Chis - 40 books and stories free download online pdf in Gujarati

ચીસ - 40

બાદશાહ ધીમે પગલે મહારાણીના શયનકક્ષ તરફ આગળ વધ્યો. ત્રણેય મહારાણીઓના શયનકક્ષ અડખે-પડખે હતા. રાણીવાસ વિસ્તારમાં અમુક દાસીઓ સિવાય કોઈને આવવાની ઇજાજત નહોતી. ચોરની જેમ છુપાતા સુલેમાન સાળવીએ અવાજની દિશામાં પોતાની નજરના ઘોડા દોડાવ્યા. કોઈની ફૂસફૂસાહટ સંભળાઈ. અવાજ પહેલી રાણીના કમરા તરફથી આવતો હતો. બાદશાહે કાન સરવા રાખી ભીતરના અવાજોને કાનને કડૂખલે પહોંચાડવાની કોશિશ કરી.
"મગર રાણી સાહેબા ..!
એક મધુર સ્વર મહારાજના કર્ણપટલે અથડાયો.
"મેં ઐસા હરગીજ નહી કર સકતી. માનતી હું કી મેં અપને હસબંડ કો બચ્ચે નહિ દે પાઈ.. શાયદ 'માં' બનના મેરે સોભાગ્ય મે નહી હૈ..! પર ઉસમે મેરા કસૂર ક્યા હૈ..? ક્યા કર સકતી હું મૈ..?"
મહારાણીના બેડરૂમમાં આખરે કોણ હતું ? એ જાણવા બાદશાહ જરા પાછળની ખીડકી તરફ આવ્યા. જ્યાં પરદાની કોર વચ્ચેથી ભીતરનું દ્રશ્ય અલપ-ઝલપ જોઈ શકાતું હતું.
"તુમ્હે મેરા કહા માનના હોગા.. અપને હસબંડ કો છોડ દો.. વરના બહોત પછતાઓગી..!"
બાદશાહે જોયું કે પૂનમના ચાંદ જેવું મુખનું અજવાળું હતું જાણે કે ચાંદનીનો સ્પર્શ પામી આવેલું બેનમૂન સૌંદર્ય. આ સૌંદર્યના ધૂંટડા અમી ભરી નજરે બાદશાહે પહેલાં પણ મન ભરીને પીધા હતા. કાજળ કાળી આંખોમાં સમંદરના ઊંડાણ હતા. ધીરે ધીરે ફફડી રહેલા હોઠ જાણે કે ગુલાબના ફૂલની પંખુડીઓ..
ચહેરા પર પરેશાની હતી છતાં એ જન્નતની પરી જેવી લાગતી હતી.
"દેખો નાઝનીન..! તુમ્હે જિતના કહા જાયે ઉતના કરો.. ઉસીમે તુમ્હારી ભલાઈ હૈ..!"
આખરે મહારાજની તાલાવેલી વધી ગઈ હતી કારણ કે મહારાણીના સખત શબ્દોમાં રહેલા વજનનો ભાર નાઝનીનના ચહેરા પર ચોખ્ખો દેખાતો હતો.
બાદશાહની છાતી ગજ-ગજ ફૂલી ગઈ જ્યારે એ અપ્સરાના પાવન પગલા પોતાના મહેલમાં પડ્યાં હતાં. કંઇક તો સંધાણ હતું જે એને અહીં સુધી ખેંચી લાવ્યુ. કોઈક તો ગુત્થી હતી જેનો ઉકેલ મળે તો પોતાના રમતિયાળ સપનાની પોટલી પોતિકી થઈ જાય..
બાદશાહ તાગ મેળવવા માગતો હતો પરંતુ એ શક્ય ન બન્યું મહારાણીએ કહ્યું.
"મુજે તુમ્હારા જવાબ નહી ફેસલા ચાહિયે..! ઔર વો ભી જેસા મેં ચાહતી હું..!
એક પણ શબ્દ બોલ્યા વગર નાઝનીન ચાલવા લાગી.
શું હતું એ બાદશાહની સમજમાં ન આવ્યું..!
પણ કોયલના કંઠ જેવો સ્વર બાદશાહના કાનમાં ખૂપી ગયો... હવાઓ એક જોકા સાથે પ્રવેશી. અને એ મધુર સ્વર હવાઓ લઈને આવી હતી. બાદશાહ આસપાસ જોયું કોઇ ચકલુંય ફરકતું નહોતું.
આસપાસ જોયા પછી એકવાર ફરી બાદશાહ પેલા મહારાણીના ખંડમાં જોવા નજર દોડાવી કે ફરીવાર એ જ મધુર સ્વર બાદશાહના કાને પડ્યો.
"બાદશાહ સલામત.. નાઝનીન કા હાથ પકડ લો..! ઉસકો રોકને સે અગર આપકા ખ્વાબ પુરા કરના હે તો.. બોલ દો નાઝનીન કો...!
"મેં તુમકો પસંદ કરતા હું ક્યા તુ મેરી પ્રેમિકા બનોગી..?"
બાદશાહ આતંકિત હતો આ અવાજ કોનો હતો..!
જે કંઈ પણ હતું બાદશાહ એ અવાજના હુકમનો અનાદર કરી શક્યો નહીં. નાઝનીન જેવી મહારાણીના રૂમમાંથી બહાર નીકળી કે તરત જ બાદશાહે એનો હાથ પકડી એક તરફ પછી તેની દિવાલ બાજુ એને ખેંચી લીધી.
"હાય અલ્લાહ..! "
એના મોઢેથી ઉદ્ઘાર નીકળ્યો..
પણ બાદશાહે એના મોઢા પર હાથ મૂકી ચૂપ રહેવા ઈશારો કર્યો. અને કહ્યું.
"મે આપકો બહોત પસંદ કરતા હું..! મે જાનતા હુ તુમ ઉસ ઠાકૂર કી બીવી હો જો મેરી સેનામે સેનાધિપતિ હૈ..! ફિર ભી મેં તુમ્હારી આંખોમે ડૂબ જાના ચાહતા હું..! રસભરે ગુલાબી તુમ્હારે હોઠો કો પીના ચાહતા હું..!
બાદશાહની વાતો અને સાનિધ્યએ નાઝનીન ને ભીંજવી દીધી બાદશાહને વશ થવાનું એક કારણ એ પણ હતું..
"મહારાણીના સખત શબ્દો.. ક્યાંક જીવ ગુમાવવાનો વારો ના આવે.. એવી ભીતિ ને કારણે નાઝનીન બાદશાહ તરફ ઢળી ગઈ..!
બાદશાહે એના ચહેરા પર ચુમ્બન કર્યું..
નાજનીનનો ચહેરો શરમથી લાલ થઈ ગયો...!
"અભી તુમ જાઓ નાઝનીન.. હમ કલ મિલતે હૈ અપને શીશ મહેલ મે.!"
નાઝનીન એને પામવાનો હરખ બાદશાહના ચહેરા પર માતો નહોતો જ્યારે સત્ય હકીકત માત્ર ને માત્ર એક ભૈરવી જાણતી હતી કે ખુદ નાઝનીન..! બાદશાહ ને વશ થવું એની મજબૂરી બની ગઈ હતી..!
(ક્રમશ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED