ચીસ - 36


                                36

અઘોરી જેવા લાગતા એ સમાધિ ગ્રસ્ત શખ્શે બાદશાહને ધરપત બંધાવતા એમ કહ્યું કે 'તુમ્હે ગભરાનેકી જરૂરત નહીં હૈ..! અગર અંગ્રેજ કોઈ ષડયત્ર કે તહત હમારે પ્રદેશને આયે હે તો હમ જરૂર ઉનકા મુકાબલા કરેંગે.. વિષકન્યાઓ કા જાલ બીછા કર ઉનકે મનસૂબો પર પાની ફેર દેંગે..!
જબ તક મેરે સાથ હો મેં જાનતા હું મેરા બાલભી બાંકા નહિ હોગા..! 
મુજે પહેલે હી આનેવાલે ખતરે કા અંદાજા હો ગયા થા તભી તો મેને તુજે યહાં બુલાયા હૈ..! 
મેં સમજ ગયા થા..! 
બાદશાહને અપના દાયા હાથ આગે કરતે હુએ  કહા..! આપકી દી હુઈ રીંગ કા યે પ્રતાપ હૈ , પતા નહિ કૈસે મેરી અનામિકા મેં અંગૂઠી કે અંદર સે કોઈ સૂઈ બાર બાર ચૂભતી હૈ ઔર મુઝે યહાં આપકે પાસ આને કો મજબુર કર દેતી હૈ..?"
અઘોરીએ ખખડીને હાસ્ય વેર્યું. એ અવાજમાં જાણે કે ભયંકર આફતની એંધાણીના પડધમ ગુંજતા હતા.  
તુગલકનો જીવ પડીકે બંધાઇ ગયો હતો. હવે શું થવાનું હતું એ તો એને પણ અંદાજો નહોતો.
"મુજે છત્તિસ દક્ષિણા કી જરૂરથી..!" અઘોરીની વાત તુગલક જરા પણ સમજી શક્યો નહીં.. 
આપકી છત્તિસ દક્ષિણા મેં લે આયા હું..!
તુગલકે બાદશાહ તરફ ધ્યાનથી જોયું.
" છત્તિસ તો ક્યા એક ભી દક્ષિણા વો નહી લાયે હૈ..! ફિર ઉન્હોને આખિર જુઠ ક્યો બોલા..?"
પણ અહીં એને બોલવું ઉચિત ન લાગ્યું. પરંતુ એના શરીરમાં ધીમી કંપારી વછૂટી હતી. 
"તુમને મુજસે એક વાદા કિયા હૈ તુમ્હે યાદ હે ના..?"
 બાદશાહ ના મનમાં ઝબકારો થયો.
"હા બાબા યાદ ક્યો નહિ હોગા.. મુજે આપકી તપસ્યા વાલે ઈસ ખંડ કે મુખ્યદ્વાર કે ઉપરી હિસ્સેમે  ભૈરવ કી મુખ વાલી પ્રતિમા પ્રસ્થાપિત કરની હૈ..! વો ભી મકસદ પૂરા હોને કે બાદ..!"
તુમને મુજે ખુશ કર દિયા..! અબ તુમ દેખના તુમ્હારા એકભી કાર્ય રૂકનેવાલા નહિ હૈ..! જબ તક મેં હું..  તુમ્હારી સલ્તનત પર કિસીકી  બુરી નજરકા સાયા ભી પડને નહી દૂંગા..!"
તભી તો મેં ભાગકર આપકે પાસ આ જાતા હું..!
ત્યાર પછી અઘોરીએ તુગલક પર નજર ઠેરવી.. 
"અરે બચ્ચે યે તુમ્હારે હાથ કો ક્યા હુઆ..?" 
આંખોમાં વિસ્મયનો અંચળ ઓઢી અઘોરીએ તુગલકનો હાથ પકડ્યો. 
એક ક્ષણ માટે તુગલકને એવો વિચાર આવ્યો જાણે અઘોરી પોતાના ઈલમ દ્વારા કોઈ ચમત્કાર સર્જી ને હાથને ઠીક કરી દેશે.. 
તુગલકના હાથને અઘોરીની હથેળીનો સ્પર્શ થતાં જ પવનના સુસવાટા  હોય એવા અવાજો કમરામાં સંભળાવા લાગ્યા. એવું લાગ્યું જાણે કોઈ જબરજસ્ત તોફાન આવ્યું છે અને પવન બારીઓ તોડીને ખંડમાં ફરી વળ્યો છે. ધીમે ધીમે એની આંખોમાં બળતરા ઉઠી. 
કમરામાં જાણેકે અંધારું ફેલાઈ રહ્યું હતું. પોતાને શું થઈ રહ્યું હતું, એનુ જરાય એને ભાન નહોતું. એને આંખો ખોલવામાં ખૂબ તકલીફ પડી રહી હતી. 
આખરે આખો તાણીને એનાથી થાકી જવાયું. 
એનાં પોપચાં ઢળી ગયાં ત્યારે તેજસ્વી ચમક અઘોરીની આંખોમાં ફેલાઈ ગઈ. 
બાદશાહ મરક મરક મરકી રહ્યો હતો.
"તુમને અપની જીત નિશ્ચિત કરલી..!"
મુજ સે ક્યા હોતા બાબા.. સબ આપકી કૃપા હૈ..! મેં તો કુછ ભી નહિ હું..!"
અચ્છા હુઆ ઇસકો ખુફિયા રાસ્તે સે લાયે વરના કોઈ તુમ પર શક કર સકતા થા..!"
"આપ કી બાત બિલકુલ દુરસ્ત હૈ ક્યોકી આજ સે પહેલે જીતનેભી લોગો કો મેં લાયા વો સબ બાહરી લોગ થે.. પહેલી બાર ઐસા હુવાકી કોઈ અંદર કા ઇન્સાન મુજે ઇસ કામ કે લિયે ઠીક લગા.. ઇસ લિયે ઈસે ખુફીયા રાસ્તે સે લાના જરૂરી થા.. ઔર યે હમારા છત્તિસવા આખરી ગૂર્ગા...! ઈસે લેકરઆને મેં મુજે બહોત સંભાલના પડા બાબા.. ઈસે એક બારતો વિષકન્યાઓને પકડ લિયા થા..!
અધોરીએ બેહોશ તુગલકની ગરદન પર હાથ પસવાર્યો. 
પછી પોતાની દાઢી પર હાથ ફેરવ્યો. બાદશાહ એ અધોરીની આંખમાં આંખ પરોવી ત્યારે અધોરીએ પોતાના હાથની આંગળીઓ સીધી કરી હાથ ઉપર ઉઠાવ્યો. માનવ ખોપડીને બીજા હાથે નજીક સરકાવી.. અને પછી પોતાની રાક્ષસી તાકાત વડે પંજાને સીધો તુગલકના પાંસળાંની વચ્ચે સેંટરમાં ખૂપાવી દીધો.. લાંબા નહોર જેવા જાડા નખ તુગલકની છાતીમાં ઉતરી ગયા..! લોહી દદડી ગયુ.. અધોરીનો ચહેરે પાશવી ચમક પથરાઈ ગઈ..! હાથમાં કાળજુ પકડાઈ ગયેલુ.  બસ એક ઝટકા સાથે હવે એને ખેંચી લેવા એ ધૂંટણિયે બેઠો...
                 ( ક્રમશ:)

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Dharmraj A. Pradhan Aghori 4 દિવસ પહેલા

Verified icon

Sheetal Desai 2 અઠવાડિયા પહેલા

Verified icon

Amitabh Parmar 3 અઠવાડિયા પહેલા

Verified icon

Palak Vikani 1 માસ પહેલા

Verified icon

Jaydeep Saradva 1 માસ પહેલા

શેર કરો