સંધ્યા સૂરજ - પ્રકરણ - 19

     અગિયાર જુન મારો જન્મદિવસ હતો. હું સવારે વહેલી ઉઠી અને રોજ મુજબ ભગવાનને પ્રાથના કરી. હું મારા દરેક જન્મદિવસે ભગવાનને પ્રાથના કરતી. મેં દરેક જન્મદિવસની જેમ એ દિવસની શરૂઆત કરી પણ દરેક જન્મદિવસની જેમ હું ખુશ ન હતી. મારા મનમાં સતત જીનલના વિચારો દોડી રહ્યા હતા.

     જીવનમાં એ પહેલો જન્મદિવસ હતો જે હું જીનલ વિના એકલા મનાવવાની હતી એમ તો ન કહી શકાય કેમકે હું બહાર રહી ભણતી હતી પણ હા, જીનલે સૌથી પહેલા વિશ ન કરી હોય એવો એ પહેલો દિવસ હતો! અલબત્ત, જીનલની વિશ વિનાનો એ પહેલો જન્મદિવસ હતો જે મારા માટે જન્મદિવસ નહિ પણ મરણ દિવસ સમાન લાગી રહ્યો હતો. છતાં હું જાણે એક લાશને સજાવી રહી હોઉં તેમ મારી જાતને સજાવી રહી હતી.

     મારે મારી જાતને સજાવવી જરૂરી હતી. એ દિવસ મારા માટે ખુબ જ મહત્વનો હતો. એ મારો જન્મદિવસ હતો અને એ દિવસની મદદથી હું કોલેજમાં દરેકના ધ્યાનમાં આવી શકુ તેમ હતી. જીનલ મને એ દિવસે સૌથી વધારે યાદ આવતી હતી પણ મારે ગમે તે ભોગે કીડનેપરની નજરમાં આવવું હતું. હું એ દિવસની કોલેજમાં આવી ત્યારથી રાહ જોઈ રહી હતી, મેં બધી તૈયારીઓ કરી હતી, યોજનાઓ બનાવી હતી. મારે મનમાંથી દુઃખને હડસેલી દઈને મારા કામને અંજામ આપવા જવાનું હતું.

     તૈયાર થઇ હું નવ ત્રીસે ઘર બહાર નીકળી. મારે સીધા કોલેજ જવાનું હતું. મારું ઘર નવી મુંબઈમાં હતું છતા કોલેજ મારા ઘરથી બહુ દુર હતી. મેં કોલેજમાં વધુ ગ્લેન્સ મેળવવા માટે સફેદ સ્કીની ટોપ પહેર્યો હતો જે મારી કમર પર ફીટ હતો અને નીચે લો વેસ્ટ જીન્સ પહેર્યું હતું. મારા ઇઅરફોન મારા ગળામાં લટકી રહ્યા હતા. મેં મારા વાળ ખુલ્લા જ રાખ્યા હતા. હું ભાગ્યે જ મારા વાળ ખુલ્લા રાખતી. આઈ ડોન્ટ લાઈક અન ડન હેર.

     હું મારા ઘરથી થોડેક આગળ સુધી ચાલતી જ ગઈ કેમકે મારા ઘર આગળથી રિક્ષા મળવી મુશ્કેલ હતી. એટલે દસેક મિનીટ ચાલીને મુખ્ય રોડ પર જવું પડતું.

     હું થોડીક ચાલી ત્યાજ મને રાઘવ અને શુનીલ પોતાની બાઈક પાર્ક કરીને સ્ક્વેર પોઈન્ટ આગળ ઉભેલ દેખાયા. હું સમજી ગઈ હતી એ મને વિશ કરવા આવ્યો હતો.

     હું એમની પાસે જઈ ઉભી રહી. હું ત્યાં ઉભી રહેવા નહોતી માંગતી પણ એકદમ વધુ પડતું રુડ બનવું પણ મને યોગ્ય ન લાગ્યું.

     “મેની મેની હેપી રીટર્ન્સ ઓફ ધ ડે.” એના ચહેરા પર સ્મિત ફિક્કું હતું.

     “થેન્ક્સ.” મેં એની તરફ જોઈ કહ્યું.

