણ એક અનોખા આદરભાવ અને ઉત્સાહથી મહેકી રહ્યું હતું.આજે સમગ્ર દેશમાં 'શિક્ષક દિન' ની ઉજવણી થઈ રહી હતી. સોસાયટીમાં નિવૃત્ત પારસી એન્જિનિયર રૂસ્તમ દારૂવાલાના ધર્મપત્ની અને અત્યંત માયાળુ એવાં પરિઝાદ દારૂવાલાએ આજના આ પાવન દિવસ માટે સોસાયટીના ક્લબ હાઉસમાં એક ભવ્ય ...વધુ વાંચો
આનંદનગર : પ્રકરણ ૪૦
️ પ્રકરણ ૪૦ : નેપાળ દુર્ઘટના પર તેજસ્વી દેશમુખનું ભૂગોળ-વિશ્લેષણ અને આનંદનગરની પ્રાર્થના-સભા!દૈનિક ચબરાકિયાં:"કુદરત જ્યારે રૌદ્ર સ્વરૂપ ધારણ કરે ત્યારે માનવીની તમામ ટેકનોલોજી અને અહંકાર વામણા સાબિત થાય છે! પહાડોની સુંદરતા જેટલી મનમોહક હોય છે, એની અંદર છુપાયેલું જોખમ એટલું જ અણધાર્યું હોય છે. સાચી માનવતા એ જ છે જે સરહદો ભૂલીને કુદરતી આફતમાં ભોગ બનેલા અજાણ્યા જીવો માટે પણ હાથ જોડીને આંસુ સારે!"સપ્ટેમ્બર મહિનાની એક વહેલી સવારે આનંદનગર સોસાયટીના સેન્ટ્રલ ગાર્ડનમાં રોજિંદો કિલકિલાટ સાવ શાંત હતો. ગુલમહોર અને લીમડાના ઘટાટોપ વૃક્ષો નીચે પંખીઓનો અવાજ પણ જાણે ધીમો પડી ગયો હતો.ગાર્ડનની મુખ્ય બેંચ પર માણેક લાલ, કેશવ ભટ્ટ, રૂસ્તમ ...વધુ વાંચો
આનંદનગર : પ્રકરણ ૪૪
પ્રકરણ ૪૪: કરિયાણાની દુકાને ખાંડનો કકળાટ, ઈથેનોલની માયાજાળ અને રોહનનું ઓટો-જ્ઞાન!દૈનિક ચબરાકિયાં:"માણસની ભૂખ સંતોષવા માટે વપરાતી શેરડી, મકાઈ અને હવે ગાડીઓના પેટ ભરવા માટે વપરાય છે! રસોડાની ખાંડ મોંઘી થઈને સીધી સાયલેન્સરમાંથી ધુમાડો બનીને ઊડી જાય, એ જ આજના સમયની સૌથી મોટી અજાયબી છે!"ઓગસ્ટ માસની એક તાજી સવારે આનંદનગર સોસાયટીના ગેટ પાસે આવેલી 'કિરાણા સ્ટોર' પર સામાન્ય દિવસો કરતાં વધુ ભીડ જામી હતી.સિનિયર સિટિઝન ગ્રુપના વડા માણેક લાલ, નિવૃત્ત એન્જિનિયર રૂસ્તમ દારૂવાલા અને ભટ્ટજી, મનોહર જોશી સવારની મોર્નિંગ વૉક પૂરી કરીને મહિનાનું કરિયાણું અને પૂજાની સામગ્રી લેવા દુકાને પહોંચ્યા હતા.માણેક લાલે મગનલાલને કહ્યું, "પાંચ કિલો ખાંડ અને બે ...વધુ વાંચો
આનંદનગર : પ્રકરણ ૪૩
