સંધ્યા સૂરજ - પ્રકરણ - 14

     જ્યારે કોઈની રાહ જોવાની હોય એ સમયે સમય જાણે થંભી જાય છે. જે પળની રાહ જોઈ રહ્યા હોઈએ એ પળ નજીક આવવાને બદલે દુર જઈ રહી હોય એમ લાગે છે. લગભગ બધાને કોઈને કોઈ ચીજ કે વ્યક્તિની રાહ જોવાનો અને બોરેડમ મહેસુસ કર્યાનો અનુભવ હોય છે. તમને પણ હશે જ. તમે પણ ક્યારેક કોઈની રાહ જોઈ હશે પણ વિચારો કે એ વેઈટીંગના સમય દરમિયાન તમારી પાસે કોઈ જ સાધન ન હોય જેની મદદથી તમે સમયની જાણકારી મેળવી શકો. તમારી પાસે કોઈ ઘડિયાળ ન હોય જેની મદદથી તમે જાણી શકો કે તમે કોઈની કેટલા સમયથી રાહ જોઈ રહ્યા છો? તો શું થાય?

     હું એ સમયમાં ટ્રેપ હતી જ્યાં સમય જાણવા માટે મારી પાસે કશુ જ ન હતું. હું સુરજના આવવાની રાહ જોઈ રહી હતી પણ સુરજ આવશે કે નહિ એની મને ખબર હતી જ નહી. એ મારી મદદ કરશે કે નહી એની પણ કોઈ ખાતરી ન હતી. હું આશા અને નિરાશાની વચ્ચે જોકા ખાઈ રહી હતી. જોકે એવું ક્યારેય બન્યું જ નથી કે ડૂબતો સુરજ સંધ્યાને ન મળે!

     હવે ફરી સુરજ ન આવે ત્યાં સુધી મારા માટે રાત હતી. કેટલું અજીબ કહેવાય? આમ તો સુરજ અસ્ત થાય ત્યારે સંધ્યા ખીલે છે પણ અહી સુરજના આવવાની સાથે સંધ્યાની ખીલવાની શક્યતા હતી. સંધ્યા સૂરજનો ઇન્તજાર કરી રહી હતી.

     મેં ઉભા થઇ બે ત્રણ ચક્કર લગાવ્યા જેથી લોહીનું પરિભ્રમણ થાય અને મગજને પુરતું લોહી મળે. મારા સ્ટ્રેસ ડોકટરે મને એ રીત શીખવી હતી. જયારે પણ હું બેચેન થતી ત્યારે એમ કરતી.

     બે ત્રણ ચક્કર કોરીડોરમાં લગાવ્યા પછી મારી પાસે કોઈ કામ ન હતું. ફરી હું બેઠી અને એ જ વિચાર કરવા લાગી જે મેં હમણાં સુધી કર્યા હતા. મારી કહાનીમાં એક્શન હતી જ નહી. પૂર્વાનુમાન કરવામાં હું ફસાઈ અને હવે પશ્ચાનુંમાન કરીને અહીંથી છટકવાનું હતું. મેં કઈ ભૂલો કરી એ મને ત્યારે જ સમજાય જો હું ભૂતકાળ ઉપર ફોકસ કરું. અલબત્ત સુરજની એક એક વાત ઉપરથી મને કઈક તો જાણવા મળશે જ એની મને ખાતરી હતી એટલે હું એની રાહ જોઈ રહી હતી.

     મને પપ્પાના શબ્દો યાદ આવ્યા. જયારે પપ્પાને કોઈ કહેતું કે તમે ફરીથી લગન કેમ ન કર્યા? ત્યારે પપ્પા એક જ જવાબ આપતા શોભના મારા જીવનનું મધ્યબિંદુ હતી. મારા જીવનનું કેન્દ્રબિંદુ હતી. કોઈ પણ સ્થળે ગમે તેટલા બિંદુઓ હોઈ શકે પણ મધ્યબિંદુ કે કેન્દ્ર બિંદુ તો એક જ હોય છે અને શોભના સિવાય મને બીજા કોઈમાં એ મધ્યબિંદુ કે કેન્દ્રબિંદુ નથી દેખાતું.

