સંધ્યા સુરજ - પ્રકરણ - 17 Vicky Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંધ્યા સુરજ - પ્રકરણ - 17

“સંધ્યા...” ગાર્ડન પહોચતા જ રાઘવે કહ્યું. મને એના અવાજમાં કોઈ અલગ જ ભાવ દેખાઈ રહ્યા હતા. મને એની આંખમાં ડરના ભાવ દેખાઈ રહ્યા હતા. હું સમજી ગઈ કે એ શું કહેવા મને ત્યાં લાવ્યો હતો. તે મને બધા સામે પ્રપોઝ કરવા માંગતો હતો. એની શું જરૂર હતી? મને કંટાળો આવ્યો પણ પછી થયું કે તેના માટે તો એ બધું જરૂરી જ હતું ને અમારા વચ્ચે દોસ્તી બહુ વધી ગઈ હતી. અમે એકબીજાની મસ્તી મજાક કરતા પણ એણે હજુ સુધી મને પ્રપોઝ નહોતું કર્યું. આમ અમારા વચ્ચે ફિલ્મ જોવા જવું અને વધુ પડતું હળી મળી જવું એ બધું થયા પછી પ્રપોઝ કરવાની કોઈ જરૂર જેવું ન હતું પણ કદાચ કોલેજમાં લવને કોઈ ધાર્મિક વિધિ જેવો સમજવામાં આવે છે અને એ વિધિમાં કોઈ ભૂલ ન રહી જાય તેની દરેક છોકરો છોકરી કાળજી લેતા હોય છે! એમને ખબર હોય કે આપણે બંને એકબીજાને ચાહીએ છીએ પછી પણ પ્રપોઝ અને એવા કેટલાય નાટક કરતા હોય છે. જોકે મને એ નાટકથી કોઈ ફરક પડે તેમ ન હતો.

એ મને જોઈ રહ્યો. મેં મારી આંખોમાં ડર લાવવાનો પ્રયાસ કર્યો. હું જાણતી હતી દરેક છોકરી કોઈ તેને પ્રપોઝ કરે ત્યારે ડરેલી અને ગભરાયેલી હોય તેવી દેખાય છે. મારા માટે એ કામ મુશ્કેલ હતું. મને ડરતા આવડતું જ ન હતું મેં તમને કહ્યું હતું ને કે હું છેકથી બોલ્ડ અને બ્રેવ ગર્લ હતી છતાં મેં મારી આંખોમાં બની શકે તેટલો ડર અને ચહેરા પર શરમના ભાવ લાવવાનો પ્રયાસ કર્યો. કદાચ એ શરમના ભાવ લાવવા મારા માટે અશકય હતું.

“તમેં મને અહી કેમ લાવ્યા છો? મેં કઈ ન જાણતી હોઉં એવો દેખાવ કરતા કહ્યું, “તું મને શું કહેવા ઈચ્છે છે?”

“તને ખરેખર ખબર નથી? હું તને શું કહેવા માંગું છું?”

“ખબર છે પણ હું તારા પાસથી સાંભળવા માંગું છુ” મેં કહ્યું, દિલ્હીમાં જયારે મારા ખુશીના દિવસો હતા એ સમયે જોયેલ ફિલ્મોની અસર કદાચ મારા એ શબ્દો પર હતી. તેણે તેના હાથમાં પોતાની પીઠ પાછળ એક ગુલાબ છુપાવીને રાખ્યું હતું જે મેં ક્યારનુંય જોઈ લીધુ હતું છતાં નથી જોયું તેવો ડોળ કરતી રહી. તેની આંખોમાં મને કોઈ અજબ ભાવ દેખાઈ રહ્યા હતા. એ ભાવ વાંચી શકાય તેમ ન હતા અને હું વાંચવા માંગતી પણ ન હતી. મને એ બધામાં કોઈ રસ ન હતો. હું એના હ્રદયના ધબકારા અનુભવી શકતી હતી. એ સતત વધ્યે જતા હતા. કદાચ તેના ચહેરા પર એ લાગણીઓ ક્યારેય મેં પહેલા જોઈ ન હતી. મને એ લાગણીઓ જરાય સમજાઈ નહી! કદાચ હું લાગણીહીન બની ગઈ હતી એમ કહો તો ખોટું ન હતું.

