સંધ્યા સૂરજ વિકી ત્રિવેદી પ્રસ્તાવના મોટા ભાગની કહાનીઓ સારી જ હોય કેમ કે નાયક બધા નાયકને શોભે તેવા જ કામ કરે છે પણ મારી વાત કઈક જુદી હતી. ચોક્કસ પહેલા પરિચય થવો જોઈએ. શરૂઆતમાં પરિચય જરૂરી છે. પરિચય વિના પાત્રને ઓળખી ન શકાય. હું મારી ઓળખ તમને બરાબર આપીશ પણ મારી ઓળખ બે લાઈન કે ચાર શબ્દોથી આપી શકાય તેમ નથી! એમ ન સમજતા કે મારામાં વાત કરવાની રીતભાત નથી કે હું તોછડી છું પણ એ જ હકીકત છે. જેમ જેમ તમે મારા વિશે વાંચે જશો તેમ તેમ મારાથી પરિચિત થતા જશો. હું તમારામાંથી
Full Novel
સંધ્યા સૂરજ
સંધ્યા સૂરજ વિકી ત્રિવેદી પ્રસ્તાવના મોટા ભાગની કહાનીઓ સારી જ કેમ કે નાયક બધા નાયકને શોભે તેવા જ કામ કરે છે પણ મારી વાત કઈક જુદી હતી. ચોક્કસ પહેલા પરિચય થવો જોઈએ. શરૂઆતમાં પરિચય જરૂરી છે. પરિચય વિના પાત્રને ઓળખી ન શકાય. હું મારી ઓળખ તમને બરાબર આપીશ પણ મારી ઓળખ બે લાઈન કે ચાર શબ્દોથી આપી શકાય તેમ નથી! એમ ન સમજતા કે મારામાં વાત કરવાની રીતભાત નથી કે હું તોછડી છું પણ એ જ હકીકત છે. જેમ જેમ તમે મારા વિશે વાંચે જશો તેમ તેમ મારાથી પરિચિત થતા જશો. હું તમારામાંથી ...વધુ વાંચો
સંધ્યા સૂરજ - પ્રકરણ - 2
હું એક અંધારી કોટડીમાં બંધ હતી. હંમેશા વીજળીના ઉજાસમાં રહેવાને લીધે આપણે કદાચ ભૂલી જ ગયા છીએ કે અંધકાર ભયાનક ચીજ છે? કદાચ મને પણ એ બાબત ત્યારે જ સમજાઈ કે અંધકાર અને ઉજાશ વચ્ચે કેટલો મોટો તફાવત છે? કહે છે ને દિવસ રાતનો તફાવત. દિવસ અને રાતના તફાવતનું ઉદાહરણ સૌથી મોટું ઉદાહરણ કેમ કહેવાય છે એ મને ત્યારે સમજાયું. મને ચોક્કસ ખ્યાલ ન હતો હું કયા સ્થળે હતી. મને એ પણ ખબર ન હતી કે હું અહી કઈ રીતે પહોચી હતી. મને અહી કેમ ગોંધી રાખવામાં આવી હતી એ પણ મારા માટે વિચારવાનો વિષય હતો. હું ...વધુ વાંચો
સંધ્યા સૂરજ - પ્રકરણ - 3
કોલેજનું પહેલું વર્ષ આર્ટસ કોલેજના એક સામાન્ય વર્ષ જેવુ જ હતું. મેં ક્યારેય કોઈને એવું લાગવા ન દીધું કે અંદરથી ભાંગી પડેલ અને ઉદાસ છોકરી છું કેમકે હું જાણતી હતી કે લોકો તમને હમદર્દી સિવાય કશુ જ આપી શકતા નથી અને મારે હમદર્દીની જરૂર ન હતી! મારે મોહરાની જરૂર હતી! મારે બદલાની જરૂર હતી! મારે અન્વેષણની જરૂર હતી! મારે મારા જેવા કોઈ આતીશની જરૂર હતી જેના કાળજામાં પણ આગ સળગતી હોય, જેની પાસે વાઘ જેવું કાળજું હોય! જે તરાપ મારવા તૈયાર હોય! એ દિવસો હતા જયારે હું મારી જિંદગીને ઇન્જોય કરી રહી હતી. કમ-સે-કમ બધાને ...વધુ વાંચો
