ચીસ-3 SABIRKHAN દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચીસ-3

(આગળના ભાગમાં આપણે જોયુ કે ઠાકૂર સાહેબની હવેલીમાં અડધી રાત્રે બે ભાઈ બહેનને વિચિત્ર અને અશ્લિલ હરકતો કરતાં જોઈ ડધાઈ ગયેલી શબનમ કાજી સાહેબને મળે છે. કેમકે બન્ને એકબીજાને અલગ નામથી સંબોધતાં હોઈ એ જોઈ કોઈ પ્રેતાત્માનો સાયો હવેલી પર મંડરાતો હોવાનુ એ દ્રઢ પણે માને છે જ્યારે કાજી સાહેબ મૌલાના અસબાબ રાંદેરીની મુલાકાત કરાવે છે ત્યારે મૌલાના હવેલીમાં શક્તિશાળી પ્રેતાત્માઓનો સાયો હોવાનુ જણાવી મદદ કરવાનુ વચન આપે છે હવે આગળ...)

***

મૌલાના અસબાબ રાંદેરીએ તસબી ફેરવતાં ફેરવતાં શબનમને જોતાં વેત કહી દીધેલુ કે

"બેટી વો કબસે હવેલી મે પ્રવેશ કર ચૂકે હૈ..!"

મતલબ કે પોતે જે જોયુ હતુ, સત્ય હતુ.

બન્ને પ્રેતાત્માઓ કોની હતી..? એ પણ શબનમ સમજી ગઈ હતી. કદાચ મૌલાના અસબાબ પણ જાણી ગયા હતા.

પ્રેતોની શક્તિનો અંદેશો આવી ગયો હશે એટલે જ પોતાને ચૂપચાપ નિકળી જવાનુ મૌલાનાએ સૂચન કરેલુ.

શબનમના શરીરમાં ધીમો કંપ વ્યાપી વળ્યો હતો.

શરીર તાવથી ધખવા લાગેલુ. શ્વાસોચ્છવાસની ગતિ અનિયમિત બની ગઈ હતી. એ ધરે આવીને બેડ પર પડી ગઈ.

શરીરમાંથી સંપૂર્ણ શક્તિ જાણે હણાઈ ગઈ હતી.

સોહા અને નાઝનિન સ્કૂલેથી આવી નહોતી.

પોતાની હાલત વધુ વણસે એમ લાગતાં એણે માર્થાને ફોન જોડ્યો.

માર્થા સિવિલ હોસ્પિટલની રીટાયર્ડ નર્સ હતી. ઠાકૂર સાહેબની કેન્સર પીડિત બેગમની એણે ધણી સેવા કરેલી.

ઠાકૂર સાહેબની બેગમતો મૃત્યુ પામી પણ માર્થા ઠાકૂર સાહેબની હવેલીનુ માનિતુ મેમ્બર બની ગયેલી.

એને કોઈ પણ જરૂરિયાત માટે હવેલીના દરવાજા બેરોકટોક ખટકાવવાની છૂટ હતી.

સાથે-સાથે શબનમનુ પણ એ ધ્યાન રાખતી.

માર્થા એકલી જ હતી. લોકોની સેવામાં એ જાતને રત રાખતી.

શબનમનો કોલ આવતાં એ તરત દોડી આવેલી.

હાથવગા હથિયારની જેમ અમુક દવાઓ એ પોતાની બેગમાં જ રાખતી.

ગરદન સુધી આવતા કટ સોનેરી વાળ.. નીલી પણ અમી નિતરતી આંખો.. અને ગોળમટોળ ઉજળા ચહેરા પરનુ સદાય જિંવત સ્મિત એની આગવી ઓળખ હતી.

"મેમ..!

ધરમાં પ્રવેશતાંજ માર્થાનો પ્રેમાળ સ્વર સંભળાયો.

ક્યા હૂઆ હૈ તુમકુ..? હમકુ તૂમ્હારા ફીકર હૂઆ. ગોડ કી કસમ..!"

શબનમ પોતાની બેડ પરથી માર્થાને એકધારી જોઈ રહી.

