ચીસ એક હોરરકથા છે રહસ્ય રોમાંચ અને સેક્સની મર્યાદાઓનુ ઉલંગન કરી ઉતરી છે ચીસ તમને ભયની તાદ્રશ્ય અનુભૂતિ કરાવી ધ્રૂજાવી દેવાનુ પ્રણ લઈ.. તો મારી સાથે ડરના એક નવા સફરમાં જોડાઈ જાઓ.. નિરાશ નહી થવા દઉ.. એજ.. સાબીરખાન પ્રીત..

Full Novel

1

ચીસ...1

ચીસ એક હોરરકથા છે રહસ્ય રોમાંચ અને સેક્સની મર્યાદાઓનુ ઉલંગન કરી ઉતરી છે ચીસ તમને ભયની તાદ્રશ્ય અનુભૂતિ કરાવી દેવાનુ પ્રણ લઈ.. તો મારી સાથે ડરના એક નવા સફરમાં જોડાઈ જાઓ.. નિરાશ નહી થવા દઉ.. એજ.. કંઈ ધટતુ જણાય તો રીપ્લાય મી -સાબીરખાન પ્રીત.. ...વધુ વાંચો

2

ચીસ-2

શબનમ આખી રાત પડખાં ધસતી રહી. એને હવેલીમાં જે દ્રશ્યો જોયાં હતાં એ તેની આંખોમાં ભમતાં હતાં. એનુ મન માનવા તૈયાર બેબીજી અને છોટે ઠાકૂરની હરકતો જોઈ એમનુ મન શર્મથી ઝૂકી જતુ હતુ. એક પવિત્ર રીશ્તાને અશ્લિલતાની ઝાળ કેમ લાગી ગઈ હતી.. એક બીજાને આદર સત્કારથી બોલાવતાં ભાઇ બહેન રાત્રીનો અંધારપટ ઓઢી પ્રેમલો પ્રેમલીની રમતમાં કેમ પડ્યાં હતાં.. છોટે ઠાકૂર બેબીજીને શાહીન શા માટે કહી રહ્યા હતા.. અને બેબીજી નવાબજાદો..! પછી એકાએક કોઈ વસ્તુનુ સ્મરણ થઈ આવ્યુ હોય એમ શબનમની આંખો ઝીણી થઈ ગઈ.. એની નજર સમક્ષ અત્યારે જાણે રાજકુમારી શાહીન ઉપસ્થિત હતી એના માથા પર હિરા જડીત તાજની સાથે ડોકમાં અમૂલ્ય અજાયબી જેવો અદભૂત ચમકથી ભભકતો હિરા મોતી મઢ્યો હાર મૌજૂદ હતો. અને એનાં વસ્ત્રો પણ શાહી રાજકુમારીને શોભે એવાં હતાં. એની પડખેજ નવાબજાદાના રૂપમાં આલમ ઉભો હતો. એના શરીર પર લદાયેલો શાહી ઠાઠ પણ શબનમને ઉડીને આંખે વળગતો હતો. આ દ્રશ્ય પચાવવુ એના માટે ભારે હતુ. જાણે કે એના મનોપ્રદેશને હલબલાવી નાખનારા વિકૃત રહસ્યનો તાગ એ પામી ગઈ હતી..! જે વિચારની અંત:સ્ફૂરણા જાગી હતી એ જ ધટના ધટી હશે તો ગજબ થઈ જવાનો.. શહેરથી દૂર પહાડીઓમાં એક પુરાતન હવેલી હતી. જે પ્રાચીન અવશેષ હોવાથી કેટલીય વાર પ્રાચિન અવશેષોના સુરક્ષા દળ વિભાગે સમારકામ કરાવેલુ. એ હવેલીમાં ધણી એવી પ્રાચિન દુર્લભ વસ્તુઓ સચવાયેલી જે આજે નજરે પડવી દુર્લભ ગણાય.. પુરાતન વિભાગ એ હવેલીને સીલ મારી અવશેષોના ખજાનાની રખવાળી કરી રહ્યો હતો. મજાની વાત એ હતી કે આખા નગરમાંથી એક વ્યક્તિ પણ આ રહસ્યમય હવેલીનો ઈતિહાસ જાણતો નહોતો. બસ લોક વાયકા હતી કે ભવાનગઢ નગરીના રજવાડા રાજવી સુલેમાન સાળવી એ પોતાની ઐયાશીઓ સંતોષવા પહાડી વિસ્તારમાં આ હવેલી બંધાવેલી.. જેની મુલાકાત ભવાનગઢનો રાજકુમાર નવાબ અને એની મંગેતર પણ ક્યારેક લેતાં. હવેલીમાં આ રાજવી પરીવારે ઉપયોગમાં લીધેલી ધણી વસ્તુઓ સચવાયેલી હતી. શબનમ એટલુ જાણતી હતી. કહેવાય છે કે કોઈ ગોજારી ધટના આ હવેલીમાં બની ત્યાર પછી રાજાએ એ હવેલીને તાળા મરાવી દીધેલા.. શહજાદા નવાબના પૂતળાના માથે એ જ તાજ હતો.. જે રાત્રે આલમના માથે જોયો હતો.. અનુમાન સાચુ હોય તો કોઈ જડબેસલાક રસ્તો શોધવો પડશે. એમ શબનમે મનોમન નક્કી લીધુ. પણ હજુ એક વાર એનુ મન પાકી ખાત્રી કરી લેવા માગતુ હતુ. જીવના જોખમે પણ.. કેમકે એક પવિત્ર રીશ્તા સાથે જો ચેડા થતા હોય.. રમત રમાતી હોય તો એ લોક નજરે ચડે અને ઠાકૂર સાહેબે બાંધેલી ઈજ્જતના લીરા ઉડે એવુ થવા દેવા શબનમનુ મન જરા પણ તૈયાર નહોતુ. પોતાનાં બન્ને સંતાનો સોહા અને નાઝનિન માટે નાશ્તો રેડી કરી બન્નેને સ્કુલે મોકલ્યાં. પોતાના ધરનુ કામ ફટાફટ પતાવી એ ઠાકૂર સાહેબની હવેલી પર પહોંચી. આલમ અને ઈલ્તજા કોઈ વાત પર હસતાં-હસતાં બહાર નીકળ્યાં. અસલામોઅલયકૂમ તાઈ જી.. આજ આપ બહોત લેટ હો ગઈ.. શબનમ ને જોતાં જ ઈલ્તજાએ આંખોમાં નિર્દોષતા ધરી પૂછ્યુ. શબનમે કંઈ સાંભળ્યુ જ નહોય એમ બન્નેને આંખો ફાડી ફાડીને એ જોતી રહી.. તાઈજી..! કહાં ખો ગઈ આપ.. આલમે એમના ચહેરા સામે હાથ ઉંચો કરી ચપટી વગાડી. ત્યારેજ શબનમને પોતાની ભૂલ સમજાઈ. વા..લેકૂમ અસલ્લામ..! એમણે લથડતા સ્વર પર કાબૂ કરવાનો પ્રયાસ કરતાં ઉમેર્યુ. ...વધુ વાંચો

3

ચીસ-3

શબનમે જાણે માર્થાની વાત સાંભળી જ નહોતી. ઉસ પૂરાની હવેલી કે બારેમેં તૂમ કુછ જાનતી હો માર્થા જો પહાડો બની હૈ..! ચોકવાનો વારો હવે માર્થાનો હતો. એના ચહેરાનો રંગ ઉડી ગયો. જાણે કોઈએ એના શરીરમાંનુ રક્ત નિચોવી લીધુ ન હોય..! ઉસ મનહૂસ હવેલી કા નામભી મત લેના મેમ..! ચીસ સાથે માર્થાએ ઉશ્કેરાઈ જઈ આવુ કહ્યુ. શબનમ એની હાલત જોઈ ફફડી ગયેલી. ...વધુ વાંચો