પ્રકરણ ૪૩: ડિજિટલ નશો, સિલિકોન વેલીના રહસ્યો અને આનંદનગરની 'માટી-પાંદડા' પાઠશાળા!દૈનિક ચબરાકિયાં:"જે ટેકનોલોજીના બાદશાહો આખી દુનિયાના બાળકોને સ્ક્રીનના રવાડે રહ્યા છે, તેઓ પોતે પોતાના સંતાનોના હાથમાંથી મોબાઈલ છીનવીને માટીમાં રમવા મોકલે છે! સ્ક્રીનનો ચળકાટ આંખો અને મગજ બંનેને નબળા પાડે છે, જ્યારે કુદરતનો સંગાથ જીવનને તેજસ્વી બનાવે છે!"સપ્ટેમ્બર મહિનાની એક તાજી, ખુશનુમા સવારે આનંદનગર સોસાયટીના ગાર્ડનમાં પંખીઓનો કલરવ ગૂંજી રહ્યો હતો.જોગિંગ ટ્રેક પર આઈટી એન્જિનિયર દેવાંશ જોશી ,રોહન દેશમુખ, તેજસ્વી અને યુવા દીકરી કાવ્યા મોર્નિંગ વૉક કરી રહ્યા હતા. ચાલતાં-ચાલતાં એમનું ધ્યાન ગાર્ડનની બેંચ પર બેઠેલા 'આનંદ ગૅંગ'ના બાળકો—વિવાન, કાવ્યા, ગુરુનુર, ઓમ, શોર્ય, ઈશાન, ક્રિશ, રિયાન, રુદ્ર (ટીનીયો), ...વધુ વાંચો
આનંદનગર : પ્રકરણ ૪૧
પ્રકરણ ૪૧: બાપ્પાના આગમનની તૈયારી અને આનંદનગરનું 'ગણેશોત્સવ બજેટ'!દૈનિક ચબરાકિયાં:"જ્યારે આખી સોસાયટી ભેગી મળીને કામ વહેંચી લે, ત્યારે ગમે મોટો મહોત્સવ હોય કે બજેટની ખેંચતાણ—બાપ્પાના આશીર્વાદથી બધું જ હસતાં-રમતાં પાર પડી જાય છે! ગણેશોત્સવ એ માત્ર દસ દિવસની પૂજા નથી, પણ આપસી એકતા અને સહકારનું જીવંત પ્રતીક છે!"શ્રાવણ માસની પૂર્ણાહુતિ પછી ભાદરવા સુદ ચોથ એટલે કે ગણેશ ચતુર્થીના મંગલ પર્વનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું હતું. આખા અમદાવાદમાં ઢોલ-નગારા અને પંડાલોની તૈયારીઓ પૂરજોશમાં હતી, ત્યારે આપણી આનંદનગર સોસાયટી પાછળ કેવી રીતે રહે?રવિવારની રળિયામણી સાંજે સોસાયટીના સેક્રેટરી હિતેશ પટેલ અને પ્રમુખ હર્ષિલ મહેતાએ સોસાયટીના ક્લબ હાઉસમાં ગણેશોત્સવની પૂર્વતૈયારી માટે એક ...વધુ વાંચો
આનંદનગર : પ્રકરણ ૪૫
પ્રકરણ ૪૫: શેરબજારની તેજી, નવયુવાનોનો ક્રેઝ અને હર્ષિલ મહેતાનું 'સ્માર્ટ ઈન્વેસ્ટમેન્ટ' વિશ્લેષણ!દૈનિક ચબરાકિયાં:"અમારા જમાનામાં શેરબજાર એટલે 'જોખમનો કૂવો' ગણાતો લોકો ફિક્સ ડિપોઝિટ (FD) ને જ લક્ષ્મી માનતા! પણ આજના યુવાનો સ્માર્ટફોનની એક ક્લિક પર ડિમેટ એકાઉન્ટ ખોલીને દેશની અર્થવ્યવસ્થામાં ભાગીદાર બની રહ્યા છે! રિસ્ક અને રિટર્નનું સાચું સંતુલન જ રોકાણકારને સફળ બનાવે છે!"