ચીસ-18 SABIRKHAN દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

ચીસ-18

પવન વેગે ભાગી રહેલા અશ્વ.. લ્યુસીની અકળામણ વધતી આકળામણ.. અને કાજલી રાતનો ઘૂઘવતો સન્નાટાની ચીસો..!!!
ભયાનકતાનુ ભૂત ધુણતુ હતુ.
અશ્વ પર માર્ટીનની આગળ બેઠી હોવા છતાં પણ મન કોઈ અજાણ્યા ભયથી ભયભીત હતું.
હજુ પણ નદીમાં ભરાવો થયેલા ગટરના ગંદા પાણીમાં માર્ટીન જેવી આકૃતિને તરફડતી ડુબતી જોએલી એ દ્રશ્ય વારંવાર એની આંખો સમક્ષ ઉપસી આવતું હતું.
એ ચહેરો જાણે કે માર્ટીનનો હતો.
અને માર્ટીન પોતાનો જીવ બચાવવા પાણીમાં હવાતિયા મારી બૂડી ગયો હતો.
એના શરીરમાં ઝણઝણાટી વ્યાપી ગઈ.
ઘોર અંધકારમાં અશ્વના ડાબલા વાગતા હતા. અશ્વની હણહણાટી દૂર જંગલોમાંથી પડઘાઇ રહી હતી. 
તાજ્જુબની વાત એ હતી કે પોતે અશ્વની સવારી કરી રહી હોવા છતાં જાણે પ્લેનમાં ઉડી રહી હોય એવો અહેસાસ થઈ રહ્યો હતો. 
માર્ટીનનો સ્પર્શ રૂના ઢગલાની અનુભૂતિ કરાવી જતો હતો. ક્યારેક એવું પણ લાગતું હતું જાણે અશ્વ પર પોતે એકલી જ બેઠી છે. માર્ટીન બિલકુલ ચૂપ થઈ ગયો હતો.
પવનથી ઘૂઘવતાં વૃક્ષો તોફાન આવ્યુ હોય એમ બીજી તરફ ઝૂકી જઈને રસ્તો ખુલ્લો કરી નાખતાં હતાં. 
માર્ટીન સાથે ઘણીવાર લ્યુસી ટાઇમ સ્પેન્ડ કરી ચૂકી હતી. એટલે માર્ટીનની સાથે હોય ત્યારે એનું મન આંદોલિત રહેતું.
પરંતુ અત્યારે જાણે કે પોતે ફસાઈ ગઈ હોય એવું એને લાગી રહ્યુ હતુ. ગભરામણ શરીરમાં વ્યાપી વળેલી.
ખબર નહીં અશ્વના પગ જમીન પર પડતા પણ હશે કે કેમ.? જે રીતે એ ભાગી રહ્યો હતો. ઊબડખાબડ રસ્તાની પણ ખબર પડતી નહોતી. 
હવેલીના ગેટને અશ્વ ઊંચી છલાંગ મારી લાંગી ગયો. 
બાદશાહની જેમ માર્ટીન નીચે કુદી પડ્યો. એના માથા પર તાજ જોઈ લ્યુસી આવાક થઈ ગઈ. માર્ટીનની નશીલી આંખો જાણે કે કહર વર્તાવી રહી હતી. 
માર્ટીનના માથા પર તાજને જોયા પછી પણ લ્યુસી કશું બોલી શકી નહીં.
એનું મન માર્ટીનના ગોળ-મટોળ ગુલાબી ચહેરા પર શોભતી બેકાબુ આંખોની જાળમાં અટવાઈ ગયુ.
માર્ટીને લ્યુસીનો હાથ પકડ્યો એટલે અશ્વએ એક લાંબી હણહણાટી સાથે પોતાનું મોઢું અને આંખો ફેરવી લીધી. 
એક પણ શબ્દ બોલ્યા વિના હવેલીમાં આહવાન આપી રહેલા માર્ટીનના જાદુઈ વ્યક્તિત્વની અસરમાં આવી જઈ લ્યુસી એની પાછળ દોરવાઇ.
જે હવેલી દિવસે જોતાં ભાંગ્યુ-તૂટ્યુ ખંડેર ભાસી રહી હતી એ હવેલીના ગર્ભગૃહમાં અત્યારે સુવર્ણમય સ્તંભ અને દરવાજાઓ નો ચળકાટ આંખોને આંજી નાખતો હતો.
જે પુરાતન હવેલીની કિંમતી વસ્તુઓ ગાયબ કરી રહેલાં. એનો ભીતરી ઝગમગાટ જોઈ લ્યુસીના મુખેથી ઉદગાર નીકળ્યા.. "ઓહ માય ગોડ .. ધીસ ઈઝ બ્યુટીફૂલ પેલેસ...!"
"વેલકમ લ્યુસી અવર ન્યુ હોમ..!" કહી  માર્ટીનને  એને પોતાના હાથોમાં ઉંચકી લીધી.
જેમ કોઈ રાજકુમાર પોતાની પરણેતરને સુહાગરાતની શરણાગતિ સ્વીકારી બન્ને હાથોમાં ઉઠાવી ફૂલોથી સજાવેલી સેજ તરફ લઈ જાય એમ લ્યુસીને લઈ માર્ટિન એક શાહી કમરા તરફ આગળ વધ્યો. આવનારી પળોની કલ્પના માત્રથી લ્યુસીનું રોમે-રોમ ઉભુ થઇ ગયેલુ. 
જગ્યા-જગ્યાએ ગ્લાસના ઇટાલિયન ઝુમ્મરોમાંથી એટલો પ્રકાશ વિસ્તરી રહ્યો હતો. જેનાથી હવેલીનો ભીતરી ખૂણેખૂણો ઉજળો હતો. 
માર્ટીન હવેલીથી આટલો બધો પરિચિત હશે એની કલ્પના પણ લ્યુસીને નહોતી.
શાહીખંડમાં પ્રવેશથી એનું હૃદય ઉછળી પડ્યું. માર્ટીનના મજબુત હાથોની પકડમાં એ ભીંસાઈ ગયેલી.
જોકે લ્યુસીને હંમેશાં માર્ટીનની ભુજાઓમાં જકડાઈ જઈ એને સમર્પિત થઈ જવાનું ગમતું હતું.
 ખંડમાં અત્તરની અનેક જાતની ખુશ્બુઓ પોતાની વિવિધ વિશિષ્ટતાનો વ્યાપ વધારવા હોડ લગાવી રહી હતી.
વિશાળ બેડ પર ફૂલોનો શણગાર હતો. 
આખાય કમરામાં હારતોરાની જગ્યાએ સોનેરી દિલ લટકી રહ્યાં હતાં. નાનાં- મોટાં અનેક દિલ ગ્લાસના બનેલાં હોય એમ આપસમાં ટકરાઈને એક અદભુત સુરાવલી રેલાવી રહ્યાં હતાં.
માર્ટીનને જ્યારે લ્યુસીને બેડ પર નાખી ત્યારે મખમલ જેવા બિસ્તર પર એ એકાદ- બેવાર ઉછળીને પટકાઈ.! આનંદના અતિરેકમાં એના મુખમાંથી ચીસ નીકળી ગઈ.
માર્ટીન ફૂલોની પાંદડીઓને લ્યુસીના ચહેરા પર વેરી રહ્યો હતો. લ્યુસીના હોઠ સાથે મળી જતી ગુલાબની પાંદડીઓ વચ્ચેથી ક્યાંક-ક્યાંક હવે એના ગોરા ચહેરાની ચામડી દેખાતી હતી. 
લ્યુસીના હોઠોપર છલકતા કુંભને જોઇ માર્ટીને પોતાના હોઠ એની પર મૂકી દીધા.
ધ્રુજી ઉઠેલા લ્યુસીના હોઠની અમૃતરજને મઘુકરની જેમ એ પીતો રહ્યો.
લ્યુસીનું બદન તપી રહ્યું હતું.  પોતાના હૃદય પરનો કન્ટ્રોલ એ ગુમાવી બેઠી હતી. આવેગો બળવત્તર બની ગયેલા. જાણે કે પહેલીવાર લ્યુસીના માખણ જેવા શરીરનો આસ્વાદ માણી રહ્યો હોય એમ માર્ટીન પોતાના હોશ ગુમાવી બેઠો હતો.
માર્ટીન સાથેનો આજનો સહવાસ લ્યુસીના હૃદયને તરબોળ કરી ગયો.
આખુ બદન ધીમે ધીમે એક મીઠા દર્દના સકંજામાં જકડાતુ ગયુ. આંખો ઉપરનો ભાર એટલી હદે વધતો ગયો કે અદ્ભુત આનંદની છાલકો દ્વારા લ્યુસીને ભીંજવી દેનારા માર્ટીનની મુખાકૃતિ અલપઝલપ થતી અંધકારમાં વિલુપ્ત થઈ ગઈ.
પ્રણયના અતિરેકમાં માદક નશીલા જામ પી તૃપ્ત બની બેડ પર પસરી ગયેલી લ્યુસીના ગોરા નિર્વસ્ત્ર બદનને જોઇ માર્ટીન પોતાના અસલી રૂપ એવા "શહજાદા આલ્તાફ" માં પરિવર્તિત થઈ ગયો.
"તુમ્હારે માર્ટિન કો નદી કા ગંદા પાની નિગલ ગયા બેબી..!" 
એવું બોલતી વખતે એના મુખમાંથી ચમકદાર દાંત જાણે છુટા પડી ટટળી રહ્યા ગયા.
 એના હાથની લાંબી આંગળીઓના નાખુન બબ્બે ઇંચ બહાર આવી ગયેલા.
એની સળગતી આંખોમાં જવાળામુખી ભભૂકવા લાગ્યો.
લ્યુસીના નગ્ન શરીર પર એની નિગાહો હતી.
વક્ષસ્થળ અને હોઠોની મહેકને પોતાનુ માથું ઝુકાવી ચરસના બંધાણીની જેમ નાસિકા વાટે ભીતર ખેંચી એને માથાને ચકરડીની જેમ ગોળ-ગોળ ફેરવી લીધુ. એનું ધીમું અટહાસ્ય હવેલીમાં ગુંજતું રહ્યુ. હળવે હળવે ધડકી રહેલા હ્રદયના ઉછાળાથી લ્યુસીના વક્ષસ્થળ પર એણે હાથ મૂકી દીધો. અનામિકા સાથેની બંને અંગુલીઓ વડે એણે વક્ષસ્થળની ગેપમાંથી લાંબા નખ વડે ઊંડો ચીરો કર્યો.
લાંબા ચીરામાં રક્ત દેખાયું.
નશો કરવો હોય એમ આલ્તાફે વક્ષસ્થળની વચ્ચે તગ-તગી રહેલી લોહિયાળ નદી પર મુખ મૂકી દીધુ
આલ્તાફના એક સબળકે લ્યુસીનુ શરીર ધ્રૂજી ઊઠ્યુ. 
ગોરૂ બદન ધીમે-ધીમે દુધ જેવુ થતુ ગયુ. 
આંખો બંદ કરી એણે રક્તિમ ચહેરો ઉંચક્યો. 
પોતાના હાથનાં લાંબા નહોરવાળાં બધાં આંગળાં ચીરામાં ખુપાડી આખો હાથ એણે ભીતર ઉતારી દીધો. 
એના ચહેરાપર વહશી મુસ્કાન હતી.
એક જબરજસ્ત ઝટકા સાથે લ્યુસીનુ હદય બહાર આવી ગયુ. જે હજુય એ દરીંદાના 
હાથમાં ઊછળી રહ્યું હતું.
 ઘડીભર પહેલાં જગમગાટા મારતી સોનેરી હવેલી ફરી પાછી એક જિર્ણશીર્ણ પુરાતન અંધારી હવેલીમાં ફેરવાઈ ગઈ.
      (ક્રમશ:)
તમારા અભિપ્રાયો અને સૂચન મારા લેખન ને ધારદાર બનાવી શકે છે માટે મારી ભૂલો તરફ મારું ધ્યાન દોરવા વિનંતી છે. પ્યારા દોસ્તો ચીસ આપને કેવી લાગી..? જરૂર જણાવશો.  જેનાથી આપની સમક્ષ હું નવી હોરર કથાઓ સાથે હાજર થઇ શકું.
                          -સાબીરખાન
                           9870063267