સંધ્યા સૂરજ - પ્રકરણ - 11

     આરાધનાનો કિસ્સો નજીકનો ભૂતકાળ હતો. પણ એ માણસે મને કોઈ ભૂલ માટે કિડનેપ કરી છે એમ કહ્યું એટલે મને આરાધનાનો કીસ્સો યાદ આવી ગયો. કારણ કે આરાધનાના કેસમાં મેં ઘણો રસ લીધો હતો જે કિડનેપરોને ગમ્યું નહી હોય. પણ આરાધના ગુમ થઇ એ પહેલા ઘણી ઘટનાઓ થઇ હતી. હું એ બધી ઘટનાઓ યાદ કરવા લાગી.

     કદાચ શનિવારને મારા જીવન સાથે કોઈ ખાસ સંબંધ હતો. મારો જન્મ શનિવારના દિવસે થયો હતો. મમ્મી મને શનિવારને દિવસે છોડીને ગઈ હતી અને આજે પણ શનિવાર હતો. શનિવારની સાંજ હતી. હું મારા લેપટોપ પર ટોમ્બ રાઈડર ગેમ રમી રહી હતી. લારા ક્રાફ્ટના એડવેન્ચર મને ખુબ જ પસંદ હતા.

     હું ગેમના ત્રીજા લેવલ પર અટકી ગઈ હતી. એક પઝલ એવી હતી કે મને એ સમજાઈ નહોતી રહી. મને પઝલ સોલ્વ કરવાનો ખુબ શોખ હતો. અમારી કોલેજમાં પણ એક પઝલ હતી અને એ સોલ્વ કરવા માટે હું ત્યાં હતી. આરાધનાનું ગુમ થવું પણ એક પઝલ હતી. જીનલનું મૃત્યુ પણ એક પઝલ હતી. ટૂંકમાં મારું જીવન જ એક પઝલ હતી. ચિત્રના ટુકડાઓ જોડીને આખું ચિત્ર બનાવવાની એક રમત આવતી. છાપામાં એના ટુકડા હોતા જે જોડવાના હોય અને રમત પૂરી થાય. મારી કહાની પણ એવી જ હતી. બધા ટુકડાઓ મેં ગોઠવી લીધા હતા બસ એક ટુકડો ગોઠવવાનો બાકી હતો. એ મારી જ રમત હતી પણ એમાં દુશ્મન આગળ હતો.

     હું ટોમ્બ રાઈડરના ત્રીજા લેવલ ઉપર હતી. બે ત્રણ પ્રયાસો બાદ પણ એ લેવલ પાર ન થયું એટલે મેં ગેમ વિન્ડો ક્લોઝ કરી અને ફેસબુકમાં લોગ-ઇન કર્યું. રાઘવ ઓન-લાઈન હતો.

     “હાય, વોટ્સ અપ?” મેં મેસેન્જરમાં કીવર્ડ ટાઈપ કર્યા.

     “ખાસ કઈ નહિ, મારા મેઈલ ચેક કરી રહ્યો હતો.”

     એના સિવાય પણ બીજા બે ત્રણ વ્યક્તિઓ મેસેન્જરમાં ઓનલાઇન હતા તેમના વેવિંગ અને મેસેજ દેખાયા પણ મને એ મેસેજીસ અને વેવિંગમાં કોઈ રસ ન હતો.

     “કોઈ મહત્વના મેઈલ?” મારે ગમે તે ભોગે વાતચીત લંબાવવી હતી.

     “ના, યાર, માત્ર કોઝલ મેઈલ્સ.” પણ એ માત્ર સુકા જવાબો આપી રહ્યો હતો. કદાચ એ કોઈ ચિંતામાં હોય તેમ લાગી રહ્યું હતું.

     “સો વોટ્સ અપ વિથ માય ફ્રેન્ડ? હાઉ ઇઝ હીઝ ડે?”

     “એમ આઈ ઓનલી યોંર ફ્રેન્ડ?”

     તેણે મારા પ્રશ્નનો જવાબ આપવાને બદલે મને સામો પ્રશ્ન ધરી દીધો. કદાચ હું એ જ પ્રશ્નની રાહ જોઈ રહી હતી પણ મને ખબર હતી આટલી આસાનીથી ‘હા’ કહેવું સારું ન હતું એટલે મેં માત્ર એક જ શબ્દ ટાઈપ કર્યો, “ધેન?” અને ચોક્કસ એ શબ્દની પાછળ મેં પ્રશ્નાથ ચિહન લગાવ્યું જ હતું.

     “આઈ થીંક બોયફ્રેન્ડ?” મેં મેસેન્જરમાં વાંચ્યું.

     “મને એક વાત સીરીયસલી કહે. શું તું કહીશ?” મને જે શબ્દો સાંભળવા હતા એ શબ્દો સાંભળવા મળી ગયા છતાં હું એને એ બતાવવા માંગતી ન હતી કે હું એકસાઈટેડ છું કેમકે હું એના પ્રેમ માટે નહિ પણ એ મારું મહોરું બનવા તૈયાર થઇ ગયો હતો એ માટે એક્સાઈટેડ હતી. જે એને કહી શકાય તેમ ન હતું.

     “હું પ્રયાસ કરીશ.” એને કદાચ ટૂંકમાં જવાબો આપવાની આદત હતી.

     “તું ખાલી મજાક કરે છે કે સીરીયસ છે?” મેં વેધક શબ્દો આગળ ધરી દીધા. હું એના પ્રેમની ઇન્ટેન્સીટી ચકાસવા માંગતી હતી જેથી અંદાજ આવી જાય કે તે મને કેટલો ખપમાં લાગે તેમ છે. મેં આગળ જ તમને કહ્યું છે કે મેં ઘણા કામ નાયકને શોભે તેવા નથી કર્યા.

     “તને શું લાગે છે? હું મજાક કરી રહ્યો છુ કે સીરીયસ છું?” તેણે બધું મારા પર નાખ્યું. કદાચ મેં ધાર્યો એટલો નાસમજ એ પણ ન જ હતો. ના જ હોય ને? તે અમીર ઘરનો બગડેલ છોકરો હતો. તેને પહેલા પણ આ રીતે છોકરીઓ સાથે વાત કરવાનો અનુભવ હશે તેની મને ખાતરી હતી.

     “મને લાગે ત્યાં સુધી મજાક કરી રહ્યો છે.” મેં કહ્યું. હું જાણતી હતી એ સીરીયસ છે પણ શિકારને ઝાળમાં ફસાવવાની મને આદત પડી ગઈ હતી. હું જાણતી હતી તેની સાથે કઈ રીતે વાત કરવાથી એ મારા માટે ફ્લેટ થઇ જશે.

     “શું હું તને બધું ફ્રેન્કલી કહી શકું?”

     “હા, હું જાણવા માંગું છું કે તારા હૃદયમાં શું છે?” મેં મગજને બદલે હ્રદય શબ્દ વાપર્યો. હું પસંદ કરાયેલા શબ્દો વાપરી રહી હતી. એ મારી ખાસિયત હતી. મિત્રોમાંથી અમુક તો એમ કહેતા કે હું ખાસ એ કામ માટે બનેલી જ હતી. મારી આંખો, મારું વર્તન એટલા સુધી કે મારી સુવાસ પણ લોકોને છેતરવા માટે હતી! શિકારને ઝાળમાં ફસાવવામાં મને માહિર સમજવામાં આવતી હતી.

     “ઓકે, લિસન યુ આર માય લાઈફ.”

     “કિડિંગ?” મેં ફરી એક જ શબ્દ વાપર્યો એ પણ પ્રશ્નાથ ચિહન સાથેનો.

     “નો આઈ એમ વેરી સીરિઅસ.” તેના શબ્દો જાણે તેની ગંભીરતા કહી રહ્યા હતા. હા, બોલેલા શબ્દો જેમ લખેલા શબ્દોમાં પણ લાગણીઓ હોય છે જો એ સાચા દિલથી લખાયા હોય તો! મને એમ લાગતું હતું કે રાઘવે એ સાચા દિલથી લખ્યા હતા.