     મને પણ એમ જ લાગી રહ્યું હતું કે સુરજ મારા જીવનનું કેન્દ્રબિંદુ હશે. તે મારા જીવનનું મધ્યબિંદુ બની શકે તેમ હતો કે કદાચ ફરી મારું ગંદુ મન એનો પણ ઉપયોગ કરવા માટે મારા હ્રદય સાથે કોઈ રમત રમી રહ્યું હતું તે મને જ સમજાઈ નહોતું રહ્યું. મને પોતાને ખ્યાલ ન હતો કે મને સુરજ પ્રત્યે કોઈ લાગણી થઇ રહી છે કે પછી મને મારી જાત સામે પણ જુઠી લાગણીઓ બતાવવાની આદત પડી ગઈ છે?

     હું સુઈ રહી અને કેટલા સમય સુધી છતને જોતી રહી એનો મને કોઈ અંદાજ ન હતો. મેં એક રીતે એક ગેમ્બલિંગ જ કરી હતી. સુરજ પર વિશ્વાસ કરીને પણ મારી પાસે બીજો કોઈ રસ્તો પણ ક્યાં હતો? કેવી અજીબ વાત હતી. હું મને કિડનેપ કરનારને ભરોષે હતી. એની જ મદદથી પોતાની જાતને મુક્ત કરાવવાના સપના જોવા લાગી હતી. કદાચ મુક્તિ સાથે સાથે બંધનના પણ સપના મારા હ્રદયને કોઈ ખૂણે ઉછરવા લાગ્યા હતા. જોકે એ સપના હું ઉછેરવા માંગતી ન હતી પણ હું લાચાર હતી. ગમે તે કરવા છતાં અમુક વાર હ્રદયને સમજાવી શકાતું નથી. મનને કાબુમાં કરવાની ઘણી રીતો છે પણ કદાચ હ્રદયને તાબામાં કરવા કોઈ રીત હજુ સુધી શોધાઈ જ નથી.

     કલાકો વીતી ગયા પણ કોઈ ન આવ્યું. ફરી મારા શરીરમાં ભુખનો અહેસાસ મને થવા લાગ્યો. એનો અર્થ હતો કે બાર કલાક વીતી ગયા હતા. કેવી અજીબ વાત હતી હું મારા શરીરની બાયોલોજીકલ કલોક પર નિર્ભર હતી. જીવનભર ઘડિયાળના સમય મુજબ ખાધું હતું અને આજે શરીરની ભુખ મને ઘડિયાળ બની સમય બતાવી રહી હતી! જોકે મારી બાયોલોજીકલ કલોક હજુ એ સ્થળ સાથે ફીટ ન હતી થઇ. મને બાળપણમાં વાંચેલ ફ્રેંચ વિજ્ઞાનીઓનો ખિસકોલીઓ પરનો પ્રયોગ યાદ આવી ગયો. તેઓ કેટલીક ખીસકોલીઓને બીજા દેશમાં લઇ ગયા હતા અને તેમના શરીર પર થતી ભૂખ તરસ જેવી ચીજો કેટલા સમયે ત્યાના દિવસ રાત સાથે એડજસ્ટ થાય છે એ તપાસ્યું હતું અને નોધ્યું હતું કે એકાદ અઠવાડિયામાં બાયોલોજીકલ કલોક એડજસ્ટ થઇ જાય છે. આપણા દેશના ખેલાડીઓ જયારે ઓલમ્પિકમાં રમવા જાય ત્યારે પણ આપણી ટીમ એક અઠવાડિયા પહેલા જ ત્યાં પહોચી જાય છે. ત્યાંથી તેઓ ત્યાં માટે અક્લેમટાઈઝ થઇ શકે.

     એનો અર્થ એ હતો કે મને એ સ્થળે એક અઠવાડિયાથી તો ઓછો જ સમય થયો હતો કેમકે મારી બાયોલોજીકલ કલોક એ સ્થળ સાથે હજુ એડજસ્ટ થઇ ન હતી.

     હું સમય વિતાવવા અને મારી જાતને એ વેઇટીંગ બોરેડમથી દુર કરવાના પ્રયાસ કરવા લાગી પણ એ પુરા કોરીડોરમાં કોઈ ચીજ એવી હતી જ નહી કે મારું ધ્યાન ડીસટ્રેકટ કરી શકે. એ કારીડોર મારા માટે બીજું કશુ જ નહી બસ એક સામાન્ય પેસેજ ઓફ સ્પેસ હતું જ્યાં હું સમયના કેટલા પેસેજથી હતી કે કેટલા પેસેજ સુધી રહેવાની હતી એનો મને કોઈ જ અણસાર શુદ્ધા ન હતો.

