ચીસ - 37

     
                         37

મિત્રો ચીસ આખરી પડાવ તરફ આગળ વધી રહી છે આરંભ જે પ્રમાણેનો હતો એ રીતેે જોતાં તો કથાનક જરા બીજા રસ્તે જતુ હોય એમ તમને લાગે પરંતુ જે ઘટનાઓનેે આલેખવી હતી એના માટે વિસ્તૃત લખવું જરૂરી લાગ્યું. જેમ ઝરણાંના બધા ફાંટાઓ આગળ જતાં એક નદીના વહેણમાં સમાઈ જાય છે એમજ આખું કથાનક એકતાંતણે ફરી બંધાઈ જશે એની ખાતરી આપું છું.  હવે આગળ વધીએ ચીસમાં...
પાછળના ભાગમાં આપણે જોયું કે બાદશાહ તુગલકને લઇ શીશમહેલમાં ભૂગર્ભ માર્ગનો ઉપયોગ કરીને લઈ આવે છે જેની મહેલના એક પણ સભ્યને જાણ હોતી નથી. અઘોરી અને બાદશાહની મિલીભગતના કારણે તુગલકની બલી ચઢી જાય છે.. હવે આગળ...
 તુગલકની ગરદન પર હાથ ફેરવી અઘોરીએ બાદશાહ સામે જોયુ. આંખો આંખો માં  વાતો થઇ. અને અઘોરીએ પોતાનો લાંબા નખ વાળો પંજો ઉપર ઉઠાવી રાક્ષસી તાકાત દ્વારા તુગલકના બને પાંસળાની વચ્ચે ખૂપાવી દીધો.

બિચારો તુગલક નિર્દોષ મરી ગયો.
અઘોરીએ જોર લગાવી તુગલગનું કાળજું ખેંચી લીધુ.
તુગલકના કાળજા પરથી લોહીની ધાર થઈ અઘોરીએ પોતાનુ બખોલ જેવું મોં ખોલી. લોહીને મોઢામાંં તરપવા દીધુ.
"મેં આજ બહોત ખુશ હું.. યે 36વી બલી તુમ્હે તાકતવર બના દેગી.. અબ તુમ સે મુકાબલા કરના કિસી કે બસ કી બાત નહી હૈ..! અબ કોઈ એરે-ઘેરે લોગ  તુમસે ધોખા નહી કર પાયેંગે.

ફીરભી તુમ્હારા સુરક્ષા કવચ મેને તૈયાર કર લિયા હૈ..!
બાદશાહની આંખોમાં ચમક પથરાઈ ગઈ..
"મેં કુછ સમજા નહી હું બાબા..! કોનસા સુરક્ષાકવચ હૈ જિસને મુજે પુરી તરહ સુરક્ષિત કર દિયા હૈ..?"
'ઠહેરો..!" અઘોરી કોઈ કોઈ ચમત્કાર બતાવવાનો હોય એમ ઉભડક બેઠો. 
આંખ બંધ કરી ચાર મંત્રનો જાપ કરી હાથમાં રહેલા કાળા તલના દાણા એને હવામાંં ઉછાળી દીધા.
આખો કમરો ભૂકંપ આવ્યો હોય એમ ખળભળી ઉઠ્યો. પંચધાતુની નારી પ્રતિમાઓ હાલકડોલક થવા લાગી.
"બાબા મુજે લગતા હૈ જમીન મેં હલચલ હુઈ હૈ..! હમે શિશ મહેલસે બહાર નીકલ જાના ચાહિયે..!"
"ગભરાઓ મત.. એસા કુછ ભી નહિ હોગા..!"
કોઈનાં ભીમકાય પગલાં જમીન પર મંડરાયાં હોય એમ સપાટી ધણધણી ઊઠી. ધમ્.. ધમ્... અવાજ આવ્યો.
બાદશાહ કમરામાં આસપાસ જોવા લાગ્યો હતો. પહેલાં તો ક્યાંય કશું ય નજરે પડયું નહીં.
 આખા કમરાને વાદળોએ ધેરી લીધું હોય એમ ધુમ્મસ ચારે બાજુ ફેલાઈ ગયું હતું.
ધીમે ધીમે ધુમ્મસ કમરાની બહાર નીકળી રહ્યું હતું.
પંચધાતુની બધી પ્રતિમાઓ અત્યારે ચાંદીથી બનેલી હોય એમ ચમકી રહી હતી. બધીજ પ્રતિમાઓ ઘણી આકર્ષક લાગતી હતી.
બધી પ્રતિમાઓની વચ્ચેથી એક સ્ત્રી આકાર ધીમે ધીમે આગળ વધી રહ્યો હતો.
એ સ્ત્રી આકારને બાદશાહ વિસ્મયપૂર્વક જોતો રહ્યો. કેમકે આ પહેલાં ક્યારેય આવુ તાજ્જુબ થયુ નહોતુ.
ધીમે-ધીમે એ નજીક આવતી ગઈ.
એનો સોનેરી વર્ણ આખા બદનને ચમકાવી રહ્યો હતો. કાજળ કાળી આંખો ગહેરા સમુંદર જેવી હતી. સોનેરી ત્વચા પર એવાં જ વસ્ત્ર પરિધાન હતાં. સુવર્ણ જેવી કાયા ચમકવાથી વલ્કલવસ્ત્ર ધર્યાં હોય એવી અનુભૂતી થઈ..!
બાદશાહ  અજાણી કન્યાને  જોઈ અભિભૂત બની ગયો.
મેનકા અને રંભાને પાણી ભરાવે એવી લાવણ્યની લજામણી પૂતળી જેવી એક કન્યા ઉધાડાં પગલાં સપાટી પર મૂકતી અધોરી તરફ આગળ વધી.
તો જહાંપનાહ યે હૈ આપકી રક્ષા કા પુખ્તા ઈંતજામ જામ..!"
યે તો લડકી હૈ..?
"હા..! વહી આપકી ઢાલ બનને વાલી.હૈ યે ભૈરવી હૈ..!
" મગર... કૈસે..?"
"આપ બસ અપને મહલમે લોટ જાઈએ.. યે ખુદબખુદ અપના રાસ્તા ઢૂંઢ લેગી..!"
"ઠીક હૈ મૈ શીશ મહલ સે બહાર નિકલ જાતા હું.!"
"હા... મૈ ઈસ બલી કા હિસ્સા સભી હકદારો કો બાટ દેતા હુ..!"
સારી વિષકન્યાએ ઈસ પર તૂટ પડેગી...!!
હા.. તભી તો ઉનકી ક્ષુધા તૃપ્ત હોગી.
અધોરી કા આશિર્વાદ લેકર માથે પર તિલક કરવા કર બાદશાહ આગે બઢા..
ઉસકે પીછે પીછે ચલને વાલી ભૈરવી કી છમ છમ પાયલો કી આવાજ પૂરે કમરેમે ગૂંજને લગી..
       (   ક્રમશ:)


***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Sneha Patel 1 માસ પહેલા

Verified icon

Sheetal Desai 6 દિવસ પહેલા

Verified icon

Urvi Shah 3 અઠવાડિયા પહેલા

Verified icon

Meena Kavad 1 માસ પહેલા

Verified icon

Palak Vikani 4 અઠવાડિયા પહેલા

શેર કરો