Chis - 14 books and stories free download online pdf in Gujarati

ચીસ - 14

ઇન્ડિયા આવ્યા પછી લ્યુસિ અને માર્ટીને ઘણા ઐતિહાસિક કિલ્લાઓની મુલાકાત લીધી હતી.
એ લોકો રજવાડી ઐતિહાસિક અને પુરાતન અજાયબી સમા ઓછા જાણીતા કિલ્લાઓની માહિતી મેળવતાં અને એમાં સચવાયેલી એન્ટિક વસ્તુઓને કોઈપણ રીતે પોતાની સાથે લઈ જતાં.
અહીંથી smuggle કરેલી એ વસ્તુઓની ઊંચા દામે ત્યાં બીટ લગાવતાં.
ડેવિડ અને ડોલી આ વખતે માર્ટીન, લ્યુસીની સાથે જવાને બદલે હોટલમાં રોકાઈ ગયેલાં.
ડેવિડ- ડોલીને પેલી ચંડાળ ચોકડી પર નજર રાખવાની હતી.
પીટર દ્વારા ચોરાયેલી વસ્તુઓને હાથવગે કરી લેવાની હતી.
જોકે માર્ટીન પેલા ટપોરીઓ જેવા યાદવ, રઘુ, કામલે અને સુખાની આંખમાં સળગતાં સાપોલિયાંને પામી ગયો હતો.
ડોલી ને જોઈ તે ચારે જણાની બદલાઈ જતી તબિયતથી માર્ટીન થોડો ચિંતિત જરૂર હતો. પણ ડોલી અને ડેવિડ સાવ ગાફેલ નથી જ એ વાત માર્ટિન સારી પેઠે જાણતો હતો.
આમ પણ ડેવિડ ડોલીનો પ્રેમી હતો. એટલે એની સુરક્ષા માં પીછેહટ કરવાનો કોઈ સવાલ જ ન હતો.
એટલે જ તો એ બંનેને હોટલ પર મૂકી માર્ટીન લ્યુસી સાથે શહેરમાં પુરાતન  અવષેશોની શોધમાં નીકળી જતો.
ડેવિડનો અચાનક ફોન આવતાં એક મોગલો વખતની હવેલી જોવા ગયેલાં માર્ટીન અને લ્યુસી હોટેલ બ્લુ સ્ટાર પર પાછાં ફર્યાં.
લક્ઝરી રૂમનું ડોર unlock હતું.
ડેવિડની પર્સનલ એટેચીનો ખુરદો બોલી ગયો હતો.
ડેવિડની કીમતી એક એક સચવાયેલી વસ્તુઓ રૂમમાં વેરવિખેર પડી હતી માર્ટીન એટેચીના વિખરાયેલા સામાન ધારી ધારીને જોતો હતો.
નાની મોટી ઘણી વસ્તુઓ હતી જેમાં ખાસ કરીને ડોલી દ્વારા અપાયેલી ગિફ્ટો હતી.
માર્ટીનની આંખો જે વસ્તુને શોધી રહી હતી એ ક્યાંય નજરે ચડી નહોતી.
એક ક્ષણ માટે એવો વિચાર આવી ગયો કે ક્યાંક ડોલી ગદ્દારી તો નહીં કરી ગઈ હોય ને..?
પણ માર્ટીનનું મન માનવા તૈયાર નહોતુ. યાદવ અને કામલેનો કોલ આવ્યા પછી ડોલી નીચે ગઈ હતી એમ ડેવિડનુ કહેવુ હતું.
ઘણો સમય થવા છતાં ડોલી ઉપર ન આવી એટલે ડેવિડે માર્ટીનને ઇન્ફોર્મ કર્યુ. તાજુબની વાત એ હતી કે પોતાના સ્યુટમાં ડોલી કે ડેવિડ બંનેમાંથી કોઈ નહોતું.. સામાન વેરવિખેર પડ્યો હતો.
ફાઇસટાર હોટલની મખમલી બેડ પરની ચાદર અસ્તવ્યસ્ત પડી હતી. સામે એલ.ઈ.ડી નીચે ગ્લાસના સ્ટેન્ડ પર ડેવિડનુ લેપટોપ પડ્યું હતું.