4

ચીસ-4

(આગળના પ્રકરણ માં આપણે જોયુ કે શબનમ પોતાની બગડતી હાલત જોતાં માર્થાને બોલાવી લે છે.માર્થા શબનમ જોડેથી હવેલીની વાત ચોકી ઉઠે છે. કોઈક એવુ રાજ છે માર્થા જાણે છે..હવેલી સાથે સંકળાયેલી ધટનાઓ ના પરદા ઉધડે છે ત્યારે. હવે આગળ) આખા ખંડમાં લોબાનનો ધૂપ બળતો હતો.કમરો ધુંમાડાના શ્વેત આવરણથી ગોટાઈ ગયો હતો.ગુલાબ, મોગરો અને જન્નતુલ ફીરદોશ અત્તરોની મહેંકથી કમરાનુ વાતાવરણ મધમધી ઉઠ્યુ હતુ.શ્વેત લિબાસમાં મૌલાના આસન પર બેઠા હતા. માથા પર ટોપીને બદલે લીલી પાગડી હતી.એમનુ પડખુ દાબી કાજી સાહેબ બેસેલા.આ મૌલાનાનૌ અલાયદો ખંડ હતો.જેને હમેશાં એ પાકસાફ રાખતા. કોઈ સ્ત્રીને પણ પ્રવેશવાની મનાઈ હતી એ કમરામાં.એમનાં ઈલ્મ અમલને લગતાં ...વધુ વાંચો

5

ચીસ-5

(પાછળના ભાગમાં આપણે જોયું કે ચાર ઓળાઓ મધ્ય રાત્રીના સન્નાટા વચ્ચે એક બોરી મા ગોરી અંગ્રેજ મહિલાને હવેલીમાં ઉઠાવી લાવે છે હવે આગળ) બસ યહી વો હાદસા હૈ જીસકી વજહ સે હવેલીમે બરસો તક કેદ રહી આત્માએ મુક્ત હુઈ હૈ..! મૌલાના અસબાબ રાંદેરીએ આઇના પરનુ ધુમ્મસ જોઈ અનુમાન લગાવ્યુ.કાજી સાહેબને હજુય વિશ્વાસ નહોતો થતો. અરિસામાં છવાઈ ગયેલુ ધુમ્મસ ઠરી ઠામ થાયને કંઈક જોવા મળી જાય એવી પ્રબળ ઈચ્છાને આધિન એકધારી મીટ આઈના પર માંડી બેઠા હતા.હવેલીની જે જગ્યા પર તેઓ ખોડાઈ ગયા હતા. ત્યાંથી ટૂકડામાં દેખાતા આકાશની કાળીડિબોંગ ઘનઘોરતામાં ડોકીયુ કરી બેઠેલો ચંદ્રમા અંધકારને નાથવા જાણે ખુલ્લેઆમ ...વધુ વાંચો

6

ચીસ -6

(પાછળના ભાગમાં આપણે જોયુ કે હવેલીમાં અંગ્રેજ મહિલાને ઉઠાવી લાવેલા જ્યાં એક વિસ્ફોટને પગલે મિત્ર સુખો અને મહિલા થઈ જાય છે. કામલેના પગમાં કાચ ખૂપી જાય છે હવે આગળ...) રઘુએ તોતિંગ દરવાજાની મધ્યમાં ખુલી ગયેલા બાકોરામાંથી જે દ્રશ્ય જોયું એક ખૂબ જ ભયાનક હતું.પેલી અંગ્રેજી યુવતીએ જૂનીપુરાણી એક ગ્લાસની બોટલનો જેવો ઘા કરેલો એવો જ મોટો બ્લાસ્ટ થયેલો. જબરજસ્ત ધમાકામાંથી જન્મેલા ધુમાડાના વિસ્તરી રહેલા સામ્રાજ્ય વચ્ચે બધાંની હાજરી જાણે વિલુપ્ત થઈ ગઈ. આંખો પરસ્પરને જોવા ઓશિયાળી થઈ ત્યારે એક કારમી દર્દનાક ચીસ ચારેના કાનમાં ખૂપી ગઇ હતી. ધુમ્મસ ઓસરતાં પોતાનો એક સાથી સુખો અને અંગ્રેજ મહિલા ગાયબ ...વધુ વાંચો

7

ચીસ - 7

પાછળ ના ભાગમાં આપણે જોયું કે અંગ્રેજી યુવતીનુ અપહરણ કરીને ચારેય મિત્રો પુરાની હવેલી માં લઇ આવે છે યુવતી પ્રતિકારમાં કાચ ની બોટલ એ લકો પર ફેંકાતાં એક મોટો બ્લાસ્ટ થાય છે ત્યાર પછી ચારેય મિત્રોમાંથી એક જણ ગાયબ હોય છે સાથે સાથે એ યુવતી પણ હવે આગળ) રઘુએ તોતિંગ દરવાજાની મધ્યમાં ખુલી ગયેલા બાકોરામાંથી જે દ્રશ્ય જોયું એક ખૂબ જ ભયાનક હતું.પેલી અંગ્રેજી યુવતીએ જૂનીપુરાણી એક ગ્લાસની બોટલનો જેવો ઘા કરેલો એવો જ મોટો બ્લાસ્ટ થયેલો. જબરજસ્ત ધમાકામાંથી જન્મેલા ધુમાડાના વિસ્તરી રહેલા સામ્રાજ્ય વચ્ચે બધાંની હાજરી જાણે વિલુપ્ત થઈ ગઈ. આંખો પરસ્પરને જોવા ઓશિયાળી થઈ ત્યારે એક કારમી ...વધુ વાંચો

8

ચીસ -8

https: sabirkhanpathanp.blogspot.com 2019 01 7.html (પાછળના ભાગમાં આપણે જોયું કે અંગ્રેજ યુવતી પ્રેતાત્મા ના રૂપમાં જોઇ પોતાનો જીવ બચાવી પિટર ભાગે છે જ્યાં તે એક અજાણી રહસ્યમય ગુફામાં જઈ પહોંચે છે હવે આગળ) અંગ્રેજી યુવતી અને યુવકને આંખો ફાડી ફાડીને જોઈ રહેલો પીટર ત્યારે ઉછળી પડ્યો જ્યારે કાચની કરચો ખૂપી જવાથી પેલી યુવતીનો બિહામણો લાગતો લોહિયાળ ચહેરો જોયો.પીટરે ફટાફટ મેન ગેટ ખોલી બહાર છલાંગ લગાવી દીધી. પિટરે રસ્તાની પરવા કર્યા વિના અણધારી દિશામાં દોટ મૂકેલી. કાજળ કાળીરાતની વગડો ગજવી મૂકતી ફાહુડી અને શિયાળવાંની ચીસો પિટરના બહેરા બનેલા કર્ણને ભેદી શકવા સક્ષમ નહોતી.પિટરે જીવ બચાવવા ખાડા-ટેકરા ઝાડી જાંખરાં , વાડ કાંટા ...વધુ વાંચો

