આખા ખંડમાં હજુય લોબાનનો ધૂપ પ્રસરેલો હતો.
કમરો ધુંમાડાના શ્વેત આવરણથી ગોટાયેલો હતો.
ગુલાબ, મોગરો અને જન્નતુલ ફીરદોશ અત્તરોની મહેંકથી કમરાનુ વાતાવરણ મધમધી ઉઠેલુ.
શ્વેત લિબાસમાં મૌલાના આસન પર બેઠા હતા. માથા પર લીલી પાગડી હતી.
પોતાના અલાયદા ખંડમાં બેસેલા મોલાના અસબાબ રાંદેરી અને કાજી સાહેબ આંખોમાં કાજળ આંજી હજુય મિરરમાં ઉતરી જવું હોય એમ તાકી રહ્યા હતા.
ત્રણ કલાક જેટલો સમય થઈ ગયો હતો હાથ પકડાઈ ગયેલા એકધારા બંને જણા હાજરાતની વિધિથી ઠાકોર સાહેબના સંતાનો ના શરીરમાં પ્રવેશેલા શેતાની આત્માઓની ભાળ મેળવી રહ્યા હતા. એકાએક મિરરમાં ધુમાડાના ગોટેગોટા ઉડી રહ્યા હતા. અત્યારે મિરરમાં બિલકુલ કાળો પરદો આવી ગયો હતો. પેલા મિરર પર લગાવેલ કાજળનો ભુખરો લેપ દેખાઈ રહ્યો હતો.
જે જોયું હતું કલ્પનાતિત હતું.
"મૌલાના સાબ પુરાની હવેલી કી આત્માએ કૈસે આઝાદ હુઈ, વો હમને દેખ લિયા હૈ. ઉન આત્માઓને હી પીટર કો મોહરા બનાકર આઝાદ હોને કે લીયે જાલ બિછાયા. કિતના તગડા દિમાગ લગાયા હૈ?
હમ સપને મે ભી એસા સોચ નહિ સકતે થે..!"
"બિલકુલ સહી હે કાજી સાબ.. હવેલી કી આત્માઓને સોચ સમજ કર ફિરંગીઓ કો ચુન ચૂન કર મારા હૈ..! ક્યોકી વો ફિરંગી હવેલી કી મૂલ્યવાન ચીજો કી ચોરી કરવા રહે થે..! ઉસ હેરાફેરી મે જીતન ભી લોગ સામેલ થે સબકો બહોત બુરી મોત મારા હૈ! બહોત હી ક્રૂરતા સે ઊન લોગો કે ટુકડે કર દિએ હૈ..!
"પર મુજે એક બાત બિલકુલ હી સમજ મેં નહીં આઈ મૌલાના સાબ..!!"
"કોનસી બાત..?"
"વહી પુરાની હવેલી કે પ્રેત ... ઠાકુર સાહેબ કે બચ્ચો પર કૈસે હાવી હુએ..?"
"હમ એક બાર ફિર સે દેખ લેતે હૈ..! ક્યોકી જબ તક પુરા કિસ્સા સમજેંગે નહી તબ તક ઉન શક્તિશાલી આત્માઓ કો ભગાના બહોત મુશ્કિલ હોગા..!"
"ઠીક હૈ !" એમ કહી કાજી સાહેબે ફરીવાર લંબ ગોળાકાર બિગ સાઈઝના મિરર પર નજરો ટેકવી દીધી.
મૌલાના અસબાબ રાંદેરીએ ફરીવાર આંખો પર કાજળનો લેપ કર્યો. કાજી સાહેબની આંખો પર પણ કાજળ વાળી આંગળી ફેરવી દીધી.
આંખો બંધ કરી એક-બે આયાતોનું પઠન કર્યા બાદ એમણે મિરર પર ફૂંક મારી. ધીમે-ધીમે મિરરનુ દ્રશ્ય ઊઘડતું ગયું. આકાશમાં જળ વિહોણા વાદળોનો કાફલો ભાગતો હોય એમ મિરરમાં દેખાઈ રહેલા ધુમાડાના ગોટા સરકતા ગયા. ફરી નદીનું દ્રશ્ય ઉપસી આવ્યુ હતુ.
સુકી રેતાળ નદીના પટમાં બે ઘોડાઓ આવતા દેખાયા.
મૌલાના અસબાબ રાંદેરી અને કાજી સાહેબ આગંતુકને ધારી ધારીને જોઈ રહ્યા હતા.
એ બીજુ કોઈ નહી ઠાકોર સાહેબની દિકરી ઈલ્તઝા અને દિકરો આલમ હતાં.
ઘોડાને ચાબુક ફટકારી ઈલ્તજા ભગાવી રહી હતી.
"ફિર ચિટિંગ માય ડિઅર સિસ્ટર..? યે અચ્છી બાત નહીં હૈ..!"
"ભાઈજાન અપને ઘોડે કો ભગાના હૈ તો ચાબુક તો બનતા હૈ..! આપભી જોર લગા લો.. અગર મેરે પહેલે પુરાની હવેલી તક પહોંચ ગયે તો મેં હારી ઓર આપ જીતે..!"
કુછ દિન સે તુમ રોજ બાજી માર લેતી હો..! લેકિન આજ તુમ હાર જાઓગી..! દેખ લેના..!
"વો ક્યુ ભાઈજાન..? કોઈ મેજિક કિયા હૈ ક્યા..?"
"યસ્ સ...! રાસ્તે મે ચુડેલે ખડી હૈ.. તુમ્હે રોક લેગી..!!"
"બેડ જોક..!"
"સચ મે તુમ્હારી સારી કોલેજ ફ્રેન્ડ્સ..!"
ઈલ્તજા ખખડીને હસી.. એક જરા ચૂક..
અને આલમે પોતાના ધોડાને લાંબી છલાંગ મરાવી..
પરંતુ આ...શુ..??
ઘોડાના આગળના બે પગ નદીની રેતમાં ખૂપી ગયા. એવુ લાગ્યુ કોઈ અદૃશ્ય તાકાતે ઘોડાના માથા પર હાથ મૂકી ધક્કો માર્યો હતો. પવનવેગે ભાગતો ઘોડો અચાનક એવી રીતે ઊભો રહી ગયો જાણે રેત માં ભરાઈ ગયેલા એના પગ લોઢાની બેડીઓમાં જકડાઈ ગયા ન હોય..!
બીજી જ પળે ઈલ્તજાનો ઘોડો પણ ભાઇજાન વાળા ઘોડાની પડખે ચીસ જેવી હણહણાટી કરી ઉભો રહી ગયો.
"ભાઈજાન લગતા હૈ આપકી ચુડેલે આ ગઈ હૈ!"
ઈલ્તજાની વાતથી આલમના શરીરમાં પરસેવો વળી ગયો.
આલમનો અશ્વ કોઈનાથી ડરી રહ્યો હોય એમ પાછળની તરફ ધકેલાઈ રહ્યો હતો.
આલમની આંખોમાં ગજબનું કુતૂહલ દેખાયું.
હવેલીની ટેકરી દૂર-દૂર દેખાતી હતી. અને બંને ભાઈ બહેન વેરાન વગડામાં ખોટવાઈ ગયાં.
ત્યાંજ કોઈ વસ્તુ પર આલમની નજર પડતાં એની આંખો અદભુત ચમકથી ચકાચાંધ થઈ ગઈ.
"વાઉઉ...!"
અકળાઈ ઊઠેલી ઈલ્તજાએ હૈરાની સાથે આલમ તરફ જોયું.
નદી કિનારાના ઘાસ પર 2 હીરાજડિત ચમકતા તાજ દેખાયા.
સૂર્યના સીધા કિરણો એના પર પડતા હોવાથી તાજ પર લાગેલા હીરાઓ ચળકાટ આંખોને આંજી નાખતો હતો.
ભાઈજાન લગતા હૈ સચમુચ આપને જાદુ કર દિયા હૈ..! વરના ઘુડસવારી કરતે કરતે ઇસ રાસ્તે કા ચપ્પા ચપ્પા હમને છાન મારા હૈ આજતક એસા કરિશ્મા કભી હુવા નહીં ઓર આજ અચાનક..?"
જો ભી હો બહેના મુજે લગતા હે મોગલ સલ્તનત કી પુરાની હવેલી કા મજબૂત લોક ખોલ કર જરૂર કીસીને ડાકા ડાલા હૈ! બહોત સારી ચીજ એ ચોરી કર લી હો ઓર યે દોનો તાજ હો સકતા હૈ યહાં ગીર ગયે હો..?"
"જરૂર હો સકતા હૈ..!"
ઈલ્તજાયે પણ ભાઈજાનની વાતમાં સહમતિ દર્શાવી.
બંને તાજ ના સંમોહન કારી તેજથી અભિભૂત થઈ આલમ ઘોડા પરથી નીચે કૂદી જઈ નદીના કિનારા તરફ આગળ વધ્યો.
ત્યારે ગજબની નિર્દોષ મુસ્કુરાહટ સાથે ઈલ્તજા ભાઈજાનને જોઈ રહી હતી.
( ક્રમશ:)
ચીસ તમને કેવી લાગી રહી છે અભિપ્રાય આપવાનું ચૂકશો નહીં..?