બધો નજારો જોઈ માર્ટિને કચાસ કાઢ્યો કે ડેવિડ અને ડોલી અલગ થતા પહેલા અંગત પળો માણી રહ્યાં હોવાં જોઈએ..!
માર્ટિન બેડની નીચે પણ જોઈ વળ્યો વિખરાયેલા સામાનમાં ક્યાંય એ વસ્તુ નહોતી.
ધીમે ધીમે માર્ટીનનો ચહેરો ક્રોધથી રાતોચોળ થઈ રહ્યો હતો.
બોસ ડેવિડની એટેચી કોઈએ ચીરી નાખી છે.!  બંનેની સાથે ગેમ પ્લાન કરી કીમતી વસ્તુઓને હડપ કરી લેવાઈ છે. લ્યુસીએ સ્યૂટની દુર્દશા જોઈ તારણ રજુ કર્યું.
અફકોર્સ એ જ સત્ય હશે..! કોઈ થર્ડ વ્યક્તિનું આ કારસ્તાન છે.
"શું આપણે કમ્પલેન કરવી જોઈએ બોસ..?"
Stop it..! એ શક્ય નથી..! આવો કિંમતી મુદ્દામાલ સરકારની નજરે ચડે તો આપણી લાઈફનો એન્ડ આવી જાય..!
આપણી નાની અમથી ચૂક મોટી મુસિબત નોતરી શકે છે..!
Let's go ..! ફાસ્ટ ડોર લોક કરો..!
હવે આપણી રીતે ઝડતી લઈએ..!
"ઓકે બોસ..! "
લ્યુસીએ ડોર લોક કર્યું બન્નેમાંથી એકને પણ વોશરૂમ ચેક કરવાનો વિચાર સુદ્ધાં ન આવ્યો.
લિફ્ટમાં એન્ટર થઈ માર્ટીને લ્યુસીના ગોરા બદામી અધરો પર પોતાના હોઠ મૂકી દીધા.
આમ પણ માર્ટિન જ્યારે બેચેન થઈ જતો ત્યારે લ્યુસીને બોલાવી લેતો. લ્યુસીના કામણગારા શરીરનું સત્વ અને સોફ્ટ બટર જેવા સુવાળા સ્પર્શના નશામાં પોતાની જાતને વિલીન કરી નાખતો.
પળ બે પળ માટે માર્ટીન બધું ભૂલી જતો.
અત્યારે પણ એના  મસ્તિષ્કમાં જે તોફાન ઉઠયું હતું. એ તેના ક્રોધની ભયાનકતામાં વધારો કરી મૂકે એ પહેલાં માર્ટીને પોતાની વિહવળતાને બે પળ માટે કેદ કરીને જાત ઉપર કંટ્રોલ કરી લીધો.
રાત્રિના ૧૧ પછીનો સમય ગાળો અને અજાણ્યો પ્રદેશ એકલા નીકળવા માટે ચિંતિત કરી મૂકવા પૂરતો હતો.
લ્યુસી ચાલીસી વટાવી ગયેલા ચુસ્ત શરીરને સંભાળતી માર્ટીનની પાછળ ખેંચાઈ ગઈ.
લ્યુસી માર્ટીન તરફ આકર્ષાઈ હતી.
માર્ટિને સપને પણ વિચાર્યું ન હતું કે ડોલીનુ ગોરૂ ઘાટીલુ રૂપ દગો દઈ દેશે..!
ચંડાળ ચોકડી ડોલીનું અપહરણ કરી શકે એવો ભય માર્ટિનના દિમાગને જકડી ગયો..
હોટલના પાર્કીંગ એરિયામાં જોઈ વળ્યા પછી માર્ટીને વોચમેનને પૂછી જોયું.
વોચમેને કહ્યુ પણ ખરું.
"હા બે જણા સાથે ડોલીને 11 વાગ્યે નદી તરફ જતાં જોઈ છે..!
વોચમેને જે પ્રમાણેનુ વર્ણન કર્યું એ હુંબહુ યાદવ અને કામલેને મળતું હતું.
વોચમેને જે દિશા નિર્દેશ કર્યો એ તરફ માર્ટીન તેજ કદમે ચાલવા લાગ્યો.
સમસ્ત પ્રદેશને ભરખી ગયેલું અંધારું માર્ટીનને કનડી શકે એમ ન હતું.