     મારું હૃદય જોરજોરથી ધબકી રહ્યું હતું. નિરાશા મને સતત ઘેરી વળવા પ્રયાસ કરી રહી હતી. મને છેલ્લે અમે બીચ પર સળગાવેલ વુડ ફાયર યાદ આવી. જેમ એ સુકા લાકડાઓને એક પળમાં અગ્નિએ પોતાની જવાળાઓમાં લપેટી લીધા હતા તેટલી જ તેજીથી નિરાશા મારા હૃદયની ચોતરફ ભરડો લઇ રહી હતી.

     હું મારી જગ્યા પરથી ઉભી થઈ દરવાજા પાસે ગઈ. દરવાજાના પીપ હોલમાંથી બહાર જોયું. બહાર મને માત્ર અને માત્ર અંધકાર દેખાયો એનો અર્થ એ હતો કે સુરજે જાણી જોઇને મારા કેબીનની લાઈટ ચાલુ રાખી હતી. એ લાઈટ બંધ કરવાનું ભૂલ્યો ન હતો. એણે બહારની લાઈટો ધ્યાનપૂર્વક બુજાવી નાખેલ હતી.

     હું કેટલા સમયથી ત્યાં હતી એનો મેં અંદાજ લગાવવા માંડ્યો. હું મારી આંગળીઓના વેઠે દિવસો ગણવા માંડી અને જો હું એકાદ બે દિવસ અહી બેભાનની સ્થિતિમાં પડી ન રહી હોઉં તો મારા અંદાજ મુજબ જ્યારે સવારે સુરજ ઉગે શનિવાર થવાનો હતો. શનિવાર મારા જીવનમાં ખાસ હોય છે!

     બસ જોવાનું હતું કે હવે આવનાર શનિવાર શું નવો વળાંક મારા જીવનને આપવા માટે આવવાનો હતો? તે આવ્યો નહીં.  સુરજ નહોતો આવ્યો. કલાકો વીતી ગયા હતા, કદાચ એક પૂરી રાત વીતી ગઈ હતી પણ એ આવ્યો નહી.

     હું જાણતી હતી કે હું જે સ્થળે કેદ હતી તેની બહારના ભાગે લોકો જીવનનો આનંદ માણી રહ્યા હતા. મારી આસપાસના મેટલની પેલે પાર લોકો વાતો કરી રહ્યા હતા, ખાઈ રહ્યા હતા, પી રહ્યા હતા અને પોતાની મરજી મુજબનું દરેક કામ કરી રહ્યા હતા.

     જ્યારે હું??? જયારે હું માત્ર એક વ્યક્તિની રાહ જોઈ રહી હતી. એ પણ એવા વ્યક્તિની જે મને અહી કેદ કરી રાખતો હતો!

     ક્યાંક બહાર સુરજ ઉગતો હતો અને ક્યાંક સુર્યાસ્ત થતા લોકો લાઈટો અને બલ્બ સળગાવી રોશની કરી રહ્યા હતા પણ મારા માટે બધુ જ અસ્ત થઇ ગયું હતું. થોડીકવાર પહેલા સુરજ ઉગી ગયો હતો અને દુનિયા એના ઉજાસનો આનંદ માણી રહી હતી જયારે હું માત્ર અને માત્ર અંધકારમાં ડૂબી રહી હતી!

     હું ફરી જઈને સુઈ ગઈ. મારા ઘૂંટણને વાળીને મેં મારી છાતીએ લગાવેલ હતા. હું ટૂંટિયું વાળીને પડી હતી. કદાચ સુરજ ફરીથી ન આવ્યો તો મારે સ્ટારવેશનને લીધે આમ જ ટૂંટિયું વાળીને પડ્યા પડ્યા મારવાનું હતું. મેં મારી જાતને શક્તિહીન થયેલી અને ટૂંટિયુંવાળીને મોતની રાહ દેખતા જોઈ એ કલ્પના ચિત્રથી મારામાં રહી સહી શક્તિ પણ ઓછી થઇ ગઈ. હું એમ પડી હતી, મારા ઉપર પીળા બલ્બનો આછો પ્રકાશ પડતો હતો. કોઈ ફિલ્મી દ્રશ્ય ખડું થયું હતું..!