તે એ પળને સ્પેસીઅલ બનાવવા માંગતો હતો. એના વર્તન પરથી એ સાફ દેખાઈ રહ્યું હતું. એણે મારી આંખોમાં જોયું. મેં મારી આંખોમાં રહેલ સત્ય વંચાઈ ન જાય તે માટે તેનામાં નજાકતતા અને શરમ લાવવાનો પ્રયાસ કર્યો. હું પણ એવો જ દેખાવ કરવા લાગી કે જેથી એને લાગે કે હું પણ એ પળને સ્પેસીઅલ બનાવવા માંગુ છું. કેમકે દરેક છોકરી એ પળને સ્પેસીઅલ બનાવાવા માંગતી હોય છે અને હું કોઈ એક્ઝેપશન હતી એમ તેને દેખાડવા નહોતી માંગતી.

મેં તેની આંખોમાં જોયું. તેની આંખો એ જ કહી રહી હતી જે તે મને કહેવા જઈ રહ્યો હતો.

“તારી આંખો બંધ કર.” રાઘવે મને કહ્યું.

મેં ઘણી ફિલ્મો અને સીરીયલોમાં જોયું હતું એટલે જયારે તેણે આંખો બંધ કરવાનું કહ્યું મેં મારી આંખો બની શકે તેટલી પહોળી કરી નાખી અને આંખો બંધ કરતા ડરતી હોઉં એવો દેખાવ કરવા લાગી.

“હું, તને ખાઈ નથી જવાનો.” એણે હસીને કહ્યું ત્યારે બીજા બધા પણ હસ્યા. હું કહેવા માંગતી હતી કે આ દુનિયામાં કોણ કોને ખાઈ જવા માંગે છે એ ક્યાં ખબર જ પડે છે? પણ હું એને કહી શકું તેમ ન હતી.

મેં બીજા મિત્રો તરફ જોઈ આંખો બંધ કરી એટલે એ જરાક નીચો નમ્યો. એણે પોતાનો એક ઘૂંટણ જમીનને અડકાવ્યો અને બીજો પગ ઘૂંટણમાંથી વાળીને રાખ્યો હતો. મેં આંખો ખોલી ત્યારે એ ફિલ્મોમાં શાહરુખ ખાન જે સટાઈલમાં પ્રપોઝ કરે છે એકદમ તેજ સટાઈલમાં હતો.

“તારા જેવી ફ્રેન્ડ મળવી એ મારા માટે નશીબની વાત છે. એમાં પણ જો તારા જેવી ફ્રેન્ડ લાઈફ પાર્ટનર બની જાય તો...” એણે પોતાનું વાક્ય અધૂરું છોડ્યું.

“ખરેખર, સંધ્યા હું તારા જેવી છોકરીને લાયક નથી. મેં જીવનમાં હજુ સુધી કાંઈજ નથી કર્યું. માત્ર મારા પપ્પાના પૈસા પર જલસા જ કર્યા છે. હું ભણવામાં પણ સારો નથી. પણ હું સુધારીશ. હું મારી જાતને બદલીશ. અને એ કામમાં મને કોઈ સાથ આપી શકે તેમ હોય તો તે માત્ર તું જ છો, સંધ્યા. લવ યુ સંધ્યા લવ યુ.”

“આઈ લવ યુ ટુ.” મેં કહ્યું. મારા માટે એ શબ્દોનું કોઈ જ મહત્વ ન હતું. ભલે દુનિયા તેને ગમે તેટલા શક્તિશાળી માનતી હોય મારા માટે એ માત્ર ત્રણ શબ્દો હતા. જેમાં મને કોઈ હુંફ કે ઠંડક મહેસુસ થતી ન હતી.

મેં એનું ગુલાબ સ્વીકાર્યું. એ પણ મારા માટે એક સામાન્ય ફૂલ કરતા વિશેષ કાઈ ન હતું. રાઘવ ઉભો થયો અને અમે એકબીજાને ગળે મળ્યા. જેવા અમે એકબીજાને ગળે મળ્યા. શુનીલ આરાધના અને નિશા અમારા પર સ્નો ફોલ થઇ રહ્યો હોય તે રીતે સ્પ્રે નાખવા માંડ્યા. હું સમજી ગઈ રાઘવે તેમને બધાને પહેલીથી કહી રાખ્યું હતું. તેઓ માત્ર મને જ સરપ્રાઈઝ આપવા માંગતા હતા. એ માત્ર મારા માટે જ સરપ્રાઈઝ હતું. જોકે એવું તેમને લાગી રહ્યું હતું. મારા માટે જીનલ મને છોડીને ગઈ એનાથી મોટી સરપ્રાઈઝ કોઈ ન હતી. મારે જીનલ વિના જીવવું પડતું હતું એનાથી મોટી સરપ્રાઈઝ કોઈ ન હતી. હજુ જીનલના કાતીલો મારા હાથની પહોચ બહાર હતા એનાથી મોટી સરપ્રાઈઝ કોઈ ન હતી.

