ચીસ - 22 SABIRKHAN દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ચીસ - 22

પવનના જોરદાર સૂસવાટા સાથે વરસાદ વરસી રહ્યો હતો.
રહી રહીને ગરજી રહેલો મેઘ અંધારી રાતોમાં અનધાર વરસી રહેલા ગગનના રૌદ્ર રૂપને વીજળીના કડાકા સાથે અજવાળી જતો હતો.
 ગાંડોતુર બનેલો મેધો અણધારી આફત લઈને આવ્યો હતો એ વાતથી બંને ભાઈ બહેન સદંતર અજાણ હતાં. 
કદાચ હવેલીનાં દ્વાર પણ એટલે જ ખુલ્લાં હતાં કે તોફાન સાથે વરસાદના મુશળધાર ધોધને જોઈ આલમ અને ઈલ્તજા હવેલીમાં પ્રવેશી શકે.
અને થયું પણ એવું જ અણધારી આફત બંનેને ડરાવી ગઈ. હવેલીમાં પીટર નહોતો.
અજુગતી વાત જરૂર હતી, પરંતુ આવું ભયાનક તોફાન ચારેકોરથી જળુંબાઈ રહ્યું હોય ત્યારે ગમે તેવા કઠણ કાળજાના માનવીને પણ પોતાનો જીવ બચાવવાનો પહેલો વિચાર આવે. 
આલમ અને ઈલ્તજાએ હવેલીનો મેનડોર ખુલ્લો જોઈ ભીતરે દોટ મૂકી. 
બંનેને એક ક્ષણ માટે એવો વિચાર જરૂર આવેલો કે હવેલીનો મેન ગેટ ખુલ્લો કેમ છે..?
છતાં જે પ્રમાણે તોફાને ભયાનક રૂપ ધારણ કર્યુ હતું એ જોઈ ખુલ્લામાં ઊભું રહેવું વધારે જોખમકારક બંનેને લાગ્યું.
 દોટ મૂકીને ભીતર પ્રવેશી ગયા પછી આલમ ખરેખર હવેલીમાં શિલ્પસ્થાપત્યના અજોડ નમુના સમી ખૂબસૂરત દીવાલોને જોઈ અભિભૂત થઈ ગયો. પ્રાણીઓ પક્ષીઓ અને સુવિખ્યાત વ્યક્તિઓના શિલ્પો દિવાલોમાં જાણે જીવંત બનીને ઊભાં હતાં. ખાસ કરીને એક શાહી ખંડના ગેટ પર ભૈરવનું માથું ધ્યાન ખેચતું હતું.
એક કોર્નરની જગ્યાએ લગભગ 15 ફૂટ ઊંચે સુંદર શિંગડાંથી શોભતા મૃગના માથા નીચે ઈલ્તજા ઉભી હતી. એ મૃગની કાજલી આંખો અપલક એને તાકી રહી હતી. 
"આલમ તુમ્હે કુછ મહસૂસ હો રહા હૈ ?"
હવેલીનો અકળાવનારો માહોલ જોઈ ઈલ્તજા બોલી ઉઠેલી.
સિસ્ટરની આંખોમાં ભયને કથ્થક કરતો જોઈ આલમ સમજી ગયો કે હવે ગોળગોળ વાતો કરવામાં મજા નથી. 
"હા મહેસુસ તો મુજે ભી હો રહા હૈ ,જૈસે સડે હુએ માંસ કી બદબુ ચારો તરફ સે આ રહી હૈ..! લગતા હૈ બહોત સે રાજ દફન હૈ હવેલી મે..! તભી તો આજ સે પહેલે કભી હવેલી કા દરવાજા હમને ખુલા નહી દેખા..!"
એક જબરજસ્ત કડાકો થયો...! 
