ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. ગોરંભાયેલા નભને ક્ષણ બે ક્ષણ માટે અજવાળી જતી વીજળી એક જબરજસ્ત મેઘગર્જના લાવતી હતી જે ઊંચા ઊંચા પહાડો ને કડડભૂસ કરી જમીનદોસ્ત કરી નાખશે એવો ડર બંને ભાઈ બહેનને લાગી રહ્યો હતો.
અર્ધ-ખુલ્લા કમરાની નજીક બંને પહોંચી ગયાં હતાં.
ઘડીક ભર પહેલાં સંભળાઈ રહેલી મધુર ગીતની ગૂંજ અત્યારે મૂંગી બની ગઈ હતી.. આલમ અને ઈલ્તજા મગજમાં ઘમાસાણ મચી ગયું હતું.
ઘડીક પર પહેલાં કોઈ બચાવ માટે આજીજી કરી રહ્યું હતું. ત્યાર પછી અચાનક કોઇ ગીત સંભળાવી રહ્યું હતું. જે ના ભાવો એવા હતા કે વર્ષો પછી અધુરી ઈચ્છાઓ પૂર્ણ થઇ રહી છે વર્ષો પછી પ્રકૃતિ સોળે શણગાર સજી ખીલી ઊઠી છે.
વર્ષો પછી ફરી હવામાં એવી જ મહેક પ્રસરી ગઈ છે. વર્ષો પછી કોઈની ઇચ્છાઓ બળવત્તર બની હતી. જેની ખુશી એના શબ્દોમાં વર્તાઈ રહી હતી.
જિજ્ઞાસા બંને ના મનમાં હતી. આખરે એવું કોણ હતું જેની ખુશીની કોઈ સીમા ન હતી.?
"આલમ મૈને તુમ્હે કહા થા કોઈ હૈ અંદર..! જો શાયદ બેસબરી સે હમારા ઈંતજાર કર રહા હૈ..!"
"વો જો કોઈ ભી હૈ ઉસે હમારી જરૂરત હો સકતી હૈ..! દેખતે હૈ જો ભી હાલાત હોંગે નિપટ લેંગે..!
તુમ ડરો મત.. મેરે પીછે પીછે ચલી આઓ..!"
ઠીક હૈ પર સંભલકર કુછ ભી હો સકતા હૈ.. યે જગહ મુજે ઠીક નહીં લગ રહી. અજીબ સા લગ રહા હે મુજે..!
"કુછ નહિ હોગા..!"
એટલું બોલી આલમ અર્ધ-ખુલ્લા કમરાને ધક્કો મારી ભીતર પ્રવેશી ગયો. કમરામાં ગંઠાઈ ગયેલી બદબુ ઉછાળો લઈ બહાર આવી ગઈ. એવું લાગતું હતું જાણે વર્ષોથી સડી રહેલા માંસની સડાંધ હતી.
કમરામાં ઘોર અંધકાર હતો.
"આલમ આસપાસ સ્વીચબોર્ડ હોગા. લાઈટ ઓન કર દો..!"
ડર લાગી રહ્યો હોય એમ ઇલ્તજા ઉતાવળે બોલી ગઈ.
આલમે દિવારો પર હાથ ફેરવ્યા. એક જગ્યાએ સ્વીચ બોર્ડ પર હાથ લાગતાં એના મનને ધરપત થઈ.. એકસાથે એને બધી જ સ્વીચ ઓન કરી દીધ. આખો ખંડ મધ્યમ દૂધિયા રોશનીથી જગમગી ઉઠ્યો. વર્ષોથી બંધ પડેલો ખંડ એવું લાગતું હતું જાણે ક્યારે બંધ રહ્યો જ નહોતો. કોઈક ની અવરજવર સતત એમાં ચાલુ જ હતી. ક્યાંય જાળાં બાંજ્યાં નહતાં.
"ભાઈજાન અંદર તો કોઈ નહી ..કૌન થા જો કિતની અચ્છી આવાજ મે ગા રહા થા..?"
કમરામાં સન્નાટા ચીસો જોઈ બંનેના મનમાં પારાવાર આશ્ચર્ય હતું. હજુ હમણાં જ એમને આ ખંડ માંથી કોઈ પોતાને બચાવી લેવા આજીજી કરી રહ્યું હોય એવું સાંભળ્યું હતું. પછી તરત ફરી કોઈ ગીત ગુનગુનાવી રહ્યું હતું. પરંતુ અત્યારે આંખો ખંડ ની:સ્તબ્ધતાના ઘેરામાં ગરક હતો.
એક ખૂણામાં કોફીન પડ્યું હતું.
બંનેની નજરો કોફીન ઉપર ચીપકી ગઈ.
"મુજે લગતા હૈ ઇસમેં કુછ હોના ચાહિયે..?"
આલમ..! પહેલે કે જમાને મેં કુછ ખાસ લોગો કી બોડી સંભાલને કે લિયે ઐસે કોફીન બનાયે જાતે થે..! જિસસે સાલો તક ઊંનકી બોડી વૈસી કી વૈસી રહેતી હૈ..!
"હા મૈને ભી ઉનકે બારેમે સૂના હૈ..! ક્યા તુમ્હે ઐસા લગતા હૈ કી વો આવાઝ કોફી મેં સે આઈ હોગી..?"
"લગતા તો વૈસા હી હૈ.!"
ઈલ્તજાને આવી વાત કહી કે તરત જ એ ચમકી ગઈ.
કોઈએ એના કંધા પર પાછળથી હાથ મૂક્યો.
એનુ હૃદય એક ધબકારો ચૂકી ગયું. શ્વાસ નીકળી જવાનો હોય એમ એણે ગભરાઈને ઝડપથી ડોક મરડી..
મીણ ના પૂતળા જેવી એક યુવતી પાછળ ઊભી હતી. એની આંખોમાં ગજબનું તેજ હતું. એનું ઉજળુ શરીર અદભુત આકર્ષણ પેદા કરી રહ્યું હતું.
આલમ અને ઈલ્તજા કોઈ અજાયબીની જેમ એને તાકી રહ્યાં હતાં.
બંને હજુ સુધી એ જ વિચારમાં હતા કે અચાનક આ યુવતી ક્યાંથી પ્રગટ થઈ..?
( ક્રમશ:)