એકાએક મેં મારી આંખોમાં બળતરા થતી હોય તેમ અનુભવ્યું. મેં મારી આંખો ખોલવાનો પ્રયાસ કર્યો પણ હું મારી આંખો ખોલી ન શકી. મારી આંખોમાં કાળી બળતરા થવા લાગી હતી. મેં આંખો ઉપર હાથ દબાવી દીધા અને હું બેસી પડી. શું થઇ રહ્યું છે તે મને કઈ સમજાયું નહી. કદાચ મારી આંખોમાં સ્પ્રે ગયો હશે. મેં વિચાર્યું પણ ના, એ સ્પ્રે આંખો પર એટલી અસર કરતો જ નથી. એ સ્પ્રેનો ઉપયોગ થતા મેં અનેક વાર જોયો હતો એનાથી આંખોમાં કોઈ જ બળતરા નથી થતી.

તો શું થઇ રહ્યું છે? એકાએક જ મને આરાધનાની ચીસ સંભળાઈ અને એના પછી શુનીલની.

શું કિડનેપર આવી પહોચ્યા? શું મારા કિડનેપ થવાનો સમય થઇ ગયો? પણ કોણ હોઈ શકે? કોને ખબર હોય કે અમે કોલેજ બંક કરી એ ગાર્ડનમાં આવ્યા હતા? કદાચ રાઘવ, કેમકે એ પ્લાન તેનો હતો. એ જ અમને બધાને ત્યાં લઇ ગયો હતો. મને લાગ્યું રાઘવ જ છૂપો રુસ્તમ છે. મારો એના પરનો શક સાચો હતો. થીયેટરમાં મને પહેરાવેલ ગોલ્ડ નેકલેસ મને પ્રેમમાં આપેલી ભેટ ન હતી પણ મને કિડનેપ કરવાના પોતાના બીઝ્નેશનું ઇન્વેસ્ટમેન્ટ હતી.

મારો એ અંદાજ ખોટો ઠર્યો જયારે મને રાઘવની ચીસો સંભળાવાનું શરુ થયું. એ જોરજોરથી બુમો પાડી રહ્યો હતો. હું તમને છોડીશ નહિ. હરામીઓ તમે કોણ છો?

મેં આસપાસ જોવાનો પ્રયાસ કર્યો પણ હું કાઈ જોઈ ન શકી. મેં આંખો ખોલી પણ મને આંખોમાં કાળી બળતર થઇ રહી હતી. હું એકાદ પળ કરતા વધુ સમય આંખો ખુલ્લી ન રાખી શકી. પણ એ એક પળમાં મેં જોઈ લીધું કે એ હુમલો કરનાર લોકોએ પોતાના ચહેરા રૂમાલથી ઢાંકેલા હતા અને તેઓ ત્રણ જણ હતા.

અમે બગીચાના પાછળની દીવાલની નજીક ઉભા હતા એટલે જયારે હું અને રાઘવ એકબીજાને ગળે મળી રહ્યા હતા અને આરધના, શુનીલ અને નિશાનું ધ્યાન પણ અમારા પર સ્પ્રે ફેકવામાં હતું એ સમયે એ લોકો એ દીવાલ પરથી કોઈ જ અવાજ કર્યા વિના આવ્યા હશે અને આવતા જ તેમણે પોતાના હાથમાં રહેલ સ્પ્રે અમારા પર ફેંક્યો હશે જે સ્પ્રેમાં આંખોમાં કાળી બળતરા કરે તેવું લીક્વીડ હશે. તેઓ ગમે તેને કિડનેપ કરવા માટે એ લીક્વીડ વાપરતા જ હશે અને એ લીક્વીડ એમની પાસે કાયમ હોતું હશે.