લ્યુસી ગભરાયા વિના માર્ટીન પાછળ દોડી..
હવેલી સુધી માર્ટીન એક બે વાર પહેલાં પીટરને ફોડવાના પ્લાન સાથે જઈ આવ્યો હતો. એટલે એના મગજમાં ધડ બેઠી કે માનો ન માનો આ લોકો ડોલીને બદનિયતથી વિરાન હવેલી તરફ લઈ ગયા હોવા જોઈએ.
અને ડેવિડ ડોલીની શોધમાં એની પાછળ ગયો હશે એવી ધારણા માર્ટિને બાંધી.
રસ્તો નદીની રેતમાંથી સીધો પર્વતાળ ઢોળાવ સુધી લઈ જતો હતો.
માર્ટીન કસાયેલી મજબૂત બોડીનો બાહોશ શખ્શ હતો.
કામલે અને યાદવ જેવા દસને પણ ભારે પડે એવુ ગજુ..! ચિત્તાની ચપળતા અને બાજ જેવી દ્રષ્ટીને કારણે ઘણીવાર માથાભારે તત્વોને એ સબક શિખવાડી ચૂક્યો હતો.
ઉબડ-ખાબડ માટીનાં ઢેફાં ભાંગતા ત્રણેય નદીના પટમાં ઉતરી ગયાં.
માર્ટીન જોડે અજવાળાનો ઢગલો પાથરી દે એવી સ્મોલ પણ કરામાતી ટોર્ચ હતી.
આવી નાની-નાની જરૂરિયાતની વસ્તુઓ  હંમેશા એની સાથે રહેતી.
માર્ટીન ભારત ભ્રમણ શા માટે કરતો હતો..? શા માટે ભારતના પુરાતન અવશેષ સમા રહસ્યમય કિલ્લાઓની વસ્તુઓ smuggle કરતો..? એનું મૂળ રીઝન તો આજ સુધી એની ટીમમાંથી કોઇ જાણી શક્યુ નહોતુ..
નદીની રેતમાં પગ ખૂપી જતા હોવાથી માર્ટીને લ્યુસીનો હાથ પકડી લીધો.
સૂકી નદીના બંને કિનારે વાંસનાં લીલાં છમ ઝાડવાં ઊભાં હતાં.
ધીમે ધીમે વાંસની લીલીછમ જાડીઓમાં સરસરાહટ શરુ થયો.
ઘણીવાર પ્રતિકુળ પરિસ્થિતિઓનો સામનો કરી ચૂકેલો માર્ટિન અગમચેતીના એંધાણ વર્તી ગયો હતો.
ઘડીક ભર પહેલાં સૂસવાટા મારી રહેલા પવનમાં નરમી આવી ગઈ હતી.
પડખેથી અચાનક દોડીને શ્વાસ અધ્ધર કરી નાખતાં સસલાં નદીના રસ્તે આગળ વધતાં એમને જાણે રોકી રહ્યાં હતાં.
અચાનક બાજુમાંથી શિયાળ જેવું મોટું પ્રાણી પસાર થઈ ગયું. એની ઝડપ એટલી હતી કે માત્ર અલપ-ઝલક પડછાયા ની ઝાંખી થઈ શકી.
સંભાળીને ડીઅર...! જંગલી જનાવરો હુમલો કરી શકે છે..!"
ઓહ સ્યોર..!
લ્યુસીએ કસકસાવીને માર્ટીનનો હાથ પકડી લીધો.
ત્યારે બે નિલગીરીનાં વૃક્ષો એકબીજા સાથે ધસડાવાનો અવાજ સાંભળી ત્રણેયની દ્રષ્ટિ એકસાથે ઉપરની બાજુ ગઈ.
માર્ટીને નીલગીરીના વૃક્ષો તરફ ટોર્ચનો પ્રકાશ ફેંક્યો.
તાજ્જુબ ની વાત એ હતી કે પવન નહિવત હોવા છતાં આવું સંભવ્યુ હતું.
કાળી રાતમાં નીલગીરી પર ફરી કડકડાટ સંભળાયો.
માર્ટિન ક્ષણભર વિચલિત બની લ્યુસીનો હાથ દબાવી રોકતાં ઊભો રહી ગયો.