ઈંલ્તજા સહમી ગઈ..! એવું લાગ્યું જાણે હમણાં જ પત્તાના ઢેરની જેમ વિશાળ હવેલી  જમીનદોસ્ત બની જશે..! 
મેઘગર્જના હવેલીના ખંડોને ધ્રુજાવી આરપાર નીકળી ગઈ.
"બહોત હી ડર લગ રહા હૈ આલમ ..! પતા નહિ કયો  મુજે લગતા હૈ જૈસે કુછ બુરા હોનેવાલા હૈ!"
પરંતુ આલમે જાણે કે ઈલ્તજાની વાત સાંભળી જ નહોતી.. ખૂબ જ ધ્યાનથી એક જગા પર બૂત બની એ ઉભો રહી ગયો હતો. 
"આલમ..?"
ઈલ્તજાનો સ્વર ફરી એકવાર ધ્રૂજી ઊઠ્યો.
 પોતાના હોઠ ઉપર આંગળી મૂકી એણે ચૂપ રહેવાનો ઈશારો કર્યો.
"તુમને કુછ સૂના નહી..?" આલમના હોઠ ફફડ્યા..
"નહિ મૈને કુછ નહિ સૂના..! ક્યા બાત હૈ..? તુમ ઈતને ડરે હુએ ક્યો હો..?"
કિસી કે ઘુંઘરુ બજ રહે હૈ..! ઔર જેસે ઘંટીયા બજ રહી હો વૈસી લુભાવની હસી કી આવાજે આ રહી હૈ..!"
"ઓહ..!"
ઈલ્તજાનુ મુખ પહોળું રહી ગયું.
"મગર મુજે એસા કુછ ભી સુનાઈ નહી દિયા..!"
એણે ખુલાસો કર્યો. 
"તુમ બિલકુલ સહી કેહ રહી થી હમે ઐસી અંજાન જગહ પર નહીં આના ચાહિયે થા!"
ઝીરોના લેમ્પનો ઉજાસ બંધ-ચાલુ થવા લાગ્યો.
સંગેમરમરી ફર્શ પર બંનેએ એક કૌતુક જોયું. ગ્રીન રંગની  કાચની કરચોનો સમૂહ એક સાથે ઢસડાઇને બંનેની નજર સામેથી પસાર થયો...
"યે ક્યા હુવા..?" ઈલ્તજાના સ્વરમાં ધ્રુજારી સાફ વર્તાઈ.
પોતાનો હાથ આગળ કરી આલમેં ઈલ્તજાને થોભી જવા ઈશારો કર્યો. 
ગ્લાસની તૂટેલી બોટલની કરચોનો સમૂહ ફર્શ પર જીવાતની જેમ ગોળ-ગોળ ઘુમરી લઈ રહ્યો હતો.
"કાચ કી કીરચે હૈ..! વો અપને આપ ફર્શ પર ચક્કર નહિ લગા સકતી..! ઇસકે પીછે જરૂર કોઈ બડી બાત હૈ..! હમે સંમ્ભલ કર રહેના પડેગા..!
"ભાઈજાન મેં તો કહેતી હું હમ વાપસ બહાર નીકલ જાતે હૈ..! તુફાન મેં હમ મર નહીં જાયેંગે..! "
તુમ્હારી બાત બિલકુલ દુરસ્ત હૈ, પર ફિલહાલ મેઇન ડોર બંધ હો ચૂકા હૈ!"
"દૂર હટો..  દૂર  હટો..!" ઈલ્તજાનો ગભરાહટ એના શબ્દો ચહેરા પર ચોખ્ખો દેખાયો..!
આલમે જોયું કે બારીક બારીક કાચની કરચો છેક બન્નેના પગ સુધી ઢસડાઈ આવી.
 હૉલની લોબીમાં ધીમો સરસરાહટ વ્યાપી વળ્યો. ફાટી ગયેલી આંખે આલમ જરા બે ડગલાં પાછળ હટી ગયો.
એકાએક પેલા ભૈરવના મસ્તક વાળા શિલ્પ નીચે રહેલો દરવાજો કોઈએ થપથપાવ્યો. દરવાજો ઠોકવાનો અવાજ એટલો પ્રચંડ હતો કે ઇમારતી લાકડાના દરવાજા પર રહેલાં લોઢાનાં કળાં અને સાંકળો ધણધણી ઉઠ્યાં.