સંધ્યા સૂરજ - પ્રકરણ - 4
હું ધીમે ધીમે દીવાલનો ટેકો લઇ દરવાજાની નજીક ગઈ. મેં મારા એક હાથની હથેળીને દીવાલ સાથે ટેકવેલ રાખી હતી બીજા હાથને દરવાજા પર જેથી હું ચક્કર આવી મારું સમતોલન ગુમાવું તો પણ દીવાલ અને દરવાજાને સહારે જમીન પર બેસી શકું. કોઈ નકામો અવાજ ન થાય અને બહાર ઉભેલી વ્યક્તિને ખબર ન પડે કે હું અંદરથી એના પર ધ્યાન રાખી રહી છું. જો કે હાલ તો એમ જ લાગી રહ્યું હતું કે હું એના પર કોઈ કાળે ધ્યાન રાખી શકું તેમ ન હતી અને એ મારા પર નજર રાખી રહ્યો હતો એ દેખીતી ચીજ હતી. મેં સ્લાઈડ કરીને ...વધુ વાંચો
સંધ્યા સૂરજ - પ્રકરણ - 5
મારી કોલેજનો સમય દસ ત્રીસનો હતો. કોલેજના પહેલા દિવસના વિચારો સાથે જ હું સવારે બેડમાંથી ઉઠી બાથરૂમમાં ફ્રેશ થવા હતી. જ્યારે હું બાથરૂમમાંથી બહાર આવી અને મારો ચહેરો અરીસામાં જોયો મને મારા ચહેરા પર ખુશી અને ડર બંને ભાવ જોવા મળ્યા. આનંદ એટલા માટે કે એ કોલેજનો પહેલો દિવસ હતો અને ભય પણ એટલા માટે કે એ કોલેજનો પહેલો દિવસ હતો. મેં જીવનમાં કઈક બનવા માટે કોલેજ જોઈન કરી જ ન હતી. આમ તો પહેલા મારા સપના ઘણા બધા હતા પણ એમાના કોઈ સપના પુરા કરવા હું કોલેજમાં ગઈ ન હતી. હું કોઈ ખાસ કારણથી ...વધુ વાંચો
સંધ્યા સૂરજ - પ્રકરણ - 6
એકાએક બહાર થયેલાં કોઈ અવાજથી મારી આંખ ખુલી હતી. મને સમયનો કોઈ અંદાજ ન હતો. દિવસ હતી કે રાત પણ અંધારાને લીધે નક્કી કરી શકાય તેમ નહોતુ કેમકે ત્યાં કાયમને માટે જાણે એક સરખુ જ અંધારું હતું. હું પોતાની જગ્યા પરથી ઉભી થઈ. મારે ઉભા થવા માટે મહેનત કરવી પડી. બહુ મહેનત. મહામહેનતે ઉભી થઈ એમ કહો તો પણ ચાલે. મારી જાતને દીવાલ સાથે એક હાથથી પ્રોપીંગ કરીને હું આગળ ખસવા માંડી. મારે ચાલવા માટે દીવાલનો ટેકો લેવો પડતો હતો કેમકે મારા શરીરમાં ખુબ અશક્તિ આવી ગઈ હતી. હું કઈ તરફ જઈ રહી હતી અને ...વધુ વાંચો
સંધ્યા સૂરજ - પ્રકરણ - 7