9

ચીસ - 9

(પાછળના ભાગમાં આપણે જોયું કે પુરાતન અવશેષ સમી હવેલીનો રખેવાળ પીટર અંગ્રેજ યુવતીનુ બિહામણુ રૂપ જોઈ ત્યાંથી ભાગી નીકળે આકસ્મિક જ તે એક ગુફામાં સ્થિત ભૈરવના મંદિરમાં એક તપસ્વી મળે છે એને પોતાનો જીવ બચાવવા પીટર વિનંતી કરે છે.. આખરે રહસ્યમય લાગતો એ તપસ્વી પીટરને હવેલીમાં પાછા ફરવાની ફરજ પાડે છે હવે આગળ..) મૃત્યુથી બચવા ફરી મૃત્યુ સાથે બાથ ભીડવાની હતી..પોતાની કિસ્મત પર પીટર અકળાઈ રહ્યો હતો.અત્યારે પોતાની જાત પ્રત્યે એને ખૂબ જ ગુસ્સો આવ્યો.આમ તો આ પુરાતન હવેલીને જોવા ઘણા ટુરિસ્ટો આવતા.જેમાં ક્યારેક-ક્યારેક ગોરાઓની ટોળકીઓ પણ હોતી.કુતુહલવશ એક રંગીન મિજાજી સમ્રાટના શબાબ-એ-મોહની દાસ્તાન કહેતી હવેલીની જાહોજલાલી જોવા અચૂક ...વધુ વાંચો

10

ચીસ - 10

મારી લેખન શૈલી અને ચીસના કથાનક વિશે તમારા અભિપ્રાય જરૂર જણાવજો કેમકે મને કોઈએ કહેલું એક સ્ત્રી જોડે કિચનમાં બનાવવા બધી જાતના મસાલાઓ મોજુદ છે જેથી ઉત્તમ રસોઈ બનાવી એ વાહવાહી મેળવે છે. બીજી તરફ એક સ્ત્રી કે જેના કિચનમાં ઘણા મસાલાઓની ઉણપ છે છતાં પણ એ પોતાનું હૃદય પરોવી નાખે છે. અને સંતોષ અનુભવે છે. ત્યારે મનને ધરપત થયેલી કે પ્રતિકૂળ પરિસ્થિતિ નાનકડી જોબ અને આર્થિક કટોકટી સામે ઝઝૂમતો એક માનવી સંઘર્ષમય જિંદગીમાં મનની સ્થિરતા જાળવવા ની સંપૂર્ણ જવાબદારી સાથે આપ સમક્ષ વાર્તાઓ નો કાફલો લઈ હાજર છે ...વધુ વાંચો

11

ચીસ - 11

(પોતાનો જીવ બચાવવાની લાલચમાં પીટર ફરી હવેલી માં જઈ પહોચે છે હવે આગળ.) પીટરે ગજવામાંથી તાબૂતની કિ ભૈરવની મુખાકૃતિના મુખમાં જેવી ગોઠવીને ઘુમાવી કે લોઢાના ચક્કર ફરતા હોય એવી ધીમી ઘરઘરાટી સંભળાઈ. અચાનક કૂતરાઓનું રુદન સાંભળી પિટરના મનમાં હલચલ થઈ ગઈ.તાબૂતની આસપાસ જોરજોરથી ભમરાઓનો ગણગણાટ સંભળાવા લાગ્યો.ભયંકર સન્નાટામાં કોઈ પંચધાતુનું વાસણ પટકાયું હોય એવો અવાજ થયો. ચમકી ગયેલા પીટરે મોબાઈલના સિમિત ઉજાસમાં અવાજના ઉદ્ગમસ્થાન તરફ દ્રષ્ટિ ઠેરવી.તાંબાની તાંસળી જેવું એક બર્તન ભૂમિ પર પછડાઇને ગોળ ગોળ ફરતું હતું એકધારી નજરે પીટર એને જોતો રહ્યો.કમરામાં કોઈ બીજું હોઈ શકે એવો લેશમાત્ર અણસાર પણ કળાતો નહોતો છતાં અત્યારે એના શરીર ...વધુ વાંચો

12

ચીસ - 12

(પીટર પર હુમલો થયા પછી પીટર ભાગ્યો.. હવે...) મરણિયા બનેલા પિટરે દરવાજા તરફ છલાંગ લગાવી ત્યારે એનું શરીર ખેંચાયું હતું ગળાના ભાગે સ્નાયુઓ તંગ થવાથી અસહ્ય પીડા થઈ હતી.જાણે કે કોઈએ એક પાછળ અણિયાળા ભાલા ગોપી દીધા હોય એવી તે વેદના હતી.શરીરનુ સત્વ હણાઈ ગયું હતું અંધકાર મઢ્યા ઓરડામાંથી બહાર ફંગોળાયા પછી પણ પીટરને અણસાર ગયો કે તાબૂત માં રહેલું મમી બેઠું થઈ રહ્યું હતું.પીટર ડોર ખોલી બહાર લાંબીમાં આવી ગયો.એની આંખે અંધારા આવી રહ્યાં હતાં આંગળીઓ પરથી ટપકી રહેલા લોહીને જોઇ એને તમ્મર આવી ગયા.પીટરને ડર હતો કે ક્યાંક અહીં લાંબીમાં ઢળી પડાશે તો કાળનો કોળિયો ...વધુ વાંચો

13

ચીસ - 13

અત્યાર સુધીનુ ચીસનુ કથાનક.... ************ મરિયમને પોતાના ઘરની સામે ઠાકોર સાહેબની હવેલીમાં મધ્યરાત્રીએ ખળભળાટ જોવા મળે છે. દબાતા પગલે મરીયમને હવેલીમાંનો નજારો જોઈ વિશ્વાસ નથી થતો. ઠાકોર સાહેબના બંને સંતાનો કે જેની પોતે સારસંભાળ રાખતી હતી એ ખૂબ જ અશ્લીલ વર્તન કરતા જોયા. મરિયમ મનમાં એક નવી જ ઉથલપાથલ સાથે પાછી ફરે છે.. એમની વર્તણૂક મરિયમને ઘૂંટાતા કોઈક નવાજ રહસ્યના પરદા ઉગાડવા મજબૂર કરે છે. મરીયમ કાજી સાહેબને પોતાના પેટની વાત કરે છે કાજીસાહેબ અસબાબ રાંદેરી નામના એક ઇલ્મી વ્યક્તિને મળાવે છે. અસબાબ રાંદેરી મામલો સમજી જાય છે. આખી ઘટનાનો તાગ મેળવવા ભૂતકાળને હાજરાતની વિધિ દ્વારા નજર સમક્ષ લાવીને ...વધુ વાંચો

14

ચીસ - 14

ડોલીના ગુમ થયા પછી લ્યુસી અને માર્ટીન શક ના સહારે હવેલી ખંખોળવા નીકળે છે.. પણ હાય રે કિસ્મત મોત રોપીને રસ્તામાં રાહ જોતુ બેઠુ હતુ.. ...વધુ વાંચો

15

ચીસ-15

સૂકી નદી કિનારે અંગ્રેજી બાવળની સળંગ વાડ અણધાર્યા અવાજથી ખળભળી ઉઠી ત્યારે પીટરનો જીવ તાળવે ચોંટી ગયો. નદીના કિનારે વૃક્ષોની ઓથ લઈ લપાતો-છુપાતો ઉતાવળે એ ભાગતો હતો. શશી પૂંજના તેજ લિસોટા ઉજળુ વહાલ ઠલવી રહ્યા હતા. પાછલી જિંદગીના રેશમી વર્ષો એની આંખ સામેથી પસાર થઈ રહ્યાં હતાં. માર્થા એના મોહલ્લામાં જ રહેતી હતી. માર્થા સાથે આંખ મળી ગયા પછી મનોમન પીટરે જિંદગીભર એની સાથે જીવવા-મરવાના સોગંદ લઈ લીધેલા. પીટરનુ ફેમીલી માર્થા સાથેના રિલેશનને લઇ રાજી નહોતું. પીટરે પોતાના મનનું ધાર્યું કરી માર્થા સાથે એક ચર્ચમાં જઈ પ્રભુતામાં પગલા માંડયા. વર્ષોથી એના વડવાઓ રજવાડામાં ચોકીદારીનુ પદ શોભાવતા રહ્યા હોવાથી આજે ...વધુ વાંચો

16

ચીસ..16

મધરાતે ફાઇવ સ્ટાર હોટલના રીસેપ્શન પર નિશા બેઠી હતી. એના ગોરા ચહેરા ઉપર ગજબનુ તેજ હતુ.તેનું ખાસ કારણ પણ સોનાના દોરામાં દિલવાળુ પેંડલ લટકતું હતું. નિશાના મુલાયમ હાથની બધી જ આંગળીઓમાં ગોલ્ડની રીંગો હતી.હાથમાં મોંઘોદાટ આઈ ફોન હતો. આઈ ફોનના સ્ક્રીન પર વિડીયો કોલ ધ્વારા રિસેપ્શન કાઉન્ટરનો સિન મૌજુદ હતો. બધી જ વસ્તુઓને ગિફ્ટ રૂપે આપનાર કુલદીપસિંગ આંખોમાં અદભુત તેજ ભરી એને ટગર ટગર જોઈ રહ્યો હતો. આમ શું જુવો છો..? મને પહેલા નથી જોઈ..? કુલદીપ સિંગે રોમેન્ટિક લહેજા સાથે જવાબ આપે છે. જોયા છે પણ મન ધરાતું નથી. આખો દિવસ એમજ થયા કરે છે.. બસ તમને આવી જ રીતે જોતો રહું..! ...વધુ વાંચો

17

ચીસ-17

સ્યૂટ નંબર 305..!!લાંબીની લાઈટ સાથેનો સ્તબ્ધ સૂનકાર.!!યથાવત સન્નાટાનો પુન: પ્રવેશ..!!પીટરના શરીર પર હાવી થયેલી આક્રમક શેતાની શક્તિ..અને સેકન્ડ ફ્લોરના રૂમમાં ધરબાઇ ગયેલી આહટ..!!બીજી બાજુ કુલદીપસિંગ નદીના ધસમસતા પ્રવાહની જેમ લિફ્ટમાં નીચે આવી રહ્યો હતો. રિસેપ્શન કાઉન્ટર સુધી પહોંચતાં એનું શરીર પ્રસ્વેદે રેબઝેબ થઈ ગયેલું.રિસેપ્શન કાઉન્ટર પર પહોંચી એને જે દૃશ્ય નજરે પડ્યું એ જોઈ કુલદીપસિંગ આપાદમસ્તક ધ્રૂજી ઊઠ્યો.રાઉન્ડ ટેબલની પાછળ રિવોલ્વિંગ ચેર પર બેસેલી નિશાનુ માથું પાછળ ચોટી ગયું હોય એમ ટટ્ટાર દિવાર સાથે સટેલુ હતુ.એની આંખો ભયથી ફાટી ગયેલી. હજુય પ્રવેશ માર્ગ તરફ અપલક એ તકાયેલી હતી.એના ગળાના ભાગે નખના લસરકાનું નિશાન હતું."નિશા..!"કુલદીપસિંગનો ચિંતિત સ્વર થરથરી ઉઠ્યો.કોઈ જ ...વધુ વાંચો

18

ચીસ-18

પવન વેગે ભાગી રહેલા અશ્વ.. લ્યુસીની અકળામણ વધતી આકળામણ.. અને કાજલી રાતનો ઘૂઘવતો સન્નાટાની ચીસો..!!!ભયાનકતાનુ ભૂત ધુણતુ હતુ.અશ્વ પર આગળ બેઠી હોવા છતાં પણ મન કોઈ અજાણ્યા ભયથી ભયભીત હતું.હજુ પણ નદીમાં ભરાવો થયેલા ગટરના ગંદા પાણીમાં માર્ટીન જેવી આકૃતિને તરફડતી ડુબતી જોએલી એ દ્રશ્ય વારંવાર એની આંખો સમક્ષ ઉપસી આવતું હતું.એ ચહેરો જાણે કે માર્ટીનનો હતો.અને માર્ટીન પોતાનો જીવ બચાવવા પાણીમાં હવાતિયા મારી બૂડી ગયો હતો.એના શરીરમાં ઝણઝણાટી વ્યાપી ગઈ.ઘોર અંધકારમાં અશ્વના ડાબલા વાગતા હતા. અશ્વની હણહણાટી દૂર જંગલોમાંથી પડઘાઇ રહી હતી.તાજ્જુબની વાત એ હતી કે પોતે અશ્વની સવારી કરી રહી હોવા છતાં જાણે પ્લેનમાં ઉડી રહી હોય ...વધુ વાંચો

19

ચીસ - 19

કાજળકાળી રાત..હાઈવે પર એકલ-દોકલ લાંબા ગાળાના ગેપથી પસાર થઈ રહેલા વાહનોની ધડીભર ઉજાસ પાથરી જતી હેડલાઈટ્સ..આખા શહેરના ખૂણેખૂણેથી યુદ્ધ હોય એમ આ તરફ ધસી આવી રહેલાં શ્વાન....જીવ લઈને જઈ રહેલા યમદૂતને ભાળી ગયાં હોય એમ એક ધારૂ એમનુ કાળજુ કંપાવી દેનારા રૂદને રાત ગજવી મૂકેલી.મધરાતની રોશનીથી ઝગમગતી હોટલને છોડી બહાર નીકળેલો ઓળો રસ્તો ઓળંગી અંધકારમાં પ્રવેશ્યો.અચાનક જો એ કોઈની સામે આવી જાય તો ગમે તેવા કઠણ કાળજાના વ્યક્તિનું પણ હૃદય બેસી જાય એવો કદરૂપો એનો ડોળ હતો.એના હાથમાં ધબકતું લોહિયાળ દિલનુ દ્રશ્ય ગમે તેવા કઠોર વ્યક્તિના હાડ આંગાળી નાખવા સક્ષમ હતુંએની મોટી મોટી શ્વેત આંખોનાં પોપટાં બહાર ઉપસી આવેલાં.આવા ...વધુ વાંચો

20

ચીસ - 20

આખા ખંડમાં હજુય લોબાનનો ધૂપ પ્રસરેલો હતો.કમરો ધુંમાડાના શ્વેત આવરણથી ગોટાયેલો હતો.ગુલાબ, મોગરો અને જન્નતુલ ફીરદોશ અત્તરોની મહેંકથી કમરાનુ મધમધી ઉઠેલુ.શ્વેત લિબાસમાં મૌલાના આસન પર બેઠા હતા. માથા પર લીલી પાગડી હતી.પોતાના અલાયદા ખંડમાં બેસેલા મોલાના અસબાબ રાંદેરી અને કાજી સાહેબ આંખોમાં કાજળ આંજી હજુય મિરરમાં ઉતરી જવું હોય એમ તાકી રહ્યા હતા.ત્રણ કલાક જેટલો સમય થઈ ગયો હતો હાથ પકડાઈ ગયેલા એકધારા બંને જણા હાજરાતની વિધિથી ઠાકોર સાહેબના સંતાનો ના શરીરમાં પ્રવેશેલા શેતાની આત્માઓની ભાળ મેળવી રહ્યા હતા. એકાએક મિરરમાં ધુમાડાના ગોટેગોટા ઉડી રહ્યા હતા. અત્યારે મિરરમાં બિલકુલ કાળો પરદો આવી ગયો હતો. પેલા મિરર પર લગાવેલ કાજળનો ...વધુ વાંચો

21

ચીસ - 21

નદીમાં સૂકી રેતનો ઘૂઘવતો દરિયો હતો.સોનલવર્ણા કિરણોનો જાદુ ઊડીને આંખે વળગતો હતો.નદીના આરે લીલાછમ ઘાસની ઉપર મુકાયેલા સુવર્ણના તાજમાં કીમતી ડાયમંડ્સના તેજલિસોટા મેઘધનુષ્ય જેવું અદભુત દ્રશ્ય રચી રહ્યા હતાં.અચાનક કોઈનાથી ડરીને થંભી ગયેલા અશ્વોએ ભાઈ બહેન માટે આજની રેસની મજા બગાડી.ઘડીક ભર માટે અકડાઈ ઉઠેલાં આલમ અને ઈલ્તજા ચકાચૌંધ કરી દેનારી ડાયમંડની રોશનીથી અંજાઈ ગયાં.આલમે લીલી ધરાની ગૂંચ વચ્ચેથી જગમગાટ કરતા તાજ ને ઉઠાવી લીધા.એક તાજ કદમાં વજનદાર અને મોટો હતો એ ઉઠાવી પોતાના મસ્તક પર મુક્યો."વાહ ભાઈજાન કિસી નવાબજાદે સે કમ નહી લગ રહે હો આપ..?""અચ્છા ? એક તાજ અભી બાકી હૈ..! તુમ ભી ઈસે પહેન લો ઓર ...વધુ વાંચો

22

ચીસ - 22

પવનના જોરદાર સૂસવાટા સાથે વરસાદ વરસી રહ્યો હતો.રહી રહીને ગરજી રહેલો મેઘ અંધારી રાતોમાં અનધાર વરસી રહેલા ગગનના રૌદ્ર વીજળીના કડાકા સાથે અજવાળી જતો હતો.ગાંડોતુર બનેલો મેધો અણધારી આફત લઈને આવ્યો હતો એ વાતથી બંને ભાઈ બહેન સદંતર અજાણ હતાં.કદાચ હવેલીનાં દ્વાર પણ એટલે જ ખુલ્લાં હતાં કે તોફાન સાથે વરસાદના મુશળધાર ધોધને જોઈ આલમ અને ઈલ્તજા હવેલીમાં પ્રવેશી શકે.અને થયું પણ એવું જ અણધારી આફત બંનેને ડરાવી ગઈ. હવેલીમાં પીટર નહોતો.અજુગતી વાત જરૂર હતી, પરંતુ આવું ભયાનક તોફાન ચારેકોરથી જળુંબાઈ રહ્યું હોય ત્યારે ગમે તેવા કઠણ કાળજાના માનવીને પણ પોતાનો જીવ બચાવવાનો પહેલો વિચાર આવે.આલમ અને ઈલ્તજાએ હવેલીનો ...વધુ વાંચો

23

ચીસ - 23

ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. ગોરંભાયેલા નભને ક્ષણ બે ક્ષણ માટે અજવાળી જતી વીજળી એક જબરજસ્ત મેઘગર્જના લાવતી હતી ઊંચા ઊંચા પહાડો ને કડડભૂસ કરી જમીનદોસ્ત કરી નાખશે એવો ડર બંને ભાઈ બહેનને લાગી રહ્યો હતો.અર્ધ-ખુલ્લા કમરાની નજીક બંને પહોંચી ગયાં હતાં.ઘડીક ભર પહેલાં સંભળાઈ રહેલી મધુર ગીતની ગૂંજ અત્યારે મૂંગી બની ગઈ હતી.. આલમ અને ઈલ્તજા મગજમાં ઘમાસાણ મચી ગયું હતું. ઘડીક પર પહેલાં કોઈ બચાવ માટે આજીજી કરી રહ્યું હતું. ત્યાર પછી અચાનક કોઇ ગીત સંભળાવી રહ્યું હતું. જે ના ભાવો એવા હતા કે વર્ષો પછી અધુરી ઈચ્છાઓ પૂર્ણ થઇ રહી છે વર્ષો પછી પ્રકૃતિ સોળે શણગાર સજી ...વધુ વાંચો

24

ચીસ - 24

ઈલ્તજા ચમકી ગઈ.એક ઝટકા સાથે એને પાછળ જોયું. એના બદન માં ભયનું એક લખલખું પસાર થઈ ગયું કારણકે પાછળ જ નહોતું."ક્યા હુઆ સિસ્ટર..? તુમ ઇસ તરહ સે ચૌકી ક્યો..?"ઈલ્તજા ધારી-ધારીને પેલા કોફીન તરફ જોઈ રહી હતી. ત્યારે જ ખંડની લાઈટ ઓન-ઓફ થવા લાગી. "આલમ અંધેરે મેં મેરા હાથ પકડ કે રખના..! મુજે બહોત ડર લગ રહા હૈ!"આલમેં જોયું કે પોતાની સિસ્ટર રીતસર ધ્રુજી રહી હતી. પોતે જાણતો હતો કે એને અંધારાનો ખૂબ ડર લાગતો હતો."તુમ માનો યા ના માનો આલમ, પર મુજે લગતા હૈ ઇસ કોફીન મેં જરૂર કિસીના કિસી કા મમી હૈ..! ઔર વહી મમી ઐસી બેતૂકી હરકતે કર રહા ...વધુ વાંચો

25

ચીસ - 25

કાળા અંધકારનો ઓછાયો લબકારા લેતી લાઈટમાં ડરાવી રહ્યો હતો.દિવાલમાંથી નિકળેલા લંબગોળ આઈનાને ધારી-ધારી આલમ અને ઈલ્તજા જોઈ રહેલાં.. આઈનો સાફ હતો. અને એ લંબગોળ આઇનામાં બંનેનાં પ્રતિબિંબ વિચિત્ર લાગતા હતાં. ઉપરથી માથાનો ભાગ સંકોચાઈને પપૈયા જેવો બની ગયો હતો અને ગરદનથી નીચે બોડીનો ભાગ ખૂબ ફૂલી ગયો હતો.આવા વિચિત્ર આઈનામાં ઈલ્તજાને પોતાનું પ્રતિબિંબ જોઈ સૂગ ચડી..આલમને કંઈક કહેવા એણે જેવી પીઠ ફેરવી એ સાથે જ અંધકારનો આશરો લઇ આઈનામાંથી નીકળેલા વરુના નહોર જેવા નખ વાળા હાથે પીઠ પાછળથી એના કુર્તાને ચીરી નાખ્યો.બદન ઉપર કોઈના નહોર વાગતાં એ સહમી ગઈ.. કુર્તો ચીરાયો હતો એટલે કોઈ અડક્યું હતું એ વાત હન્ડ્રેડ પર્સન્ટ સત્ય ...વધુ વાંચો

26

ચીસ - 26

ઈલ્તજાની ગોરી ટાંગો થરથરી રહી હતી.આઈનામાં રહેલા પ્રતિબિંબ સામે એણે નજર મિલાવી નહોતી તેમ છતાં તેની અંગુલીને પકડી ભીતર ખેંચી રહ્યું હતું ખેંચાણ એટલું જબરજસ્ત હતું કે ઈલ્તજાના ચહેરા પર પીડા લીંપાઈ ગઈ હતી.પોતાની જાતને બચાવવાના નિષ્ફળ પ્રયાસને આલમ ભેદી મુસ્કાન સાથે એકધારું જોઈ રહ્યો હતો. એની નજરોમાં પોતાના માટે કામુકતા જોઈને પહેલીવાર ઇલ્તજા ભીતરથી હચમચી ગઈ.કાચ પર જે જગ્યાએ અંગુલી ચીપકી હતી ત્યાંથી લોહીની ટશરો ફૂટવા માંડી.આદમકદ આઈના પર લોહીના રેલા ઉતરવા લાગ્યા. લોહીથી ખરડાયેલો આઈનો જોઈ પોતાનું જ પ્રતિબિંબ મુખમાં હસતાં- હસતાં જાણે કે એની ઠેકડી ઉડાડી રહ્યું હતું.એક ક્ષણ માટે એને એવો વિચાર આવી ગયો કે આ ...વધુ વાંચો

27

ચીસ - 27

હવેલીનું કાળોતરૂ આવરણ માઝા મૂકી રહ્યું હતું જંગલમાં પશુ-પંખીઓનો ઘોઘાટ ફેલાઈ ગયો હતો. હવેલીના એક બંધિયાર કમરામાં આલમ અને જાણે પોતાનું અસ્તિત્વ ખોઈ નાખ્યું હતું. બંનેનાં શરીર પરવશ બની ગયેલાં. ઈલ્તજાને પોતાના ચીરાએલા વસ્ત્રનું ભાન ન રહ્યુ. એ આલમ તરફ ખેંચાતી ગઈ. આલમના શરીરમાં રહેલો નવાબ ખુશખુશાલ હતો. "આ જાઓ શાહિન મેરે સીને સે લગ જાઓ. બહોત તરસા હું મેં તુમ્હારે લિયે..! "ઈલ્તજાના શરીરમાં રહેલી શાહિનની આત્મા પોતાની લજાએલી નજરોને ઢાળી આલમને વીંટળાઈ વળી..નવાબના પ્રસ્વેદની જાણીતી મહેક શાહિનની નાસિકાઓમાં પ્રવેશી ગઈ.ઈલ્તજા અને આલમ માટે આવનારી ક્ષણો એમની જિંદગી બદલી દેવાની હતી જે વાતથી એ બંને સાવ અજાણ હતાં. પરિસ્થિતિને આધીન બે શરીર એક ...વધુ વાંચો

28

ચીસ - 28

28 ધુમ્રસેરો આઈના પરથી હટી ગઈ. કાજી સાહેબ અને મૌલાના ફરી આઈનાની ભીતર રહેલી અતિતની સૃષ્ટીમાં ખોવાઈ ગયા.મુગલ સમ્રાટ સાળવી પોતાની રાજગાદી પર બેઠો હતો. માથે હિરા-માણેક સાથે અનેક જાતના રત્નોથી શોભતો બેશકિમતી તાજ બાદશાહના માથા પર હતો. તાજની શોભા વધારનારી ગોલ્ડન વલયો વાળી એક કલગીનો ચળકાટ ચારે તરફ ફેલાઈ રહ્યો હતો.મહારાજની આજુબાજુ બે કનિજો મોટા ગુલાબી હાથ પંખાઓ દ્વારા હવા ઢોળી રહી હતી.રાજનો એક સૈનિક કોઇના સંદેશ સાથે દરબાર માં પ્રવેશ્યો. બંને બાજુ દરબારીઓની પંગતનો દબદબો હતો.તમામ દરબારીઓનું ધ્યાન સંદેશવાહક સૈનિક તરફ દોરાયું.બાદશાહની સન્મુખ આવી અદભભેર ઝૂકીને સલામ કરી એ બોલ્યો."બાદશાહ સલામત.. ...વધુ વાંચો

29

ચીસ - 29

વિક્ટોરિયાની પોચી મખમલી આંગળીઓનો સ્પર્શ બાદશાહના રોમે રોમને ઝંકૃત કરી ગયો.વિક્ટોરિયાની નીલી આસમાની આંખોનાં ઊંડાણ મુગલ સમ્રાટને જાણે કે તરફ ખેંચી રહ્યાં હતાં."જોર્જ હન્ટ મેરે હસબન્ડ હે... ઉન્હોને બતાયા થા કી વ્યાપાર કે સિલસિલે મે આપસે જીતની જલ્દી બાત હો જાયે ઉતની જલ્દી હમારા કામ સ્ટાર્ટ હો જાયેગા..!"વિક્ટોરિયા બાદશાહની આંખોના મર્મને પામી ગઈ હોય એમ તરત જ મુદ્દા પર આવી ગઈ. "જબ આપ ખુદ ઇતની બડી જિમ્મેદારી લેકર મહેલમેં પહોંચ ગઈ હો તો હમ આપ કો ખાલી હાથ કૈસે રુખસત કર સકતે હૈ..?""હમે આપ પર પુરા ટ્રસ્ટ થા બાદશાહ સલામત..!"વિક્ટોરિયા એ બાદશાહના બંને હાથોને પોતાના હાથમાં લઇ ચૂમી લીધા.વિક્ટોરિયાનો અંદાજ ...વધુ વાંચો

30

ચીસ - 30

બાદશાહ પેલા ખુફિયા ખંડના દરવાજા આગળ ઉભા હતા ત્યારે પાછળથી અચાનક તુગલકનો અવાજ સંભળાયો.પ્રધાન તુગલક બાદશાહ સલામતનો અંગત માણસ ઘણી ખરી મહેલની ખુફિયા બાબતોનો એ રાજદાર હતો."માફ કરના બાદશાહ સલામત મગર મુજે આપસે જરૂરી બાત કરની થી સો ઈસ વક્ત ભાગા ચલા આયા..! પર મુજે લગતા હૈ મૈને ગલત વક્ત ચૂના હૈ..!""આ જાઓ બરખુરદાર..! મહલ કા કોઈ ઐસા રાજ નહિ હે જો તુમસે અનછૂઆ હો..! "ચલો મેરે સાથ.. થોડા ટહેલને કા ઇરાદા હૈ..!"બાદશાહની વાત ભલે સહજ લાગતી હતી પરંતુ એની પાછળ જરૂર કોઈ રહસ્ય હતું એ તુગલક જાણતો હતો એટલે ચૂપચાપ તે બાદશાહની પડખે આવીને ઉભો. જ્યાં સુધી તુગલક જાણતો હતો ...વધુ વાંચો

31

ચીસ - 31

પોતાના કાર્યકાળ દરમિયાન તુગલકે પહેલીવાર આ રહસ્યમય કમરાને જોયો.કમરાની ભીતરથી આવો કોઈ ખુફિયા રસ્તો પણ હોઈ શકે એવું તો સપને પણ વિચાર્યું ન હતું. ભૂગર્ભની એ સુરંગ પાણીથી ભરેલી હતી. પાણીમાં કોઈ જાતની દુર્ગંધ નહોતી એના ઉપરથી તુગલક સમજી શક્યો કે સુરંગનુ પાણી કોઈ વહેતા ઝરણા રૂપે હોવું જોઈએ જે હવેલીના રહસ્યમય કમરાની નીચે ભૂમિમાં ઉતરી જતું હશે કિનારા પરથી જે બોટ મળી એમાં બંને જણા આસાનીથી બેસી શક્યા.ધીમે-ધીમે બોટને હલેસાં લગાવી બાદશાહ અને તુગલક આગળ વધી રહ્યા હતા. બાદશાહના હાથમાં રહેલા તિલસ્મિ પથ્થરની ધીમી રોશની કારગત સાબિત થઈ હતી."મેરે દોસ્ત તુગલક આજ મૈં તૂમ્હે એક ઐસે રહસ્ય કા ...વધુ વાંચો

32

ચીસ - 32

પાછળના ભાગમાં આપણે જોયું કે મોગલ સમ્રાટ સુલેમાન સાળવી પોતાના વફાદાર પ્રધાન તુગલક ને લઈ ભૂગર્ભના રાસ્તે શીશમહેલ પહોંચે આમ તો શીશમહેલમાં બહારના રસ્તે ઘણીવાર જાય છે પરંતુ શીશ મહેલ જવાનો આ ખુફિયા રસ્તો તુગલક માટે રહસ્યથી કમ નહોતો.એટલે તુગલક ને પણ હકીકત જાણવાની તાલાવેલી છે આખરે આ રસ્તાનો ઉપયોગ કરવાનો મૂળ ઉદ્દેશ શું હતો એ વાત જાણવા તુગલકનું મન પણ અધીર બન્યું હતું.હવે આગળ… ******** ***** ******આ"બાદશાહ સલામત ક્યા યે દરવાજા ભી વહી ટ્રીક સે ખુલેગા જૈસે હમને અપને મહેલ સે ભૂગર્ભમેં પ્રવેશ કા દરવાજા ખોલા થા..?""હા ક્યોકી ઈસ દરવાજે કે પીછે ભી એક રહસ્ય મહફૂઝ રાસ્તા હૈ..!"સુલેમાન સાળવીએ ...વધુ વાંચો