મારું મન વિચારોમાં વ્યસ્ત હતું એ જ સમયે મેં મારા લમણા પર કોઈ વસ્તુનો ઘા ઝીંકાતો અનુભવ્યો. હું પોતાના બંને હાથ મારા માથા પર મૂકી જમીન પર બેસી ગઈ અને એ જ સમયે ફરી મારા ચહેરા સાથે કોઈ કડક ચીજ અથડાઈ. હું એકદમ જમીનદોસ્ત થઇ ગઈ. મારા મોમાંથી એક રાડ નીકળી ગઈ. હું સમજી ગઈ એ કડક ચીજ હુમલાખોરનું સુજ હતું. એણે પોતાના સુજ સાથેની મજબુત પગની લાત મારા ચહેરા પર લગાવી હતી. મારો નીચેનો હોઠ ચીરાઈને એમાંથી દડદડાટ લોહી વહી જતું મેં અનુંભવ્યું. એ લાતને મેં મારી જમણી આંખ પર પણ અનુભવી. કદાચ ત્યાં સોજો આવવાનો શરુ થઇ ગયો હતો કે મને એમ લાગી રહ્યું હતું.

હું મારી આસપાસ શું થઇ રહ્યું છે એ સમજી શકું તે પહેલા બેભાન થઇ ગઈ. એ બુટ સાથેના પગની લાતની નહિ પણ એ પહેલા મારા લમણા પર ઝીંકાયેલા ઘાની અસર હતી.

જયારે મારી આંખો ખુલી હું એ ગાર્ડનમાં ન હતી. હું કોઈ એકદમ પ્રકાશિત સ્થળે હતી. મારી ચારે તરફ સફેદ દીવાલો હતી અને રૂમ આખો એવા જ સફેદ પ્રકાશથી ઉભરાઈ રહ્યો હતો. મેં બારી તરફ નજર કરી. બારીના પડદા પણ એવા જ સફેદ અને શાંત હતા. હું કોઈ શાંત સ્થળે હતી જ્યાં બિલકુલ કોલાહલ કે શોર ન હતો.

હું બેડ પર સુતી હતી. મેં બેડ તરફ નજર કરી એ પહેલા જ મને ખ્યાલ આવી ગયો હતો કે એ મારો બેડ નથી. એ બેડ એકદમ અજાણ્યો હોવાનો ભાસ મને એના સ્પર્શ પરથી થઇ ગયો હતો. એ બેડમાં રેઈલ્સ હતી. તેના ઓશિકા ફ્લેટ અને લામ્પી હતા. મારા આસપાસ ક્યાંકથી કંટાળા જનક બીપ બીપ અવાજ સંભળાઈ રહ્યો હતો. મને સમજતા વાર ન લાગી કે હું હોસ્પિટલ બેડ પર છું.

મને મારા મો અને નાક પર કોઈ અજીબ નળીઓ લાગેલી દેખાઈ. મેં મારો હાથ નળીઓ તરફ લંબાવ્યો.

“ના, ડોન્ટ યુ.” મારા હાથને એક અજાણ્યો સ્પર્શ થયો. એ હાથ તરફ મેં નજર કરી. એ હાથ આરાધનાનો હતો. એના હાથ પર પણ પાટો બાંધેલો હતો. એને પણ વાગ્યું હતું.

“શું થયું હતું?” મેં પૂછ્યું.

“તને યાદ નથી આપણે બગીચામાં હતા અને એ સમયે કોઈ અજાણ્યા લોકોએ આપણા પર હુમલો કર્યો હતો.”

“યાદ છે પણ એના પછી શું થયું તે યાદ નથી.”

“એના પછી હું અને શુનીલ બધાને દવાખાને લઇ આવ્યા. તારી અને રાઘવની સ્થિતિ વધારે ખરાબ હતી. તેમના હુમલા પરથી એમ જ લાગી રહ્યું હતું કે તેઓ તને અને રાઘવને જ નુકશાન પહોચાડવા માંગતા હતા.” આરાધનાએ કહ્યું.

તેઓ મને નુકશાન પહોચાડવા માંગતા હતા. શું કોઈને મારા પર શક થઇ ગયો હતો? કદાચ કોઈને શક થઇ ગયો હોય અને તેઓ મને નુકશાન પહોચાડવા માંગતા હોય તે દેખીતી વાત હતી પણ રાઘવ? કોઈ શું કામ એને નુકશાન પહોચાડવા માંગે? કદાચ મારા લીધે એ બધું થઇ રહ્યું હતું. રાઘવ મારી વધુ નજીક આવી ગયો હતો અને એ વાત કોઈકને નહિ ગમી હોય એટલે જ તેણે અમારા પર હુમલો કર્યો હશે ને મારી સાથે સાથે રાઘવને પણ શારીરિક ઈજાઓ પહોચાડી હશે.