પહેલા દિવસે કોલેજ લંચબ્રેક પછી બે વાગે શરુ થઈ. અમે બધા અમારા કલાસ તરફ રવાના થયા અને સાંજ સુધી કલાસમાં વ્યસ્ત રહ્યા. હું છેલ્લી પાટલી પર ગોઠવાઈ. મને છેલ્લી પાટલીની આદત હતી. મને છેલ્લી પાટલી પર બેસવું ગમતું. એનો મોટો ફાયદો એક હતો કે આખા કલાસ પર ધ્યાન આપી શકાય અને ભણવામાં ધ્યાન આપવાની બિલકુલ જરૂર ન પડે. છેલ્લી પાટલી પર બેસવાનું એક બીજું પણ કારણ હતું કે હું દરેક અનયુઝઅલ ચીજ પર ધ્યાન આપી શકું. અલબત્ત છેલ્લી બેંચ પણ મારા કામનો એક હિસ્સો જ હતી. આખો વર્ગખંડ કોઈ થિયેટરની માફક લાગી રહ્યો ...વધુ વાંચો
સંધ્યા સૂરજ - પ્રકરણ - 8
હું બીચ પાર્ટીમાંથી ગુમ થઈ હતી. ત્યાં મારી સાથે બીજા પણ કેટલાક છોકરા છોકરીઓ હતા. અમે કોલેજ પીકનીક પર ઘણો સમય હું નહી મળી હોવ એટલે તેમણે કોલેજમાં જાણ કરી હશે અને કોલેજે મારા ઘરે ખબર કરી હશે. મને પોલીસ શોધી રહી હશે. મુંબઈમાં એ લોકો મને શોધી રહ્યા હશે પણ હું તેમને મળીશ નહી કેમકે એ મને ખોટી જગ્યાએ શોધી રહ્યા હશે! મુંબઈ બહારના સ્થળે તો કોઈ વિચારે જ શા માટે? પોલીસ મુંબઈના દરેક સ્લમ એરિયા અને રેડ લાઈટ એરિયા ફેદી વળી હશે કે કદાચ કોલેજમાંથી બધાએ મારો રેફરન્સ આપ્યો હશે કે હું કોઈ ...વધુ વાંચો
સંધ્યા સૂરજ - પ્રકરણ - 9
દરવાજો ખુલ્યો. એ જ યુવક અંદર દાખલ થયો. તેના ચહેરા પર એ જ ભાવ અકબંધ હતા. એ પહેલા આવ્યો ત્યાંથી અત્યાર સુધી સમય એમનો એમ થંભી ગયો હોય એમ લાગતું હતું. એનો ચહેરો પહેલા જેવો જ હતો. એક કોરી કિતાબ જેવો! “કેમ હજુ ખાધું નથી તે?” એણે મારા તરફ જોઈ કહ્યું. એના મોમાંથી શબ્દો નીકળ્યા પણ એના ચહેરાના ભાવ જરાય ન બદલાયા. “એમાં ઝેર હશે એટલે.” મારા પાસે કહ્યા વિના કોઈ છૂટકો ન હતો. એ સ્થિર ઉભો રહ્યો. મને જરાક નવાઈ લાગી. મારા એ વાક્ય પર એ ખડખડાટ હસવો જોઈતો હતો. ...વધુ વાંચો
સંધ્યા સૂરજ - પ્રકરણ - 10
હું આરાધનાનો કિસ્સો યાદ કરવા લાગી. એક એક કડીઓનો તાગ મેળવવા લાગી. મેં છેક શરુઆતથી જ બધું યાદ કરવા એ દિવસે શનિવાર હતો. હું આરાધનાને ઘરે ગઈ હતી. હું દરવાજો ખોલવા જતી હતી, પણ હું આરાધનાને સરપ્રાઈઝ કરવા માંગતી એટલે મેં દરવાજો જરાક ખોલ્યો જેથી મારો ચહેરો અંદરની તરફ જોઈ શકે. મેં દરવાજાની તિરાડમાંથી અંદર ડોકીયું કર્યું પણ ફોયરમાં કોઈ દેખાયું નહી. કદાચ તેઓ કોઈ રૂમમાં હશે અથવા તો ઉપર હશે મેં વિચાર્યું. મને અંદાજ લગાવવાની છેકથી આદત હતી. “હેલો? આરાધના...” મેં અંદર દાખલ થઇ હળવા અવાજે આમ તેમ જોતા કહ્યું. મને મારા ...વધુ વાંચો
સંધ્યા સૂરજ - પ્રકરણ - 11
