ચીસ - 35 SABIRKHAN દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ચીસ - 35

પેલા અઘોરીના મોઢામાં હાથ નાખ્યા પછી તુગલક ચીસ પાડી ઊઠ્યો.
અસહ્ય વેદનાને કારણે એનો ચહેરો રોતલ બની ગયો.
પોતાનો હાથ જ્યારે એણે બહાર ખેંચી કાઢ્યો ત્યારે હાડપિંજર બની ગયેલા પંજાને જોઈ તુગલક ડઘાઈ ગયો.
પોતાની આવી દશા થઇ જશે એવી ખબર હોત તો એ હાથ નાખવાની હિંમત ક્યારેય ના કરતો.
બાદશાહ ઉપર ભરોસો કરીને એને પોતાની જિંદગીની બહુ મોટી ભૂલ કરી..!
"મુજે માફ કરના તુગલક ઇસ કમરે મેં જાને કા એક યહી ઉપાય થા..!"
બાદશાહે પોતાની કમર પર બાંધેલો કપડાનો પટ્ટો તુગલકના હાથ પર કસકસાવીને બાંધી દીધો.
જેમ કોઈ કસાઈ બકરાને હલાલ કરવા સાચવીને લઈ જતો હોય એમ બાદશાહને કાળજી લેતાં જોઈ તુગલક ભીતરથી ફફડી ઊઠયો.
"ઈસકા ક્યા મતલબ હુવા સરકાર મેં કુછ સમજા નહી..?"
"નહીં સમજે...? તો સુનો.. મુજે જબ ભી ઇસ કમરે મેં આના હોતા હૈ તો યે દરવાજા હમેશા એક હાથ કી બલી માંગતા હૈ..!"
"ક્યાઆઆ....? "
તુગલકનો અવાજ ફાટી ગયો. ચહેરો રૂની પૂણી જેવો સફેદ પડી ગયો.
આ પહેલે સે હી યે સબ જાનતે થે..? ઔર આપકો મૈ હી મિલા..?"
અસહ્ય પીડાથી પોતાનો હાથ ઉંચો-નીચો કરતાં તુગલકે આક્રંદ કર્યું.
એક રહસ્યમય કમરાના પ્રવેશમાર્ગનું રાક્ષસી મોઢું પહોળું થઈ ગયું.
પંચધાતુના બ્લેક મસ્તકના ખુલ્લા મુખમાં લોહીથી રંગાયેલા દાંત દેખાતા હતા.
આવા રાક્ષસી મુખમાંથી પસાર થવામાં તુગલકને ફરીવાર જીવનું જોખમ લાગ્યું.
બાદશાહ એનો હિચકિચાટ પામી ગયા.
તુગલક જોતો રહ્યો અને બાદશાહ એની નજર સામે મુખમાં પ્રવેશી ગયા.
ઉતાવળા પગલે તુગલગ બાદશાહની પાછળ ભાગ્યો.
જેવી રીતે પોતાનો હાથ હાડપિંજર બની ગયો હતો તેવી રીતે હવે શરીરનુ બીજું કોઈ અંગ ગુમાવવુ પરવડે એમ નહોતું.
મુખમાંથી આબાદ બચીને તેઓ એક કમરામાં આવી ગયા.
કમરો બિલકુલ સાફ સુથરો હતો.
ધુમાડાના વંટોળો વચ્ચે અનેક આકારની સુવર્ણની પ્રતિમાઓ કમરામાં જગ્યા-જગ્યાએ ઉભી હતી.
તાજ્જુબની વાત એ હતી કે એ બધી જ પ્રતિમાઓ સ્ત્રીઓની હતી.
છત પર વિશાળ ગ્લાસનાં ઝુમ્મર લટકતા હતાં.
એ ઝુમ્મર વચ્ચેથી ચળાઈ ને આવી રહેલો પ્રકાશ કમરાના ધુમ્મસ પર સફેદી પાથરી રહ્યો હતો.
સામેની દીવાર પર શિંગડાંવાળાં પ્રાણીઓનાં મસ્તકનાં પૂતળાં એવી રીતે ટગર ટગર તાકી રહ્યાં હતાં જાણે તુગલકનું આગમન એમણે જરા પણ ગમ્યું નહતું.
એમને નજરઅંદાજ કરી તુગલકે નીચે નજર કરી. વ્યાઘ્રચર્મ ના આસન પર એક અઘોરી જેવો શખ્શ આંખો બંધ કરીને બેઠો હતો. સમાધિની એવી દશામાં એ લીન હતો કે કદાચ એને પોતાના શરીરનું પણ કંઈ જ ભાન નહિ હોય..!
ઠીક એની બેઠક આગળ એક માનવ ખોપડી પડી હતી. એ માનવ ખોપરીમાંથી ધૂમ્રસેરો નીકળી રહી હતી. એવું લાગતું હતું જાણે કોઈ સુગંધિત પદાર્થનો ધૂપ બળતો હતો.
તુગલકની સમજમાં એ વાત જરા પણ ન આવી કે ખોપડીની અંદરથી ધુમ્રસેરો સતત કેવી રીતે નીકળી રહી છે..? કોણ છે આ તપસ્વી..! એના માથાના વાળ બિલકુલ સફેદ અને આટલા બધા લાંબા...? એની દાઢી-મૂછ ભ્રમરો બધું જ સફેદી ઓઢી બેઠુ હતુ.
આ વ્યક્તિ કોઈ રહસ્યમય શખ્શ હોઈ શકે એવું જરા પણ લાગતું નહોતું. પણ સિદ્ધિ તપસ્યાને વરે છે એટલે માનવું જ રહ્યું. આ ખાલી કમરામાં કોઈ તો એવી શક્તિ હતી જે મનુષ્યની વિચારધારાને તોડી નાખવા સક્ષમ હતી..
"તુમ્હે મેરી જરૂરત પડ ગઈ..?" ધીર ગંભીર ચહેરાના હોઠ ફફડ્યા.
"હા બાબા મુજે લગતા હૈ..! કુછ ગરબડ હોને વાલી હૈ..! "
"મુજે કુછ ભી બતાને કી ગુસ્તાખી ન કર...! મુજસે કુછ ભી છુપા નહિ હૈ અંગ્રેજ લોગ એક મકસદ લેકર આયે હૈ..! મગર તુજે કિસી બાતસે ડરનેકી કોઈ જરૂરત નહીં હૈ..! મેં ભૈરવી કી મદદ સે ઉનકે ખેમે મે તહલકા મચા દુંગા..! અંગ્રેજ અમલદારો કો લલકારના નહિ હૈ..! વિષકન્યાઓકા જાલ બિછાકર હમ ઉનપર ઢાવા બોલ દેંગે..! તુમ નિશ્ચિંત હો જાઓ..!
એટલું કહીને બાબાએ આંખો મીંચી દીધી.

રેટ કરો અને રિવ્યુ આપો

Sharda

Sharda 1 માસ પહેલા

Pragnesh Desai

Pragnesh Desai 2 વર્ષ પહેલા

DEEP CHAUDHARI

DEEP CHAUDHARI 2 વર્ષ પહેલા

Gordhan Ghoniya

Gordhan Ghoniya 2 વર્ષ પહેલા

Dilip Solanki

Dilip Solanki 3 વર્ષ પહેલા