     શુનીલે પણ મને બર્થડે વિશ કરી, મેં એનો આભાર માન્યો.

     “ધીસ ઈઝ ફોર યુ.” મારા તરફ એક બોક્સ આગળ કરી રાઘવે કહ્યું.

     મેં એ ગીફ્ટ જોયું, એ રેડ કલરના બોક્સમાં પેક કરેલ હતી અને તેના પર સફેદ અક્ષરોમાં આઈ એમ સોરી લખેલું હતું.

     “ફોર વોટ?” મેં એકદમ અજાણ બની કહ્યું.

     “તારા સાથે રુડ બનવા બદલ.” રાઘવે કહ્યું, મને એના ચહેરા પરથી લાગ્યું હતું કે તેને સોરી કહેવામાં જરાક ઓકવર્ડ લાગી રહ્યું છે. સમથીંગ લાઈક ઈગો હર્ટ.

     “હું એ ભૂલી ગઈ છું, તું પણ ભૂલી જા.” મેં હસીને કહ્યું.

     “આટલી નાની વાત પર આપણા વચ્ચે...”

     “વોટ..?” મેં એ તેનું વાક્ય પૂરું કરે એ પહેલા જ કહ્યું. “આપણા વચ્ચે કઈ જ ન હતું, આપણે જસ્ટ ફ્રેન્ડ હતા અને ફ્રેન્ડ છીએ.” મેં તેને વધુ ખરાબ ન લાગે એ માટે પાછળનું વાક્ય ઉમેર્યું અને હું ચાલવા લાગી, મારે સાચે જ મોડું થઇ રહ્યું હતું.

     “જસ્ટ ટુ મિનીટ. પ્લીઝ.” એણે મને હાથ પકડી રોકી લીધી.

     “શું થયું રાઘવ?” મેં પાછળ ફરતા કહ્યું, હું એની સાથે એ વર્તન કરવા માંગતી ન હતી પણ હું મજબુર હતી.

     “હું માત્ર તારી બે મિનીટ ઈચ્છું છું, હું તારો સમય વેસ્ટ કરવા નથી માંગતો.” રાઘવ સાવ ઢીલો પડી ગયો હતો એટલે મને વધારે રૂડ બનવું બેહુદુ લાગ્યું.

     “ઓકે, ફાઈન. આપણે ચાલતા ચાલતા વાત કરીશું જેથી સમય ન બગડે.” મારા માટે એના કરતા સમય વધુ કિંમતી હોય એમ મેં કહ્યું. હું જોઈ રહી હતી કે મારા એવા વ્યવહાર છતાં એના ચહેરા પરના ભાવ જરાય બદલાયા ન હતા.

     અમે મુખ્ય રોડ તરફ ચાલવા લાગ્યા. શુનીલ બાઈક પાર્ક કરી ત્યાજ ઉભો રહ્યો હતો. તે અમને પ્રાયવેસી આપવા માંગતો હતો.

     “હાઉ આર યુ?” એણે ચાલતા ચાલતા ઇન્ક્વાયરી કરી.

     “આઈ એમ ઇન્જોયિંગ માય લાઈફ.” હું એમ બતાવવા માંગતી હતી કે મને એની કોઈ ફિકર નથી. તે છેલ્લા કેટલાક સમયથી મારી સાથે વાતચીત નથી કરી રહ્યો એનાથી મને કોઈ જ ફરક નથી પડ્યો. હું ઇચ્છતી હતી કે એ મારી વધુ પડતી ચિંતા કરવાનું બંધ કરે કેમકે એ જો એ ગુનેગારોમાંથી એક ન હોય તો એ એના માટે ફાયદાકારક ન હતું.

     “ઓહ! રીયલી! સો વોટ ઈઝ ધ પ્લાન ફોર ટુડે?” તેણે મને પૂછ્યું, હું જાણતી હતી તેણે મને કેમ એ પૂછ્યું હતું. કદાચ એને આશા હશે કે હું કહીશ કે નથીંગ, કેન યુ જોઈન મી વિથ માય ફ્રેન્ડઝ.

     “નો નીડ ટુ ટેલ યુ.” મેં એકદમ રૂડ ગર્લની જેમ બીહેવ કરતા કહ્યું.

     હું જાણતી હતી એ ખરેખર સૌથી ખરાબ જવાબ હતો, એ જવાબની એણે આશા નહિ રાખી હોય. એના ચહેરા પર મને ઉદાસીના ભાવ દેખાયા, એની આંખોમાં પણ એ જ એના ચહેરાની ઉદાસી ઉતરી આવી. જોકે એ મને મનાવવા આવ્યો હતો એટલે એણે મારા એ શબ્દો પર પણ કઈ જ રીએક્ટ ન કર્યું. એ સાવ ઠંડો રહ્યો.

     “તું કેમ આટલી રુડ બની રહી છે?” એના સવાલમાં એક દર્દ હતું.

     “રાઘવ, આ મારો જન્મદિવસ છે અને હું એ મારા મિત્રો સાથે મનાવવા જઈ રહી છું. પ્લીઝ તું એ ખરાબ ન કરીશ. લેટમી ઇન્જોય.....”

     શું ખરેખર એ મારો દિવસ બગાડી રહ્યો હતો? ના.... પણ હું એનાથી દુર જઈ રહી હતી કેમકે હું એને ચાહવા લાગી હતી. મને ખબર હતી જ્યારે મારા જેવી છોકરી કોઈને ચાહવા લાગે કે કોઈ મને ચાહવા લાગે એ એના માટે નુકશાન કારક હતું. હું એવી ભૂલ કરવા માંગતી ન હતી. હું રાઘવની લાશ કોલેજના દરવાજે લોહીથી લથબથ પડી હોય એ દ્રશ્ય જોઈ શકું તેમ ન હતી.

     “હેપી બર્થડે.” તેણે વિશ કર્યું. કદાચ બીજી વાર વિશ કર્યું હતું.

     “આભાર.” મેં કહ્યું.

     “આ ગીફ્ટ તારા માટે છે.” એણે ફરી એજ ટેડી બીયર આગળ કરી કહ્યું.

     એ ટેડી બીયર ગીફ્ટ પેપરમાં રેપીંગ કરાવ્યા વિના લાવ્યું હતું એ પરથી જ હું સમજી ગઈ હતી કે એ ફરી અમારી દોસ્તીને કન્ટીન્યું કરવા માંગતો હતો.

     “થેન્ક્સ, બટ આઈ કાન્ટ ટેક ઈટ.”

     “પ્લીઝ ટેક ઈટ, પ્લીઝ.” રાઘવ આજીજી ભર્યા સ્વરે વિનંતી કરવા લાગ્યો. મને એક પળ થયું કે મારે એ લઈ લેવી જોઈએ પણ બીજી જ પળે મેં એ કમજોર વિચારોને ફગાવી દીધા. હું ત્યાં પ્રેમ કરવા નહી પણ ગુમ થતી છોકરીઓનું રહસ્ય ઉકેલવા માટે હતી. જીનલની મોતનો બદલો લેવા માટે હતી અને એમાં કોઈ નાદાન પ્રેમ માટે કોઈ જગ્યા ન હતી. મારા હ્રદયમાં નફરત સિવાય કોઈ ચીજ માટે જગ્યા હતી જ નહી..!!!

     “નો, આઈ કેન નોટ.” મેં સ્પસ્ટ શબ્દોમાં કહ્યું.

     “સંધ્યા, ઈટ ઇઝ જસ્ટ ફોર યુ.” ફરી એજ વાત દોહરાવી રાઘવ પોતાની જાતને વધારે ને વધારે લાચાર બનાવી રહ્યો હતો.

     “સો વોટ, થ્રો ઈટ અવે.” એ શબ્દો બોલતી વખતે મારું હ્રદય રડી રહ્યું હતું. હું અંદરથી એકદમ ભાંગી પડી હતી. હું જીવનમાં સાવ એકલી હતી. મારે કોઈની જરૂર હતી. મારે એની જરૂર હતી. એના પ્રેમની જરૂર હતી. એની એ ગીફટની જરૂર હતી પણ હું એમાંની એક પણ ચીજ સ્વીકારી શકું તેમ ન હતી. કારણ કે માણસ માટે તેના મકસદથી ચડિયાતું કઈ જ ન હોઈ શકે તેમ હું માનતી હતી. મારા માટે પ્રેમ કરતા જીનલ વધારે મહત્વની હતી. પ્રેમ મને મારા ધર્મથી ડગાવી ન જ શકે.