     મારી નજર સામે એક યુવતીનો ક્ષિણ થઇ ગયેલ દેહ અને ફિક્કો પડી ગયેલ ચહેરો તરવરી ઉઠયો. મારા શરીરમાંથી ભયનું એક લખલખું પસાર થઇ ગયું કદાચ હું જીનલ કરતા પણ ખરાબ મોત મેળવવાની હતી. મને મોતનો ભય ન હતો પણ જીનલની મોતના બદલા પહેલા મરવાથી ડરી રહી હતી. બીજી જ પળે મારી આંખો સામે જીનલનો ચહેરો તરવરવા લાગ્યો. જાણે એ મને કહી રહી હતી તું પોતાની બહેનનો બદલો લીધા વિના કઈ રીતે મરી શકે? તે મારી સામે મારા કાતીલોને સજા કરવાનું વચન આપ્યું હતું. મરતી બહેનને આપેલું વચન તું કઈ રીતે તોડી શકે?? તું આમ હિમ્મત કઈ રીતે હારી શકે?? કાયર છે તું સંધ્યા... તને મારી શું ફિકર? હું કેવી રીતે તડપીને મરી છું ને તું એક વર્ષથી કોલેજમાં કાતીલોને શોધવાના બહાને જીવન માણતી હોય એમ લાગે છે....

     હું ચીસ પાડીને ઉભી થઇ ગઈ... ના જીનલ ના... મારી બહેન કરતા મારા માટે વધારે શું હોય? પણ ત્યાં જીનલ આંખમાં આંસુ સાથે ખૂણામાંના અંધારામાં ગાયબ થઇ ગઈ. હું ફસડાઈ પડી. બે હાથમાં ચહેરો ઢાંકી હું રડી.... ધ્રુસકે ધ્રુસકે હું રડી... મારી જીનલ.. હે ઈશ્વર મને હિમત આપ... માત્ર એક ઈશારો કર.... હું એ બધાને નરકમાં મુકીશ... બસ એક ઈશારો કર...

     મારા મનમાં જીનલના, દાદાના, દાદીના, મમ્મીના અને પપ્પાના વિચારો આવવા લાગ્યા. એ દરેક વ્યક્તિના ચહેરા મારી આંખ સામે તરવરવા લાગ્યા જેમને હું પસંદ કરતી હતી, જેમને હું ચાહતી હતી.

     હું રડવા લાગી. મારી આંખોમાંથી અત્યાર સુધી સાચવીને રાખેલ એક એક આંસુ વહીને બહાર આવવા લાગ્યા.

     એકાએક મેં બહાર કોઈ અવાજ સંભાળ્યો. હું ઝડપથી ઉભી થઇ. કોણ હશે?

     શું સુરજ આવ્યો હશે??

     હું પીપહોલમાંથી જોવા માટે દરવાજા તરફ જવા લાગી પણ દરવાજા પાસે પહોચું એ પહેલા મારો પગ જમીન પરના એક મેટલના ટુકડા સાથે અથડાયો અને હું જમીન પર પટકાઈ. મારી આંખો મીંચાવા લાગી. કદાચ મારા માથામાં ચોટ વાગી હતી અને હું પણ જીનલની જેમ જઈ રહી હતી.

     હું મારા શ્વાસને ઝડપથી ચાલતા અનુભવી રહી હતી. મારું હ્રદય જોરથી ધબકી રહ્યું હતું. બધુ જ કાળું થઇ રહ્યું હતું! મારી ચારે તરફ અંધકાર ઘેરાઈ રહ્યો હતો.

     કદાચ હું બેભાન થઇ રહી હતી!

     “સંધ્યા, વેક અપ, વિલ યુ?” મેં સૂરજનો અવાજ સાંભળ્યો. એ ક્યારે રૂમમાં દાખલ થયો એની મને જાણ ન રહી. મેં મારી આંખો ખોલવાનો પ્રયાસ કર્યો પણ હું ન ખોલી શકી.

     બીજી જ પળે મેં મારા ચહેરા પર કોઈએ પાણીની આખી બોટલ ઉંધી વાળી દીધી હોય એમ અનુભવ્યું અને હું મારી આંખો ખોલવાના બીજા પ્રયાસમાં સફળ રહી.

     “આઈ એમ સોરી. મને બહુ લેટ થઇ ગયું. કઈક એવું કામ આવી ગયું હતું કે હું ન આવી શક્યો.”

     મેં મારી આંખો ખોલી. મને સૂરજનો ચહેરો દેખાયો. એ મારા પર જુકીને ઉભો હતો. એના ચહેરા પર અને તેની આંખોમાં મને ચિંતા દેખાઈ રહી હતી. મને ઉભા થવામાં મદદ કરતા બસ એ સતત બોલ્યે જતો હતો “આઈ એમ સોરી...”

