ચીસ-17


સ્યૂટ નંબર 305..!!
લાંબીની લાઈટ સાથેનો સ્તબ્ધ સૂનકાર.!! 
યથાવત સન્નાટાનો પુન: પ્રવેશ..!!
પીટરના શરીર પર હાવી થયેલી આક્રમક શેતાની શક્તિ..
અને સેકન્ડ ફ્લોરના એ રૂમમાં ધરબાઇ ગયેલી આહટ..!!
બીજી બાજુ કુલદીપસિંગ નદીના ધસમસતા પ્રવાહની જેમ લિફ્ટમાં નીચે આવી રહ્યો હતો. રિસેપ્શન કાઉન્ટર સુધી પહોંચતાં એનું શરીર પ્રસ્વેદે રેબઝેબ થઈ ગયેલું.
રિસેપ્શન કાઉન્ટર પર પહોંચી એને જે દૃશ્ય નજરે પડ્યું એ જોઈ કુલદીપસિંગ આપાદમસ્તક ધ્રૂજી ઊઠ્યો. 
રાઉન્ડ ટેબલની પાછળ રિવોલ્વિંગ ચેર પર બેસેલી નિશાનુ માથું પાછળ ચોટી ગયું હોય એમ ટટ્ટાર દિવાર સાથે સટેલુ હતુ.
એની આંખો ભયથી ફાટી ગયેલી. હજુય પ્રવેશ માર્ગ તરફ અપલક એ તકાયેલી હતી.
એના ગળાના ભાગે નખના લસરકાનું નિશાન હતું. 
"નિશા..!" 
કુલદીપસિંગનો ચિંતિત સ્વર થરથરી ઉઠ્યો.
કોઈ જ પ્રત્યુત્તર નહીં. જાણે કે મીણનુ પૂતળું હોય એમ એ સ્થિર હતી. છાતીનો ઢોળાવ ઉપર-નીચે થતો જોઈ કુલદીપસિંગે રાહતનો શ્વાસ લીધો. 
નિશાનો ખભો પકડી ધધલાવી નાખી.
અચાનક ચમકી ગઈ હોય એમ એ ભાનમાં આવી. 
પોતાની પડખે ઉભેલા કુલદીપસિંગને જોઈ ઊભી થઈ આલિંગી રડવા લાગી. 
એનું આખું શરીર ધ્રુજી રહ્યું હતું. 
હૃદયના ધબકારા બમણી ગતિથી ધબકી રહ્યા હતા. 
"નિશા શું થયું હતું..? કોને જોઈ તું આટલી બધી ડરી ગઈ હતી..? કોણ આવ્યું હતું..?"
કુલદીપસિંગે નિશાને એક સામટા સવાલો પૂછ્યા. 
એણે ડરતાં ડરતાં ચારે બાજુ નજર ફેરવી લીધી.
નિશાની દ્રષ્ટિ પોતાના આઈફોન પર ખોડાઈ ગઈ. ટેબલ પર પડેલા આઈફોનમાં હજુય કુલદીપસિંગની ઓફીસનું દ્રશ્ય દેખાયુ. 
ઘડીક પહેલાની ઘટના એની આંખમાં તાજી થઈ ગઈ. 
"કુલદીપ..!!
કુલદીપસિંગની આંખોમાં જોઈ સ્થિર નેત્રે એ બોલી.
-એ કોઈ માણસ તો નહોતો જ..! માણસના રૂપમાં હેવાન હોવો જોઈએ..! ઉતાવળે પ્રવેશી રહેલા એ શૈતાનનો ચહેરો જોઈ એને રોકવાનો મેં પ્રયત્ન કરી જોયો..! પરંતુ હું ત્યારે ડઘાઈ ગઈ જ્યારે એણે મારી સામે ધસી આવી પોતાના રાક્ષસી પંજામાં મારો ચહેરો જકડી લીધો. એને જ્યારે મારું માથું દીવાલ સાથે અફળાવ્યું ત્યારે હું બેહોશ બની ગઈ. પછીનું મને કંઈ જ યાદ નથી આવતુ..!
નિશાના અવાજમાં સાફ સાફ ભય વર્તાયો.
એ મનોમન સમજી ગઈ હતી કે કુલદીપસિંગ આગંતુકનો ચહેરો જોઈ શક્યો નથી.
બંને એકસાથે રાઉન્ડ ટેબલ પર સ્થિત કોમ્પ્યુટર સ્ક્રીન પર તમામ કેમેરાના ચોરસ ખાનાઓમાં ફરતા રાઉન્ડ વલયને એકધારાં જોતાં રહ્યાં.
"બધા જ કેમેરાઓ બંધ છે.. નેટ બંધ થઈ ગયું લાગે છે..?"
કુલદીપસિંગે માઉસ હાથમાં લઈ સ્ક્રીનપર દરેક ચોરસના વલય પર ક્રમશ ક્લિક કરવાનું ચાલુ કર્યું.
એક પછી એક કેમેરા ઓપન થતા ગયા.
નિશા ચેર પર બેસતાં બોલી. "ઓનલી ફાઈવ મિનિટ બેક લઈ લો..!"
નિશાના અવાજમાં થડકારો હતો કદાચ એ  દ્રશ્ય જીવંત બનવાની આશંકાથી ધડીક પહેલાં અનુભવેલી યાતના એની આંખોમાં ડબીડબી ઉઠી.
કેમેરાઓને દસ મિનિટ પાછળ લઇ કુલદીપ દ્રશ્યો ભગાવ્યા..!
પરંતુ આ..શુ..? તમામ કેમેરાઓ ચાર પાંચ મિનિટ માટે બિલકુલ બ્લેંન્ક થઈ ગયા હતા.
"કુલદીપ..! ટાઈમ વેસ્ટ ના કરો..!
બધું સમજી ગઈ હોય એમ નિશા કોઈ અગોચરની એંધાણીથી તરફડી ઉઠી.
 -અે ઉપર ગયો છે..! હોટલના ઓલ રૂમમાં 500 ગેસ્ટ છે બધાની જવાબદારી આપણા શિરે છે..! કોઈને કંઈ થયું તો બોસ ને જવાબ દેવો ભારે થઈ જશે પ્લીઝ ગો ઓન..!"
કુલદીપસિંગને નિશાની વાત એકદમ સચોટ લાગી. 
હોટલ માલિક રામસક્સેનાનુ એક મોટું નામ હતું. રાજકારણીઓની સાંઠગાઠ સાથે તમામ અપરાધવૃત્તિઓમાં એ સંડોવાયેલો. આ હોટલ પણ મહદઅંશે એની અપરાધિક પ્રવૃત્તિઓનું પ્લાનિંગ પ્લેસ હતી.
જો અહીં કઈ અજુગતુ બને અને હોટલની શાખ ખરડાય તો બોસના ક્રોધનુ પોતે નિમિત્ત બનવાનો.. એવા વિચાર માત્રથી કુલદીપસિંગનો અંતરઆત્મા થરથરી ઉઠ્યો.
એને ધડાધડ ફર્સ્ટ સેકન્ડ.. એમ.. તમામ ફ્લોર પર ઇન્ટરકોમ વડે સંબંધ પ્રસ્થાપિત કરવાની કોશિશ કરી જોઈ. 
પ્રત્યેક ફ્લોર પર નાઈટ ડ્યુટી કરતો પોતાનો સ્ટાફ મોજુદ હતો. છતાં કોઈનો રીપ્લાય ન મળતાં કુલદીપસિંગ અકળાઈ ઉઠ્યો.
દરેક ફ્લોર ક્રમશઃ ચેક કરવો જરૂરી હતો.
"નિશા થોડાક સમય પૂરતાં રિસેપ્શન કાઉન્ટર છોડી તુ ઓફિસ રૂમમાં જઈ બેસી જા..! હું ઉપર જઈ તમામ ફ્લોર ચેક કરુ..!
"હું પણ તમારી સાથે રહીશ કુલદિપ..! આગંતુક શખ્શ ખૂબ વિચિત્ર અને ઘાતકી છે..! એની આંખોમાં ચિત્તાની લોલુપતા હતી. ભૂખ હતી. એના શરીરમાં રહેલી આસુરીશક્તિના બળે ભલભલાને વશીભૂત કરી એ પોતાનું ધાર્યું કરી શકે એવું મને લાગ્યું..!
"ઠીક છે પરંતુ તું મારી પડખે જ રહેજે..!"
કુલદીપસિંગે નિશાને સતર્ક કર્યા પછી પણ એનો હાથ પકડી દાદરે ડગ માંડ્યાં.
પોતાના ગજવામાં રહેલી એકે ફોર્ટી સેવન એણે હાથમાં લીધી.
હોટલ માલિકે સ્વરક્ષા માટે કુલદીપસિંગને એ ઉપલબ્ધ કરાવેલી. ત્યારે કુલદીપસિંગે મનોમન ઈશ્વરને પ્રાર્થના કરેલી કે ક્યારેય આને હાથ 'ના' લગાવવો પડે..!!
પરંતુ આજે શસ્ત્ર હાથમાં હોવા છતાં પણ એક અજાણ્યો ભય એના હૃદયને ભીંસી રહ્યો હતો..

** ****  ****   ****   

પીટર ડગમગાતો રૂમમાં પ્રવેશ્યો ત્યારે ચારે તરફ ડેવિડની એટેચીના કુરચે-કુરચા વિખરાયેલા જોઈ એની આંખોમાં વિદ્યુતનો તણખો પ્રજ્વળીને શમી ગયો.
જાણે કે કંઈ જ ના બન્યું હોય એમ એ નિર્ભયતાથી અકડાઈને આગળ વધ્યો. કમરામાં વિખરાયેલી એક એક વસ્તુ તરફ વેધક નજરો એ માપી લીધી.
ત્યાર પછી વોશરૂમ તરફ એ આગળ વધી ગયો.
વોશરૂમમાં હજુ પણ પાણીનો ફુવારો.. ઉપરથી વરસતા વરસાદની જેમ ફોર્સ સાથે 
વિખરાઈ રહ્યો હતો. 
ડેવિડની ડેડબોડીના કપાયેલા માંસના લોથડાઓમાંથી લોહીનો ધીમો પ્રવાહ પાણીને લાલ રંગે રંગી વહી રહ્યો હતો. પીટરની ચકળવકળ દ્રષ્ટિ માંસના ઢગલામાં ખૂપી ગઈ. શરીરના ટુકડાઓને ઉથલાવી પાંસળીઓના સ્ટ્રક્ચર નીચેથી  એણે નાનકડું લોહિથી ગંઠાયેલું દિલ બહાર ખેંચી કાઢ્યુ. એના ચહેરા ઉપર અદભુત તેજ હતુ.  
બાજુ પર પડેલો એક ટીન ઉઠાવી ડેવિડની બોડીના તમામ ટુકડા એમાં ભરી લીધા. 
એણે પંખામાં ભરાવાથી ફાટેલાં ડેવિડનાં રક્તરંગી કપડાં ટીનમાં ભરાવી ઢાંકણ લગાવી દીધુ.
આવા ટીન દરેક જગ્યાએ કદાચ વેસ્ટેજ નાખવા મુકાયા હશે..
ત્યાર પછી કશું જ ના બન્યું હોય એમ ટીન સાથે પીટર બહાર નીકળી લિફ્ટમાં ધુસ્યો..
લાંબીમાં પડેલાં ભીનાં પગલાં તરત જ અદ્રશ્ય થઇ ગયાં.
પીટર ફર્સ્ટ ફ્લોર પર પહોંચ્યો ત્યારે કુલદીપસિંગ નિશા સાથે સેકન્ડ ફ્લોર પર આવ્યો.
શહેરની નામી હોટલ હોવાથી રસોઈની તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ હતી. 
શુદ્ધ શાકાહારી ભોજનનો દબદબો હોવા છતાં અંદરખાને ફર્સ્ટ ફ્લોર પર સેકન્ડ કિચનમાં નોનવેજ આઈટમો સાથે શરાબની લિજ્જત ભરી સેવા જરૂરીયાત મંદોને પૂરી પડાતી.
કિચનમાં હંમેશા નાઈટ સ્ટાફ રેડી રહેતો. જે નાઈટ પાળીમાં નોનવેજ આઈટમ બનાવી રેડી રાખતો. રાત્રી દરમિયાન કસ્ટમરના ઘસારા માટે રેડી કરાયેલું નોનવેજ ફૂડ ઓવનમાં ગરમ કરી સર્વ કરી દેવાતું.
પોતાનું કાર્ય પૂર્ણ કરી બંને કૂક કિચનમાં રહેલા પોતાના અલાયદા કમરામાં એલઇડી સ્ક્રીન પર "ધ પોઝીશન" નામનું હોલીવુડ હોરર મુવી નિહાળી રહ્યા હતા. મુવીની હોરર સિનેરીમાં એવા ગળાબૂડ હતા કે એમણે ઇન્ટરકોમ પર આવેલો કુલદીપસિંગ નો કોલ રિસીવ કરેલો નહીં. હજુ હમણાં જ કુલદીપસિંગ અને નિશા મેડમ બંનેને ધધલાવી સતર્ક રહેવાની તાકીદ કરી ગયાં.
ગોળમટોળ બોડીના ચાઈનીઝ જેવા લાગતા બંને યુવાનોની સમક્ષ હોટલમાં બનેલી ઘટનાનો કોઈ જ ફોડ પાડવામાં આવ્યો નહોતો. કુલદીપસિંગનું ગણિત એવું હતું કે નાહકના બેઉ કૂક ડરી જશે..!
ત્યારે કુલદીપસિંગ અને નિશા ને જાણ નહોતી કે એમની આ બેદરકારી કેટલી મોંઘી સાબિત થવાની હતી.
અણધાર્યો કિચનમાં સ્ટવ ચાલુ થઈ ગયો. કંઈક બળતું હોય એવી વાસ આવતાં બંને જણાં કમરામાંથી બહાર ધસી આવ્યા.
સ્ટવ પર મોટી પિત્તળની કઢાઈમાં તેલ ઊકળતુ હતુ. તેલ માં કંઈક તળાઈ રહ્યું હતું જેની વાસ કુકિંગ રૂમમાં પ્રસરી ગઇ હતી. 
સ્ટવ પર મુકાયેલી કઢાઈ જોઈ બંનેનું આશ્ચર્ય શમ્યુ નહોતું કે તેલમાંથી નીકળતી પ્રભાવક વરાળ બંનેની નાસિકાઓમાં પ્રવેશી એમની સભાનતાને સંપૂર્ણપણે ગ્રસી ગઈ.
બંને જણા કશું સમજે એ પહેલાં એક બીજા બેહોશ બની પર ઢળી પડ્યા. 
એક હાથમાં લોહીથી રંગાયેલું દિલ અને બીજા હાથમાં ડેડબોડીના ટુકડાઓથી ભરેલો ટીન લઈ પીટર ડગમગતો પ્રવેશ્યો.
કિચનમાં આવ્યા પછી રેડી થતાં ફુડની પ્રાઇવેટ પ્લેસ તરફ એ આગળ વધ્યો. 
ભીતરે દિવાર સાથે  સંલગ્ન એક ટેબલ પર લાકડાનો  થડ જેવો ગોળાકાર મોટો ટુકડો સહેતુક રખાયો હતો એની ગોળાકાર લાકડા ની નજીક ધારદાર છરો પડ્યો હતો. જેનાથી માંસના મોટા ટુકડાઓને આઈટમ પ્રમાણે આકાર આપી શકાય.
પીટરનો દેખાવ અત્યારે ખૂબ જ ભયાનક લાગતો હતો. પેલા બંને રસોઈયા બેહોશ બની ઢળી ના પડ્યા હોત તો પણ પીટરને જોયા પછી એ બેહોશ બની જવાના હતા.
ડેવિડના ડેડબોડીના એક પછી એક ટુકડા પીટર બહાર કાઢતો ગયો અને એક ટુકડાને લાકડાના થડ પર મૂકી છરા વડે અનુભવી કસાઈની જેમ ઝડપથી ટક્ ટક્ ટક્ કરી કીમો બનાવવા લાગ્યો. 
બહુ ફાસ્ટ એણે તમામ ટુકડાઓને કીમો બનાવી ડીપ ફ્રીઝરમાં રહેલા મીટ ભેગા ઠલવી દીધો.
ડેવિડના વાળનો ગુચ્છો અને ગંદા કપડા વેસ્ટેજમાં નાખી.. હાથમાં રહેલા લોહિયાળ દિલ સાથે એ ઝડપથી બહાર નીકળી ગયો.
શું વિસાત હતી હોટલમાં જગ્યા જગ્યાએ ગોઠવાયેલી કેમેરાની આંખોની કે આ વંઠેલી શૈતાની શક્તિને નજરકેદ કરી શકે..?

***  ***  ***  *** **** ****

***

રેટ કરો અને રિવ્યુ આપો

Bharatsinh K. Sindhav 5 દિવસ પહેલા

Divya Shah 1 અઠવાડિયા પહેલા

Dharmesh 2 અઠવાડિયા પહેલા

Denisha Makvana 3 અઠવાડિયા પહેલા

sasaniya kajal 3 અઠવાડિયા પહેલા

શેર કરો