લ્યુસી કંઈ સવાલ કરે એ પહેલાં એક જબરજસ્ત ધડાકા સાથે નીલગીરીનુ વૃક્ષ અડધા ભાગમાંથી ચિરાઈને ભૂમિ પર પટકાયું.
લ્યુસી કડાકા સાથે પટકાયેલા વૃક્ષોની પછડાટથી એટલી હદે ડરી ગઈ હતી કે એ માર્ટીનને પોતાના બાહુપાશમાં જકડી વીંટળાઈ વળેલી.
ચાર ડગ આગળ વધ્યાં હોત તો જરૂર પોતાનો ખુરદો બોલી જાત..
થેંક્સ ગોડ ..! માર્ટીનના હોઠ ફફડી ઉઠ્યા.
પછી અચાનક માર્ટીન ચૂપ થઈ ગયો. લ્યુસિએ ઠાલા સૂસવાટા વર્તી પાછળ જોયુ. એ ખુબ ગભરાહટ ગઈ હતી.
પોતે જેને વીંટળાઈને ઊભી હતી એ કોઈ સૂકા ઝાડનું કપાયેલું થડ હતું.
Martin હજુ હમણાં પાછળથી બોલ્યો હતો તો પછી અચાનક એ ક્યાં ગાયબ થઈ ગયો.
માર્ટીન પોતાની સાથે નહોતો એ વાતનો અહેસાસ થતાં લ્યુસીનુ બદન થર-થર કાંપવા લાગ્યુ.
અંધારી રાત નદીનો રેતાળ સૂકો પટ.. ઘૂઘવતા પવનો અને કાળજુ ચીરી નાખે એવી શિયાળવાંની ચીસો..!
લ્યુસી રડું રડું થઇ ગઇ હતી.
Hay martin...!  એનો અવાજ ગળગળો હતો. નિરવતામાં લ્યુસીનો પડધો ગુંજી ઉઠ્યો.
પાછળ દૂર-દૂર સુધી અફાટ અંધકાર સિવાય કશુ ના દેખાયું..
માર્ટીન.. !    માર્ટીન..! "
નીરવતામાં લ્યુસીનો પડઘો ગુંજી ઉઠ્યો.
"માર્ટીન...!!" લ્યુસીનો રોતલ સ્વર  ધ્રુજાવી ગયો..
પોતાના જ પડઘાઓ જાણે એની વિવશતાની ઠેકડી ઉડાડી રહ્યા હતા.
વાતાવરણની ચૂપકીદીએ લ્યુસીની હિંમતને તોડી નાખી.
મારે મરવું નથી ..!"
એ સ્વગત બબડી.
" હોટલ પર જઈ પોલીસની મદદ લેવી જોઈએ..!
આ જગ્યા બહુ ભયાનક લાગે છે..! જાણે કોઇ મોતના મુખમાં ખેંચી રહ્યું છે..!
"ગભરાઇશ નહીં લ્યુસી હું છું ને..?"
પડખે થી ભૂતની જેમ પ્રગટ થયેલા માર્ટીન નો સ્વર સાંભળી એ ડરી ગઈ.
લ્યુસી માર્ટીનને વેલીની જેમ વિંટળાઈને ધ્રૂસકે ને ધ્રૂસકે રોવા લાગી.
માર્ટીનનુ આશ્વાસન એને સાવ બોદુ લાગ્યું.
"તું હતો તો પછી કેમ ગાયબ થઈ ગયો હતો અચાનક મને મૂકી...?  મારો જીવ નીકળી જાત ને ..?"
લ્યુસી નુ શરીર થર-થર કાંપી રહ્યું હતું.
લ્યુસીના ચિત્કારનો માર્ટીન પાસે કોઈ જવાબ નહોતો.
સાવ એવું પણ ન હતું કે લ્યુસી ડરપોક હતી..!
લ્યુસી એક સાહસિક નારી છે. માર્ટીન જાણતો હતો.
બસ એ ડઘાઇ ગઇ હતી આકસ્મિક બની રહેલા બનાવો એ એના મગજને  જાણે બાનમાં લીધું હતું .
મનમાં લાગેલો આઘાત એના શબ્દોમાં પડઘાયો હતો...
લ્યુસી મો. ટોર્ચનો પ્રકાશ ચારે દિશામાં નાખીને ધ્યાનથી જોઈ રહી હતી.
"માર્ટીન.. તારી ટોર્ચ ક્યા ગઈ..?"
માર્ટીનની આંખો વિસ્મયથી ચમકી ઉઠી. એ આંખોમાં ભય નહોતો. અંધારાને ગળી જાય એવી ધધકતા હતી..
ન જાણે કેમ લ્યુસી એની આંખો સાથે આંખ ન મિલાવી શકી..
ધીમે ધીમે પાણી વલોવાતું હોય એવો ખળ-ખળ અવાજ થવા લાગ્યો.
અવાજની દિશા નદીના પટમાં આગળ વધતા રસ્તા તરફ હતી.
લ્યુસી જાણતી હતી કે આગળ ગંદા પાણીથી ભરાયેલો એક ધરો છે..
જેની બદબુ હવામાં વર્તાવા લાગેલી.
અમુક પશુઓ એ પાણીમાં પડ્યાં રહેતાં. કિંતુ અત્યારે પરિસ્થિતી જુદી હતી. એટલે હોઠ પર આંગળી મૂકી માર્ટીને લ્યુસીને મૂંગા રહેવાનો સંકેત કર્યો.
ખૂબ સજાગ બની બન્ને એ આગળ ડગ માંડ્યાં. ત્યારે લ્યુસીને માર્ટીન સાથે આગળ વધવાનુ જરાય મન નહોતુ.
કમને એની  પાછળ લ્યુસી ઢસડાઈ..! જાણે કોઈ  સંમોહન કારી શક્તિ લ્યુસી ને એની પાછળ ઢસડી રહી હતી
તર્કવિતર્કોથી ધેરાઈને બેઉ ધરા સમિપ પહોચ્યાં. ડહોળાયેલા કાળા ગંદા પાણીમાં લગભગ બધી જગ્યાએ પરપોટા નીકળી રહ્યા હતા...!
માર્ટીને લ્યુસીનો હાથ ખેંચ્યો.. માર્ટીનનુ મૌન લ્યુસીને અકળાવનારુ અને રહસ્યમય લાગી રહ્યું હતું.
એને આગળ વધવાનો નિર્દેશ કર્યો.  લ્યુસીના બદનમાં ભયનુ એક લખલખું પસાર થઈ ગયું.
સૂકી નદીના પટમાં શહેરમાંથી ઠલવાતા ગટરનુ ગંદુ પાણી એક જગ્યાએ જમા થયુ હતુ.
ગંદા કાળા પાણીમાં ઉદ્ભવી રહેલા પરપોટા કોઈની હયાતીનો અણસાર આપી જતા હતા.
"મને લાગે છે ડેવિડ ડોલીને  શોધતો હવેલી સુધી પહોંચી ગયો હશે..!
આપણે ફાસ્ટ હવેલીએ પહોંચી જવાનું છે..!"
માર્ટીનના શબ્દો સપાટ હતા. એના શબ્દો એટલા સહજ હતા કે લ્યુસીને લાગ્યું જાણે ડોલી અને ડેવિડ ગુમ થવાનો એને જરા પણ રંજ નથી..!
પેલા કાળા પાણીમાંના પરપોટા વધતા જતા હતા. લ્યુસીને એ અરુચિકર લાગ્યુ.
એ ઊભી રહી ગઈ ટોર્ચનો પ્રકાશ નાખી એ હિલોળાતા કાળા પાણી ને જોતી રહી.
એકધારી નજરે લ્યુસી પાણીમાં જોઈ રહી હતી ત્યારે અણધાર્યું કોઈનું કાદવથી ખરડાયેલુ માથું પાણીમાંથી બહાર ધસી આવ્યું.
ડરી ગયેલી lucy ચીસ પાડીને પાછળ હટી ગઈ. એક ક્ષણ માટે એને એવું લાગ્યું જાણે ચહેરો માર્ટીન નો છે.  ધ્યાનથી એને જોવે એ પહેલા એ ચહેરાની આંખોમાં અને મુખમાં ખૂન ઉતરી આવ્યુ. પછી એને અચાનક કોઈએ ભીતર ખેંચી લીધો અને જોતજોતામાં ઘુમરી લઈ રહેલુ પાણી લોહીથી રંગાઈ ગયું.