આરાધનાનો કિસ્સો નજીકનો ભૂતકાળ હતો. પણ એ માણસે મને કોઈ ભૂલ માટે કિડનેપ કરી છે એમ કહ્યું એટલે મને કીસ્સો યાદ આવી ગયો. કારણ કે આરાધનાના કેસમાં મેં ઘણો રસ લીધો હતો જે કિડનેપરોને ગમ્યું નહી હોય. પણ આરાધના ગુમ થઇ એ પહેલા ઘણી ઘટનાઓ થઇ હતી. હું એ બધી ઘટનાઓ યાદ કરવા લાગી. કદાચ શનિવારને મારા જીવન સાથે કોઈ ખાસ સંબંધ હતો. મારો જન્મ શનિવારના દિવસે થયો હતો. મમ્મી મને શનિવારને દિવસે છોડીને ગઈ હતી અને આજે પણ શનિવાર હતો. શનિવારની સાંજ હતી. હું મારા લેપટોપ પર ટોમ્બ રાઈડર ગેમ રમી રહી હતી. લારા ...વધુ વાંચો
સંધ્યા સૂરજ - પ્રકરણ - 12
સમય શું ચીજ છે એ માત્ર મને ત્યારે જ સમજાયું જયારે હું એ પરીસ્થીતીમાં હતી જ્યાં મારી પાસે સમયને માટે કોઈ ઘડિયાળ ન હતી. તારીખને સમજવા માટે કોઈ કેલેન્ડર ન હતું કે દિવસને જાણવા માટે કોઈ રસ્તો ન હતો. એ અનુભવ પહેલા મને કોઈએ પૂછ્યું હોત કે સમય શું છે? તો એ માત્ર કલાકો, દિવસો કે ઘડિયાળના કાંટા સાથે ચાલતી કોઈ ચીજ છે એવો ઉડાઉ જવાબ મેં આપ્યો હોત પણ મને સમજાઈ રહ્યું હતું કે સમય એ માત્ર દિવસો, કલાકો, કે ઘડિયાળના કાંટા સાથે ચાલતી કોઈ ચીજ નથી. ભલે તમે એ બધાથી પીછો છોડાવી લો ...વધુ વાંચો
સંધ્યા સૂરજ - પ્રકરણ - 13
અમારી કોલેજમાં ઇન્ટરનલ પરિક્ષા શરુ થવાની હતી પણ મને કે મારા આખા ગ્રુપને પરિક્ષાની કોઈ પરવા હતી જ નહી. ગ્રુપ પેપર દરમિયાન આજુ બાજુમાં બેઠેલ હોશિયાર છોકરા તરફ જોઈ ‘એય અલ્યા શીખવાડને..!!! મને કશુ જ નથી આવડતું’ જેવા શબ્દો વાક્યો બોલનારા વર્ગમાંનું ...વધુ વાંચો
સંધ્યા સૂરજ - પ્રકરણ - 14
જ્યારે કોઈની રાહ જોવાની હોય એ સમયે સમય જાણે થંભી જાય છે. જે પળની રાહ જોઈ રહ્યા હોઈએ એ નજીક આવવાને બદલે દુર જઈ રહી હોય એમ લાગે છે. લગભગ બધાને કોઈને કોઈ ચીજ કે વ્યક્તિની રાહ જોવાનો અને બોરેડમ મહેસુસ કર્યાનો અનુભવ હોય છે. તમને પણ હશે જ. તમે પણ ક્યારેક કોઈની રાહ જોઈ હશે પણ વિચારો કે એ વેઈટીંગના સમય દરમિયાન તમારી પાસે કોઈ જ સાધન ન હોય જેની મદદથી તમે સમયની જાણકારી મેળવી શકો. તમારી પાસે કોઈ ઘડિયાળ ન હોય જેની મદદથી તમે જાણી શકો કે તમે કોઈની કેટલા સમયથી રાહ જોઈ રહ્યા છો? ...વધુ વાંચો
સંધ્યા સૂરજ - પ્રકરણ - 15
“આપણે ક્યા છીએ?” “મારે તને જવાબ તો ન આપવો જોઈએ પણ શું ફેર પડે આપણે એક જુના વેર-હાઉસમાં છીએ. આ વેર-હાઉસ રજીસ્ટર મુજબ કોના નામે નોધાયેલ છે એ મને પણ ખબર નથી. બસ અહી જુના ભંગાર કન્ટેનરો છે જે હવે કદાચ કોઈ કામના નથી અને નકામી થઇ ગયેલ એવી કેટલીયે ચીજો જે હવે કોઈના માટે ઉપયોગી નથી. એ બધું અહી તોડવામાં આવે છે.” એણે કહ્યું. એ મને ખાતા જોઈ રહ્યો હતો. એની આંખોમાં હજુ પણ મને હમદર્દી સિવાય કશું જ નહોતું દેખાઈ રહ્યું. મને હવે સમજાયું કે બહાર દરવાજે કોઈ હથોડી મારીને મને ...વધુ વાંચો
સંધ્યા સૂરજ - પ્રકરણ - 16
ઇન્ટરનલ એક્ઝામ પતી ગઈ. મારા માટે છેકથી એક્ઝામ કોઈ મહત્વની ચીજ હતી જ નહી! કોલેજમાં ઘણા બધા એવા પણ જેમના માટે રીઝલ્ટ મહત્વની ચીજ હતી પણ અમારું ગ્રુપ એવા લોકોમાં ન ગણી શકાય! થેંક ગોડ કે અમારા ગ્રુપમાં એવો એક પણ છોકરો કે છોકરી ન હતી. બસ એ બધા સ્ટ્રેસફૂલ જીવન જીવનારા પહેલી બેંચવાળા જ હતા જેમની સાથે અમારે ક્યારેય ન બનતું. બધા રીઝલ્ટની રાહ જોઈ રહ્યા હતા. કેટલાક તત્વજ્ઞાન તો કેટલાક ઈંગ્લીશના પરિણામને લઈને ચિંતામાં હતા. લગભગ મારા બધા જ પેપર સારા ગયા હતા અને કોઈ ખરાબ ગયું હોત તો પણ મને ખાસ કાઈ ફિકર જેવું ...વધુ વાંચો
સંધ્યા સુરજ - પ્રકરણ - 17
“સંધ્યા...” ગાર્ડન પહોચતા જ રાઘવે કહ્યું. મને એના અવાજમાં કોઈ અલગ જ ભાવ દેખાઈ રહ્યા હતા. મને એની આંખમાં ભાવ દેખાઈ રહ્યા હતા. હું સમજી ગઈ કે એ શું કહેવા મને ત્યાં લાવ્યો હતો. તે મને બધા સામે પ્રપોઝ કરવા માંગતો હતો. એની શું જરૂર હતી? મને કંટાળો આવ્યો પણ પછી થયું કે તેના માટે તો એ બધું જરૂરી જ હતું ને અમારા વચ્ચે દોસ્તી બહુ વધી ગઈ હતી. અમે એકબીજાની મસ્તી મજાક કરતા પણ એણે હજુ સુધી મને પ્રપોઝ નહોતું કર્યું. આમ અમારા વચ્ચે ફિલ્મ જોવા જવું અને વધુ પડતું હળી મળી જવું એ બધું થયા ...વધુ વાંચો
સંધ્યા સૂરજ - પ્રકરણ - 18
સુરજ ગયો એના પછી કેટલીયે વાર હું એના વિશે વિચારતી એ લોઢાના દરવાજાને તાકી રહી હતી. ત્યાંથી બચી નીકળવાના અને સ્ટ્રેસથી બચવા તેણે આપેલ નાગમણી નામના પુસ્તકના ત્રણ ભાગમાંથી પહેલા ભાગની કોપી હું વાચવા લાગી. પ્રસ્તાવના જ જકડી નાખે તેવી હતી! મને એની પ્રસ્તાવના વાંચતા જ થયું કે એની પ્રોટાગોનીસ્ટ નયના અને મારા વચ્ચે અનેક સામ્યતાઓ છે. નયના મેવાડાને વધુ વિચારવાની બીમારી હતી જયારે મને પણ તેની જેમ પૂર્વાનુમાન અને પશ્ચાનુંમાનની આદત હતી. નયના માટે જેમ કપિલ રહસ્યમય હતો તેમ મારા માટે સૂરજ રહસ્યમય હતો. લગભગ આખો દિવસ મેં એ પુસ્તક વાંચવામાં વિતાવ્યો હતો. એના ...વધુ વાંચો
સંધ્યા સૂરજ - પ્રકરણ - 19
અગિયાર જુન મારો જન્મદિવસ હતો. હું સવારે વહેલી ઉઠી અને રોજ મુજબ ભગવાનને પ્રાથના કરી. હું મારા દરેક જન્મદિવસે પ્રાથના કરતી. મેં દરેક જન્મદિવસની જેમ એ દિવસની શરૂઆત કરી પણ દરેક જન્મદિવસની જેમ હું ખુશ ન હતી. મારા મનમાં સતત જીનલના વિચારો દોડી રહ્યા હતા. જીવનમાં એ પહેલો જન્મદિવસ હતો જે હું જીનલ વિના એકલા મનાવવાની હતી એમ તો ન કહી શકાય કેમકે હું બહાર રહી ભણતી હતી પણ હા, જીનલે સૌથી પહેલા વિશ ન કરી હોય એવો એ પહેલો દિવસ હતો! અલબત્ત, જીનલની વિશ વિનાનો એ પહેલો જન્મદિવસ હતો જે મારા માટે જન્મદિવસ નહિ ...વધુ વાંચો
સંધ્યા સૂરજ - પ્રકરણ - 20
સૂરજના ગયા પછી હું એણે સમજાવેલ પ્લાનની એક એક વિગતોને યાદ કરવા લાગી. મારે કયા દરવાજા ઓળંગવાના હતા. કયા માટે કઈ કીનો ઉપયોગ કરવાનો, ક્યાં કોનાથી સાવધાન રહેવાનું હતું એ દરેક ચીજ એ મને સમજાવી ચુક્યો હતો અને એ જ બાબત હું મારી જાતને દસેક વાર સમજાવી ચુકી હતી. મારા મનમાં એક અજ્ઞાત ભય આકાર લઇ રહ્યો હતો. જો હું પકડાઈ જઈશ તો શું થશે...?? કદાચ મારા ભાગી ગયા પછી સુરજનો બોસ કે જે કોણ હતો એ હું જાણતી જ ન હતી એને ખબર પડી જશે કે સુરજે મને ભાગવામાં મદદ કરી છે ...વધુ વાંચો
સંધ્યા સૂરજ - પ્રકરણ - 21
એ સાંજે મને મોડે સુધી ઊંઘ ન આવી. હું સતત વિચારતી રહી કે મારે બીચ પાર્ટીમાં જવું જોઈએ કે ત્યાં મને કાઈ હાથ લાગશે કેમ..? વર્ષ આખું વીતી ગયું હતું અને હજુ મને કાઈ હાથ લાગ્યું ન હતું. બીજી તરફ હજુ આરાધના અને બીજા મિત્રો ગુમ થયાને ખાસ દિવસો વીત્યા ન હતા અને આ છોકરીઓ કઈ રીતે હિમ્મત કરી શકતી હશે બીચ પર વિકેન્ડ મનાવવા જવાની? મને એમ પણ થઇ રહ્યું હતું કે કેટલાક અંશે છોકરીઓ પોતાની બદતર હાલત માટે પોતે જ જવાબદાર છે. સાવચેતી શું કહેવાય? એ ચીજ જાણે દરેક માટે અજાણ્યી હોય તેમ ...વધુ વાંચો
સંધ્યા સૂરજ - પ્રકરણ - 22
મારે વધુ રાહ જોવી ન પડી. એકાદ મિનીટમાં જ બીલી અને તેનો મિત્ર એ રૂમમાં દાખલ થયા. બેમાંથી એક થોડોક વધુ ખડતલ હતો જ્યારે બીજો પાતળો પણ બિહામણો અને કાળા લેધરના જેકેટમાં સજ્જ હતો. એ બેમાંથી કોનું નામ બીલી હતું અને બીજાનું નામ શું હતું એ હું જાણતી ન હતી પણ મારે એ જાણવાની જરૂર ન હતી. ક્લીન સેવવાળો એક માણસ જેણે બ્લેક જેકેટ પહેર્યું હતું એ કદાચ મારા નજીક પહોંચી જાય તો પણ મને વાંધો ન હતો. એને હું છુટ્ટા હાથની લડાઈમાં પણ માત કરી શકું એમ હતી. પણ બીજો લાંબા વાળવાળો માણસ જેના મોઢામાં સિગારેટ ...વધુ વાંચો
સંધ્યા સૂરજ - પ્રકરણ - 23
એણે ધક્કો મારી મને કેબીનમાં ધકેલી. નિશા, રિયા, મનીષા અને પેલી છોકરી પણ એની ગનના ઈશારે અંદર આવી. એને જોતા જ સૂરજ એટલો ડઘાઈ ગયો હતો કે એ કશુ જ ન બોલી શક્યો. બસ ફાટી આંખે રાઘવને જોઈ રહ્યો. “મને આમ જોઈ કેમ રહ્યો છે ડેડીના પાલતું કુતરા... મને પહેલા દિવસથી જ તારા પર ભરોષો નથી. હું જાણતો હતો કે સંધ્યા પણ એની બેનની જેમ જ બળવાખોર નીકળશે એટલે મેં એને બધાથી અલગ કેબીનમાં રાખવાનું ડેડને સજેશન કર્યું હતું અને તને એની દેખભાળમાં રાખ્યો હતો જેથી હું ડેડને ટેસ્ટીમની આપી શકુ કે તું ગદ્દાર ...વધુ વાંચો
સંધ્યા સૂરજ - પ્રકરણ - 24
હું વેર-હાઉસની સામેના ખંડેરમાં છુપાઈ મીનીસ્ટરના આવવાની રાહ જોવા લાગી. મારા કપડા મેલા હતા. મેં ટીશર્ટથી મારું મોઢું લુછ્યું. હટતા મને થોડી રાહત થઇ. મેં જીનલને આપેલ વચન પૂરું કરવાનો સમય આવી ગયો હતો. મારી આંખો સમક્ષ જીનલનો ચહેરો અને મનમાં બદલાની ભાવના આકાર લઇ રહી હતી. સૂરજ આથમવાની તૈયારી હતી. સંધ્યા બરાબર ખીલી હતી....!! એકાદ વર્ષ પહેલા કોઈએ મને પૂછ્યું હોત કે બદલો શબ્દનો શું અર્થ છે? તો હું એ શબ્દને ઘાતકી અને નકામા શબ્દમાં ખપાવી વખોડી કાઢત પણ હવે મારા માટે બદલો મહત્વનો શબ્દ બની ગયો હતો! છોકરીઓ માત્ર બોયફ્રેન્ડ માટે જ જીવતી ...વધુ વાંચો
સંધ્યા સૂરજ - પ્રકરણ - 25 (ધ એન્ડ)
સંધ્યાને સુરજ સાથે કદાચ કોઈ અજીબ સંબંધ હશે કેમકે હું એક જ એવી સંધ્યા હતી જેના ઉરમાં હમેશા આગ રહેતી હતી પણ કદાચ એ આગ મને સળગાવી નાખવા માટે ન હતી! એ બધાને સળગાવવા માટે હતી જેમણે મારા જીવનને હમેશા દુ:ખની આગમાં સળગવા મજબુર કર્યું હતું.! ફરી એક વાર હું કોલેજમાં હતી પણ કોઈ નાટક ભજવવા માટે નહિ. મેં મારું લક્ષ પૂરું કરી લીધું હતું. તમને નવાઈ લાગશે પણ મને મળેલ ન્યાય કુદરતે કરેલા ન્યાય જેવો જ હતો. જીનલનો જન્મ દિવસ હતો એ જ દિવસે હું ફરી કોલેજમાં ગઈ અને એના આગળના દિવસે જ મેં ...વધુ વાંચો