આનંદનગર - ટુંકો પરિચય Rupen Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આનંદનગર - ટુંકો પરિચય

આનંદનગર  નો ટુંકો પરિચય

આનંદનગર એ માત્ર ઈંટ-સિમેન્ટથી બનેલી ચાર દીવાલો કે ફ્લેટોનું સરનામું નથી, પણ “મિની ભારત”નું જ્વલંત ઉદાહરણ છે. અહીં હિન્દુ, મુસ્લિમ, જૈન, શીખ, પારસી અને ખ્રિસ્તી પરિવારો છે. ગુજરાતી, હિન્દી, મરાઠી, પંજાબી, તમિલ, બંગાળી, રાજસ્થાની, મલયાળી, કન્નડ અને તેલુગુ ભાષાઓ સાંભળવા મળે છે.અહીં લગભગ ૧૫૦ પરિવારો મોજ મસ્તી અને એકતા સાથે રહે છે.
આનંદનગર એક આધુનિક મધ્યમ વર્ગના લોકોની રહેણાંક સોસાયટી છે. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલી આ સોસાયટીમાં દરેક તહેવાર ધામધૂમથી ઉજવાય છે.
આનંદનગરમાં એક સુંદર બગીચો, નાનું મંદિર, કોમ્યુનિટી હોલ, લાઇબ્રેરી, જીમ, બાળકોનું પ્લે એરિયા અને સિનિયર સિટિઝન કોર્નર છે.
આનંદનગરમાં દરેક સમસ્યાનો ઉકેલ સોસાયટી ના દરવાજે ચાની કિટલી પરની ચર્ચામાંથી નીકળે છે.
અહીં ગુજરાતી સંસ્કૃતિનો હૂંફાળો સ્પર્શ છે, પણ સાથે સાથે દેશના ખૂણે-ખૂણેથી આવીને વસેલા લોકોનું અનોખું મિશ્રણ છે. દરેક સાંજે અહીં રાજકારણથી લઈને ક્રિકેટ, મોંઘવારીથી લઈને સોશિયલ મીડિયાનો નવો ટ્રેન્ડ, મોબાઇલ સુધી દરેક વિષય પર રોજેરોજ ચર્ચા થાય છે.
અહીં રોજરોજ અવનવા નવા, જુના, જાણીતા વિષયો, વ્યક્તિઓ, વાતો, પર પ્રકરણ આવશે જેને આપ મનભરીને વાંચીને અનુભવીને મજા કરી શકશો.

મુખ્ય પરિવારો


પટેલ પરિવાર  

હિતેશ પટેલ :ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) અને સોસાયટીના સેક્રેટરી. દરેક વાતમાં બજેટ અને જીએસટી (GST) વચ્ચે લાવવાની એમની ટેવ.

જાગૃતિ પટેલ: હોમ-બેકર અને ડિજિટલ ઇન્ફ્લુએન્સર. સોસાયટીની દરેક વાનગીની સુંદર રીલ્સ બનાવે છે.

વિવાન : સોસાયટી ની દરેક તોફાની એક્ટિવિટી નો પ્લાનર 
કાવ્યા : ગરબાની શોખીન 

મહેતા પરિવાર 

હર્ષિલ મહેતા : શેરબજારના ટ્રેડર. સવારે નિફ્ટી અને સાંજે સોસાયટીના ગપસપમાં મગ્ન રહે છે.

અંજુ મહેતા : હાઉસ વાઈફ. સોસાયટી ની કીટી પાર્ટી લીડર. સોસાયટી માં દરેક તહેવાર ઉજવવા માટે તૈયાર 

માણેક લાલ : વર્તમાન રાજકારણ પર આકરા કટાક્ષ કરનારા વડીલ.
વસંતી બા : દેશી નુસખાના સ્પેશિયાલિસ્ટ.

રુદ્ર : (ઉર્ફે ટીનીયો) મસ્તીખોર, સોસાયટી ની તમામ ધમાલ નો લીડર ને વિવાન નો પ્લાન પાર પાડનાર.
મિશ્રી : ભણવામાં મશગુલ 

જોશી પરિવાર 

દેવાંશ જોશી : આઇટી (IT) પ્રોજેક્ટ મેનેજર. હંમેશાં 'વર્ક ફ્રોમ હોમ'માં હેડફોન લગાવીને જ ફરતા હોય.

કાવ્યા જોશી : યોગ ટ્રેનર અને ઓર્ગેનિક લાઈફસ્ટાઈલ ફ્રીક. સોસાયટીના ગાર્ડનમાં રોજ સવારે યોગ ક્લાસ ચલાવે.

મનોહર જોશી : ભજન ના શોખીન. રોજ સવારે સોસાયટી માં નિત્ય પૂજા કરવાનો નિયમ
ભાવના જોશી : ભજન કરતા ભોજન માં રસ રાખનાર સિનયર સીટીઝન

આરવ : ક્રિકેટનો જબરદસ્ત ક્રેઝ ધરાવતો છોકરો. 

ગિલ પરિવાર 

મનપ્રીત સિંહ ગિલ : અમદાવાદમાં મલ્ટી-બ્રાન્ડ રેસ્ટોરન્ટના માલિક. ખૂબ જ જિંદાદિલ અને ખાવાના શોખીન.

સિમરન ગિલ : બુટીક ઓનર. ફેશન ડિઝાઇનિંગમાં નિષ્ણાત.

ગુરનૂર :સ્વિમિંગ અને સ્કેટીંગ ચેમ્પિયન.

દેશમુખ પરિવાર 

રોહન દેશમુખ : ઓટોમોબાઇલ એન્જિનિયર. રવિવારે પોતાની કાર ચમકાવવી એ એમનો મુખ્ય શોખ.

તેજસ્વી દેશમુખ : પત્રકાર/મીડિયા રીપોર્ટર. દેશની ઘટનાઓ પર તીખો દ્રષ્ટિકોણ ધરાવે છે.

મનોજ દેશમુખ : સોસાયટીના 'સુપ્રીમ કોર્ટ' ગણાય છે; કોઈ પણ ઝઘડાનું સોલ્યુશન એમની પાસે જ હોય.
રેણુ દેશમુખ : યોગ કરીને હેલ્થ સાચવનારા 

ઓમ : બાળ ટોળકીનો સૌથી નાનો અને ક્યૂટ સભ્ય.

શર્મા પરિવાર 

વિક્રમ શર્મા : ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીના માલિક. સોસાયટીનો કોઈ પણ કાર્યક્રમ હોય, ડેકોરેશન એમની જવાબદારી.
રેણુ શર્મા : બ્યુટી પાર્લર ઓનર. સોસાયટીની બધી મહિલાઓની 'ગોસિપ ક્લબ' એમના ઘરે જ જામે છે.
અવધેશ શર્મા : રાજકારણ પર ચર્ચા કરવામાં શોખીન અને માણેક લાલ જોડે ખુબ ચર્ચા કરનારા.

શૌર્ય : કરાટે ચેમ્પિયન 

મુખર્જી પરિવાર 

સૌરવ મુખર્જી : યુનિવર્સિટીમાં સાહિત્યના પ્રોફેસર. રાજકારણ અને પુસ્તકોના શોખીન.
સુચરિતા મુખર્જી : પેઇન્ટર અને ઇન્ટિરિયર ડિઝાઇનર.
ઈશાન : ગિટાર વાદક અને રોક મ્યુઝિકનો ચાહક.


અય્યર પરિવાર 

કાર્તિક અય્યર : ઇસરો (ISRO) સાયન્ટિસ્ટ. શાંત અને ગંભીર સ્વભાવ.
મીનાક્ષી અય્યર :  શાસ્ત્રીય સંગીત શિક્ષિકા. એમની દક્ષિણ ભારતીય ફિલ્ટર કોફી આખી સોસાયટીમાં ફેમસ છે.
તનિષ્કા : ભરતનાટ્યમ ડાન્સર અને ભણવામાં હોંશિયાર


ફર્નાન્ડિસ પરિવાર

એન્થની ફર્નાન્ડિસ : મ્યુઝિક ટીચર. સ્વભાવે મનમોજી 
મારિયા : હાઉસ વાઈફ 
એલિના : પૉપ મ્યુઝિક ની એડિક્ટ 


દારૂવાલા પરિવાર 

રૂસ્તમ દારૂવાલા : નિવૃત્ત એન્જિનિયર. 
પરિઝાદ : હાઉસ વાઈફ, પરંપરાગત રીત-રિવાજોના પાકા અને સોસાયટી ના ઉત્સવ સમિતિના અધ્યક્ષ. 
પોરસ : કન્ટેન્ટ રાઇટર, ટેક-જીનિયસ

શર્મા પરિવાર 

રાજેશ શર્મા : સરકારી અધિકારી
પૂજા શર્મા : હાઉસ વાઈફ, ડેઇલી સિરિયલો જોવાની શોખીન 
મદન લાલ શર્મા : નિવૃત્ત સરકારી અમલદાર.
રાધિકા શર્મા : બાંકડે બેસી વાતો કરવાનાં શોખીન 

ક્રિશ : સાયલકિંગ નો શોખીન 
કિયારા : પેન્ટિંગ નો શોખ 

દેસાઈ પરિવાર 

ડૉ. નિલેશ દેસાઈ : MD ડોક્ટર  
ડૉ. આરતી દેસાઈ : MBBS ડોક્ટર 
આન્યા : સાયન્સ સ્ટુડન્ટ, ડોક્ટર બનવાની તૈયારી કરે 

ચેટર્જી પરિવાર 

સંદીપ ચેટર્જી : સ્કૂલ પ્રિન્સિપાલ. સોસાયટીના નિયમો પાળવા બાબતે ખૂબ જ કડક.
પ્રોફેસર
મૌસમી : હાઉસ વાઈફ, અવનવી રેસિપી બનાવી કીટી પાર્ટી માં સર્વ કરવાનો શોખ 
રિયાન : વેબ સિરીઝ જોવાનો એડિક્ટ 

નાયર પરિવાર 

અરુણ નાયર : બેંક મેનેજર, શંકા સીલ સ્વભાવ 
દીપા નાયર : હાઉસ વાઈફ 

મીરા : રુદ્ર સાથે તોફાન માં સાથ આપનાર ને પાક્કી દોસ્ત.

ખાન પરિવાર 

ઇમરાન ખાન : હાઇકોર્ટના વકીલ. સોસાયટીના કોઈ પણ લીગલ કાગળિયા કે નોટિસ બનાવવા માટે સદા તૈયાર.
નસરીન : સોશિયલ વર્કર. સોસાયટીના વેસ્ટ મેનેજમેન્ટ અને પર્યાવરણ પ્રોજેક્ટ્સ સંભાળે છે. 
અયાન : સોસાયટીનો 'સ્ટાર બોલર' (પણ બેટિંગમાં આઉટ થાય તો બેટ લઈને ઘરે જતો રહે!) 
ઝારા : પ્રકૃતિ પ્રેમી 



આનંદનગરનું રોજિંદુ જીવન આ પાત્રો વગર અધૂરું છે. એમના નામ આધુનિક અને લોકપ્રિય છે:
શાંતા બેન (ઘરકામ કરનારા ):સોસાયટીની 'જીવંત ન્યૂઝ ચેનલ'. કયા ઘરમાં શું રંધાયું અને કોનો ઝઘડો થયો એની ક્ષણેક્ષણની ખબર એમની પાસે હોય.
કાન્તાબેન (ઘરકામ કરનારા): સમયના એકદમ પાકા અને નવી ટેકનોલોજી (રોબોટિક મોપ) નો વિરોધ કરનારા.
ધીરુભાઈ (શાકવાળો): 'તાજા શાકભાજી'ના નામે ભાવતાલ કરવામાં નિષ્ણાત. મોંઘવારી અંગે  રોજ સોસાયટી ના સભ્યો જોડે એમની ચર્ચા થાય.
મગનલાલ / 'મગન કાકા' (કરિયાણા વાળા): આનંદ જનરલ સ્ટોરના માલિક. સોસાયટીના અડધા લોકોનું ઉધાર ખાતું એમની પાસે જ ચાલે છે.
રામજીભાઈ (દૂધવાળો): સવારે ૬ વાગે સમયસર પોતાની સાયકલ પર દૂધ આપવા આવે.
કાંતિભાઈ (પેપર વાળા ) : પહેલા પોતે વ્હેલી સવારે બધા પેપર વાંચી લે પછી વિતરણ કરે ને છેલ્લે આનંદ નગર માં આવી બાંકડે બેઠેલા સિનયર સીટીઝન જોડે સમાચારો પર ચર્ચા કરી ઘરે જાય. 

બાબુ લાલ : 24 કલાક ને 365 દિવસ સજાગ રહેનાર વર્ષોથી સિક્યોરિટી કરતા સિનયર વોચમેન 
અરજણ ભાઈ : બાબુલાલ ના આસિ્ટન્ટ વોચમેન

કાનજી ધોબી : સોસાયટી નો વર્ષો જુનો વિશ્વાસુ ધોબી 

અશોક ટેલર : સોસાયટી ના લોકોના તાત્કાલિક પરચુરણ કામ કરનાર દરજી 

જિગ્નેશ હેર આર્ટ : જીગો દરેક ને હેન્ડસમ બનાવી દેનારો નાઈ 

મહેશ પ્લમ્બર : સોસાયટી ના તમામ લીકેજ નું સોલ્યુસન લાવી આપનાર 

ઇસ્માઈલ ઇલેક્ટ્રિશિયન: તમામ ઇલેક્ટ્રિક સોલ્યુસન નો જુગાડ કરી આપનાર.


પ્રમુખ — હર્ષિલ મહેતા
સેક્રેટરી — હિતેશ પટેલ
ટ્રેઝરર — અરુણ નાયર
મહિલા મંડળ પ્રમુખ — જાગૃતિ પટેલ
યુથ ક્લબ — આરવ જોષી
સિનિયર સિટિઝન ગ્રુપ — રસ્તમ દારૂવાલા

જેમ નવલકથા પ્રકરણ અને સમય આગળ વધશે પાત્રો ઉમેરાતા રહેશે, ઘટનાઓ પ્રમાણે નવા પાત્રો આવશે તેનો પરિચય આપને થશે.

આપ નિયમિત આપની આસપાસ બનતી ઘટનાઓ ને અહીં માણી શકશો તમારા પોતાના પાત્રો સાથે.

આ નવલકથા માં આપ આપનું અને આપની આસપાસ ના પાત્રો માણી શકશો ને મજા કરી શકશો.