ચીસ - 28 SABIRKHAN દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચીસ - 28

28
ધુમ્રસેરો આઈના પરથી હટી ગઈ.
કાજી સાહેબ અને મૌલાના ફરી આઈનાની ભીતર રહેલી અતિતની સૃષ્ટીમાં ખોવાઈ ગયા.
મુગલ સમ્રાટ સુલેમાન સાળવી પોતાની રાજગાદી પર બેઠો હતો.
માથે હિરા-માણેક સાથે અનેક જાતના રત્નોથી શોભતો બેશકિમતી તાજ બાદશાહના માથા પર હતો. તાજની શોભા વધારનારી ગોલ્ડન વલયો વાળી એક કલગીનો ચળકાટ ચારે તરફ ફેલાઈ રહ્યો હતો.
મહારાજની આજુબાજુ બે કનિજો મોટા ગુલાબી હાથ પંખાઓ દ્વારા હવા ઢોળી રહી હતી.
રાજનો એક સૈનિક કોઇના સંદેશ સાથે દરબાર માં પ્રવેશ્યો. બંને બાજુ દરબારીઓની પંગતનો દબદબો હતો.
તમામ દરબારીઓનું ધ્યાન સંદેશવાહક સૈનિક તરફ દોરાયું.
બાદશાહની સન્મુખ આવી અદભભેર ઝૂકીને સલામ કરી એ બોલ્યો.
"બાદશાહ સલામત.. અંગ્રેજ સલ્તનત કી ઓર સે એક પૈગામ આયા હૈ..!"
સભાસદોમાં ધીમો ગણગણાટ વધ્યો.
"પઢકર સુનાઓ હમ ભી તો દેખે અંગ્રેજ હમ સે ક્યા ચાહતે હૈ..?"
સૈનિકે સોનેરી વસ્ત્ર પર લખાયેલા સંદેશને મોટેથી પઠણ કરવાનુ ચાલુ કર્યુ.
"બાદશાહ સલામલ કો બ્રિટિશ સલ્તનત કા સલામ.. !
આપકા નામ બહોત સુના હૈ.. હમ જાનતે હૈ કી આપકે શાસન મેં લોગ ખુશ બહોત હૈ.. બ્રિટિશ અફસર આપસે બહોત ખુશ હૈ આપને સુના હી હોગા ઈસ્ટ ઈન્ડિયા કંપની કે લોન્ચ હોતે હી સુરત મે હમે વ્યાપાર કી તક દિલ્હી કે સરતાજને દે દી હૈ..! આપ કે પ્રદેશ મેં ભી હમ વ્યાપાર કરના ચાહતે હૈ..! ઉસ સિલસિલે મેં આપસે મિલના ચાહતે હૈ અગર આપ ઈઝાજત દે તો..! હમે આપ પર યકીન હૈ કી આપકી સલ્તનત સે હમે ખાલી હાથ નહિ જાના પડેગા..!"
હાથી જેવું પહાડી બદન અને ચહેરા પર શોભતી દાઢી બાદશાહ સુલેમાન સાળવીની એક નોખીજ ઓળખ ઉભી કરતાં હતાં.
બાદશાહે પોતાની સુન્નતી દાઢી પર હાથ ફેરવી પ્રધાન તુગલક તરફ જોયુ.
તુગલકે પોતાનો પ્રતિભાવ રજુ કર્યો.
અગર યે લોગ વ્યાપાર કરના ચાહતે હૈ ઔર હમારે ખજાનો મેં ઇજાફા હો રહા હૈ તો આપકો ઉનસે એક બાર જરૂર ગુફતેગુ કરની ચાહિયે હૂજુર..!"
તુગલકની વાત બાદશાહને યોગ્ય લાગી. જવાબમાં તરત જ બાદશાહે અંગ્રેજ અમલદાર સાથે મુલાકાતનો સંદેશ મોકલાવ્યો.
બાદશાહનો દરબાર વિખરાયો.
રંગીન મિજાજી સુલેમાન સાળવી પાંચ બેગમો સાથે સમય વિતાવતો.
સોળ વરસની "શરબતી" બેગમ સાથે બાદશાહને વઘુ ફાવતુ.
તેમ છતાં સુલેમાન સાળવીની નજરમાં આવનારી કોઈપણ સુંદર સ્ત્રી એની એક રાતની બેગમ બનતી. બાદશાહ સુલેમાન સાથે હમબિસ્તર થનારી કન્યાઓની નિકાહની જવાબદારી પોતે ઉઠાવતો. કન્યાના પિતાનું મોઢું બંધ કરવા સોનામહોરો અને રાણી સિક્કાઓનુ તિલક થતુ. બાદશાહની જોહુકમી સામે કોઈનું કશું ચાલતું નહીં.
અને અંગ્રેજો ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના પછી પત્યેક રજવાડાઓને એક પછી એક બારીક અવલોક કરી રાજમાં ભળી જવાની બારી ગોતતા. સુલેમાન સાળવીના કેસમાં પણ તેઓ પ્લાનિંગ સાથે આગળ વધી રહ્યા હતા.. કારણકે વેપારની આડમાં એમને ગંદી કપટનિતી રમવાની હતી.
અચાનક એક વિદેશી મોટરકાર મહેલમાં આવી થોભી.
બાદશાહને ગુપ્તચરોએ સંદેશો પહોંચાડી દીધો.
મહેલના ખાસ માણસોને મહેમાનને સહી સલામત આરામગાહમાં પહોંચાડવાની જવાબદારી સોંપાઈ.
બાદશાહના માણસોએ ખાસ નોંધ લીધી કે આવનાર એક ખૂબસૂરત બ્રિટિશ મહિલા હતી. જેનો ઉજળો વાન હંસલાની પાંખ જેવો હતો. જોનારા બે ઘડી જોતા જ રહી જાય. વાઈટ કલરનો લોંગ ઘેરવાળો ડ્રેસ અેને પહેર્યો હતો. જે ખભા પર માત્ર એક એક પટ્ટીથી જોઈન્ટ હતો. વક્ષસ્થળની ઉંડી ખીણ મૂછાળા મરદને ખેંચી જવા સક્ષમ હતી.
પોતાના રૂપનું જરા પણ અભિમાન ના હોય એમ કારમાંથી નીચે ઊતરતાં જ એણે બંને સેવકોને જોતા જ કહ્યુ.
"હલ્લો જેન્ટલમેન.. હાઉ આર યુ..? હમ ટુમ્હારે બાડશાહ સે મિલના ચાહતા હૈ..!" શેક હેન્ડ માટે લંબાયેલો એનો હાથ હવામાં ઝૂલતો રહી ગયો.
બંને સેવકોએ હાથ ઉઠાવી હથેળીને કપાળ સુધી લાવી "અસ્સલામ આલેકુમ" કહીને સલામ કરી.
"ઓહ સ્યોર..! 'વાલેકુમ અસલામ' કહી પ્રભાતમાં ફૂલોના મનમોહક શણગાર સમી મુસ્કુરાહટ એણે રેલાવી દીધી.
સેવક બાદશાહના વિશાળ આરામગૃહ સુધી મહેમાનને મૂકી ગયા. એક કનીજ મહેમાનને લેવા દ્વાર પર આવી. અને બ્રિટિશ મહિલાનો હાથ પકડી ભીતર લઈ ગઈ.
મહેલને જોઈને બ્રિટિશ લેડીની આંખમાં ગજબનુ તેજ હતુ...!
સુલેમાન સાળવી શાહી બેડ પર પસરીને બેઠો હતો.
બાદશાહને જોતાં જ બ્રિટિશ લેડીએ ફ્રુટ કલરના શેડથી રંગેલા હોઠ પર સ્મિત રેલાવી ઝૂકીને અદભભેર સલામ કરી. બાદશાહનો ચહેરો પ્રસન્નતાથી ખીલી ઉઠ્યો.
"બાદશાહ કી શાન મે વિક્ટોરિયા હન્ટ કા સલામ પેશ હૈ, કૂબુલ ફરમાવે..!"
વિક્ટોરિયાની નિલી આંખોનો જલવો બરકરાર હતો. શ્વસન ક્રિયાનો વધેલો વેગ એ બ્રિટિશ અપ્સરાના શિખરોને ઉછાળીને ચુંબકીય માહોલ રચી રહ્યો હતો..
"ખુશામદિદ..! કિતની અચ્છી હિન્દી બોલ લેતી હૈ આપ..?"
પોતાની બેડ પરથી ઉભો થઇ ગયેલો બાદશાહ સુલેમાન સાળવી વિક્ટોરિયાની નજીક આવ્યો.
"હા હમને ઇન્ડિયા આને સે પહેલે હીન્દી કી ટ્રેનિંગ લી હૈ..!"
"હમે આપકા અંદાજ બહોત પસંદ આયા..!"
"આપકો મિલને સે પહેલે થોડા અનકમ્ફર્ટેબલ ફિલ હો રહા થા..! મગર આપ કો દેખ કર હમારી આંખો કો ઠંડક મીલી..!"
વિક્ટોરિયાના શબ્દબાણ ધાર્યા મુજબની અસર કરી રહ્યા હતા.!
સુલેમાન સાળવી વિક્ટોરિયાના હાથને પોતાના હાથમાં લઇ બેડ પર દોરી ગયો.
" બ્રિટિશ મહિલાએ જન્નત કી હૂર જૈ સી ભી હોતી હૈ જો હમને આજ દેખા..!"
બાદશાહ સુલેમાન સાળવી એ એક મોટા મેજિશિયનની અદાથી તાળી બજાવી.
ત્યારે જ બે કનીજો સુવર્ણની પ્લેટમાં ગોઠવાયેલા સોનેરી કટોરાઓમાં શાહી શરબત અને કાશ્મીરી બદામ અંજીરનો જૂસ લઈને આવી..!
બાદશાહે મહેમાનને આગ્રહ કર્યો. વ્યાપારનો પ્રસ્તાવ લઈને આવેલી વિક્ટોરિયા સુલેમાન સાળવીને જોતાં જ અડધી બાજી જીતી ગઈ હતી..!
જે કામગીરી એને સોંપાયેલી એમાં તે પૂર્ણતયા સફળ હતી.
બાદશાહની સાથે અંજીર બદામનો જ્યુસ લેતી વખતે બંનેના હાથ ટચ થયા. પોચો મખમલી સ્પર્શ બાદશાહના શરીરમાં ઝણઝણાટી ફેલાવી ગયો. વિક્ટોરિયાના જિસ્મને પી જવું હોય એમ એના હોઠથી પગની આંગળીઓ સુધી બાદશાહની નજર ફરી ગઈ.
(ક્રમશ:)
ચીસ આપને કેવી લાગી પ્રતિભાવ જરુર આપો..