ડરી ગયેલી lucy એ માર્ટીનના ચહેરા તરફ એક નજર કરી. અત્યારે માર્ટીનનો ચહેરો એકધારો ઘૂમરી લેતા પાણી તરફ તકાયેલો હતો. એ ચહેરાની સખતાઈ જોઈ લ્યુસી ગભરાઈ ગઈ.
રક્તનો ફૂવારો ઉછળેલો જોઈ માર્ટીનના ચહેરા પર અદભુત તૃપ્તીનો સંતોષ જોઈ શકાયો.
"માર્ટીન અે કોણ હતું..?"
અહીં ઊભા રહેવામાં જોખમ છે..  આપણે ઝડપી આ જગ્યા છોડી દેવી જોઈએ..!  આ કોઈ રાહગીર હોવો જોઈએ જે પાણીના ગંદા ધરામાં અટવાઈ જઈ મોતને ભેટ્યો.
સામે જો એક હોર્સ દેખાય છે..!
લ્યુસી એ જોયું કે ખરેખર સામે એક વાઈટ કલરનો મજબૂત જાતવાન હોર્સ ઉભો હતો.
એ હોર્સની મુંડી આ તરફ જ તકાયેલી હતી. માર્ટીન સામે જોયા પછી એનો હણહણાટ વધી ગયો.
આપણે જ રાહ જુએ છે ચાલ ફટાફટ ઘોડે સવારી માણતા મંજિલે પહોંચી જઈએ..
એક ઠંડાઘાર હાથમાં લ્યુસીનો હાથ જકડાઈ ગયો. લ્યુસી એટલી હદે પરાધીન થઈ ચૂકી હતી કે  હવે ચાહે તો પણ અહીંથી ભાગી છૂટવા એ સક્ષમ નહોતી.
માર્ટીન ની આંખોમાં ગજબનો સંમોહન હતું ખેંચાણ હતું ઉછળતો દરિયો હતો. જેની ભરતી લ્યુસીના થનગનાટ કરતા  યૌવન ને  બોળી નાંખવા તૈયાર હતી.
માર્ટીનના હાથમાં હાથ આપી
લ્યુસી આખેઆખી નીતરી ગઈ .
એનું શરીર ભડકે બળી રહ્યું હતું. વાસનાની વણ ઉકલી આગમાં તપી ઉઠ્યુ.
લ્યુસીનો ડર એકાએક ગાયબ થઇ ગયો . અને એની જગ્યાએ એના ચહેરા પર કામુકતાના કામણ કૂંપળી ઉઠ્યા.
ઉતાવળાં ડગ ભરતી એ માર્ટનની પાછળ ખેંચાઇ..!
ત્યારે  કાળાંભઠ્ઠ વાદળો પાછળ વારંવાર જાતને છુપાવી લેતો ચંદ્રમા જાણે એની હોંસી ઉડાવી રહ્યો હતો. જગ્યા જગ્યાએ થી ભયભીત બની ઉડીને દુર ભાગી રહેલાં પક્ષીઓનો ફડફડાટ હવામાં ભયનું વાતાવરણ પ્રસ્થાપિત કરી રહ્યો હતો.
******* *****
શું લાગે છે મિત્રો lucy નો અંજામ શું હશે..? હવેલીની પ્રેત શક્તિઓ  પોતાનું ધાર્યું કરી રહી હતી...?   માર્ટીન ને શું થયું હતું..? ગંદા પાણીમાં દેખાયેલી આકૃતિ કોણ હતી..?
ઘણા બધા ઘૂંટાતા રહસ્યોના  પર્દાફાસ માટે વાંચતા રહો ચીસના સનસનીખેજ આગળના પ્રકરણો...
(ક્રમશ:)

મારી કેટલીક અન્ય વાર્તાઓ વાંચવી..
दास्तान-ए-अश्क માં એક નારીની પીડાને વણી લઈ એક પડકાર જનક સવાલ ઉઠાવ્યો છે..
વો કૌન થી.. (हिन्दी)
જિન્નાત કી દુલ્હન... (हिन्दी)
મૃગજળની મમત
અંધારી રાતના ઓછાયા..























બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED