ચીસ - 30 SABIRKHAN દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ચીસ - 30

બાદશાહ પેલા ખુફિયા ખંડના દરવાજા આગળ ઉભા હતા ત્યારે પાછળથી અચાનક તુગલકનો અવાજ સંભળાયો.

પ્રધાન તુગલક બાદશાહ સલામતનો અંગત માણસ હતો. ઘણી ખરી મહેલની ખુફિયા બાબતોનો એ રાજદાર હતો.

"માફ કરના બાદશાહ સલામત મગર મુજે આપસે જરૂરી બાત કરની થી સો ઈસ વક્ત ભાગા ચલા આયા..! પર મુજે લગતા હૈ મૈને ગલત વક્ત ચૂના હૈ..!"

"આ જાઓ બરખુરદાર..! મહલ કા કોઈ ઐસા રાજ નહિ હે જો તુમસે અનછૂઆ હો..!

"ચલો મેરે સાથ.. થોડા ટહેલને કા ઇરાદા હૈ..!"

બાદશાહની વાત ભલે સહજ લાગતી હતી પરંતુ એની પાછળ જરૂર કોઈ રહસ્ય હતું એ તુગલક જાણતો હતો એટલે ચૂપચાપ તે બાદશાહની પડખે આવીને ઉભો.

જ્યાં સુધી તુગલક જાણતો હતો મહેલનો આ એકજ રૂમ એવો હતો જેને આજ સુધી ખુલતાં ક્યારેય એણે જોયો ન હતો. એટલે જ આજે સિક્રેટ ધરી અડીખમ ઊભેલા શાહી ખંડના દરવાજાને ખુલતો જોવાની અધીરાઈ તુગલકની આંખોમાં સાપોલિયાંની જેમ સળવળવા લાગી.

લોઢાના વિશાળ દરવાજા ઉપર મહારાજ પોતાની હથેળી ફેરવી રહ્યા હતા. જાણે કે કોઈ મહાન જાદુસમ્રાટ પોતાના ઈલમના જોરે એક તિલસ્મી દુનિયાનો રસ્તો ખુલ્લો કરી રહ્યો હતો.

અચાનક કોઈ મેગ્નેટિક ઈફેક્ટમાં આવી ગયો હોય એમ શાહીખંડનો મજબૂત દરવાજો દિવારમાં સરકી ગયો.

કદાચ આવી સિસ્ટમ આ એક જ ખંડમાં હતી.

તુગલકની આંખોમાં વિસ્મય જરૂર હતું પરંતુ પોતાના મનમાં જન્મેલી ગડમથલને એણે જરા પણ બહાર આવવા દીધી નહીં.

બાદશાહની પાછળ તુગલક ઉતાવળે ખંડમાં પ્રવેશી ગયો. ત્યારે ફરી પાછો યથાસ્થિતિ માં દરવાજો બંધ થઈ ગયો

આખો શાહીખંડ શસ્ત્ર-સરંજામથી ભર્યો હતો.

"બાદશાહ સલામત યે કમરાતો શસ્રોસે ભરા પડા હૈ..?"

બાદશાહે તુગલક સામે ભેદ ભરી મુસ્કાન વેરી..!

આપ કુછ કહેના ચાહતા થે પ્રધાનજી..!

"હા.. મેં આપકો એ બતાને આયા થા કિ ફિરંગીઓ કો આપને રાજ્યમે વ્યાપાર કી અનુમતી દેને કા મતલબ હૈ અપને હાથ કાટ કે ઉનકે હાથો મેં રખ દેના..!"

તુગલકે શાહી ખંડની યુધ્ધ સામગ્રીને જોળમામાં લીન થયો.

મૈને બહોત કુછ સોચા હૈ ઈસ બારે મે તુગલક..! ફીંરગી જીસ તરીકે સે અન્ય રાજ્યો કે કોને-કોને મે અપના અડ્ડા જમા રહે હૈ ઈસકે પિછે ઈનકી બહોત બડી સાજિશ લગતી હૈ મુજે..! કુછ રાજ્ય ઐસે ભી હૈ જિન્હોને ફિંરગીઓ કો પ્રવેશને કી અનુમતિ નહી દી.. તો ફિંરગીઓને વિરોધી રજવાડો સે મિલકર ઉનકે ખિલાફ સાજિશ રચી હૈ..!

"હા, મૈ ભી આપકો યહી બતાને આયા થા..!"