સોનેરી સવારે આનંદનગર સોસાયટીના ગાર્ડનમાં ઠંડી લહેરખીઓ વાઈ રહી હતી. સિનિયર સિટિઝન કોર્નરની બેંચ પર વડીલ માણેક લાલ, નિવૃત્ત એન્જિનિયર રૂસ્તમ દારૂવાલા, ભજનપ્રેમી મનોહર જોશી, ભટ્ટજી અને અવધેશ શર્મા સવારની મોર્નિંગ વૉક પૂરી કરીને બેઠા હતા. મગનકાકાની કિટલી પરથી આવેલી ગરમાગરમ આદુવાળી ચાની ચૂસકીઓ લેવાઈ રહી ...વધુ વાંચો
આનંદનગર : પ્રકરણ ૪૬
પ્રકરણ ૪૬: ઇકો-ફ્રેન્ડલી બાપ્પાનું ભવ્ય આગમન, 'વેસ્ટમાંથી બેસ્ટ' મંડપ અને દિવ્ય મહાઆરતી!દૈનિક ચબરાકિયાં:"ભક્તિ એ દેખાડા કે પ્રદૂષણમાં નથી, પણ જતન અને પવિત્ર ભાવમાં છે! જ્યારે માટીમાંથી બનેલા વિઘ્નહર્તા કાગળ-લાકડાના ઇકો-ફ્રેન્ડલી મંડપમાં બિરાજે છે, ત્યારે પૃથ્વી અને પરમાત્મા બંને પ્રસન્ન થાય છે!ભાદરવા સુદ ચોથ એટલે કે ગણેશ ચતુર્થીના મંગલ પર્વની આગલી સવારે આનંદનગર સોસાયટીમાં એક અનોખો ઉત્સાહ અને થનગનાટ જોવા મળતો હતો.સોસાયટીના સિનિયર સિટિઝન ગ્રુપના વડા માણેક લાલ, સેક્રેટરી હિતેશ પટેલ, પ્રમુખ હર્ષિલ મહેતા, યુનિવર્સિટીના પ્રોફેસર **સૌરવ મુખર્જી અને 'આનંદ ગૅંગ'ના બાળકો—આર્નવ , અનાયા અને રુદ્ર (ટીનીયો) શહેરના પ્રખ્યાત પરંપરાગત માટીકામ કરતા મૂર્તિકારના વર્કશોપ પર પહોંચ્યા હતા.બજારમાં પીઓપી (POP) ...વધુ વાંચો
આનંદનગર : પ્રકરણ ૪૭
પ્રકરણ ૪૭ : જેન-ઝીની 'ગાર્ડન પાઠશાળા', વંચિતોને અક્ષરજ્ઞાન અને આનંદનગરનો સેવાયજ્ઞ!દૈનિક ચબરાકિયાં:"સાચું શિક્ષણ એ ડિગ્રી મેળવીને માત્ર મોટો પગાર નથી, પણ સમાજના છેવાડાના અને વંચિત બાળકના જીવનમાં અક્ષરજ્ઞાનનો દીવો પ્રગટાવવામાં છે! જ્યારે આજના યુવાનો ટેકનોલોજીની સાથે માનવીય સંવેદના જોડે છે, ત્યારે દેશનું ભવિષ્ય આપોઆપ ઉજ્જવળ બની જાય છે!"સપ્ટેમ્બર મહિનાની એક ખુશનુમા અને નિર્મળ સવારે આનંદનગર સોસાયટીના ગાર્ડનમાં ગુલમહોરના વૃક્ષ નીચે સિનિયર સિટિઝન મંડળી જામી હતી.વડીલ માણેક લાલ, કેશવ ભટ્ટ , મદન લાલ શર્મા, રૂસ્તમ દારૂવાલા, અવધેશ શર્મા, મનોજ દેશમુખ અને મનોહર જોશી મોર્નિંગ વૉક પતાવીને ચાની ચુસ્કીઓ લઈ રહ્યા હતા.માણેક લાલે પોતાના ચશ્મા સરખા કર્યા અને હાથમાં રહેલા ...વધુ વાંચો