" આલમ દરવાજા મત ખોલ ના..?"
ઈલ્તજાએ ચીસ જેવા અવાજે કહ્યુ.
"યે હવેલી બહોત હી ભયાનક હૈ..! મૈને સુના હૈ જબ કોઈ ભી મકાન યા હવેલી બરસો તક સૂની પડી રહેતી હૈ તો ઉસમે યકીનન આસુરી શક્તિયાં કબજા કર લેતી હૈ.!"
"હમે દેખના ચાહીએ કોઈ ઔર ભી હો સકતા હૈ ઈલ્તજા..!"
"નહી ભાઈજાન રહેને દો.. મુજે બહોત ડર લગ રહા હૈ..! ચારો તરફ કાલે ઘને બાદલોને ઇસ તરહ ઘેરા ડાલા હૈ કી દિન મેં ભી અંધેરા છા ગયા હૈ..! કોઈભી સંકેત શુભ નહીં હૈ..!"
એકવાર ફરી દરવાજો ધણધણી ઊઠયો. 
 "અગર હમને નહીં ખોલા તબ ભી વો જો કોઈ ભી હૈ મુજે યકીન હૈ દરવાજા તોડ કે બહાર આ જાયેગા..!!"
એટલુ બોલીને આલમ દરવાજા તરફ આગળ વધ્યો. ઈલ્તજા ખૂબ જ ગભરાઈ ગયેલી..!
એક એક ક્ષણ ભારેખમ વીતી રહી હતી. 
ત્યારે..
ખૂબ જ ડરી ગયેલો એક સ્ત્રી સ્વર બંનેના કાને પડ્યો.
"પ્લીઝ મુજે બહાર નિકાલો..! જલ્દી કરો મુજે બચાઓ યહાંસે..!"
"કોઈ હૈ..! અંદર કોઈ હૈ બહેના..! હમે ઉસે બચાના ચાહિયે..! ઉપરવાલે પર ભરોસો રખ્ખો હમે કુછ નહિ હોગા..!"
આલમેં જોયું કે દરવાજો લોક નહોતો. એણે ધીમેથી એક હળવો ધક્કો માર્યો. 
કમરામાં ગંઠાઈ ગયેલી દુર્ગંધ બહાર ધસી આવી. મચ્છરોનો બણબણાટ વધી ગયો.
કમરામાં નર્યો સન્નાટો ઘૂઘવતો હતો. 
પીનડ્રોપ સાઇલેન્ટ વચ્ચે... એક મધુર અવાજ ગુંજી ઉઠ્યો.
"ફિર મુજે ઢૂંઢતા હુઆ આયા હૈ કોઇ
ફિર મેરી આંખો મે સમાયા હૈ કોઈ..
મૌસમને ભી  ફિર મિજાજ બદલા હૈ
મેરે મિજાજ મેં ઢલને આયા હૈ કોઈ ...
.....
કમરામાં પડઘાઇ રહેલો મધુર સ્વર આલમ અને ઈલ્તજાના ચહેરાને બરફની જેમ થીજાવી ગયો.
(ક્રમશ:)

ચીસ તમને કેવી લાગી રહી છે આ દિલધડક વાર્તા વિશે તમારા અભિપ્રાયો જણાવવા..!
                       -sabirkhan pathan.. 
                                         

રેટ કરો અને રિવ્યુ આપો

Sharda

Sharda 5 માસ પહેલા

Pragnesh Desai

Pragnesh Desai 2 વર્ષ પહેલા

DEEP CHAUDHARI

DEEP CHAUDHARI 2 વર્ષ પહેલા

Gordhan Ghoniya

Gordhan Ghoniya 3 વર્ષ પહેલા

Shailesh Dhakan

Shailesh Dhakan 3 વર્ષ પહેલા