"મગર તુગલક..! હમ ઉનકે પ્રસ્તાવ કા અસ્વિકાર કરકે ઉનસે સીધી દુશ્મની મોડ લેના નહી ચાહતે..!

'મતલબ આપને ઉન્હે ઈજાજત દેને કા મન બના લિયા હૈ..?"

'મૈ ને ઉન્હે ઈજાજત દે દી હૈ..!"

બાદશાહે શાહી ખંડના એક કોર્નર પર ઉભા રહી તુગલને પોતાનુ ફરમાન સંભળાવી દીધુ..

તુગલક સમજી ગયો.

હવે પોતાની વાતને તાણવાનો અર્થ પથ્થર પર પાણી હતુ. નિર્ણય લેવાઈ ગયો હતો.

તુગલકના મનમાં ઉથલપાથાલ એજ વાતની હતી કે બાદશાહે પોતે નિર્ણય લઈ લીધો.

કમરામાં અત્યારે સન્નાટો પ્રસરેલો હતો.

શસ્ત્રો અને કેટલીક નિર્જીવ પૂતળીઓ મોજુદ હતી ખંડમાં..

બાદશાહની નજર એ વસ્તુઓ પર જરા પણ ન ઠહેરતાં દિવારની સપાટીમાં ભળી ગયેલા એક જુદા જ તરી આવતા લંબચોરસ પથ્થર પર સ્થિર થઈ..

મહારાજે દિવારના એ પથ્થરને લેફ્ટ સાઈડથી ધક્કો માર્યો..

પથ્થર પોતાની જગ્યાએથી જરા પાછળ સરકી ગયો.

પોતાનો આખો હાથ ભીતર સરી જાય એવુ બાકોરુ દેખાયુ. બાદશાહે ક્ષણનાય વિંલંબ વિના એ બાકોરામાં હાથ નાખ્યો. જોઈતી વસ્તુ પકડાઈ ગઈ હોય એમ નીચેની તરફ પ્રેશર વધાર્યુ.

ત્યારે અણઘાર્યો ફર્શ પર અવાજ થયો. ફર્શ પરનો પથ્થરનો એક મોટો ચોરસ ટૂકડો એની જગ્યાએથી હટી ગયો.

તુગલકની આંખો પહોળી થઈ ગઈ.. રસ્તો હવે ખુલ્લો હતો.

બાદશાહ આગળ વધ્યો. પથ્થરમાંથી કોતરાએલી સીઢી નીચે ભોયરામાં ઉતરતી હતી.

પાછળ તુગલક પણ ઉતર્યો.

ભીતર અંધકાર હતો.

પોતાના ગજવામાંથી એક તિલસ્મિ પથ્થર બાદશાહે બહાર કાઢ્યો.. જે અંધકારને ઉજાળી રહ્યો હતો.

"જહાંપનાહ યે ખુફીયા રાસ્તા કહાં લે જાતા હૈ હમે..!

"બસ તુમ મેરે પીછે ચલે આઓ તુગલક..! તુમ્હે સબ માલુમ હો જાયેગા..!"

નીચે ઉતરી બાદશાહ એવી જગ્યાએ ઉભો રહ્યો જ્યાં પાણીનો ખળખળ અવાજ સંભળાતો હતો.

પેલા તેજસ્વી પથ્થરના ઉજાસમાં તુગલકે જોયુ કે પાણી થી ભરેલી ગુફા હતી. અને ગુફાના કિનારે એક બોટ લાંગરેલી હતી.

તુગલકની આંખો આવી અંતરિયાળ બોટ જોઈને પહોળી થઈ ગઈ..

"આ જાઓ તુગલક મેરે સાથ તુમ ઈસ બોટ મેં બૈઠ જાઓ..!"

"જી જહાંપનાહ..!

સુલેમાન સાળવીએ બોટમાં બેસી તુગલક તરફ હાથ લંબાવ્યો ત્યારે એની આંખોમાં વૈશી ચમક પથરાઈ ગઈ...


રેટ કરો અને રિવ્યુ આપો

SHEETAL Patel

SHEETAL Patel 1 માસ પહેલા

Sharda

Sharda 1 માસ પહેલા

Pragnesh Desai

Pragnesh Desai 2 વર્ષ પહેલા

DEEP CHAUDHARI

DEEP CHAUDHARI 2 વર્ષ પહેલા

Gordhan Ghoniya

Gordhan Ghoniya 2 વર્ષ પહેલા