     “મને નથી લાગતું. એની વે બાય. મારે હવે જવું જોઈએ.” મેં છેલ્લું કાર્ડ ફેક્યું.

     “તારે જવું પડશે? તું કેમ જઈ રહી છે? તું તો ટોપિકને ઇગ્નોર કરી રહી છે.” તેના બે ત્રણ મેસેજ ટુકડા ટુકડામાં આવ્યા.

     “સોરી માય બોય ફ્રેન્ડ મારે હવે જવું પડશે.” લખી હું લોગ આઉટ થઇ ગઈ. મને ખબર હતી કે એને ઇગ્નોર કરવાથી એ મને વધુ ફોલો કરશે. આમેય મેં માસ્ટર સ્ટ્રોક તો લગાવી જ દીધો હતો. લોગ આઉટ થતા પહેલા મેં એને એ શબ્દ સંભળાવી દીધો હતો જે એ સાંભળવા માંગતો હતો. મને ખાતરી હતી કે રાઘવ એ જાણવાની કોશિશ કરશે જ કે મેં એને સીરીયસલી બોય ફ્રેન્ડ કહ્યું હતું કે હું મજાક કરી રહી હતી.

     મને ખબર હતી એ ગુસ્સે થશે, પણ મેં એને આખી રાત મારા વિશે જ વિચારતા રહેવાનું કારણ પણ આપી દીધું હતું. હું જાણતી હતી કે એ રાતે ઊંઘી નહી જ શકે.

     હું ઉભી થઇ અને બારી પાસે ગઈ. બારી બહાર એક ગાડી ઉપર મારી નજર ગઈ. એ રાજુની હતી. હું એ રેડ કારને ઓળખતી હતી. રાજુ એ દિવસે પણ અમારી પાછળ હતો જયારે અમે સુનીલનો બર્થડે મનાવવા ગયા હતા. રાજુ અને એના મિત્રો એ દિવસનો બદલો લેવા માટે મારા ઉપર નજર રાખતા હશે, મને ડરાવવા માટે એવું કરતા હશે કે પછી એ લોકો જ કિડનેપર હશે એ મને સમજાતું ન હતું.

     બીપ.. મને મારા ફોનમાં અવાજ સંભળાયો. હું સમજી ગઈ કે હું મેસેન્જરમાંથી લોગ આઉટ થઇ ગઈ એટલે રાઘવે મને મેસેજ મોકલ્યો હશે. મેં બારીનો થોડો ખસેડેલો પરદો ધીમેથી મૂકી દીધો. અને બેડ પાસે જઈ  ફોન હાથમાં લીધો.

     “ડીયર આઈ એમ સીરીઅસ.” તેણે મારા માટે ડીયર શબ્દ વાપર્યો હતો. મને ખબર જ હતી કે મેં તેના માટે મજાકમાં વાપરેલો બોય ફ્રેન્ડ શબ્દ તેની હિમ્મતમાં વધારો કરશે અને એવુ જ થયું! તેણે હિમ્મત કરી મારા માટે ડીયર વિશેષણ વાપર્યું.

     “હું પણ સિરિઅસ છું.” મેં લખ્યું.

     “કઈ બાબતમાં?”

     “તને શું લાગે છે?”

     “મને બોય ફ્રેન્ડ કહ્યો એ બાબતમાં?”

     “તું જે સમજવું હોય તે સમજી શકે છે.”

     “એમ નહી.”

     “તો?”

     “આવતી કાલે મારા માટે ખાસ ડે છે. હું તને કઈક કહેવા માંગું છું.”

     “તો?”

     “બસ તું મને બધાની વચ્ચે નીચો તો નહી બતાવેને?”

     “ના.. મારા બોય ફ્રેન્ડ.” મેં ફરી મજાક કરતા કહ્યું.

     “મજાક નહી સંધ્યા. હું ખરેખર સિરિઅસ છું.”

     “હા, બાબા નહી બતાવું. તારે જે કહેવું હોય તે કહેજે પણ બધાની વચ્ચે કહેવાની શું જરૂર છે? તું મને એકલીને પણ કહી શકે છે.”