એનો શું અર્થ હતો? મારું મન વિચારોના ચકડોળે ચડી ગયું. એનો અર્થ એ હતો કે દુશ્મન મારા પર નજર રાખી રહ્યો હતો. તે કોલેજમાંથી જ કોઈ હતો. તેને અંદાજ આવી ગયો હશે કે હું રાઘવ જેવા અમીર ઘરના છોકરાનો ઉપયોગ તેના સુધી પહોચવાની સીડી તરીકે કરી રહી છું એટલે જ હુમલો કર્યો હશે. પણ કદાચ સીનીયરો હોઈ શકે? તેઓ પણ મારો પીછો કરતા હતા.

એક પળ માટે મારું મન એ વાત માનવા તૈયાર થઇ ગયું કે એ સીનીયર હોઈ શકે પણ બીજી જ પળે મને થયું કે એ સીનીયર ન હોઈ શકે. એમના સાથે કોઈ એવી દુશ્મની ન હતી. અને તેઓ શુનીલ સાથે હોય એ સમયે હુમલો ન જ કરે. કેમકે તેઓ બધા શરાબ ડ્રગ્સ જેવી આદતોના ગુલામ હતા અને સારી રીતે જાણતા હતા કે જો તેઓ શુનીલ સાથે દુશ્મની વહોરી લે તો શુનીલના પપ્પા ડી.વાય.એસ.પી. છે એટલે તેમનું જીવવું હરામ થઇ જાય. શુનીલ તેમને ગમે તે સમયે શરાબ કે ડ્રગ્સના નશાની હાલતમાં પકડાવી શકે અને એમનું કરિઅર ખતમ થઇ શકે. તેમને કોલેજમાંથી રસ્ટીગેટ થવું પડે. કદાચ જેલની સજા પણ ભોગવવી પડે. સિનયર વિકલ્પ પસંદ કરવા માટે મારું મન મને ના કહી રહ્યું હતું.

“રાઘવ?” રાઘવ ક્યા છે?” મેં આરાધના તરફ નજર ફેરવતા કહ્યું. મને લમણા પર ભયાનક ચોટ વાગી હતી એટલે માથામાં દુખાવો થઇ રહ્યો હતો.

“સસસ....” અરધાનાએ મારા તરફ ઈશારો કર્યો, “બધું ઠીક છે.”

“એને શું થયું છે? એ ક્યા છે?”

“એ અહી જ હોસ્પીટલમાં છે, બીજા રૂમમાં. એને કાઈ નથી થયું બસ તું રેસ્ટ કર.” આરાધનાએ કહ્યું.

આરાધનાને મારી ફિકર થઇ રહી હતી. એ ચાહતી હતી કે હું કાઈ બોલ્યા વિના આરામ કરું પણ હું રાઘવને દેખવા માંગતી હતી. ભલે બધા એમ સમજતા હતા કે હું રાઘવને પ્રેમ કરું છું પણ હું રાઘવને પ્રેમ કરતી ન હતી. છતાં મને એ મંજુર ન હતું કે મારા લીધે એને કોઈ નુકશાન થાય કમ-સે-કમ શારીરિક નુકશાન તો નહિ જ!

*

સાત આઠ કલાક સુધી મારે એ જ અજાણ્યા બેડમાં રેસ્ટ કરવો પડ્યો. આરાધના અને શુનીલ મારી સાથે જ રહ્યા. શુનીલ થોડીક થોડીક વારે રાઘવના રૂમમાં પણ આંટો મારી આવતો હતો. નિશા રાઘવના રૂમમાં જ રહી હતી. કદાચ એને પણ રાઘવ પ્રત્યે મારી જેમ હમદર્દી હતી કે એનાથી કઈક વધુ પણ મને એનાથી કોઈજ મતલબ ન હતો. બસ મને એક જ ચીજથી મતલબ હતો. એ બધું મારા લીધે થયું હતું જયારે આઠ કલાક પછી હું ઉભી થઇ રાઘવના રૂમમાં જઈ શકી મારા મને એક નિર્ણય કરી લીધો કે બસ. હું રાઘવ સાથે એ નાટક વધુ નહિ લંબાવી શકું.

જયારે હું રાઘવના રૂમમાં ગઈ ત્યારે એ બેડ પર સુતો હતો અને તેના મોમાં અને નાકમાં પણ નળીઓ લગાડેલ હતી. મારી આંખો સામે એક પળ માટે રાઘવની જગ્યાએ જીનલનો ચહેરો આવી ગયો.

શું હું કોઈની હાલત જીનલ જેવી બને એ માટે જવાબદાર બની શકું? શું રાઘવ કોઈનો ભાઈ નથી? શું રાઘવને પણ હું જીનલને ચાહતી હતી એટલુ ચાહવાવાળી બહેન નહિ હોય? શું હું એક બહેનને પોતાના ભાઈના મોતની દુવા માંગવા માટે મજબુર કરી શકું? અને મારા દરેક પ્રશ્નનો જવાબ હતો ના, હું ઉપરના એક પણ કામ કરવા તૈયાર ન હતી.

હું રાઘવ અને બીજા મિત્રો સાથે ખુબ જ ભળી ગઈ હતી. બીજા મીત્રો કરતા પણ મારા અને રાઘવ વચ્ચે સારા સંબંધો સ્થાપિત થઇ ગયા હતા. અમારા વચ્ચેનો સંબંધ માત્ર દોસ્તી નહી એ મિત્રતા કરતા કઈક અંશે વધી ગયો હતો. હું રાઘવની આંખોમાં મારા માટે પ્રેમની લાગણી જોઈ શકતી હતી પણ હું એને પ્રેમ કરી શકું તેમ ન હતી. મારા માટે પ્રેમ પ્રતિબંધિત હતો એમ કહું તો પણ ચાલે કેમ કે મારા કામમાં પ્રેમને કોઈ સ્થાન હતું જ નહિ. મારું જીવન જ ફરેબ હતું! જુઠના પાયા ઉપર મારા જીવનની ઈમારત ટકેલી હતી. હું મજબુર હતી! એક સ્ત્રી પાસે કોઈને તાબે કરી લેવા માટે શું કરવું પડે એ માત્ર સ્ત્રી જ જાણે છે! એ અશક્ત છે! હું અશક્ત ન હતી પણ મારી પાસેય એક એ જ રસ્તો હતો! હું એ કોલેજમાં માત્ર એક મિશન પર હતી. એક એવા મિશનનો આધાર મારા પર હતો જે મિશન પર કેટલીયે ગુમ થતી છોકરીઓનું જીવન આધાર રાખતું હતું. હું એક નાદાન પ્રેમ માટે એ મિશન જોખમમાં મૂકી શકું તેમ ન હતી. એથી હું રાઘવને મારા જીવનમાંથી દુર કરવા મથી રહી હતી અને મને એ મોકો કુદરતી રીતે જ મળી ગયો!

હું એક નાદાન પ્રેમ માટે મારા બદલાને ભૂલી શકું તેમ ન હતી. તો સામે હું મારા બદલા માટે કોઈનો જીવ પણ જોખમમાં મૂકી શકું તેમ ન હતી. જીનલે જીવનમાં કોઈનું ખરાબ નહોતું કર્યું અને હું એના બદલા માટે કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ લઇ જીનલના પવિત્ર બદલાને અપવિત્ર બનાવી શકું તેમ પણ ન હતી.

*

મેં રાઘવ સાથે છેડો ફાડી નાખવાનું નક્કી કર્યું કેમકે મને લાગવા માંડ્યું હતું કે રાઘવનું જીવન મારા લીધે જોખમમાં મુકાઈ શકે. એની સાથે છેડો ફાડી લેવાનો મોકો મને તરત જ મળી ગયો હતો. મેં હુમલો કરનાર માણસો કોણ હશે એના પર ધ્યાન આપવાને બદલે રાઘવને દુર કેમ કરવો એના ઉપર જ ધ્યાન આપ્યુ. અમારી કોલેજમાં વક્તુત્વ સ્પર્ધા હતી અને એનો વિષય ‘ગર્લ સેક્સ એજ્યુકેશન’ હતો.