"ક્યા દેખતા હૈ તૂમ ઐસે મેરેકૂ..? ક્યા પહેલે માર્થા કો દેખા નહી હૈ..?"

શબનમના ચહેરા પર સ્મિત ઉપસી આવ્યુ.

એ જોતાં જ માર્થાએ એના માથે હાથ મૂકતાં કહ્યુ. તૂમ્હારે ચહેરે પર યે મુસ્કાન બહોત અચ્છા જમતા હૈ મેમ..! ઉસકો બનાયે રખો.

શબનમનુ બળી રહેલુ બદન જોઈ માર્થા સહેમી ગઈ. એક બીજી વાત પણ એના ધ્યાનમાં આવી હતી. શબનમનુ બદન હજુય કંપી રહ્યુ હતુ.

"તૂમકો તો તેજ ફીવર હૈ મેમ..! કુછ ખાયા હૈ તૂમને..? મૈ તૂમકુ દવાઈ દેતી હું કુછ ભી હો બસ તુમકો ઠીક હોના મંગતા હૈ હમ.. ગોડ બ્લેસ યુ..!"

માર્થા એકધારૂ બોલી ગઈ.

કુછ દેર પહેલે નાશ્તા કિયા હૈ..!

ઠીક હૈ ફીર..! કહેતાં માર્થાએ ટેબ્લેટ આપી. અને ગ્લાસમાં પાણી આપ્યુ.

શબનમ પાણી સાથે ટેબ્લેટ ગટગટાવી ગઈ.

માર્થા શબનમની પડખે બેઠી.

"બસ ફીવર હૈ મગર તૂમ અચ્છા હો જાયેગા મેમ..! વૈસે ભી તૂમ્હારે સિવા ઠાકૂરસાબ કે બચ્ચો કી ઔર હવેલી કી દેખભાલ કૌન કરેગા ભલા..!"

હવેલીનુ નામ પડતાં જ શબનમની આંખોમાં ખૌફ મંડરાયો.

માર્થાએ તેની નોંધ લીધી.

"ક્યા બાત હૈ મેમ તૂમ મૂજે કુછ સેહમા ઔર ડરા હુવા લગ રહા હૈ..?"

"તૂમ ભૂત પ્રેત મેં વિશ્વાસ કરતી હો માર્થા..?"

શબનમના આવા અણધાર્યા સવાલથી માર્થા ચૂપ થઈ ગઈ.

એની શૂન્યમાં આંગળી રહીલી આંખોમાં ભય પગપેસારો કરી રહ્યો હતો.

"પહેલે નહી કરતી થી મગર અબ સમજને લગી હું ઐસા કુછ તો હૈ જો અપની જિંદગી કો તબાહ કરને મે સક્ષમ હૈ..!"

માર્થાની વાતથી શબનમ એટલુ સમજી શકી કે ક્યાંક ને ક્યાંક માર્થા પણ ભૂતાવળના સંસર્ગમાંથી પસાર થઈ હતી.

"ઐસા તૂમ મૂજે ક્યો પૂછ રહી હો મેમ..?

કહી તૂમને કોઈ ભૂતબૂત તો નહી દેખ લિયા ના..?"

માર્થાએ ગભરાહટ સાથે પૂછ્યુ.

શબનમે જાણે માર્થાની વાત સાંભળી જ નહોતી.

"ઉસ પૂરાની હવેલી કે બારેમેં તૂમ કુછ જાનતી હો માર્થા જો પહાડો પર બની હૈ..!"

ચોકવાનો વારો હવે માર્થાનો હતો.

એના ચહેરાનો રંગ ઉડી ગયો. જાણે કોઈએ એના શરીરમાંનુ રક્ત નિચોવી લીધુ ન હોય..!

"ઉસ મનહૂસ હવેલી કા નામભી મત લેના મેમ..!" ચીસ સાથે માર્થાએ ઉશ્કેરાઈ જઈ આવુ કહ્યુ. શબનમ એની હાલત જોઈ ફફડી ગયેલી.

જાણે કોઈ ભયાનક દ્રશ્યોએ માર્થાને ડરાવી દીધી હતી. પૂરાની હવેલી વિશે કોઈ એવી વાત જરૂર હતી જે માર્થા જાણતી હતી.

શબનમ એ જાણવા માગતી હતી..!

કેમકે આલમ અને ઈલ્તજા માં આવેલા બદલાવ માટે 101 ટકા પુરાની હવેલીનુ કનક્શન હતુ એ શબનમ સમજી ચૂકી હતી.

***

આખા ખંડમાં લોબાનનો ધૂપ બળતો હતો.

કમરો ધુંમાડાના શ્વેત આવરણથી ગોટાઈ ગયો હતો.

ગુલાબ, મોગરો અને જન્નતુલ ફીરદોશ અત્તરોની મહેંકથી કમરાનુ વાતાવરણ મધમધી ઉઠ્યુ હતુ.

શ્વેત લિબાસમાં મૌલાના આસન પર બેઠા હતા. માથા પર ટોપીને બદલે લીલી પાગડી હતી.

એમનુ પડખુ દાબી કાજી સાહેબ બેસેલા.

આ મૌલાનાનૌ અલાયદો ખંડ હતો.

જેને હમેશાં એ પાકસાફ રાખતા. કોઈ સ્ત્રીને પણ પ્રવેશવાની મનાઈ હતી એ કમરામાં.

એમનાં ઈલ્મ અમલને લગતાં તમામ કાર્યો અહીંજ થતાં.

અત્યારે એમની સામે એક વિશાળ ગોળાકાર અરિસો ગોઢવાયેલ હતો.

શબનમના ગયા પછી મૌલાનાએ કાજી સાહેબને બોલાવી લીધેલા.

કારણ કે એમના સંજ્ઞાનમાં કોઈ ખાસ વાત આવેલી.

જેને સહજમાં લેવાય એમ નહોતી.

કાજીસાહેબ પણ જાણવા અધિર હતા.

શબનમે આખરે શુ જોયુ હતુ. અને મૌલાના ના કહેવા પ્રમાણે હવેલીમાં આત્માઓ મૌજૂદ હતી તો એ કોની હતી..?

"આપ દેખતે જાઈએ કાજીસાહબ..!"

મૌલાનાએ આંખો ફાડી ફાડી જોઈ રહેલા કાજી સાહેબને ધરપત દેતાં કહ્યુ.

અભી હમકો સબ પતા ચલ જાયેગા કી આખીર માજરા ક્યા હૈ..?

ઈસ ગોલાકાર કાચ પર મૂજે પહેલે કાજલ લગા લેને દો..!"

"યે કૈસા કાજલ હૈ મૌલાના સાબ..?ઓર ઉસે આઈને પર ક્યો લગાયા જા રહા હે..?"

ક્યો કી હાજરાત કા કાજલ હૈ યે.. બહોત હી ખાસ તરીકેસે બનાયા જાતા હૈ ઈસે.. મછલી ઔર હૂદહૂદ ખગ કી આંખો કા ઈસ્તમાલસે યે બનતા હૈ..! બહોત હી નાયાબ ચીજ હૈ યે..!"

મૌલાના એ વાત કરતાં કરતાં કાજલ લગાવી દીધુ.

"અબ આપ આગે આ જાઈએ..!" કાજી સાહેબને પોતાની નજદિક ખેંચતાં એમને કહ્યુ.

"યે લો આ ગયા..!" ઠીક એમની સન્મુખ એ બેઠા.

મૌલાના એ જરાક ટચલી આંગળી પર ડબ્બીમાંથી કાજલ લઈ કાજીસાહેબની આંખમાં આંજી દીધુ.

પોતાની આંખોમાં પણ લગાવ્યુ.

અને પછી બન્ને આઈના સામે બેઠા.

મૌલાના કોઈ તિલસ્મિ આયતોનુ પઠણ કરી રહ્યા હતા.. એક બે ત્રણ.. એમ પાંચેક ક્ષણ વિતી હશે કે ગોળ મિરરમાં ઉજાસ દેખાયો.

એક દ્રશ્ય નજરે પડ્યુ.

કાળોતરો અંધકાર ઉતર્યો હતો.

જો ચંદ્રમા મધ્યાકાશે ઝગતો ન હોત તો અંધકારમાં કોઇની ઉપસ્થિતિનો અણસાર પણ ન આવતો.

જંગલ પ્રદેશમાં થોર અને વિલાયતી બાવળો પવનના સરસરાટમાં ભેંકાર ભાસી રહ્યા હતા

પલાશનાં ઘેઘૂર વૃક્ષો પણ સૂસવાટા મારતાં હતાં.

આછા ઉજાસમાં ચાર ઓળા ઝડપ ભેર વગડાનો ઢોળાવ ચઢી રહ્યા હતા. મધ્યમાં ચાલી રહેલા ઓળાના કંધે સુતી કોથળાનો ભાર લદાયેલો હતો.

"ઝડપ કરો હવેલી હવે દૂર નથી..!"

ચારમાંથી એકનો ભારેખમ અવાજ આવ્યો.

હા યાર..! મારૂ પણ મન હવે કાબુમાં નથી. આ ગોરી પરીની જવાનીને મન ભરીને લૂંટવી છે...!

બીજાએ કહેલુ.

અંગ્રેજો ગયા પણ આપણા દેશને લૂટવાનુ ચાલુ જ છેને..!

આ ગોરાઓ પ્રાચીન અવશેષો જોવાના બહાને બેશકિમતી વસ્તુઓ પરદેશમાં લઈ જઈ લિલામ કરી રહ્યા છે .!"

હા, અને આપણે પૈસાની લાલચે હવેલીના રખેવાળ પીટર સાથે મળી પ્રાચીન ધન પરદેશને ભેટ ધરી રહ્યા છીએ..!

ઉતાવળે ચાલતા આગળના ઓળાએ કહ્યુ.

જ્યારથી ગોરી મેમને જોયેલી.. મારી મતિ ભમી ગયેલી..

એની સુવાળપને માણવી હતી એટલે હું એ લોકોની જાળમાં સપડાવવાનુ નાટક કરતો રહ્યો. એક બે વસ્તુ આપીને વિશ્વાસ જીતી લીધો.

આજ જતાં હાથ લાગી છે બધુ સાટુ એક સાથે વાળી લઈશુ..!"

ઉબડ ખાબડ માર્ગ પર જાતને સંભાળીને ચાલતા ચારે જણ હવેલીની ફરતે ચણાયેલી પથ્થરોની પહોળી દિવાર જોડે આવી પહોચ્યા.

મેઈન ગેટ પર આવી બાકીના ત્રણેયે હળવેથી કાચની મૂર્તી ઉતારતા હોય એમ પેલાના કંધેથી ભાર નીચે ઉતાર્યો.

"પીટરર..!"

એક જણે લોઢાના ગેટની સાકળ ખટખટાવી પીટરના નામની બૂમ મારી..

કોઈ સળવળાટ નહોતો.

ફરી બીજી વાર અવાજ દીધો..

"પીટર.. ઓ પીટર..!"

"કૌન હૈ..?"

કહેતો એક આધેડ પુરૂષ ગેટ ભીતર રહેલી નાનકડી ઓરડીમાંથી બહાર ડોકાયો.

ખાખી વર્દી ચોળાયેલી હતી. આંખો લાલધૂમ હતી.. જાણે કે એ નશામાં ધૂત હતો.

"મૈ હું યાદવ.. પીટર..!"

"ઈતની રાત ગયે ક્યો..? આપકા કામ તો હો ગયા થા ના.. અબ આજ ક્યા હૈ..!"

કંઈ પણ બોલ્યા વિના.. સો નુ બંડલ અને શરાબની બ્રાન્ડેડ બોટલ પીટરના હાથમાં થમાવી યાદવે કહ્યુ.

"ગેટ ખોલ દે.. અંદર આકર બાત કરતે હૈ..!"

"ઠીક હૈ..!"

પીટર માની ગયો.

ગેટ ખુલતાંજ ચારેય ભુખ્યા વરૂઓની જેમ બોરીને ઉંચકી ભીતર ઘૂસી ગયા.

(ક્રમશ:)

આપના અભિપ્રાયોનો આગ્રહી...

Wtsp 9870063267