આનંદનગર : પ્રકરણ ૪૮
પ્રકરણ ૪૮: દિવ્ય મહાઆરતીનો મંગલનાદ, બીજા સપ્તાહની ઉત્સવ રંગત અને 'મોદક મહોત્સવ' સ્પર્ધા!દૈનિક ચબરાકિયાં:"જ્યાં ૧૦૮ દીવાઓની જ્યોત સાથે આખી દિલ એક તાલમાં ધબકે, ત્યાં સાક્ષાત સિદ્ધિ વિનાયક બિરાજે છે! બાપ્પાના ભોગમાં જ્યારે અલગ-અલગ ઘરોનો સ્નેહ અને સ્વાદ ભળે, ત્યારે સાદો મોદક પણ અમૃત બની જાય છે!"ભાદરવા સુદ ચોથની મંગલ સાંજે આનંદનગર સોસાયટીનું ક્લબ હાઉસ અગરબત્તી, ગુગળ અને તાજા મોગરાની સુગંધથી મહેકી રહ્યું હતું. શાડુ માટીના તેજસ્વી બાપ્પા 'વેસ્ટમાંથી બેસ્ટ' થીમવાળા કલાત્મક મંડપમાં બિરાજમાન હતા.સોસાયટીના વિદ્વાન કેશવ ભટ્ટ અને ભજનપ્રેમી મનોહર જોશીએ પવિત્ર વૈદિક મંત્રોચ્ચાર સાથે પ્રાણપ્રતિષ્ઠા અને ષોડશોપચાર પૂજન સંપન્ન કરાવ્યું:"ૐ શ્રીં હ્રીં ક્લીં ગ્લેં ગં ગણપતયે વરવરદ ...વધુ વાંચો
આનંદનગર : પ્રકરણ ૪૯
પ્રકરણ ૪૯ : નોટ, સિક્કો અને જીવનનું સાચું મૂલ્ય!દૈનિક ચબરાકિયાં:"તમારી તિજોરીમાં પડેલા લાખો રૂપિયા તમને ધનવાન બનાવી શકે છે, કોઈ જરૂરિયાતમંદના હાથમાં મૂકેલો એક રૂપિયો તમને માનવ બનાવે છે! મોટાઈ પદવી કે બેંક બેલેન્સમાં નથી, જીવનમાં કોઈકના ઉપયોગમાં આવવામાં છે!"શ્રાવણ મહિનાના દિવસો ધીમે-ધીમે આગળ વધી રહ્યા હતા અને રવિવારની શાંત સવારે આનંદનગર સોસાયટીનું વાતાવરણ એકદમ ખુશનુમા હતું.સોસાયટીના ક્લબ હાઉસમાં 'સિનિયર સિટિઝન ગ્રુપ' અને 'આનંદ ગૅંગ'ના બાળકો વચ્ચે દર રવિવારે યોજાતી "સંસ્કાર અને મોટીવેશનલ વાતો"ની બેઠક જામી હતી.સ્ટેજ પાસે સોફા પર સિનિયર સિટિઝન વડા માણેકલાલ,કેશવ ભટ્ટ, મદન લાલ શર્મા, રુસ્તમ દારૂવાલા,અવધેશ શર્મા, મનોજ દેશમુખ,મનોહર જોશી હતાં . સામે કાર્પેટ ...વધુ વાંચો
આનંદનગર : પ્રકરણ ૫૦