     એ વધુ એકપણ શબ્દ બોલ્યા વિના પાછો વળી ગયો. મેં પાછળ ફરી એના તરફ જોયું. મારું મન એને પાછો બોલાવી એની માફી માંગવા પોકારી રહ્યું હતું, મેં જોયું સાચે જ એણે થોડાક આગળ જઈ એ ગીફ્ટ બોક્સ ફેકી દીધું અને એકવાર પણ પાછળ ફરીને ન જોયું.

     મેં એક સાચા મિત્રનું દિલ તોડ્યું હતું. મેં એક સારા છોકરાનું દિલ તોડ્યું હતું. પણ મારે એ કરવું પડ્યું કેમકે મને નહોતું લાગતું કે તે કોઈ પણ ગુનાહિત પ્રવૃતિમાં જોડાયેલ હોય અને જો એ નિર્દોષ હોય તો હું રાઘવ સાથે એ નાટક કરી શકું તેમ ન હતી... હું એને છેતરી શકુ તેમ ન હતી.

     રાઘવ શુનીલ સાથે બાઈક પર બેસી નીકળી ગયો અને મને પણ લાગ્યું કે મારું મન જરા અશાંત થઇ ગયું હતું. એ અશાંત મને કોલેજ જવું મને યોગ્ય ન લાગ્યું એટલે હું પણ ઘર તરફ પાછી ફરી હતી.

     ઘરે આવ્યા પછી મારા મનમાં સતત વિચારો દોડ લગાવ્યે જતા હતા. મારે શું કરવું જોઈએ? શું મારા લક્ષ સુધી પહોચવા માટે કોઈની લાગણીઓ સાથે રમત રમવી યોગ્ય છે? કે પછી રાઘવ પણ પોતાનું લક્ષ પૂરું કરવા માટે જ મારા સાથે રમત રમી રહ્યો હશે?

     મને કઈ સમજાતું ન હતું. આખરે કંટાળી મેં મારું લેપટોપ હાથમાં લઈ ફેસબુક ખોલી જોયું. તેમાં ઘણા બધા સ્ક્રેપ્સ, નોટીફીકેસન, મેસેજીસ અને ફ્રેન્ડ રીક્વેસ્ટ જોવા મળ્યા. મેં બધા નોટીફીકેશન અને રીક્વેસ્ટ તપાસી જોઈ. કોઈ જ મહત્વની ચીજ ન હતી. મેં મારું મેઈલ બોક્ષ પણ ચેક કરી જોયું કોઈ મહત્વનો મેઈલ ન હતો. હું ફેસબુક પર મિત્રોએ કરેલી નવી પોસ્ટ ચેક તપાસી રહી હતી ત્યાજ અચાનક એક ફ્રેન્ડ રીક્વેસ્ટ આવી. મેં નોટીફીકેશનમાં જઈ જોયું.

     ધેટ્સ વોટ આઈ વોઝ વેઈટીગ.

     એ કિરણ સરની રીક્વેસ્ટ હતી. મેં છેલ્લા કેટલાક સમયથી સ્પોર્ટ્સની પ્રવૃતિઓમાં ભાગ લેવાનું શરુ કર્યું હતું અને મારા ફેસબુકમાં એમની રીક્વેસ્ટ આવી ગઈ એનો અર્થ હું જાણતી હતી. એ માણસ સ્પોર્ટ્સમાં જોડાય એ દરેક છોકરીને રીક્વેસ્ટ મુકતો હતો. પણ શા માટે? એ જાણવા માટે મારે એ રીકવેસ્ટ સ્વીકારવી જ રહી એમ વિચારી મેં એસેપ્ટ પર કલીક કર્યું.

     “હાય.” મેસેન્જર પર મેસેજ આવ્યો.

     “હાય.” મેં ટાઈપ કર્યું.

     “વોટ આર યુ ડુઈંગ?” ચેટીંગ વિન્ડોમાં ફરી મેસેજ દેખાયો.

     “જસ્ટ કિલિંગ ટાઈમ ઓન એફ.બી.” મેં ટાઈપ કર્યું.

     “વુડ યુ લાઈક ટુ બી માય ફ્રેન્ડ? આઈ અસ્યોર યુ વિલ નેવર નીડ ફેસબુક ટુ કિલ ટાઈમ.” એ બેશરમ માટે મને એ જ અંદાજ હતો. એ મેસેજ વાંચી હું સમજી ગઈ હતી કે એ મારા સાથે ફલર્ટ કરી રહ્યો છે. હું જાણતી હતી કે એ એવા સ્વભાવનો છે પણ એ કઈ હદ સુધી જઈ શકે છે એ જાણવા માંગતી હતી.

     “વ્હાય નોટ?” મેં ટાઈપ કર્યું.

     “વોટ ઇઝ યોર હોબી?” મેસેજ ફરી દેખાયો.

     “સ્પોર્ટ્સ એન્ડ રીડીંગ.”

     “વોવ... વોટ અ કોઇન્સીડેન્સ... અવર લાઈકીન્ગ્સ આર એક્જેકટલી મેચિંગ.”

     “રીઅલી?” મેં પણ ફલર્ટ કરતા કહ્યું. એ કદાચ એમ સમજી રહ્યો હતો કે એ મને જાળમાં ફસાવી રહ્યો છે અને હું એ જાળમાં ફસાઈ રહી છું પણ થઈ બિલકુલ ઉલટું રહ્યું હતું. કે કદાચ મને એવું લાગી રહ્યું હતું!

     હું એવા લોકો કે જે ભોળી છોકરીઓને ફલર્ટ કરી ફસાવતા હોય તેમને ફસાવવામાં માસ્ટર હતી. એવા લોકોને ઈમ્પ્રેસ કરવા કેવા શબ્દો વાપરવા જોઈએ એ હું સારી રીતે જાણતી હતી. આગળ જ મેં કહ્યું કે ક્યારેક તમને હું નાયક નહી લાગુ.

     “આઈ કેન મેક યોર ગુડ ફ્યુચર ઇન સ્પોર્ટ્સ. ધેન યુ નેવર નીડ ટુ કીલ ટાઈમ ઓન એફ.બી. યુ વુડ હેવ અ યુઝઅલ ક્રાઉડ નીઅર યુ.”

     હું સમજી ગઈ, તેણે મને મહત્વકાક્ષાના સપના બતાવવાનું શરુ કરી દીધું હતું. એણે સ્પોર્ટ્સમાં નવી જોડાનાર છોકરીને ફસાવવાનો સારો પેતરો અપનાવ્યો હતો.

     “રીયલી?” મેં ફરી એ જ શબ્દો લખી મોકલ્યા. એની શું અસર થશે એ હું જાણતી હતી.

     “બે વરસ પહેલા આ છોકરીને મેં કોલેજમાં સ્પોર્ટ્સ સ્ટાર બનાવી હતી.” કહી તેણે મને એક છોકરીની સેમી ન્યુડ તસવીર મોકલી. હું સમજી ગઈ એણે પહેલા કોઈ છોકરીને ફસાવી હશે એની સેમી ન્યુડ તસવીર મોકલી એ મને બતાવવા માંગતો હતો કે એને ઘણી બધી છોકરીઓ સાથે સંબંધ છે, એ એના માટે સામાન્ય છે અને મારે પણ જો સ્પોર્ટ્સમાં કરિયર બનાવવી હોય તો એ બધું સામાન્યની જેમ સ્વીકારી લેવું જોઈએ.

     “વોટ ઈઝ હર નેમ?” મેં ટાઈપ કર્યું.

     “નિરાલી. એ બહુ અલગ છોકરી હતી બિલકુલ તારા જેવી જ આઝાદ સ્વભાવની જમાનાથી બે કદમ આગળ.. અને એટલે એને આગળ નીકળતા વાર ન લાગી...” એનો રીપ્લાય આવ્યો.

