પાછળના ભાગમાં આપણે જોયું કે મોગલ સમ્રાટ સુલેમાન સાળવી પોતાના વફાદાર પ્રધાન તુગલક ને લઈ ભૂગર્ભના રાસ્તે શીશમહેલ પહોંચે છે.
બાદશાહ આમ તો શીશમહેલમાં બહારના રસ્તે ઘણીવાર જાય છે પરંતુ શીશ મહેલ જવાનો આ ખુફિયા રસ્તો તુગલક માટે રહસ્યથી કમ નહોતો.
એટલે તુગલક ને પણ હકીકત જાણવાની તાલાવેલી છે આખરે આ રસ્તાનો ઉપયોગ કરવાનો મૂળ ઉદ્દેશ શું હતો એ વાત જાણવા તુગલકનું મન પણ અધીર બન્યું હતું.
હવે આગળ…
******** ***** ******
આ"બાદશાહ સલામત ક્યા યે દરવાજા ભી વહી ટ્રીક સે ખુલેગા જૈસે હમને અપને મહેલ સે ભૂગર્ભમેં પ્રવેશ કા દરવાજા ખોલા થા..?"
"હા ક્યોકી ઈસ દરવાજે કે પીછે ભી એક રહસ્ય મહફૂઝ રાસ્તા હૈ..!"
સુલેમાન સાળવીએ પોતાના હાથની હથેળી લોઢાના એ મજબૂત દરવાજા ઉપર ફેરવી. તુગલકે ફરી પાછી એ જ તિલસ્મિ ઘટના જોઈ.
દરવાજો પોતાની જગ્યા ઉપરથી ખસી ગયો. તુગલક જરાપણ એ વાત સમજી શક્યો નહીં કે આખરે આવો ચમત્કાર કેવી રીતે થયો..?
ભૂગર્ભમાં નીચે હજુએ પાણીના વહેણનો ખળખળ ધ્વનિ ગુંજતો હતો.
બાદશાહની પાછળ તુગલક ઝડપથી દરવાજાની બીજી તરફ સરકી ગયો..!
ધીમેથી દરવાજો પુન: બંધ થઈ.
લાંબી ઊંચી ગ્લાસની દિવાલો હતી.
તુગલક સમજી શક્યો કે ગ્લાસનો ઉપયોગ શીશમહેલની ભીતર આ રહસ્યમય કમરાઓ પૂરતો થયો હશે.
બે અલગ-અલગ દિશાઓમાં લઈ જતા રસ્તાના આરંભના છેડે કંઈક લખાણ કરી ચિન્હો દોરાયાં હતાં.
જમણી તરફ લઇ જતા રસ્તાની એક ગ્લાસની દીવાર પર લખ્યું હતું.
બાદશાહ સલામત દોનો રાસ્તો પર ઉર્દુ જબાનમે કુછ લિખા ગયા હૈ.
હા, ક્યોકી દોનો કમરે અપને આપમે ખાસ હૈ..!
બાદશાહ સુલેમાને રાઈટ સાઈડ રહેલા એક ગ્લાસના ડોરને ધક્કો માર્યો.
ભીતર જાણે કે ઠંડક પ્રસરી રહી હતી.
ગ્રીન કલરની રોશનીથી આંખો કમરો જગમગતો હતો.
કમરાની ભીતરનું રાચરચીલું પણ લીલપથી ભર્યું હોઈ પહેલી નજરમાં કઈ સમજી શકાયું નહીં. એક વિશાળ કમરામાં નાના-નાના ઘણા બધા રેશમી ગ્રીન વસ્ત્રની જાળીવાળા તંબુ બનાવેલા હતા.
તુગલકને વિચાર આવ્યો આ દરેક તંબુની અંદર એક સ્વરૂપવાન સ્ત્રી હોવી જોઈએ..
આમ પણ બાદક્શાહ સલામતની સ્વરૂપવાન સ્ત્રીઓ હમેશા કમજોરી રહી છે.. તુગલક એ વાત જાણતો હતો.
કમરાની દિવારો પર વણઝારણ કન્યાઓના ફૂલ સાઇઝના ચિત્રો કંડારાયેલા હતા. જાણે કે ચિત્રમાં લંબાયેલો એનો હાથ હમણાં પોતાને પકડી લેશે.
એક-એક તંબુની સામે દીવાર પર એક-એક ચિત્ર હતું.
લગભગ 12 જેટલા ચિત્રો હતા.
વણજારણ કન્યાના બીજા હાથમાં રહેલી પ્યાલીમાં ગ્રીન રંગનો કોઈ તરલ પ્રવાહી પદાર્થ હતો.
સુલેમાન સાળવી આ રહસ્યને કમરાને ભેદી ઝડપથી આગળ નીકળી ગયા.
દરેક તંબુમાં કોઈની ભીની આહોં સંભળાતી હતી. તંબુઓમાં થઈ રહેલો સળવળાટ તુગલકના મનને ભ્રમિત કરી ગયો.
તંબુની ભીતર જોવાની જિજ્ઞાસા એ રોકી શક્યો નહીં.
કમરાની મધ્યમાં પહોંચ્યા પછી એક તંબુનો રેશમી પરદો તુગલકે ઉઠાવી દીધો.
આંખ સામેનો નજારો જોઈ એની આંખો વિસ્મયથી પહોળી થઈ ગઈ.
એક યુવતી અર્ધનગ્ન અવસ્થામાં બેઠી હતી.
એની આંખોમાં કામુક્તાનો મહાસાગર હિલોળાતો હતો.
એના બદન પરના ઉભારો ખૂબ વિકસીત હતા. એની પાણીદાર આંખોમાં જાણે કે તરસ હતી.
ગોરૂ બદન સંગેમરમરની યાદ અપાવી જતુ હતુ.
વીજળી ક વેગે એણે તુગલકનો હાથ પકડી મખમલી બેડ પર ખેંચી લીધો.
તુગલક કઈ સમજે એ પહેલા બાજુના તંબુઓમાંથી પણ બીજી યુવતીઓ આવી ગઈ..
જાણે કે ઘણા સમય પછી શિકાર હાથ લાગ્યો હોય એમ તુગલકને તંબુમાં એમને ધેરી લીધો.
તુગલક પરિસ્થિતિની ગંભીરતા પામી ગયો પણ હવે ધણુ મોડું થઈ ગયું હતું. એ છટપટાયો..!
ભાગીને તંબુની બહાર નીકળી જવા એણે એક છેલ્લો મરણિયો પ્રયાસ કર્યો.
પણ હાય રે કિસ્મત.. ચારે તરફથી લગભગ એક જેવી લાગતી યુવતીઓએ એના શરીરની ફરતે ભરડો લીધો.
તુગલક ઉપર જળુંબાઈ રહેલી દેવકન્યા જેવી યુવતીના ગુલાબી અધરો વચ્ચેથી લીલા રંગની લાળ ટપકી રહી હતી.
બધી યુવતીઓ તુગલકને જગ્યા જગ્યાએ હાથ નાખી પસવારી રહી હતી