પ્રકરણ ૫૦: આનંદનગર ગ્રાઉન્ડમાં ક્રિકેટ ફિવરદૈનિક ચબરાકિયાં:"ઉંમર માત્ર એક આંકડો છે સાહેબ, જ્યારે હાથમાં બેટ હોય અને નજરમાં આત્મવિશ્વાસ ત્યારે ૧૫ વર્ષનો છોકરો પણ ૫૭ વર્ષ જૂના ઈતિહાસના પાના પલટાવી નાખે છે! ક્રિકેટ એ માત્ર ચોગ્ગા-છગ્ગાની રમત નથી, એ તો નિર્ભયતા અને જુસ્સાનું મેદાન છે!"સપ્ટેમ્બર મહિનાની એક મસ્ત, આહલાદક સાંજે આનંદનગર સોસાયટીના મોટા કમ્પાઉન્ડ અને ગાર્ડનની પીચ પર અનોખો માહોલ જામ્યો હતો. સ્કૂલ પૂરી થયા પછી સોસાયટીની આખી બાળમંડળી ક્રિકેટના સાધનો લઈને મેદાનમાં ઉતરી ચૂકી હતી.સોસાયટીની ટીમના કેપ્ટન આરવ હાથમાં બેટ અને આજના અખબારનું સ્પોર્ટ્સ પેજ લઈને પિચની વચ્ચે આવીને ઊભો રહ્યો. એની આંખોમાં ક્રિકેટનો જબરદસ્ત ઉત્સાહ છલકાતો ...વધુ વાંચો
આનંદનગર : પ્રકરણ ૫૧
️ પ્રકરણ ૫૧: કલમ, અભિવ્યક્તિ અને સંસ્કૃતિનો સેતુ: આનંદનગરમાં 'હિન્દી દિવસ' મહોત્સવ!દૈનિક ચબરાકિયાં:"અંગ્રેજી એ દુનિયા સાથે વ્યવહાર સાચવવાની બારી શકે, પણ માતૃભાષા અને રાષ્ટ્રભાષા એ પોતાના મૂળિયાં અને સંવેદના સાથે જોડાવાનું હૃદય છે! ભાષા એ માત્ર બોલવાના શબ્દો નથી, પણ પેઢીઓથી ચાલી આવતી સંસ્કૃતિ અને સંસ્કારોનો ધબકારો છે!"સપ્ટેમ્બર મહિનાની ૧૪મી તારીખની એક શાંત અને સુગંધિત સવારે આનંદનગર સોસાયટીના ક્લબ હાઉસમાં સાહિત્યિક માહોલ જામ્યો હતો. દર વર્ષની જેમ આજે સોસાયટીમાં 'હિન્દી દિવસ' નિમિત્તે વિશેષ પરિસંવાદ અને વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું.સ્ટેજ પર કબીર, તુલસીદાસ, મુનશી પ્રેમચંદ અને રામધારી સિંહ દિનકરના પુસ્તકોની સુંદર પ્રદર્શની ગોઠવવામાં આવી હતી.આગળની હરોળમાં સિનિયર સિટિઝન વડા ...વધુ વાંચો
આનંદનગર : પ્રકરણ ૫૨
️️ પ્રકરણ ૫૨ : દેશ નિર્માણના સાચા શિલ્પીઓ, સર એમ. વિશ્વેશ્વરૈયા અને આનંદનગરમાં 'ઇજનેર દિવસ'!દૈનિક ચબરાકિયાં:"કાગળ પર દોરેલા નકશાને પર જીવંત ઈમારત, પૂલ કે ડેમ બનાવવાનું કામ જે કરે એનું નામ ઈજનેર! આજના યુગમાં કમ્પ્યુટર કોડિંગથી લઈને ચંદ્રયાનના રોકેટ સુધી જે દેશની પ્રગતિનો પાયો ચણે છે, તે એન્જિનિયર દેશની શાંતિ અને સમૃદ્ધિનો સાચો આધારસ્તંભ છે!"સપ્ટેમ્બર મહિનાની ૧૫મી તારીખની એક સુંદર સવારે આનંદનગર સોસાયટીના સેન્ટ્રલ ગાર્ડનમાં એક અનોખો માહોલ જામ્યો હતો.સોસાયટીના નિવૃત્ત મિકેનિકલ એન્જિનિયર રૂસ્તમ દારૂવાલા આજે સવારે ખાસ પોતાના જૂના ડ્રોઇંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, સ્લાઈડ રૂલ અને સ્કેલ લઈને ગાર્ડનની બેંચ પર બેઠા હતા. એમની આંખોમાં પોતાના ભૂતકાળના એન્જિનિયરિંગ પ્રોજેક્ટ્સની રોનક ...વધુ વાંચો
આનંદનગર : પ્રકરણ ૫૩
️ પ્રકરણ ૫૩: ઓઝોન કવચનું રક્ષણ, ગ્રીન વર્કશોપ અને આનંદનગરનો 'પ્લાસ્ટિક મુક્તિ' મહાયજ્ઞ!દૈનિક ચબરાકિયાં:"કુદરતે ધરતી માટે બનાવેલી ઓઝોનની છત્રી માનવીય બેદરકારીથી ચિરાઈ જાય, તો સૂરજના કિરણો જીવન આપવાને બદલે બાળી નાખે છે! પૃથ્વીને બચાવવા માટે મોટા-મોટા વૈશ્વિક સંમેલનો કરતાં પોતાની સોસાયટીમાં એક છોડ વાવવો અને પ્લાસ્ટિકની થેલીનો ત્યાગ કરવો એ જ સૌથી મોટો ઉપાય છે!"સપ્ટેમ્બર મહિનાની ૧૬મી તારીખની ગુલાબી સવારે આનંદનગર સોસાયટીના સેન્ટ્રલ ગાર્ડનમાં એક અનોખો ઉત્સાહ અને હરિયાળી મહેક પ્રસરી રહી હતી.આજે સમગ્ર વિશ્વમાં 'વિશ્વ ઓઝોન દિવસ' ઉજવાઈ રહ્યો હતો. આનંદનગર સોસાયટીના ગાર્ડન ચોકમાં વહેલી સવારથી જ માણેક લાલ, રૂસ્તમ દારૂવાલા, કેશવ ભટ્ટ, મનોહર જોશી અને સેક્રેટરી હિતેશ ...વધુ વાંચો
આનંદનગર : પ્રકરણ ૫૪
પ્રકરણ ૫૪: ભીની આંખે બાપ્પાની વિદાય, કૃત્રિમ કુંડમાં પર્યાવરણલક્ષી વિસર્જન અને "પુઢચ્યા વર્ષી લવકર યા!"દૈનિક ચબરાકિયાં:"જ્યારે આંગણે પધારેલા વહાલા વિદાય આપવાનો સમય આવે છે, ત્યારે ઢોલના અવાજ કરતાં હૃદયના ધબકારા વધુ ભારે થઈ જાય છે! માટીમાંથી પ્રગટેલા બાપ્પા જ્યારે સોસાયટીના જ કુંડમાં વિલીન થઈને તુલસીના ક્યારામાં ભળે છે, ત્યારે સમજાય છે કે સાચી ભક્તિ કુદરતને મેલી કરવામાં નહીં, પણ પવિત્રતા જાળવવામાં છે!"નિર્મળ, ગુલાબી સવાર આનંદનગર સોસાયટી માટે અત્યંત ભાવુક અને સંવેદનશીલ વાતાવરણ લઈને આવી હતી. આજે ભાદરવા સુદ ચૌદશ એટલે કે અનંત ચતુર્દશીનો પાવન દિવસ હતો.છેલ્લા દસ દિવસથી જે વિઘ્નહર્તા બાપ્પાના સાનિધ્યમાં આખી સોસાયટી એક કુટુંબ બનીને જીવતી હતી, ...વધુ વાંચો