33

ચીસ - 33

ચીસ-33આ કેવી માયાજાળ હતી જેમાં તુગલક અટવાયો હતો.દેવકન્યા જેવી લાગતી સ્ત્રીઓ તુગલકને ચારે બાજુથી વીંટળાઇ વળી હતી. જે યુવતીએ બાથ ભરી હતી. એના મોઢેથી ગ્રીન લાળ ટપકી રહી હતી. એના હોઠ તુગલકના હોઠો પર મંડાઈ જવાની અણી પર હતા કે પાછળથી કોઈએ એને ખેંચી લીધો. મોતને પોતાની નજર સમક્ષ જોઈને એણે આંખો મીચી લીધેલી. પણ જ્યારે ખેંચાઈને તુગલક તંબુની બહાર પટકાયો ત્યારે વિસ્મયથી એની આંખો પહોળી થઈ ગઈ.મેં કિતની બાર તૂમ્હે સમજાઉ.. યે કમરે મોત કે કારાગાર હૈ અપની જાન ગવાની હૈ તો હી ઈન તંબુઓમે જાંકને કી કોશિશ ...વધુ વાંચો

34

ચીસ - 34

બાદશાહની પાછળ પાછળ આગળ વધતા તુગલકના પગ થર-થર કાંપી રહ્યા હતા. ક્યરે શું થઈ જશે કંઈ જ કહેવાય નહોતું જીવ તાળવે ચોંટી ગયો હતો. તુગલક ઉતાવળા પગલે બાદશાહ ના કદમ સાથે કદમ મિલાવવાની કોશિશ કરી રહ્યો હતો. માયાવી મહેલની દુનિયા આટલી બધી ખતરનાક પણ હોઈ શકે એની જાણ તુગલકને નહોતી. કાચની દીવારો પારદર્શક નહોતી. ક્યાંય દરવાજો હોય એવું લાગતું ન હતું પરંતુ એક જગ્યાએ સામે મોટા અક્ષરે ઉર્દુ ભાષામાં મોત ઓર મોહ કા સોદાગર લખેલું જોઈ તુગલકના ભારે શરીરમાં ભયનું એક લખલખું પસાર થઈ ગયું.બાદશાહે લખાણની નીચે હાથ મૂક્યો દરવાજો તરત જ ખુલી ગયો. "તુગલક.. શીશમહેલ મેં ઇસ કમરે કે પિછલે ગેટ ...વધુ વાંચો

35

ચીસ - 35

પેલા અઘોરીના મોઢામાં હાથ નાખ્યા પછી તુગલક ચીસ પાડી ઊઠ્યો. અસહ્ય વેદનાને કારણે એનો ચહેરો રોતલ બની ગયો.પોતાનો હાથ એણે બહાર ખેંચી કાઢ્યો ત્યારે હાડપિંજર બની ગયેલા પંજાને જોઈ તુગલક ડઘાઈ ગયો. પોતાની આવી દશા થઇ જશે એવી ખબર હોત તો એ હાથ નાખવાની હિંમત ક્યારેય ના કરતો.બાદશાહ ઉપર ભરોસો કરીને એને પોતાની જિંદગીની બહુ મોટી ભૂલ કરી..!"મુજે માફ કરના તુગલક ઇસ કમરે મેં જાને કા એક યહી ઉપાય થા..!" બાદશાહે પોતાની કમર પર બાંધેલો કપડાનો પટ્ટો તુગલકના હાથ પર કસકસાવીને બાંધી દીધો.જેમ કોઈ કસાઈ બકરાને હલાલ કરવા સાચવીને લઈ જતો હોય એમ બાદશાહને કાળજી લેતાં જોઈ તુગલક ભીતરથી ફફડી ઊઠયો."ઈસકા ક્યા ...વધુ વાંચો

36

ચીસ - 36

36અઘોરી જેવા લાગતા એ સમાધિ ગ્રસ્ત શખ્શે બાદશાહને ધરપત બંધાવતા એમ કહ્યું કે 'તુમ્હે ગભરાનેકી જરૂરત નહીં હૈ..! અગર કોઈ ષડયત્ર કે તહત હમારે પ્રદેશને આયે હે તો હમ જરૂર ઉનકા મુકાબલા કરેંગે.. વિષકન્યાઓ કા જાલ બીછા કર ઉનકે મનસૂબો પર પાની ફેર દેંગે..!જબ તક મેરે સાથ હો મેં જાનતા હું મેરા બાલભી બાંકા નહિ હોગા..! મુજે પહેલે હી આનેવાલે ખતરે કા અંદાજા હો ગયા થા તભી તો મેને તુજે યહાં બુલાયા હૈ..! મેં સમજ ગયા થા..! બાદશાહને અપના દાયા હાથ આગે કરતે હુએ કહા..! આપકી ...વધુ વાંચો

37

ચીસ - 37

37મિત્રો ચીસ આખરી પડાવ તરફ આગળ વધી રહી છે આરંભ જે પ્રમાણેનો હતો એ રીતેે જોતાં તો કથાનક જરા રસ્તે જતુ હોય એમ તમને લાગે પરંતુ જે ઘટનાઓનેે આલેખવી હતી એના માટે વિસ્તૃત લખવું જરૂરી લાગ્યું. જેમ ઝરણાંના બધા ફાંટાઓ આગળ જતાં એક નદીના વહેણમાં સમાઈ જાય છે એમજ આખું કથાનક એકતાંતણે ફરી બંધાઈ જશે એની ખાતરી આપું છું. હવે આગળ વધીએ ચીસમાં...પાછળના ભાગમાં આપણે જોયું કે બાદશાહ તુગલકને લઇ શીશમહેલમાં ભૂગર્ભ માર્ગનો ઉપયોગ કરીને લઈ આવે છે જેની મહેલના એક પણ સભ્યને જાણ હોતી ...વધુ વાંચો

38

ચીસ - 38

બાદશાહ શીશમહેલના રહસ્યમય કમરાઓનો ત્યાગ કરી બહારની બાજુ આવી ગયો બાદશાહ સુલેમાનની ચાલ માં અત્યારે સ્ફૂર્તી આવી ગઈ...! જેટલા ભીતર હતા એટલા જ કમરા બહાર પણ હતા.... બાહરી હિસ્સો મહેલના આલિશાન મિનારાના લીધે શોભતો હતો. શાહી કમરાઓનો ઠાઠ ઊડીને આંખે વળગતો હતો. અઘોરીના રહસ્યમય કમરાની દિવારમાંથી જે રસ્તો બહાર આવ્યો હતો એ કમરામાં પણ અઘોરી ને જોઈતી વસ્તુઓનો ખડકલો મોજુદ હતો. દિવાર એવી રીતે દીવારમાં ભળી ગઈ હતી કે કોઈપણ માણસ સપને પણ ના વિચારી શકે આ શાહી ખંડની દિવારમાં પણ રસ્તો હોઈ શકે છે. આ રહસ્યમય કમરામાં બાદશાહે ભૂગર્ભમાં એક તહખાનું બનાવ્યું હતું. એ તહખાનામાં બેશકિમતી ખજાનનો ભંડાર હતો.ખજાનો મહેલની મૂડી ...વધુ વાંચો