“હેય રાઘવ, મેં વક્તુત્વ સ્પર્ધમાં મારું નામ સ્પર્ધક તરીકે નોધાવ્યું છે.” મેં જાણી જોઈને એને કહ્યું. અમે કોલેજના કેફેટેરિયામાં બેઠા હતા. મને ખબર હતી કે છેલ્લા કેટલાક સમયથી રાઘવ મને ચાહવા લાગ્યો હતો અને તે થોડો પઝેસીવ પણ બની ગયો હતો એટલે મને એ આ સ્પર્ધામાં ભાગ લેતા રોકવાનો પ્રયાસ કરશે.

“તે કયા ટોપિક પર બોલવાનું વિચાર્યું છે?” એણે સવાલ કર્યો. મને ખબર હતી એ સીધો મુદ્દા પર આવતા ડરી રહ્યો હતો.

“સેક્સ એજ્યુકેસન એન્ડ ઇટ્સ નીડ.” મેં કહ્યું.

“તારે વિષય બદલી નાખવો જોઈએ.” એણે જરાક અલગ ભાવથી કહ્યું.

“કેમ?” હું જાણતી હતી છતાં મેં સવાલ કર્યો.

“એ તારા માટે યોગ્ય વિષય નથી.” રાઘવ મારી સામે જોવાનું ટાળીને જવાબ આપતો હતો એ મેં નોધ્યું. મારું તીર બરાબર વાગ્યું હતું.

“મને તો એમાં કઈ જ અયોગ્ય નથી લાગતું. મને તો એવું લાગે છે કે તારે અને કોલેજમાં બધાએ આ વિષય પર પોતાના મંતવ્યો રજુ કરવા જોઈએ.” મેં એને ગુસ્સો આવે એવી રીતે કહ્યું.

“સંધ્યા, તું મને પૂછી રહી છે કે એમાં શું ખોટું છે? એક છોકરી સેક્સ એજ્યુકેશન વિશે કઈ રીતે બોલી શકે! એ પણ બધાની સામે?” રાઘવ ગુસ્સે થતો હતો.

“એમાં ખોટું શું છે?” હું આગમાં ઘી નાખવા લાગી કારણ મારે એને મરતા નહોતો દેખવો. મારે એ નાટકનો અંત લાવવો હતો.

“એમાં ખોટું કાઈ નથી પણ તને આપણી કોલેજના છોકરાઓ વિશે તો ખબર છે ને? એ તારા વિશે કેવી ટીપ્પણી કરશે?”

“મને એનાથી કોઈ ફરક નથી પડતો. તને મારા વિશે ખબર છે ને હું પહેલા જ દિવસથી બધાથી અલગ રહી છું?”

એણે મારું છેલ્લું વાક્ય સાંભળ્યું અને એ ગુસ્સે થઇ ચાલ્યો ગયો. હું જાણતી હતી કે એવુ જ થશે. મેં કોલેજમાં સેક્સ એજ્યુ કેસન વિશે ડીબેટ કરી અને એક્સ્ટ્રા પોઈન્ટ સાથે જીત મેળવી હું પ્રથમ રહી હતી. મેં એક ઇનામ મેળવ્યું હતું પણ હું અને રાઘવ એકબીજાથી જરાક દુર થઇ ગયા હતા. મને એનો અફસોસ હતો પણ હું એ જ ચાહતી હતી કેમકે એ મારી હકીકત જાણ્યા પછી એમ પણ મને ચાહી શકવાનો ન હતો. મારે કેટલાક લોકોના કતલ કરવાના હતા. કેટલાક લોકોને એ દર્દનો અહેસાસ કરાવવાનો હતો જે મારી જીનલે ભોગવ્યું હતું. મારી નિર્દોષ જીનલ!

અમે અને રાઘવ ત્યારબાદ એકાદ અઠવાડિયા સુધી એકબીજાથી ન બોલ્યા. અમે એકબીજાને મેસેજ પણ ન કર્યો. એને ટેક્સ્ટ કરવાની બહુ ઈચ્છા થતી હતી પણ મારે ખુદને રોકવી પડી. એ કામ મુશ્કેલ હતું. મારે મારા દિલ સાથે કોમ્પ્રોમાઈઝ કરવું પડ્યું હતું અને એ વખતે પણ મેં એ જ કર્યું. મેં મારા હૃદય સાથે કોમ્પ્રોમાઈઝ કર્યું કેમકે હું કોઈને પ્રેમ કરવા નહી માત્ર અને માત્ર અમુક લોકોને નફરત કરવા જ જીવી રહી હતી!

***

(ક્રમશ:)