     હું એના કહેવાનો અર્થ સમજી ગઈ હતી પણ મને નવાઈ ન લાગી કેમકે મેં હાઈ સ્કુલમાં પણ ગર્લ્સને ટ્યુટર અને ટીચર સાથે ફલર્ટ કરતી જોઈ હતી તો આ તો કોલેજ ગર્લ હતી.

     મેં મેસંજર ક્લોઝ કર્યું. હું શોધી રહી હતી તે વ્યક્તિ કિરણ સર ન હતો એ હું સમજી ગઈ હતી કેમકે મિસિંગ ગર્લ્ઝના કેસમાં જો એનો હાથ હોય તો એ કોલેજની કોઈ છોકરી સાથે ફલર્ટ કરવાની ભૂલ ન કરે. હું ગુનેગારોને સારી રીતે જાણતી હતી. એ એક નંબરનો નાલાયક હતો. શીક્ષક કહેવાવાને લાયક ન હતો પણ તે ગુનેગાર ન હતો. ગર્લ કિડનેપીંગમાં જોડાયેલ વ્યક્તિ ક્યારેય સેક્સ માટે આટલો હન્ગ્રી ન હોઈ શકે. એ કયારેય પોતાના બહારી વ્યક્તિત્વમાં પોતાના અંદરના વ્યક્તિત્વને છતું ન થવાદે. કદાચ માની લઈએ કે એ એટલો મુર્ખ હોય કે એવી ભૂલ કરે તો હજુ સુધી એ બચીને ન રહી શકે.

     એના સાથે વધુ વાત કરવાનો કોઈ અર્થ ન હતો. એ વ્યક્તિ ખરાબ હતો, બચીને રહેવા લાયક હતો પણ કીડનેપર ન હતો. કોલજની છોકરીને કિડનેપ કરતા પહેલા તેની સાથે ફેસબુક પર વાત કરે તેટલો મુર્ખ તો કોઈ કીડનેપર ન જ હોય. કોઈ એકાદ છોકરીને કિડનેપ કરનાર વ્યક્તિ મુર્ખ હોઈ શકે પણ છેલ્લા ત્રણ વરસમાં મુંબઈની કોલેજોમાંથી કુલ સોથી પણ વધુ છોકરીઓ ગુમ થઇ હતી તેનો અર્થ એ હતો કે કીડનેપર કોઈ સાતીર વ્યક્તિ હતો. એ કિરણ સર ન હોઈ શકે. કદાચ કિરણ સર એમનો મદદગાર હોઈ શકે? પણ ના, એની પણ શક્યતા નહિવત હતી, એવા મામલામાં મદદ કરનાર વ્યક્તિ પોતે પણ ગાફેલ તો ન જ રહે.

     મને કોઈ રસ્તો સુજતો નહોતો. કોઈ પણ રીતે મને કોઈ સબુત મળ્યું નહી કે કિરણ સર કે રાઘવ બેમાંથી એકે જીનલના કાતિલ હોય. ઉલટા રાઘવ સાથે રમત રમવા બદલ મને મનોમન પસ્તાવો થઇ રહ્યો હતો.

     બસ કદાચ કોઈ કુદરતી ઈશારો મળી જાય તો જ હું જીનલના કતીલોને શોધવામાં સફળ રહી શકું તેમ હતી અને જાણે ભગવાને મારી વાત સાંભળી લીધી હોય તેમ મને સાંભળવા મળ્યું કે કોલેજની કેટલીક છોકરીઓ વિકેન્ડ મનાવવા બીચ કેબીન પર જવાની છે એ જ પળે મેં એમની સાથે જોડાઈ જવાનું નક્કી કર્યું કેમકે મને એમ લાગી રહ્યું હતું કે જરૂર ત્યાં કઈક થશે. મારી સિકસ્થ સેન્સ મને કશોક અણસાર આપતી હતી. મારો અંદરનો આત્મા કહેતો હતો કે સંધ્યા ડોન્ટ મિસ ધેટ ચાન્સ.

***

(ક્રમશ:)

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Punam 1 માસ પહેલા

Verified icon

Vasu Patel 3 માસ પહેલા

Verified icon

Urvashi Parmar 4 માસ પહેલા

Verified icon

Nikita panchal 5 માસ પહેલા

Verified icon

Rangadiya Chetana 5 માસ પહેલા