ચીસ-5

(પાછળના ભાગમાં આપણે જોયું કે ચાર ઓળાઓ મધ્ય રાત્રીના સન્નાટા વચ્ચે એક બોરી મા  ગોરી અંગ્રેજ મહિલાને  બદઇરાદે હવેલીમાં ઉઠાવી લાવે છે હવે આગળ)

 

 

 

"બસ યહી વો હાદસા હૈ જીસકી વજહ સે હવેલીમે બરસો તક કેદ રહી આત્માએ મુક્ત હુઈ હૈ..!"
મૌલાના અસબાબ રાંદેરીએ આઇના પરનુ ધુમ્મસ જોઈ અનુમાન લગાવ્યુ.
કાજી સાહેબને હજુય વિશ્વાસ નહોતો થતો. અરિસામાં છવાઈ ગયેલુ ધુમ્મસ ઠરી ઠામ થાયને કંઈક જોવા મળી જાય એવી પ્રબળ ઈચ્છાને આધિન એકધારી મીટ આઈના પર માંડી બેઠા હતા.
હવેલીની જે જગ્યા પર તેઓ ખોડાઈ ગયા હતા. ત્યાંથી ટૂકડામાં દેખાતા આકાશની કાળીડિબોંગ ઘનઘોરતામાં ડોકીયુ કરી બેઠેલો ચંદ્રમા અંધકારને નાથવા જાણે ખુલ્લેઆમ મેદાને પડ્યો હતો...
વાદળના પડળો ઉધડી રહ્યાં હોય એમ દ્રશ્ય સાફ થતુ ગયુ.
"હવે બધુ સાફ થતુ જાય છે..!"
કાજીસાહેબની ઉતાવળી અધીરતાનું મન પંખી આંખના ટેરવે બેસી ગયું.
હાથમાં રામપુરી ચાકુ લઈને બેવડ વળી ગયેલા રઘુએ યાદવને હેમખેમ જોઈ હૈયે ટાઢક વળી.
આંખો આંખોથી વાત કરી સાબદા બની ગયેલા બંને જણા વહી જતી ધુમાડાની પરત ફંફોસતા હતા.
એક દીવાલની ઓથ લઈ ઊભેલો કામલે દેખાયો.
કામલે જે જગ્યાએ ઊભો હતો ત્યાં લાંબા અણીયાળા શિંગડા વાળા વગડાઉ પ્રાણીના મસ્તકનુ બાવલુ હતું.
અને એ બાવલાના શીંગડા લોહીથી ખરડાયેલા હતા.
કામલે ના ગાલ ઉપર ટપક ટપક કરતુ લોહી ટપક્યુ.
કામલે અચાનક ચમકી જઈને પોતાનો ગાલ હથેળી વડે લૂછી લીધો. લોહીથી ખરડાયેલી હથેળી જોઈ એનો શ્વાસ અધ્ધર થઈ ગયો. ધ્રૂજતાં- ધ્રૂજતા એને ઉપર બાવલા તરફ નજર નાખી.
બાવલાની આંખોમાં રતાશ ઉભરી આવી હતી. લોહીથી રંગાયેલા એનાં શીંગડાં જોઈ કામલે ડરી ગયો.
"યાદવ... સુખો ગાયબ છે..!"
યાદવ અને રઘુ ફફડતી નજરે ફરતે જોવા લાગ્યા.
દૂર-દૂર અંધકારમાં કોઈનો વરતારો નહોતો.
"ઓ રગલા તુ તો બહુ શેખી મારતો તો ને સિંહણને ખુલ્લી મૂકી એની સાથે બાથ ભીડવા? તારા આવા નાટકનું પરિણામ જોઈ લીધું? તારી કાકી છટકી ગઈ સાથે સાથે સુખાને પણ ગળે બાંધતી ગઈ લાગે છે..!
"ના ના ના મારું મન આ વાત માનવા તૈયાર નથી.!"
રઘુ એ કામલેની ટકોર માટે મનમાં હતું એ કહી દીધું.
"તમે પેલી બોટલનો બ્લાસ્ટ થયો પછી કોઈ ની ચીસ સાંભળી નથી?"
"સાંભળી યાર એટલે જ તો ડર લાગી રહ્યો છે. all over place ને check કરી લઈએ..!"
મોબાઈલની Torch on કરી યાદવ રઘુ અને કામલે લાંબીમાં આગળ વધ્યા.
હવેલીની સાઈડો પર ઊભેલા ઉંચા ઉંચા બિંબ જાણે કે પોતાની પાછળ ઘણા રહસ્યો છુપાવીને ઉભા હતા. બિંબ સાથે જોઈન્ટ કરાયેલી પ્રતિમાઓ જાણે ત્રણેય મિત્રોની ઠેકડી ઉડાડી રહી હતી.
એક પલ માટે યાદવને લાગ્યું આ ડરાવની હવેલીમાં પ્રવેશ કરીને અમે કોઈ ભૂલ તો નથી કરીને?
બધા જ કમરાઓ બંધ હતા. દૂર-દૂર સુધી અંધાર પટ સંળગ લાંબીને ગળી ગયો હતો.
યાદવ રઘુ અને કામલેએ પહેલીવાર પોતાની જાતને અસહાય મહેસૂસ કરી.
અચાનક કામલે લથડ્યો.
પગમાં જાણે કંઈ ખૂપી ગયુ. શૂન્યતામાં એની ચીસ રઘુ અને યાદવના ધબકારા વધારી ગઈ.
યાદવ તરત જ મોબાઈલ ટોર્ચનો પ્રકાશ કામલે ઉપર નાખી ઉચાટ સાથે બોલ્યો.
"શુ થયુ કામલે...?"
કામલે મોઢું ખોલે એ પહેલાં એના પગ નીચેથી લોહીનો રેલો નીકળી આવ્યો.
અરે યાર કાચના ટુકડા ફર્શ પર વિખરાયા છે. કેમ ભૂલી ગયા એ વાતને?"
રઘુ આંખો ફાડી ફાડીને જોતો રહયો. કાચનો એક ધારદાર ટુકડો કામલેના પગના તળિયે ચપ્પલ ચીરીને ખૂપી ગયો હતો.
અસહ્ય પીડાને લીધે કામલે પોતાનો પગ પકડીને બેસી ગયો.
યાર.. મારો પગ ફાટી જાય છે..! મારા પગ ના તળિયે કાચનો ધારદાર ટુકડો નહીં પણ જહેરીલો ભાલો ઘૂસી ગયો હોય એવી શૂળ ઉપડી છે મને..!
રઘુ પ્લીઝ જલ્દી ખેંચી કાઢો..! મને દર્દમાંથી મુક્ત કરો..!
કામલે એ રીતસર રઘુના પગ પકડી લીધા.
યાદ આવે પગ સાથે ચોંટી ગયેલું ચપ્પલ સીધેસીધું ખેંચી લીધું. લોહીનો જાડો રેલો નીકળ્યો.
લોહી ધાર જોઈને યાદવ બરાડી ઉઠ્યો.
"ફટાફટ એના પગમાં રુમાલ બાંધી નાખ.!  લોહી વહેતું અટકી જશે..!
મને આ જગ્યા સારી લાગતી નથી યાદવ..!
આપણે  ગોરીમેમનો શબાબ લુંટવા રઘવાયા થયા હતા. સાલા ત્રણે માંથી એકે પણ એમ ના કીધું કે રહેવા દો ખોટા ફંદામાં પડવું નથી... રધુએ આક્રોશ વ્યક્ત કર્યો. બધાને ગોરી ચામડી ચાટવી છે..! મારી મતિ મરી ગઈ હતી તે તમારી વાતો માં આવી ગયો.! સુખો ખોવાયો ને ગોરી મેમના નેહાકા લાગ્યા છે એ વાત ભૂલતા નહી..
રઘુ રડવા જેવો થઇ ગયો હતો.
હવે જે થઈ ગયું એ થઈ ગયું રઘુ. કામલેને અહીં એક બાજુ બેસાડી આપણે ફટાફટ સુખાને ગોતી કાઢીએ.. રાત વધી રહી છે haunted haveli જેવી લાગતી પ્લેસ પર રઝળપાટ કરવા મારો જીવ માનતો નથી..
યાદવે પેલા અજાણ્યા પ્રાણીની મુખાકૃતી વાળી ખૂંખાર લોહિયાળ પ્રતિમા જોઈ હતી. ત્યારથી એને કંઈક અમંગળ બનાવની એંધાણી વર્તાઈ રહી હતી.
એટલે જેમ બને એમ યાદવ બધાને લઈ હવેલીમાંથી નીકળી જવા માગતો હતો.
રઘુ અને યાદવે કામલેને ઊંચકી એક બિંબના ટેકે બેસાડી દીધો.
કામલે પગ પકડીને બેઠો.
વિંછીના ડંખ જેવી પીડા ઉપડી હતી.
"પ્લીઝ યાર તમે બંને સુખાને લઈ જલદી પાછા ફરજો.
મને ખૂબ જ ગભરામણ થાય છે..! કંઈ આમતેમ બને તો પણ હું ભાગી શકું એમ નથી..!"
ગભરાઈશ નહી કામલે અમે ફટાફટ રાઉન્ડ લગાવીને આવી જઈશુ. આંખો બંધ કરીને બેસી જા..!
યાદવ રઘુનો હાથ પકડી લાંબીમાં ચાલવા લાગ્યો.
લાંબી વટોળી તેઓ એક વિશાળ ગેટ આગળ આવી ઊભા રહ્યા આ હવેલીમાં આવા ઘણા કલાત્મક દરવાજા હતા.
હવે રસ્તો બે બાજુ ફંટાતો હતો. સાઇડ જવું કે રાઇટ સાઇડ બંને અસમંજસમાં હતા કે ત્યાં જ કલાત્મક ઇમારતી લાકડા નો દરવાજો કોઈ ભીતરથી ધધલાવી રહ્યું હોય એમ લાગ્યું.
રઘુ અને યાદવ આંખો પહોળી કરી જોતા રહ્યા.
દરવાજાની મધ્યમાં માથુ ભરાઈ જાય એવુ બાકોરૂ દેખાયું. બંને જણા દરવાજા નજીક આવ્યા. અચાનક અંધારામાંથી ચાર પાંચ ચામાચીડિયા ઉડીને ફડફડાટ સાથે બન્નેના જીવ અધ્ધર કરી ગયા.
એક પળ માટે યાદવની ધડકન બંધ થઈ ગયેલી..!
છાતી બેસી ગઈ હોય એમ એને છાતી પર હાથ મૂકી દીધેલો.
હળવે રહીને રઘુ એ મોબાઇલ ટોર્ચ સાથે પેલા બાકોરામાં જોવાની કોશિશ કરી.
"ભાગ જાઓ..!"
અંદરથી તીખો તણખો જર્યો.
"થુમ્હારા જાન કો બચાના હૈ તો ભાગ જાઓ ઈધર સે..!"
રઘુએ ભારેખમ દરવાજાના બાકોરામાં એક ચહેરો જોયો. એક ગોરો ચહેરો તૂટી ગયેલી બોટલ ની ગ્રીન કરચોથી ભરાઈ ગયો હતો.
ખૂબ જ ભયાનક એને દેખાવ હતો.
રઘુ એ યાદવનો હાથ પકડી ભાગવાનો ઈશારો કર્યો.

યાદવ પણ એટલી હદ સુધી રઘુ ડરી ગયો હતો કે એનો ચહેરો જોઈ એની પાછળ ભાગવાનું જ યોગ્ય લાગ્યું.
એ લોકોને ખબર નહોતી કે તેઓ પ્રેતાત્માની નજરકેદમાં છે.
નાનકડા બાકોરામાંથી નીકળીને પેલી ગોરી યુવતી એક વૃક્ષ આગળ અદ્રશ્ય થઈ ગઈ. એ વૃક્ષ પર પાંદડાઓની જગ્યાએ માણસની આંખો ઝૂલતી હતી.
યાદવ અને રઘુએ આ નજારો જોયો હતો જીવ ખોઈ બેઠા હોત..
             (  ક્રમશ:)

***

રેટ કરો અને રિવ્યુ આપો

Harsh Piprotar 4 દિવસ પહેલા

Bansi 4 દિવસ પહેલા

Bharatsinh K. Sindhav 5 દિવસ પહેલા

Vivek Patel 2 અઠવાડિયા પહેલા

Dharmesh 3 અઠવાડિયા પહેલા

શેર કરો