     તેણે મને હાથનો ટેકો આપી બેઠી કરી. હું મેટલની દીવાલનો ટેકો લઇ બેઠી. મારા માથામાં સણકા ઉપડતા હતા અને પગમાં વજન લટકાવ્યું હોય તેવો દુખાવો થતો હતો.

     “શું થયું હતું?” એના અવાજમાં ચિંતા હતી.

     “મને ચક્કર આવી ગયા. હું પડી ગઈ હતી.” મેં કહ્યું.

     “સોરી, મારે બે દિવસ બહાર રહેવું પડ્યું. આકસ્મિક કામ હતું.”

     “વોટ? તું બે દિવસથી નથી આવ્યો? શું હું બે દિવસથી તારી રાહ જોઈ રહી હતી?”

     “હા, એટલે જ તો ભૂખને લીધે તને ચક્કર આવી ગયા હશે.”

     “આજે કયો વાર છે?” મેં પૂછ્યું ત્યારે મારું ધ્યાન એના ચહેરા ઉપર ગયું. એના વાળ તો બરાબર ઓળાવેલ હતા પણ એની દાઢી અને મૂછો હજુ વધેલી હતી. પહેલાની જેમ જ. આ માણસ બે દિવસથી બહાર હતો તો એણે આ દાઢી કેમ રાખી હશે? શું એને સમય નહી મળ્યો હોય? કે બીજી છોકરીને કિડનેપ કરવામાં વ્યસ્ત હશે? કદાચ એ પોલીસથી ભાગતો હોય કે પછી એને દાઢી કે ચહેરાથી કોઈ ફરક નથી પડતો? ક્યાંક એ જિંદગીથી ભાગી રહેલો માણસ તો નથી ને?

     “સંડે. કેમ?”

     “ખાલી આમ જ ગમે તે વાર હોય મને શું ફરક પડે છે.” મેં કહ્યું. મારું મન એના વિશે જ વિચારતું હતું. મારા મનમાં એક એક બાબત ધ્યાનમાં આવવા લાગી. સુરજ સિગારેટ કે દારુ નથી પીતો. એ કપડા પણ બદલતો નથી. એ ચહેરા કે વાળ દાઢીનું ધ્યાન રાખતો નથી. એ એના શિકારને ગોળી લાવી આપે ??? કેમ ? મારે એ જાણવું જ હતું. મારી પાસે એક નવો રસ્તો હતો. કદાચ સુરજ!

     “તારા માટે જમવાનું લાવ્યો છું.” કહી એણે ડીશ મારા હાથમાં આપીં. એ કેબીનમાં દાખલ થયો ત્યારે હું બેભાન હોઈશ એટલે એણે પ્લેટ નીચે મૂકી દીધી હશે અને મને જગાડવાનો પ્રયાસ કર્યો હશે. મેં ડીશ લઈને પલાઠી વાળી. એણે આપેલી બોટલમાંથી ગ્લાસ ભરી પાણી પીધું.

     “કોઈ તને જમવાનું આપવા નહોતું આવ્યું?” મેં પહેલો કોળીયો ભર્યો એ સમયે એણે પૂછ્યું.

     “ના, કેમ અહી કોઈ બીજું પણ છે?” મેં કહ્યું.

     “આમ આ સ્થળે અમે ત્રણ જણ છીએ પણ જ્યારે હું બહાર જાઉં બીજા બે વ્યક્તિને બહારથી મુકવામાં આવે છે. હું એમાના એકને તારું ધ્યાન રાખવાનું કહીને ગયો હતો.”

     વાહ!! મને કિડનેપ કરી રાખનાર વ્યક્તિ મારું ધ્યાન રાખવાની ભલામણ કોઈને કરીને ગયો હતો!!! મારા મનમાં સવાલ થયો. હવે મને સુરજ ગજબ કિસમનો માણસ લાગવા માંડ્યો. મને સુરજ ક્યાંક ક્યાંક મારા જેવો જ રહસ્યમય લાગવા માંડ્યો હતો.

***

(ક્રમશ:)

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

bhakti thanki 1 માસ પહેલા

Aa story 6 k science subject vachvama mja j nthi aavti

Verified icon

Pooja Rathi 3 માસ પહેલા

Verified icon

Vasu Patel 3 માસ પહેલા

Verified icon

Urvashi Parmar 4 માસ પહેલા

Verified icon

Nikita panchal 5 માસ પહેલા