     “પણ બધાની વચ્ચે કેમ નહી?”

     “એ આપણા બે જણ વચ્ચેની બાબત છે એમાં દુનિયાનું શું કામ?” મેં જરાક રોમેન્ટિક બનતા કહ્યું. હું નહોતી ઇચ્છતી કે એ મને કોલેજમાં પ્રપોઝ કરે કેમકે કદાચ એના પાસેથી કોઈ મહત્વની માહિતી ન મળે તો હું બીજા કોઈને આરામથી ફસાવી શકું. જો બધાને આ વાતની ખબર હોય તો બ્રેકઅપ પછી ત્રણેક મહિના તો ડીપ્રેશનમાં રહેવાનું નાટક કરવું પડે જ. જો એ ન કરું તો ચાલુ ગર્લમાં નામ ભળી જાય. હા, હું એનાથી રમત રમતી હતી કેમ કે શિકાર બનવા કરતા શિકારી બનવું વધુ યોગ્ય છે. મેં જીનલ સિવાયની દરેક લાગણીઓ ઉપર, દરેક સંબંધો ઉપર, દરેક ઇચ્છાઓ ઉપર, ઇવન મારા હસવા અને રડવા ઉપર પણ કાબુ મેળવી લીધો હતો. જે ચીજો મને અખિલેશ સર ન શીખવી શક્યા એ જિંદગીના એક કડવા અનુભવથી હું શીખી ગઈ હતી!

     “જેવી તારી મરજી.. જો તું મને એકલાને જ સાંભળવા માંગતી હોય તો ભલે એમ.”

     “તો આવતીકાલે મળીયે.” મેં કહ્યું.

     “સ્યોર.”

     “બાય.”

     “બાય... મારા બોય ફ્રેન્ડ... હા... હા... હા...” એ વાક્ય લખ્યું ત્યારે મને સમજાયું હું કેટલી બદલી ગઈ હતી?

     મેં મોબાઈલ બાજુ પર મૂકી અને બારી પાસે જઈ પરદો હળવેથી થોડો ખસેડ્યો તો રાજુની કાર ત્યાં ન હતી. મને એ લોકો પીછો કરે કે ડરાવે એની કોઈ ફિકર ન હતી. મને ખાતરી હતી મને મારવી એમના માટે આસાન કામ ન હતું. કદાચ એમના માટે તેમની જીન્સની ગરડલમાં ભરાવેલ પિસ્તોલ મહત્વની વાત હતી. જેને જોઈ કોઈ પણ સામાન્ય વ્યક્તિ ડરી જતું હોય છે પણ મારા માટે એ પિસ્તોલ એક રમકડા કરતા વિશેષ ન હતી - એ રમકડું જેની સાથે રમતા હું મારી ઉમર કરતા વહેલી શીખી ગઈ હતી. અખિલેશ સર પણ જયારે હું પિસ્તોલ હાથમાં પકડી તેને ડાબી તરફ સહેજ નમાવી કહી દેતી કે તેનામાં કેટલી ગોળીઓ છે ત્યારે નવાઈ પામી જતા. તેઓ ઘણીવાર કહેતા સંધ્યા તું પિસ્તોલ ફિલ્મી સ્ટાઈલમાં પકડે છે અને હસતા જોન વીક એટીટ્યુડ. આઈ લાઈક ઈટ.

     મેં લેપટોપમાં નજર કરી. મારા હાથ કીબોર્ડ વર્ક કરવા લાગ્યા. હું ફરી ટોમ્બ રાઈડર ગેમ રમવા લાગી. હવે હું એક પહેલી સુલજાવવાની ખુબ જ નજીક હતી.        મારા જીવનની પહેલી.....!

***

(ક્રમશ:)

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

bhakti thanki 1 માસ પહેલા

Verified icon

Nimisha Jigar Shah 3 માસ પહેલા

Verified icon

Vasu Patel 4 માસ પહેલા

Verified icon

Urvashi Parmar 4 માસ પહેલા

Verified icon

Nikita panchal 5 માસ પહેલા