39

ચીસ - 39

કાલી પર અસવાર થઈ બાદશાહ મહેલમાં પહોંચ્યો ત્યારે સભાસદો અને રાજમહેલના પ્રત્યેક વ્યક્તિને મહારાજની ઈંતેજારી હતી. વિક્ટોરિયા મહારાજને મળીને ત્યાર પછી સભાસદોમાં અનેક તર્ક-વિતર્ક થતા રહ્યા. અંગ્રેજી સલ્તનત અન્ય રજવાડાઓની જેમ આપણા રાજ્ય પર ચઢી ન બેસે એ વાતનુ ટેન્શન બધા જ નગરજનો અને સભાસદોમાં હતુ.. પરંતુ કોઇની હિંમત નહોતી કે બાદશાહ સુલેમાન સાળવીને પૂછી શકે..!! પરંતુ તમામ નગરજનોને પોતાના રાજાધિરાજ પ્રત્યે અભૂતપૂર્વ શ્રદ્ધા હતી વિશ્વાસ હતો પ્રજાજનો માટે એનું વ્યક્તિત્વ ઉદાર અને લાગણીશીલ હતું પોતાના નગરજનોની નાનામાં નાની સમસ્યાને ધ્યાનથી સાંભળતો અને ઉકેલી નાખતો.ન્યાય માટે આવેલા કોઈપણ વ્યક્તિને ક્યારેય નિરાશ થવું પડતું નહોતું.તમામ સભાસદોની હાજરીમાં બાદશાહે કહ્યું. જબ તક મેં ...વધુ વાંચો

40

ચીસ - 40

બાદશાહ ધીમે પગલે મહારાણીના શયનકક્ષ તરફ આગળ વધ્યો. ત્રણેય મહારાણીઓના શયનકક્ષ અડખે-પડખે હતા. રાણીવાસ વિસ્તારમાં અમુક દાસીઓ સિવાય આવવાની ઇજાજત નહોતી. ચોરની જેમ છુપાતા સુલેમાન સાળવીએ અવાજની દિશામાં પોતાની નજરના ઘોડા દોડાવ્યા. કોઈની ફૂસફૂસાહટ સંભળાઈ. અવાજ પહેલી રાણીના કમરા તરફથી આવતો હતો. બાદશાહે કાન સરવા રાખી ભીતરના અવાજોને કાનને કડૂખલે પહોંચાડવાની કોશિશ કરી."મગર રાણી સાહેબા ..!એક મધુર સ્વર મહારાજના કર્ણપટલે અથડાયો."મેં ઐસા હરગીજ નહી કર સકતી. માનતી હું કી મેં અપને હસબંડ કો બચ્ચે નહિ દે પાઈ.. શાયદ 'માં' બનના મેરે સોભાગ્ય મે નહી હૈ..! પર ઉસમે મેરા કસૂર ક્યા હૈ..? ક્યા કર સકતી હું મૈ..?"મહારાણીના બેડરૂમમાં આખરે કોણ ...વધુ વાંચો

41

ચીસ - 41

"વાર્તા લાંબી હોવાથી જરા એમ લાગે કે વિષયથી ભટકતી હોય પણ એવું નથી અંતે તો ત્યાં જ આવીને ઊભા છે બીજી એક વાત મારી રહસ્ય કથા કઠપૂતલીનો એક પાર્ટ 18-19 માં રીપીટ થયેલો જેને ફરી અપડેટ કરી દેવામાં આવ્યો છે રસ ભંગ થવા બદલ હું ક્ષમા ચાહું છું..!" ચીસ-41નાઝનીન ને મળવાનું વચન આપી બાદશાહ દબાતા પગલે નાની રાણીના રૂમ તરફ આગળ વધી ગયો.બાદશાહના રૂમમાં જવાની જ રાહ જોઈ રહ્યો હોય એમ એક ઓળો નકાબ સાથે ધીમે ધીમે એક દિવાર પાછળથી અચાનક પ્રગટ થઈને આગળ વધ્યો. પરદાનશીન હોવા છતાં ...વધુ વાંચો

42

ચીસ - 42

મહેલમાં બાદશાહ પાછા ફર્યા ત્યારે એક ઘટના એમનુ ખૂન ઉકાળી નાખે એવી બની હતી. બાદશાહ અને નાની રાણીના નવાબજાદાને ખુલ્લી બોડીની ગાડીમાં વિક્ટોરિયા જખ્મી દશામાં લઈને આવી. વિક્ટોરિયાનુ કહેવું હતું કે કોઈ અજાણ્યા માણસો એ ઘેરીને નવાબને ઢોર માર માર્યો હતો...બાદશાહ મહેલમાં આવ્યા ત્યારે નવાબને જખ્મી જોઈ ઉછળી પડ્યા...!" શહજાદે કો મારને કી જુર્રત કીસને કી હૈ..? ઇતને તાકતવર હોને કે બાવજૂદ કિસને હમારે બચ્ચે પર હાથ ડાલા હૈ..? બાદશાહ એ તરત જ પોતાના ગુપ્ત સલાહકારોની મીટીંગ બોલાવી...ગુપ્ત મંત્રીવર કે જેઓ દુશ્મનોની હિલચાલ પર નજર રાખી રહ્યા હતા. એમને પોતાનો મત રજૂ કર્યો.નવાબ અપને પડોશી નગર કે માલિક બાદશાહ ઝફર કી બેટી ...વધુ વાંચો

43

ચીસ - 43

એક જબરજસ્ત વિસ્ફોટ થયો મૌલાના અસબાબ રાંદેરીએ કદાચ સપનામાં પણ વિચાર્યું નહિ હોય કે અચાનક આવું પણ કંઈક શકે છે. કાજી સાહેબ સાથે મળીને મોલાના હવેલીમાં ઠાકુર સાહેબના બાળકો સાથે બનેલી ઘટનાનો તાગ મેળવવા મથી રહ્યા હતા. શબનમનું કહેવું હતું કે ઠાકોર સાહેબના બાળકો મધરાત પછી શૈતાની શક્તિઓના હવાલે થઇ જાય છે અને પછી જે બને છે એ શરમજનક બાબત છે પોતાની સગી આંખે જોયા પછી શબનમ ખૂબ ડરી ગઈ હતી એને કાજી સાહેબને વાત કરી કાજીસાહેબ શબનમને મોલાના અસબાબ રાંદેરી જોડે લઈ આવેલા.અસબાબ રાંદેરી મામલો તરત જ પામી ગયેલા. હવેલીની પ્રેતાત્માઓ શક્તિશાળી હતી એ વાત અસબાબ રાંદેરી સારી ...વધુ વાંચો

44

ચીસ. - 44 - છેલ્લો ભાગ

નમસ્કાર મિત્રો પહેલા તો નવલકથાનું પ્રકરણ લેટ થવા બદલ ક્ષમા ચાહું છું. કેટલાક પુસ્તકો પ્રકાશિત થવા જઇ રહ્યા હોઈ તરફ કામ હતું. જોકે લખવાનું બંધ કર્યું નથી આ દરમિયાન બે ત્રણ નવલકથાઓ અન્ય પ્લેટફોર્મ પર લખાઈ ગઈ જેને સારો પ્રતિસાદ મળ્યો.આગળ વધીએ ચીસ તરફ..ખૂબ લાંબુુુ કથાનક છે એટલે પાછલી વાર્તાનો સાર લખવાની પળોજણમાં પડ્યા વિના આરંભીયે..@@@@@મૌલાના અસબાબ રાંદેરીએ કાજી સાહેબને બોલાવી શબનમના ઘરે જવાનું નક્કી કર્યું."પર મૌલાના સાબ શબનમ બીમાર હૈ ઉસકે ઘર જાકર હમ ક્યા કરેંગેં ભલા?"કાજી સાહેબ મૂલ બાત યહી હૈ કિ હમે શબનમ કા ડર મિટાના હૈ ઉસકે લિયે ઉસકે ઘર જાના બહોત હી જરૂરી હો ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો