ચીસ - 12

 

(પીટર પર હુમલો થયા પછી પીટર ભાગ્યો.. હવે...)

 

મરણિયા બનેલા પિટરે દરવાજા તરફ છલાંગ લગાવી ત્યારે એનું આખું શરીર ખેંચાયું હતું ગળાના ભાગે સ્નાયુઓ તંગ થવાથી અસહ્ય પીડા થઈ હતી.
જાણે કે કોઈએ એક પાછળ અણિયાળા ભાલા ગોપી દીધા હોય એવી તે વેદના હતી.
શરીરનુ સત્વ હણાઈ ગયું હતું અંધકાર મઢ્યા ઓરડામાંથી બહાર ફંગોળાયા પછી પણ પીટરને અણસાર ગયો કે તાબૂત માં રહેલું મમી બેઠું થઈ રહ્યું હતું.
પીટર ડોર ખોલી બહાર લાંબીમાં આવી ગયો.
એની આંખે અંધારા આવી રહ્યાં હતાં આંગળીઓ પરથી ટપકી રહેલા લોહીને જોઇ એને તમ્મર આવી ગયા.
પીટરને ડર હતો કે ક્યાંક અહીં લાંબીમાં ઢળી પડાશે તો કાળનો કોળિયો થતાં વાર નહી લાગે.. આંગળી પરથી તરપતું લોહી ફર્શ પર પડતું હતું.
લપકારા લેતા લેમ્પના ઉજાસમાં પીટરે જોયું કે ફર્શ પર પડતી રક્તની એક એક બુંદ શોષાઈ જતી હતી.
જાણે કોઈ ગરમા ગરમ તાવડી પર પાણીના ટપકાં પડતાં વેંત સુરસુરિયુ બની  ઉડી જતાં ન હોય..!
ગુફાના રહસ્યમય તપસ્વી બાબાની કપટલીલા પામી ગયેલો પીટર હવેલીની હદમાંથી બને એટલી ઝડપે નીકળી જવા માગતો હતો લાંબીમાં લથડતી ચાલે ભાગી રહેલો પીટર પાછળ જોવા માગતો નહોતો.
અચાનક એના કાનમાં ઘુંઘરુનો રણકાર સંભળાયો.
ખળખળ નદી જેવું હાસ્ય ગુંજીને અંધકારમાં વિલુપ્ત થઈ ગયું.
છમ .. છમ.. છમ..
નર્તકીના પગલાંઓ થનગનાટ હોય એમ બંધ કમરાની પાછળ ઘૂઘરોનો રણકાર પીટરના કર્ણપટલ પર સિસુ રેડી રહ્યો હોય એમ લાગ્યું.
પવનના સૂસવાટા પીટરના કાનમાં ફૂંક મારી ગયા. એ ફૂંકમાં તૂટક-તૂટક શબ્દો હતા..
"કા...યા...!   કા...યા..!
આગ કા દરિયા..!
કાયા...
શબાબ કી માયા..!"
હવેલીના અંધારા ખુણાઓમાં ઉદ્ભવી ને વિલીન થઇ જતા શબ્દો પીટરના તન-બદનમાં કંપારી જન્માવી ગયા
સાંભળવા ગમે એવા શબ્દો.. મનને તર કરી જાય એવા શબ્દો...!
છતાં એને ફડફડાટ એ વાતનો હતો કે તાબૂતનું મમી ઉભુ થઈને બહાર તો નથી આવી ગયું ને..?
કે પછી પેલા કપટી બાબાના કહેવા પ્રમાણે હવેલીની મુક્ત થયેલી આત્માઓ કોઈ નવી માયાજાળ તો નથી પાથરી રહીને..?
પીટરને પોતાનો કાળ નજીક હોય એમ લાગ્યું.
જોમ રહ્યું નહોતું, છતાં જીવ બચાવી લેવાનું મનોબળ એની તરફેણમાં હતું.
શ્વાસ પણ તકેદારીથી લઈ રહેલો પીટર લથડતી ચાલે છેક સુધી પહોંચી ગયો હતો.
પણ એને ઘૂંઘરુનો રણકાર સાંભળી અટકી જવું પડ્યું. અંધારપટથી ઘેરાયેલી હવેલીના આછેરા ઉજાસમાં ઘૂંઘરુનો અવાજ પોતાની નજીક આવતો હોય એમ પીટરે અનુભવ્યું.
એક ક્ષણ માટે ડગમગી ગયેલા પીટરે ડરતાં-ડરતાં પાછળ જોયું.
પીટરની આંખો ખૌફ અને વિસ્મયના અતિરેકથી પહોળી થઈ ગઈ.
પોતે જે લાંબી માંથી આવ્યો હતો એ જ લાંબી માં પોતાનાથી ૧૫ એક મીટરના અંતરે વચ્ચોવચ સુવર્ણ ના ચળકાટ સમી નારીદેહની પ્રતિમા ઉભેલી જોઈ.
પ્રતિમાનું મરોડદાર દેહલાલિત્ય ભલભલાની ભાવનાઓને ભડકાવે એવું હતું.
પરંતુ આ ક્ષણે આટલું બધું જોયા પછી પ્રતિમાને જોતાં પીટરના શરીરમાં પરસેવો વળી ગયો.
અણધાર્યું પ્રતિમાનુ પોતાની પાછળ આવવું પીટરને ભયના ઓથાર તળે દાટી દેવા માટે પૂરતું હતું. પીટર જરાક આગળ ચાલ્યો. ઘૂંઘરુનો રણકાર ફરી પદચાપ સાથે તાલ મિલાવી ગયો.
પીટર સમજી ગયો કે એ કોઈ સુવર્ણની પ્રતિમા ન હોતી.
Jesus christ નું નામ લઈ એણે ઉતાવળાં ડગ ભરતાં એક પછી એક પોતાનાં વસ્ત્રો ઉતારી કાખમાં ભરાવતો ગયો.
આખરે મુઠ્ઠીઓ વાળી દોટ મૂકી ત્યારે..
કોઈની તાળીઓના ગડગડાટ સાથે કિલકિલારીઓ સંભળાઈ..!
"હોયે...! નંગા.. ભાગ રહા હૈ.. નંગા.. ઓ..ય..!"
અવાજ અને તાળીઓનો ગડગડાટ જાણે એક જગ્યાએ સ્થિર થઈ હવેલી ગજવી રહ્યો હતો.
હવેલીમાં રૂપાની ઘંટડીના રણકાર જેવુ ખડખડાટ હાસ્ય પડઘાઇ ઉઠ્યુ..
હવાની ઓથ લઈને આવેલા શબ્દો પીટરને ફરી ધ્રુજાવી ગયા.
"ભાગ જા.. ભાગ જા મેં દેખતી હું તુ કહાં તક ભાગતા હૈ..!
આખીર તુજે મેરે પાસ આના હૈ..!"
હવેલીનો ગેટ ખોલી પીટર બહાર નીકળી ગયો.
પોતાની આંગળી કપાઈ ગઈ છે એ વેદનાને પોતે સદંતર ભૂલી ગયો હતો. આ સમયે એના મનો-મસ્તિષ્કમાં એક જ ધૂન સવાર હતી. પોતાનો જીવ બચાવી હેમખેમ ઘરે પહોંચી માર્થાના ખોળામાં માથુ ટેકવી આરામની નિંદ્રામાં પોઢી જવાની..!
મોબાઇલ ફોન હવેલીમાં ક્યાંક પડી ગયો હતો. બહાર કાળોતરા અંધકારને ભેદવાનું થયું ત્યારે જ એની સમજમાં આવ્યુ.

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

jayshil patel 1 દિવસ પહેલા

Verified icon

Akbar Khan 7 દિવસ પહેલા

Verified icon

Fahim Raj 7 માસ પહેલા

Verified icon

Jaydeep Saradva 4 અઠવાડિયા પહેલા

Verified icon

Anamika Sagar 1 માસ પહેલા

શેર કરો